P24 News Gujarat

Editor’s View: સદ્દામને ફાંસી બાદ હવે ખોમેનીનો વારો!:ઈરાનના સર્વોચ્ચ નેતાને પતાવવા ટ્રમ્પનો ખતરનાક પ્લાન, 4 ઓપ્શન સાથે બંકર બોમ્બ રેડી, વોર રૂમમાંથી આદેશની રાહ

30મી ડિસેમ્બર 2006ની વાત છે. સવારના 5.30 વાગ્યા હતા. ઈરાકના બગદાદમાં 12 અમેરિકન સૈનિકે સદ્દામને હાથકડી પહેરાવીને જલ્લાદને સોંપ્યો. ‘સુપર 12’ સૈનિકની આંખોમાં આંસુ હતાં. હાથમાં પવિત્ર કુર્રાન સાથે સદ્દામ હુસૈન નિરાશ દેખાતા હતા. તેમણે ફાંસી વખતે બ્લેક કપડું પહેરવાની ના પાડી દીધી. ઘડિયાળમાં 6 વાગતાં જ સદ્દામને ફાંસી આપવામાં આવી. ઈરાકના શાસકનો અંત આવ્યો. હવે ઈરાનના શાસક ખોમેનીનો અંત લાવવા ઈઝરાયલ અને અમેરિકા રઘવાયા બન્યા છે. G7 સમિટ અધૂરી છોડીને ટ્રમ્પ નીકળી ગયા, ત્યાં જ અંદાજો આવી ગયો હતો કે કાંઈક મોટું થવાનું છે. રોઈટર્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના વ્હાઈટ હાઉસમાં સિચ્યુએશન રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. USમાં જ્યારે સિચ્યુએશન રૂમ શરૂ થાય તો સમજી લેવાનું કે નક્કી કંઈક મોટું થવાનું છે. ટૂંકમાં, અમેરિકા પડદા પાછળ તૈયારી કરી રહ્યું છે કે ઈરાનને પાડી દેવું. ખોમેનીને મારીને સત્તા રઝા પહેલવીને આપી દેવી. એવુંય બની શકે કે અમેરિકા માત્ર ડરાવતું હોય. બાકી, આ તો ટ્રમ્પ છે. એનું નક્કી નહીં. ખોમેની જે બંકરમાં છુપાયા છે એને ઉડાવી દેવા સુધીની વાત ટ્રમ્પે કરી છે. નમસ્કાર, ઈઝરાયલે સોમવારે એવું કહ્યું હતું કે ખોમેનીનું મૃત્યુ થશે પછી જ ઈરાન મુક્ત થશે. તેના બીજા દિવસે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ઈરાન સરેન્ડર કરી દે, નહીંતર અમને ખબર છે કે ખોમેની ક્યાં છુપાયા છે. આવી ધમકીથી ખોમેનીને ડરાવવા માગે છે કે ખરેખર હુમલો કરીને ખોમેનીનો ખેલ ખતમ કરી નાખશે, એ નક્કી નથી થઈ શકતું. આ તો ટ્રમ્પ છે. ગમે ત્યારે વિચાર ફરે તો કાંઈપણ કરી શકે. અમેરિકાએ ઈરાકના શાસક સદ્દામનો ખેલ કેવી રીતે ખતમ કર્યો હતો એ જાણો… સદ્દામ હુસૈને અમેરિકાની વાત ન માની ને ખેલ ખતમ થઈ ગયો
સદ્દામ હુસૈનનો ખેલ અમેરિકાએ કેવી રીતે ખતમ કર્યો, તેના પર આવતાં પહેલાં સદ્દામ હુસૈનની ક્રૂરતા વિશે જાણી લઈએ. 1979માં સદ્દામ હુસૈને જનરલ બક્રને ખરાબ તબિયતના નામે રાજીનામું આપવા દબાણ કર્યું અને પોતાને ઈરાકના 5મા રાષ્ટ્રપતિ જાહેર કર્યા. સત્તા સંભાળતાંની સાથે જ સદ્દામ તેના હરીફોને મારવાનું શરૂ કરી દીધું. 1980માં તેણે પશ્ચિમ ઈરાનની સરહદો પર પોતાની સેના ઉતારી. 8 વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા.
