વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કનું સ્ટારશિપ-36 રોકેટ ટેક્સાસના સ્ટારબેઝ ટેસ્ટિંગ સ્થળ પર અચાનક ધડાકા સાથે વિસ્ફોટ થયું. એની જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂર સુધી દેખાઈ રહ્યાં હતા. આ વિસ્ફોટ આજે એટલે કે 19 જૂનના રોજ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે થયો હતો. 29 જૂનના રોજ સ્ટારશિપની 10મી ટેસ્ટ ફ્લાઇટ પહેલાં રોકેટનું બીજું સ્ટેટિક ફાયર ટેસ્ટ ચાલી રહ્યો હતો ત્યારે વિસ્ફોટ થયો હતો. આ ટેસ્ટમાં રોકેટના એન્જિનને જમીન પર રાખીને શરૂ કરવામાં આવે છે, જેથી લોન્ચિંગ પહેલાં બધું બરાબર છે કે નહીં એ ચકાસી શકાય. ઉપરના ભાગમાં વિસ્ફોટ થયો, રોકેટ આગનાં ગોળામાં ફેરવાઈ ગયું ટેસ્ટિંગ શરૂ થાય તે પહેલાં રોકેટના ઉપરના ભાગમાં જ્યાં ઇંધણ ટેંક હોય છે ત્યાં અચાનક વિસ્ફોટ થયો. થોડી જ વારમાં આખું રોકેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમના ઘરની બારીઓ પણ ખખડી ગઈ. આ વિસ્ફોટનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે રોકેટના નોઝમાંથી એટલે કે ઉપરના ભાગમાંથી અચાનક જ્વાળાઓ નીકળે છે અને પછી આખું રોકેટ ધડાકા સાથે વિસ્ફોટ થાય છે. કોઈ જાનહાનિ નથી, પણ નુકસાન ઘણું વધારે થયું છે આ અકસ્માત બાદ સ્પેસએક્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે પરીક્ષણ સ્થળની આસપાસ પહેલાથી જ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા હતી. બધા કર્મચારીઓ સુરક્ષિત છે અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને કોઈ નુકસાન થયું નથી. કંપનીએ લોકોને ટેસ્ટિંગ સ્થળની નજીક ન જવા અપીલ કરી છે, કારણ કે ત્યાં આગ ઓલવવાનું અને સફાઈનું કામ હજુ પણ ચાલુ છે. કેમેરોન કાઉન્ટી શેરિફ ઓફિસ અને સ્થાનિક પોલીસે પણ પુષ્ટિ કરી છે કે કોઈને ઈજા થઈ નથી. ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ રોકેટ અને પરીક્ષણ સ્થળને એટલું ગંભીર નુકસાન થયું છે કે સ્પેસએક્સને હવે તેની 10મી પરીક્ષણ ઉડાન યોજના પર ફરીથી કામ કરવું પડશે. ફ્યૂલ લોડિંગ પ્રક્રિયા શરૂ થયા પછી વિસ્ફોટ થયો આ પરીક્ષણ નાસા સ્પેસફ્લાઇટ યુટ્યુબ ચેનલ પર લાઇવ બતાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કમેન્ટર્સે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ પ્રોપેલન્ટના લગભગ 30 મિનિટ પછી થયો હતો એટલે કે, ફ્યૂલ લોડ કરવાની પ્રક્રિયા શરૂ થયા પછી. સ્ટેટિક ફાયર ટેસ્ટ દરમિયાન રોકેટનું એન્જિન લોન્ચ માઉન્ટ સાથે જોડાયેલ હોય ત્યારે શરૂ થાય છે. આ વર્ષે સ્ટારશીપ સતત ત્રણ પરીક્ષણોમાં નિષ્ફળ ગયું આ વર્ષની શરૂઆતથી સ્ટારશિપ પરીક્ષણોમાં સતત નિષ્ફળતાઓ આવી રહી છે. સાતમી, આઠમી અને નવમી પરીક્ષણ ફ્લાઇટ્સમાં, રોકેટ કાં તો ઉડાન દરમિયાન વિસ્ફોટ થયો અથવા નિયંત્રણ ગુમાવ્યું અને ક્રેશ થયું. સ્પેસએક્સનું સ્ટારશિપ વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ સિસ્ટમ છે, જે માનવોને ચંદ્ર અને મંગળ પર લઈ જવા માટે બનાવવામાં આવી રહ્યું છે. ઈલોન મસ્કનું સ્વપ્ન છે કે સ્ટારશિપ દ્વારા, માનવીઓ એક દિવસ મંગળ પર વસાહત બનાવી શકે. આ રોકેટ સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવું છે, એટલે કે, તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે, જે અવકાશ યાત્રાને સસ્તી અને સરળ બનાવી શકે છે. હવે શું થશે? આ અકસ્માતે સ્પેસએક્સની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. કંપનીએ 29 જૂને 10મી ટેસ્ટ ફ્લાઇટનું ટાર્ગેટ રાખ્યું હતું, પરંતુ હવે તેની સમયરેખા સંપૂર્ણપણે અનિશ્ચિત બની ગઈ છે. સ્પેસએક્સના એન્જિનિયરો હવે ભૂલ ક્યાં થઈ તે સમજવા માટે ડેટાની તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક અંદાજો ફ્યૂલ ટેંક અથવા પ્રોપેલન્ટ સિસ્ટમમાં ખામી સૂચવે છે. આ સાથે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પણ આ અકસ્માતની તપાસ કરશે. અગાઉ પણ સ્ટારશિપના નિષ્ફળ પરીક્ષણોને કારણે, FAA એ સ્પેસએક્સનો પરીક્ષણ કાર્યક્રમ થોડા સમય માટે બંધ કરી દીધો હતો. આ વખતે પણ આવું થઈ શકે છે, જે કંપનીની યોજનાઓમાં વધુ વિલંબ કરશે. જોકે, ઈલોન મસ્ક અને તેમની કંપની સ્પેસએક્સનું વલણ હંમેશા “દરેક નિષ્ફળતામાંથી શીખવાનું” રહ્યું છે. મસ્કે અગાઉ કહ્યું છે કે સ્ટારશિપ જેવા જટિલ પ્રોજેક્ટમાં નિષ્ફળતાઓ સ્વાભાવિક છે અને દરેક પરીક્ષણ કંપનીને તેના લક્ષ્યની નજીક લઈ જાય છે. આવી સ્થિતિમાં આ અકસ્માત પછી પણ, સ્પેસએક્સ ટીમ ટૂંક સમયમાં આગામી પરીક્ષણ માટે તૈયારી શરૂ કરશે.