ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આજથી થશે. પહેલો મુકાબલો હેડિંગ્લેના લીડ્સ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી રમાશે. ભારતે અહીં 7 મુકાબલા રમ્યા છે. 2માં તેને જીત અને 4 મુકાબલાઓમાં હાર મળી છે. જ્યારે 1 મેચ ડ્રો રહી છે. ટીમે છેલ્લી ટેસ્ટ 2021માં રમી હતી, જેમાં તેને ઇનિંગ અને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની 2025-27 સાયકલમાં પોત-પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ભારત WTCના પહેલા બે ફાઈનલમાં રનર-અપ રહ્યું હતું. 2021માં ન્યૂઝીલેન્ડ અને 2023માં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. જ્યારે ઇંગ્લેન્ડ હજુ સુધી એક પણ ફાઈનલ રમી નથી. ટીમ ઈન્ડિયા 25 વર્ષના યુવા કેપ્ટન શુભમન ગિલની લીડરશીપમાં ઉતરશે. જ્યારે ઇંગ્લેન્ડની કમાન 34 વર્ષના અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સંભાળી રહ્યા છે. મેચ ડિટેઇલ્સ, પહેલી ટેસ્ટ
IND Vs ENG
તારીખ- 20-24 જૂન
સ્ટેડિયમ- હેડિંગ્લે, લીડ્સ
સમય: ટૉસ- સવારે 3:00 PM, મેચ શરૂ – 3:30 PM ટેસ્ટમાં ઇંગ્લેન્ડનું ભારત પર પ્રભુત્વ
ભારતે પોતાની ક્રિકેટ સફર 1932માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને જ શરૂ કરી. ત્યારથી અત્યાર સુધી બંને ટીમ વચ્ચે કુલ 136 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં 51 ઇંગ્લેન્ડે પોતાના નામે કર્યા, જ્યારે 35 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી. જ્યારે, 50 ટેસ્ટ ડ્રો રહ્યા. ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 67 ટેસ્ટ રમી. 9 જ મેચ જીતી, પરંતુ ટીમે અહીં 22 ટેસ્ટ ડ્રો પણ કરાવ્યા છે. 36 મુકાબલાઓમાં ઇંગ્લેન્ડને જીત મળી. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 36 ટેસ્ટ સિરીઝ રમાઈ છે. 19 ઇંગ્લેન્ડે અને 12 ટીમ ઈન્ડિયાએ જીતી. જ્યારે 5 ડ્રો રહી. 1932થી 2025 સુધી 94 વર્ષમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડમાં 19 ટેસ્ટ સિરીઝ રમી. ભારતે 3 જીતી, જ્યારે 2 ડ્રો રમી. જ્યારે, 14માં ટીમને હારનો સામનો કરવો પડ્યો. ભારતે ઇંગ્લેન્ડમાં છેલ્લે વર્ષ 2007માં ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી હતી. આ સિરીઝ રાહુલ દ્રવિડની આગેવાનીમાં જીતવામાં આવી હતી. યશસ્વી-પંત ટૉપ બેટર્સ
ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે છેલ્લા એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 10 મેચમાં 40.52ની એવરેજથી 770 રન બનાવ્યા છે. તેના બાદ વિકેટકીપર બેટર રિષભ પંતનું નામ છે, જેણે 10 મેચમાં 677 રન બનાવ્યા છે. પંતે એક સદી અને 4 ફિફ્ટી પણ લગાવી છે. ફેન્સની નજર કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલ પર રહેશે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગી થયેલી ટીમમાં જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના પેસ એટેને લીડ કરશે. તેણે છેલ્લા 9 મેચમાં 46 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી માત્ર 2.84 રહી છે. બુમરાહ ઉપરાંત ટીમમાં મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહના નામ છે. સ્પિનર્સમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા મહત્ત્વના સાબિત થઈ શકે છે. રૂટ-બ્રુક શાનદાર ફોર્મમાં
ઇંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટે છેલ્લા એક વર્ષમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 13 મેચમાં 1270 રન બનાવ્યા છે. આ દરમિયાન 5 સેન્ચુરી અને 4 ફિફ્ટી પણ લગાવ્યા છે. રૂટ બાદ હેરી બ્રુકનું નામ છે, જેણે 12 મેચમાં કુલ 1100 રન બનાવ્યા છે. છેલ્લા એક વર્ષને જોવામાં આવે તો ઇંગ્લિશ ટીમ માટે સૌથી વધુ વિકેટ જેમ્સ એટકિન્સને લીધી છે. જોકે તેને પહેલા ટેસ્ટની પ્લેઇંગ-11માં સામેલ કર્યો નથી. સ્પિનર શોએબ બશીરનું નામ તેના બાદ આવે છે. બશીરે 12 મેચમાં 32 વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડના સ્ક્વૉડમાં ક્રિસ વોક્સ પણ છે. તેના નામે 9 મેચમાં 32 વિકેટ છે. પીચ રિપોર્ટ
આ વખતે લીડ્સના હેડિંગ્લે મેદાન પર ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે, જે સામાન્ય રીતે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ત્રીજી ટેસ્ટ હોય છે. આ વખતે અહીંનું વાતાવરણ પણ થોડું અલગ છે. ફેબ્રુઆરીથી અહીં વરસાદ પડ્યો નથી, અને મેદાન સંપૂર્ણપણે સૂકું પડ્યું છે. આનાથી પીચની તૈયારી પણ અલગ રીતે કરવામાં આવી છે. લીડ્સના પીચ ક્યૂરેટર રિચર્ડ રોબિન્સનએ ક્રિકઇન્ફોને જણાવ્યું કે પહેલા દિવસે કેટલીક સ્વિંગ અથવા સીમ મૂવમેન્ટ મળી શકે છે, પરંતુ તે પછી આ પીચ સપાટ થઈ જશે. આનાથી બેટર્સને પણ મદદ મળશે. હેડિંગ્લેમાં અત્યાર સુધી 81 ટેસ્ટ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 29 અને પહેલા બોલિંગ કરનારી ટીમે 34 મેચ જીતી છે. 18 મુકાબલાઓ ડ્રો પર સમાપ્ત થયા છે. વેધર રિપોર્ટ
લીડ્સમાં પહેલા દિવસે, એટલે કે 20 જૂનના રોજ હળવા વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે, પરંતુ બીજા દિવસે, 21 જૂનના રોજ 66% વરસાદની આશંકા છે. 22 જૂનના રોજ પણ 61% વરસાદની શંકા છે. તે પછી
ચોથા દિવસે તડકો નીકળવાની સંભાવના છે. પાંચમા દિવસે ફરીથી વરસાદ છે. પહેલા દિવસે તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ભારતની સંભવિત પ્લેઇંગ-11
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11:
બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર. મેચ કયારે અને ક્યાં જોઈ શકાશે?
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના પહેલી મેચનો સીધો પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક 1, સોની સ્પોર્ટ્સ 5, સોની સ્પોર્ટ્સ 3 (હિન્દી) અને સોની સ્પોર્ટ્સ 4 (તમિલ અને તેલુગુ) પર થશે. લાઇવ સ્ટ્રીમિંગ જિઓટોસ્ટાર ઍપ પર થશે. જ્યારે મેચ રિપોર્ટ અને લાઇવ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ વાંચી શકો છો.