ઓગસ્ટ 1990માં સદ્દામે કુવૈત પર હુમલો કરાવ્યો. ઈરાકી સેનાએ માત્ર 6 કલાકમાં કુવૈત પર કબજો કર્યો. અમેરિકાએ ઈરાકને કહ્યું કે કુવૈત ખાલી કરો, પણ સદ્દામ હુસૈને અમેરિકાની વાત માની નહીં. સદ્દામ હુસૈને અમેરિકાની વાત ન માની ને કુવૈતને ઈરાકનો 19મો પ્રાંત જાહેર કરી દીધો. અમેરિકાની નારાજગી સદ્દામને ભારે પડી
આનાથી અમેરિકા નારાજ થયું. કુવૈતમાંથી ઈરાકી સેનાને બહાર કાઢવા માટે અમેરિકાના નેતૃત્વમાં 28 દેશનું ગઠબંધન બન્યું. કુવૈતની આઝાદી માટે જાન્યુઆરી 1991માં ઈરાક સામે યુદ્ધ શરૂ થયું હતું. અમેરિકાના હવાઈ હુમલાને કારણે ઈરાકને ભારે નુકસાન થયું હતું અને તેને કુવૈતમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી. કુવૈતમાં હાર પછી સદ્દામની પક્કડ નબળી પડવા લાગી. સદ્દામવિરોધી શિયા સમુદાયે બળવો શરૂ કર્યો. અમેરિકાની સાથે સાથે અનેક દેશોએ ઈરાક પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા, જેના કારણે ઈરાકનું અર્થતંત્ર ડગમગવા લાગ્યું. બુશ રાષ્ટ્રપતિ બન્યા ને સદ્દામને ખતમ કર્યો
2000માં અમેરિકામાં જ્યોર્જ બુશની સરકાર બની પછી સદ્દામની સરકાર પર દબાણ વધ્યું. બુશે કહ્યું હતું કે ઈરાકે સામૂહિક વિનાશનાં શસ્ત્રો બનાવ્યાં છે. અમેરિકાએ ઈરાકમાં તખતાપલટની વાત શરૂ કરી. 2002માં યુનાઈટેડ નેશન્સની એક ટીમ ઈરાકની મુલાકાતે ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ઇરાકે ઘણી મિસાઇલોનો મેળે મેળે નાશ કર્યો, પરંતુ બુશ આનાથી ખુશ ન થયા. માર્ચ 2003માં અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો. 9 એપ્રિલ 2003ના રોજ સદ્દામ હુસૈનની સરકાર ઊથલાવી દેવામાં આવી. ઈરાકની રાજધાની બગદાદ પર અમેરિકન સેનાએ કબજો કરી લીધો. અમેરિકન સૈનિકોએ બગદાદમાં સદ્દામ હુસૈનની પ્રતિમાને તોડવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ પ્રતિમા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. 13 ડિસેમ્બર 2003ના રોજ યુએસની સેનાએ સદ્દામ હુસૈનને પકડી લીધો. તે તિકરિત શહેરમાં એક અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયો હતો. સદ્દામે માથાકૂટ વગર સરેન્ડર કરી દીધું. પછી સદ્દામને ફાંસી આપી દેવામાં આવી. ખોમેની પણ સદ્દામની જેમ બંકરમાં પરિવાર સાથે છુપાયા છે
ટ્રમ્પે લખ્યું છે કે અમને ખબર છે કે ખોમેની ક્યાં છુપાયા છે. ખોમેની એક ઊંડા બંકરમાં છુપાયા છે. નવાઈની વાત એ છે કે યુદ્ધના પાંચ દિવસ પછી પણ ખોમેની સામે નથી આવ્યા. ખોમેનીએ ઈરાનની સુરક્ષાની જવાબદારી સૈનિક પરિષદ એટલે મિલિટરી કાઉન્સિલને સોંપી છે. તહેરાન નજીક લેવિજાન પ્રાંતમાં ક્યાંક બંકરમાં પરિવાર સાથે છુપાયા છે. ખોમેનીએ તમામ પાવર સેનાને આપી દીધો. ખોમેનીનો દીકરો મોજતબા ખોમેની પણ બંકરમાં તેની સાથે છે. મોજતબાને ઉત્તરાધિકારી માનવામાં આવે છે, પણ તેને ગાદીએ નહીં બેસાડાય, અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને મોજતબાને દેશનિકાલ કરી શકે. ટ્રમ્પે 3 પોસ્ટ કરી અમેરિકાની ઈરાન પર હુમલો કરવાની તૈયારી કેવી છે?
