દુનિયામાં જે કંઈ પણ થાય છે, સારું કે ખરાબ, સાચું કે ખોટું, ગંભીર કે હળવું, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચોક્કસ થાય છે. આજકાલ ચર્ચા કરતાં અલગ અલગ મુદ્દાઓ પર મીમ્સ શેર કરવામાં આવે છે. મીમ્સ બનાવનારાઓ પણ એટલા પ્રતિભાશાળી છે કે તેમની ક્રિએટીવીટી જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પણ આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પાકિસ્તાની આર્મી ચીફ મુનીર મળ્યા. X એટલે કે ટ્વિટર મીમ્સથી છલકાઈ ગયું. આ મુલાકાતમાં આતંકવાદ વિરોધી ભાગીદારીની ચર્ચા કરવામાં આવી હતી. લોકોએ મીમ્સ વાઇરલ કરી મજાક બનાવી
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે બંધ દરવાજા પાછળ થયેલી મુલાકાત એક ગંભીર રાજદ્વારી ઘટના હોઈ શકે છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ મામલો મીમ્સ અને મજાકનો વિષય બની ગયો છે. મીમ્સમાં યુઝર્સે બોલીવુડ મસાલા ઉમેર્યા
આ મુલાકાતના સમાચાર બહાર આવતાની સાથે જ યુઝર્સે બોલીવુડ મસાલા ઉમેરીને સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર લાવી દીધું. સો.મીડિયા યુઝર્સે આ મીટિંગને ફિલ્મોના પ્રખ્યાત દૃશ્યો ‘રિશ્તે’ અને ‘ઇશ્ક’ સાથે જોડતા મીમ્સ બનાવ્યા. ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે એક મહત્વપૂર્ણ મીટિંગ થઈ
વ્હાઇટ હાઉસે મંગળવાર, 17 જૂનના રોજ પુષ્ટિ આપી હતી કે બુધવારે ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે એક મહત્વપૂર્ણ મીટિંગ થઈ હતી. આ મીટિંગ બંધ રૂમમાં થઈ હતી અને તેની સત્તાવાર માહિતી મર્યાદિત રાખવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા, 2001માં જનરલ પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિને મળેલા છેલ્લા પાકિસ્તાની લશ્કરી વડા હતા. પાકિસ્તાન ઈરાનને ટેકો આપે તેવી અટકળો
તે સમયે તેઓ લશ્કરી સરમુખત્યાર અને પાકિસ્તાનના રાજ્યના વડા હતા. આ મીટિંગ એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બેકગ્રાઉન્ડમાં પાકિસ્તાન ઈરાનને ટેકો આપે તેવી જોરદાર અટકળો ચાલી રહી હતી. વોશિંગ્ટન ડીસીમાં એક જાહેર સંબોધનમાં ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે પાકિસ્તાન “ઈરાન સાથે સ્પષ્ટ અને મજબૂત સમર્થન”માં ઉભું છે, પરંતુ તે જ સમયે તેમણે અમેરિકાની મધ્યસ્થી અને તણાવ ઘટાડવાના પ્રયાસોને પણ સમર્થન આપ્યું હતું. અસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન
‘ડોન’ અખબાર અનુસાર, આ મીટિંગ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી ભાગીદારીને મજબૂત બનાવવાનું હતું. ખાસ કરીને, ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (IS-K) સામે સહયોગ વધારવા પર ચર્ચા થઈ. એક તરફ ટ્રમ્પ મુલાકાત કરી રહ્યા હતા, તો બીજી તરફ, વિદેશી પાકિસ્તાનીઓ વોશિંગ્ટન ડીસીની એક હોટલની બહાર ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.