અત્યારે બે થિયરી ચાલે છે. એક, અમેરિકા ગમે ત્યારે ઈરાન પર સીધો હુમલો કરી શકે. બીજી થિયરી એવી છે કે અમેરિકા ઈરાન પર સીધો હુમલો નહીં કરે, પણ હુમલા કરવા માટે ઈઝરાયલની મદદ કરશે. અમેરિકાએ જે રીતે તૈયારી કરી છે એ જોતાં તો એવું લાગે છે કે અમેરિકા હવે ઈરાન પર સીધો હુમલો કરવાના મૂડમાં છે. જે રીતે સદ્દામને મારવાનો જસ બુશને જાય છે એમ ટ્રમ્પ ખોમેનીને મારવાનો જસ ખાટી જાય તો ના નહીં. 4 પોઇન્ટમાં ટ્રમ્પનો પ્લાન ખોમેનીએ અમેરિકાનું નામ લીધા વગર ધમકી આપી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કડક અને ભાવનાત્મક સંદેશા આપ્યા. ખોમેનીએ કહ્યું હતું કે ઈરાની લોકો તેમના શહીદોના લોહીને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશની એરસ્પેસને ઓળંગનારાઓને માફ કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી કે જો અમેરિકા કે અન્ય કોઈ દેશ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરશે તો ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થશે. તેમણે અમેરિકાનું નામ લીધા વગર કહ્યું હતું કે ઈરાન ધમકીભરી ભાષા સહન નહીં કરે. અમે સરેન્ડર કરીશું નહીં. અમેરિકા કેવી રીતે એક્ટિવ થયું છે નિમિત્સ એરક્રાફ્ટ :
અમેરિકા તેનું એરક્રાફ્ટ કેરિયર નિમિત્સ મિડલ ઈસ્ટ તરફ મોકલી રહ્યું છે. અત્યારસુધી આ એરક્રાફ્ટ કેરિયર સાઉથ ચાઈના સીમાં તહેનાત હતું. આ એરક્રાફ્ટ કેરિયર સેન્ટ્રલ વિયેતનામ જવાનું હતું, પણ ઈરાનની ઈઝરાયલ સાથેની લડાઈ થતાં એને મિડલ ઈસ્ટ તરફ વાળી દેવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ કેરિયર અમેરિકાનું સૌથી જૂનું અને પરમાણુ ઊર્જાથી ચાલનારું એરક્રાફ્ટ કેરિયર છે. આ એરક્રાફ્ટ એટલું મોટું છે જાણે તરતું એરબેઝ હોય. આ એરક્રાફ્ટ પર 5 હજાર સૈનિક તહેનાત છે. આ એરક્રાફ્ટ કેરિયરમાંથી 90 ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર ઓપરેટ થાય છે. કાર્લ વિન્સન એરક્રાફ્ટ :
મિડલ ઈસ્ટમાં અમેરિકાનું આ બીજું એરક્રાફ્ટ કેરિયર પહોંચી રહ્યું છે. અમેરિકાનું કાર્લ વિન્સન નામનું એરક્રાફ્ટ કેરિયર અને એનું બેટલ ગ્રુપ છે, એ પહેલેથી જ મિડલ ઈસ્ટની ખાડીમાં તહેનાત છે. આને હુથી વિદ્રોહીઓથી અમેરિકી શિપને બચાવવા તહેનાત કરાયું હતું. હવે તો હુથીઓએ હુમલા બંધ કરી દીધા છે એટલે આ એરક્રાફ્ટ કેરિયરનો ઉપયોગ પણ અમેરિકા કરી શકશે. અમેરિકી ફાઈટર એરક્રાફ્ટ :
અમેરિકાએ તેની સેનાનાં ફાઇટર એરક્રાફ્ટ મોટી સંખ્યામાં રિફ્યૂલિંગ માટે મોટી સંખ્યામાં યુરોપ મોકલ્યાં છે, એટલે એનો ઉપયોગ આ ઓપરેશનમાં થઈ શકે. અમેરિકા રિફ્યૂલિંગ શા માટે કરાવે છે? એ જાણીએ. ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવો હોય તો તેનાં ફાઈટર પ્લેન ઈરાકને ચીરીને ઈરાન પહોંચે છે. લગભગ દોઢથી બે હજાર કિલોમીટર થઈ જાય. ફાઈટર જેટ આટલુંબધું ફ્યૂઅલ લઈ જઈ નથી શકતાં એટલે એને રસ્તામાં વચ્ચે રિફ્યૂઅલ કરવાની જરૂર પડે છે. આ કામ અમેરિકા કરી આપશે. B-52 બોમ્બર ફાઇટર પ્લેન :
આ ફાયટર પ્લેન અમેરિકાનું સૌથી મજબૂત પ્લેન છે. એ 32 હજાર કિલો હથિયારો લઈ જઈ શકે છે. આ ફાઈટર પ્લેન બોઈંગ કંપનીએ બનાવ્યાં છે. અમેરિકા પાસે આવાં 76 પ્લેન છે. અમેરિકા સોવિયત યુનિયન સામે, વિયેતનામ સામે, ગલ્ફ વોરમાં ઉપયોગ કરી ચૂક્યું છે. અત્યારે અમેરિકાએ એક પ્લેન ઈરાન તરફ મોકલવા રેડી રાખ્યું છે. GBU-57 બંકર બોમ્બ :
ઈરાનનો સૌથી મજબૂત પરમાણુ પ્લાન્ટ ફોર્ડો પરમાણુ પ્લાન્ટ છે. ઈઝરાયલની તાકાત નથી કે આ પ્લાન્ટને તબાહ કરી શકે, પણ અમેરિકા પાસે આ તાકાત છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ CBSનો રિપોર્ટ છે કે અમેરિકા હજી યુદ્ધમાં એન્ટર થયું નથી, પણ જો સીધું એન્ટર થશે તો પહેલો ટાર્ગેટ આ ફોર્ડો ન્યૂક્લિયર પ્લાન્ટ જ હશે. અમેરિકાએ જોરદાર બંકર બોમ્બ બનાવ્યો છે. આ બોમ્બનું નામ રાખ્યું છે- GBU-57. આ બોમ્બ એટલો પ્રચંડ શક્તિવાળો છે કે ગમે તેવા મજબૂત બંકરમાં ઊંડે પણ કોઈ છુપાયું હોય તો આ બોમ્બ 300 ફૂટ ઘૂસીને મારી શકે છે. અમેરિકન બંકર-બસ્ટરનું વજન 13,600 કિલો છે. છેલ્લે,
અયાતુલ્લા અલી ખોમેનીની ઉંમર 86 વર્ષની છે. સાંભળવામાં તકલીફ છે. જમણા હાથમાં પેરાલિસિસ છે. 1981માં પોતે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે જ ઈરાનના સંવિધાનમાં સુધારા કરી નાખ્યા કે રાષ્ટ્રપતિથી પણ ઉપર સર્વોચ્ચ લીડર હશે અને તે જ ઈરાનની લગામ સંભાળશે. આમ કરીને ખોમેનીએ પોતાના હાથમાં જ ઈરાન રાખી લીધું. 44 વર્ષના શાસન પછી ખોમેનીના હાથમાંથી ઈરાન જઈ રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​30મી ડિસેમ્બર 2006ની વાત છે. સવારના 5.30 વાગ્યા હતા. ઈરાકના બગદાદમાં 12 અમેરિકન સૈનિકે સદ્દામને હાથકડી પહેરાવીને જલ્લાદને સોંપ્યો. ‘સુપર 12’ સૈનિકની આંખોમાં આંસુ હતાં. હાથમાં પવિત્ર કુર્રાન સાથે સદ્દામ હુસૈન નિરાશ દેખાતા હતા. તેમણે ફાંસી વખતે બ્લેક કપડું પહેરવાની ના પાડી દીધી. ઘડિયાળમાં 6 વાગતાં જ સદ્દામને ફાંસી આપવામાં આવી. ઈરાકના શાસકનો અંત આવ્યો. હવે ઈરાનના શાસક ખોમેનીનો અંત લાવવા ઈઝરાયલ અને અમેરિકા રઘવાયા બન્યા છે. G7 સમિટ અધૂરી છોડીને ટ્રમ્પ નીકળી ગયા, ત્યાં જ અંદાજો આવી ગયો હતો કે કાંઈક મોટું થવાનું છે. રોઈટર્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના વ્હાઈટ હાઉસમાં સિચ્યુએશન રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. USમાં જ્યારે સિચ્યુએશન રૂમ શરૂ થાય તો સમજી લેવાનું કે નક્કી કંઈક મોટું થવાનું છે. ટૂંકમાં, અમેરિકા પડદા પાછળ તૈયારી કરી રહ્યું છે કે ઈરાનને પાડી દેવું. ખોમેનીને મારીને સત્તા રઝા પહેલવીને આપી દેવી. એવુંય બની શકે કે અમેરિકા માત્ર ડરાવતું હોય. બાકી, આ તો ટ્રમ્પ છે. એનું નક્કી નહીં. ખોમેની જે બંકરમાં છુપાયા છે એને ઉડાવી દેવા સુધીની વાત ટ્રમ્પે કરી છે. નમસ્કાર, ઈઝરાયલે સોમવારે એવું કહ્યું હતું કે ખોમેનીનું મૃત્યુ થશે પછી જ ઈરાન મુક્ત થશે. તેના બીજા દિવસે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ઈરાન સરેન્ડર કરી દે, નહીંતર અમને ખબર છે કે ખોમેની ક્યાં છુપાયા છે. આવી ધમકીથી ખોમેનીને ડરાવવા માગે છે કે ખરેખર હુમલો કરીને ખોમેનીનો ખેલ ખતમ કરી નાખશે, એ નક્કી નથી થઈ શકતું. આ તો ટ્રમ્પ છે. ગમે ત્યારે વિચાર ફરે તો કાંઈપણ કરી શકે. અમેરિકાએ ઈરાકના શાસક સદ્દામનો ખેલ કેવી રીતે ખતમ કર્યો હતો એ જાણો… સદ્દામ હુસૈને અમેરિકાની વાત ન માની ને ખેલ ખતમ થઈ ગયો
સદ્દામ હુસૈનનો ખેલ અમેરિકાએ કેવી રીતે ખતમ કર્યો, તેના પર આવતાં પહેલાં સદ્દામ હુસૈનની ક્રૂરતા વિશે જાણી લઈએ. 1979માં સદ્દામ હુસૈને જનરલ બક્રને ખરાબ તબિયતના નામે રાજીનામું આપવા દબાણ કર્યું અને પોતાને ઈરાકના 5મા રાષ્ટ્રપતિ જાહેર કર્યા. સત્તા સંભાળતાંની સાથે જ સદ્દામ તેના હરીફોને મારવાનું શરૂ કરી દીધું. 1980માં તેણે પશ્ચિમ ઈરાનની સરહદો પર પોતાની સેના ઉતારી. 8 વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા.
ઓગસ્ટ 1990માં સદ્દામે કુવૈત પર હુમલો કરાવ્યો. ઈરાકી સેનાએ માત્ર 6 કલાકમાં કુવૈત પર કબજો કર્યો. અમેરિકાએ ઈરાકને કહ્યું કે કુવૈત ખાલી કરો, પણ સદ્દામ હુસૈને અમેરિકાની વાત માની નહીં. સદ્દામ હુસૈને અમેરિકાની વાત ન માની ને કુવૈતને ઈરાકનો 19મો પ્રાંત જાહેર કરી દીધો. અમેરિકાની નારાજગી સદ્દામને ભારે પડી
આનાથી અમેરિકા નારાજ થયું. કુવૈતમાંથી ઈરાકી સેનાને બહાર કાઢવા માટે અમેરિકાના નેતૃત્વમાં 28 દેશનું ગઠબંધન બન્યું. કુવૈતની આઝાદી માટે જાન્યુઆરી 1991માં ઈરાક સામે યુદ્ધ શરૂ થયું હતું. અમેરિકાના હવાઈ હુમલાને કારણે ઈરાકને ભારે નુકસાન થયું હતું અને તેને કુવૈતમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી. કુવૈતમાં હાર પછી સદ્દામની પક્કડ નબળી પડવા લાગી. સદ્દામવિરોધી શિયા સમુદાયે બળવો શરૂ કર્યો. અમેરિકાની સાથે સાથે અનેક દેશોએ ઈરાક પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા, જેના કારણે ઈરાકનું અર્થતંત્ર ડગમગવા લાગ્યું. બુશ રાષ્ટ્રપતિ બન્યા ને સદ્દામને ખતમ કર્યો
2000માં અમેરિકામાં જ્યોર્જ બુશની સરકાર બની પછી સદ્દામની સરકાર પર દબાણ વધ્યું. બુશે કહ્યું હતું કે ઈરાકે સામૂહિક વિનાશનાં શસ્ત્રો બનાવ્યાં છે. અમેરિકાએ ઈરાકમાં તખતાપલટની વાત શરૂ કરી. 2002માં યુનાઈટેડ નેશન્સની એક ટીમ ઈરાકની મુલાકાતે ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ઇરાકે ઘણી મિસાઇલોનો મેળે મેળે નાશ કર્યો, પરંતુ બુશ આનાથી ખુશ ન થયા. માર્ચ 2003માં અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો. 9 એપ્રિલ 2003ના રોજ સદ્દામ હુસૈનની સરકાર ઊથલાવી દેવામાં આવી. ઈરાકની રાજધાની બગદાદ પર અમેરિકન સેનાએ કબજો કરી લીધો. અમેરિકન સૈનિકોએ બગદાદમાં સદ્દામ હુસૈનની પ્રતિમાને તોડવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ પ્રતિમા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. 13 ડિસેમ્બર 2003ના રોજ યુએસની સેનાએ સદ્દામ હુસૈનને પકડી લીધો. તે તિકરિત શહેરમાં એક અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયો હતો. સદ્દામે માથાકૂટ વગર સરેન્ડર કરી દીધું. પછી સદ્દામને ફાંસી આપી દેવામાં આવી. ખોમેની પણ સદ્દામની જેમ બંકરમાં પરિવાર સાથે છુપાયા છે
ટ્રમ્પે લખ્યું છે કે અમને ખબર છે કે ખોમેની ક્યાં છુપાયા છે. ખોમેની એક ઊંડા બંકરમાં છુપાયા છે. નવાઈની વાત એ છે કે યુદ્ધના પાંચ દિવસ પછી પણ ખોમેની સામે નથી આવ્યા. ખોમેનીએ ઈરાનની સુરક્ષાની જવાબદારી સૈનિક પરિષદ એટલે મિલિટરી કાઉન્સિલને સોંપી છે. તહેરાન નજીક લેવિજાન પ્રાંતમાં ક્યાંક બંકરમાં પરિવાર સાથે છુપાયા છે. ખોમેનીએ તમામ પાવર સેનાને આપી દીધો. ખોમેનીનો દીકરો મોજતબા ખોમેની પણ બંકરમાં તેની સાથે છે. મોજતબાને ઉત્તરાધિકારી માનવામાં આવે છે, પણ તેને ગાદીએ નહીં બેસાડાય, અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને મોજતબાને દેશનિકાલ કરી શકે. ટ્રમ્પે 3 પોસ્ટ કરી અમેરિકાની ઈરાન પર હુમલો કરવાની તૈયારી કેવી છે?
અત્યારે બે થિયરી ચાલે છે. એક, અમેરિકા ગમે ત્યારે ઈરાન પર સીધો હુમલો કરી શકે. બીજી થિયરી એવી છે કે અમેરિકા ઈરાન પર સીધો હુમલો નહીં કરે, પણ હુમલા કરવા માટે ઈઝરાયલની મદદ કરશે. અમેરિકાએ જે રીતે તૈયારી કરી છે એ જોતાં તો એવું લાગે છે કે અમેરિકા હવે ઈરાન પર સીધો હુમલો કરવાના મૂડમાં છે. જે રીતે સદ્દામને મારવાનો જસ બુશને જાય છે એમ ટ્રમ્પ ખોમેનીને મારવાનો જસ ખાટી જાય તો ના નહીં. 4 પોઇન્ટમાં ટ્રમ્પનો પ્લાન ખોમેનીએ અમેરિકાનું નામ લીધા વગર ધમકી આપી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કડક અને ભાવનાત્મક સંદેશા આપ્યા. ખોમેનીએ કહ્યું હતું કે ઈરાની લોકો તેમના શહીદોના લોહીને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશની એરસ્પેસને ઓળંગનારાઓને માફ કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી કે જો અમેરિકા કે અન્ય કોઈ દેશ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરશે તો ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થશે. તેમણે અમેરિકાનું નામ લીધા વગર કહ્યું હતું કે ઈરાન ધમકીભરી ભાષા સહન નહીં કરે. અમે સરેન્ડર કરીશું નહીં. અમેરિકા કેવી રીતે એક્ટિવ થયું છે નિમિત્સ એરક્રાફ્ટ :
અમેરિકા તેનું એરક્રાફ્ટ કેરિયર નિમિત્સ મિડલ ઈસ્ટ તરફ મોકલી રહ્યું છે. અત્યારસુધી આ એરક્રાફ્ટ કેરિયર સાઉથ ચાઈના સીમાં તહેનાત હતું. આ એરક્રાફ્ટ કેરિયર સેન્ટ્રલ વિયેતનામ જવાનું હતું, પણ ઈરાનની ઈઝરાયલ સાથેની લડાઈ થતાં એને મિડલ ઈસ્ટ તરફ વાળી દેવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ કેરિયર અમેરિકાનું સૌથી જૂનું અને પરમાણુ ઊર્જાથી ચાલનારું એરક્રાફ્ટ કેરિયર છે. આ એરક્રાફ્ટ એટલું મોટું છે જાણે તરતું એરબેઝ હોય. આ એરક્રાફ્ટ પર 5 હજાર સૈનિક તહેનાત છે. આ એરક્રાફ્ટ કેરિયરમાંથી 90 ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર ઓપરેટ થાય છે. કાર્લ વિન્સન એરક્રાફ્ટ :
મિડલ ઈસ્ટમાં અમેરિકાનું આ બીજું એરક્રાફ્ટ કેરિયર પહોંચી રહ્યું છે. અમેરિકાનું કાર્લ વિન્સન નામનું એરક્રાફ્ટ કેરિયર અને એનું બેટલ ગ્રુપ છે, એ પહેલેથી જ મિડલ ઈસ્ટની ખાડીમાં તહેનાત છે. આને હુથી વિદ્રોહીઓથી અમેરિકી શિપને બચાવવા તહેનાત કરાયું હતું. હવે તો હુથીઓએ હુમલા બંધ કરી દીધા છે એટલે આ એરક્રાફ્ટ કેરિયરનો ઉપયોગ પણ અમેરિકા કરી શકશે. અમેરિકી ફાઈટર એરક્રાફ્ટ :
અમેરિકાએ તેની સેનાનાં ફાઇટર એરક્રાફ્ટ મોટી સંખ્યામાં રિફ્યૂલિંગ માટે મોટી સંખ્યામાં યુરોપ મોકલ્યાં છે, એટલે એનો ઉપયોગ આ ઓપરેશનમાં થઈ શકે. અમેરિકા રિફ્યૂલિંગ શા માટે કરાવે છે? એ જાણીએ. ઈઝરાયલે ઈરાન પર હુમલો કરવો હોય તો તેનાં ફાઈટર પ્લેન ઈરાકને ચીરીને ઈરાન પહોંચે છે. લગભગ દોઢથી બે હજાર કિલોમીટર થઈ જાય. ફાઈટર જેટ આટલુંબધું ફ્યૂઅલ લઈ જઈ નથી શકતાં એટલે એને રસ્તામાં વચ્ચે રિફ્યૂઅલ કરવાની જરૂર પડે છે. આ કામ અમેરિકા કરી આપશે. B-52 બોમ્બર ફાઇટર પ્લેન :
આ ફાયટર પ્લેન અમેરિકાનું સૌથી મજબૂત પ્લેન છે. એ 32 હજાર કિલો હથિયારો લઈ જઈ શકે છે. આ ફાઈટર પ્લેન બોઈંગ કંપનીએ બનાવ્યાં છે. અમેરિકા પાસે આવાં 76 પ્લેન છે. અમેરિકા સોવિયત યુનિયન સામે, વિયેતનામ સામે, ગલ્ફ વોરમાં ઉપયોગ કરી ચૂક્યું છે. અત્યારે અમેરિકાએ એક પ્લેન ઈરાન તરફ મોકલવા રેડી રાખ્યું છે. GBU-57 બંકર બોમ્બ :
ઈરાનનો સૌથી મજબૂત પરમાણુ પ્લાન્ટ ફોર્ડો પરમાણુ પ્લાન્ટ છે. ઈઝરાયલની તાકાત નથી કે આ પ્લાન્ટને તબાહ કરી શકે, પણ અમેરિકા પાસે આ તાકાત છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ CBSનો રિપોર્ટ છે કે અમેરિકા હજી યુદ્ધમાં એન્ટર થયું નથી, પણ જો સીધું એન્ટર થશે તો પહેલો ટાર્ગેટ આ ફોર્ડો ન્યૂક્લિયર પ્લાન્ટ જ હશે. અમેરિકાએ જોરદાર બંકર બોમ્બ બનાવ્યો છે. આ બોમ્બનું નામ રાખ્યું છે- GBU-57. આ બોમ્બ એટલો પ્રચંડ શક્તિવાળો છે કે ગમે તેવા મજબૂત બંકરમાં ઊંડે પણ કોઈ છુપાયું હોય તો આ બોમ્બ 300 ફૂટ ઘૂસીને મારી શકે છે. અમેરિકન બંકર-બસ્ટરનું વજન 13,600 કિલો છે. છેલ્લે,
અયાતુલ્લા અલી ખોમેનીની ઉંમર 86 વર્ષની છે. સાંભળવામાં તકલીફ છે. જમણા હાથમાં પેરાલિસિસ છે. 1981માં પોતે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે જ ઈરાનના સંવિધાનમાં સુધારા કરી નાખ્યા કે રાષ્ટ્રપતિથી પણ ઉપર સર્વોચ્ચ લીડર હશે અને તે જ ઈરાનની લગામ સંભાળશે. આમ કરીને ખોમેનીએ પોતાના હાથમાં જ ઈરાન રાખી લીધું. 44 વર્ષના શાસન પછી ખોમેનીના હાથમાંથી ઈરાન જઈ રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *