P24 News Gujarat

ગંભીર અને ગિલને 4 સવાલોના જવાબ શોધવા પડશે:રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? ગિલ ચોથા નંબરે હોય તો નંબર-3 પર કોણ રમશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. ટીમના સિનિયર ખેલાડી જસપ્રીત બુમરાહ પણ ઇંગ્લેન્ડ પ્રવાસે માત્ર 3 જ ટેસ્ટ રમશે. રોહિતના રિટાયરમેન્ટ બાદ યુવા બેટર શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન ગિલની સામે ટીમ કોમ્બિનેશનને લઈને 4 સવાલોના જવાબ શોધવાની વાત રહેશે. સ્ટોરીમાં આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે પ્લેઇંગ-11માં રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? જો ગિલ નંબર-4 પર રમે તો નંબર-3 પર કોણ રમશે? 1. રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? રોહિતે 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. છેલ્લા 6 વર્ષથી તે રેડ બોલમાં ઓપનિંગ કરી રહ્યો હતો. 2023થી તેનો પાર્ટનર યશસ્વી જયસ્વાલ છે. આમાં યશસ્વીની જગ્યા તો નિશ્ચિત છે, પરંતુ તેનો સાથ કોણ આપશે, એ પ્રશ્નનો જવાબ હજી શોધવાનો રહેશે. ઓપનિંગ પોઝિશન પર રોહિતની જગ્યા યશસ્વી સાથે કેએલ રાહુલ હોઈ શકે છે. રાહુલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને ઇંગ્લેન્ડ લાયન્સ સામે અનઑફિશિયલ ટેસ્ટમાં યશસ્વી સાથે ઓપનિંગ કરી હતી. આ સિવાય સાઈ સુદર્શન પણ રોહિતની જગ્યા લેવાનો દાવેદાર છે. 2. ગિલ બાદ નંબર-3 પર કોણ ઉતરશે? વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટથી સંન્યાસ લઈ લીધો. તે ટીમમાં નંબર-4 પર બેટિંગ કરતો હતો અને સ્ક્વૉડનો સૌથી અનુભવી સભ્યોમાંનો એક હતો. તેના જવાથી ટીમમાં મિડલ ઑર્ડરના અનુભવી અને મજબૂત બેટરનો ખૂબ મોટો ગેપ થઈ ગયો છે. આ ગેપને ગિલ ભરશે. પ્રથમ ટેસ્ટમાં ગિલ પહેલી વખત નંબર-4 પર બેટિંગ કરશે. વાઇસ કેપ્ટન રિષભ પંતે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. જો ગિલ ચોથા નંબર પર રમે તો નંબર-3નો પ્રશ્ન ઉભો થાય છે. એના બે દાવેદારો છે. 3. બુમરાહની જગ્યા પેસ એટેક કોણ લીડ કરશે? ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્કલોડ અને ઈજાને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં માત્ર 2 અથવા 3 ટેસ્ટ જ રમશે. તેની ગેરહાજરીમાં અનુભવના આધારે મોહમ્મદ સિરાજ પેસ એટેકને લીડ કરી શકે છે. તેને અત્યાર સુધી બધામાં સારો અનુભવ મળ્યો છે. તેના સિવાય પ્રસિદ્ધ ક્રિષ્ના અને શાર્દૂલ ઠાકુર પણ ઓપ્શન્સ છે. 4. કેટલા સ્પિનર્સ સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા? ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્ક્વૉડમાં 3 સ્પિનરોને સામેલ કર્યા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર ઉપરાંત સ્પેશિયાલિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ પણ છે. જાડેજા અને સુંદર બંને બેટિંગમાં પણ સપોર્ટ કરી શકે છે. જ્યારે, ટીમ મેનેજમેન્ટ પીચનીકંડિશનને ધ્યાનમાં રાખીને એ નિર્ણય કરશે કે પ્લેઇંગ-11 કોમ્બિનેશન શું હશે. કેપ્ટન ગિલ નંબર-4 પર બેટિંગ કરશે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર બેટિંગ કરશે. ગિલ હાલ નંબર-3 પોઝિશન પર રમે છે, પરંતુ વિરાટ કોહલીની નિવૃત્તિ પછી તે નંબર-4 પર બેટિંગ કરશે. ટેસ્ટ ક્રિકેટમાં નંબર-4 પર બેટિંગ કરવી એ ખૂબ જ મહત્ત્વના નંબરે બેટિંગ કરવી એમ માનવામાં આવે છે અને સામાન્ય રીતે આ પોઝિશન પર ટીમનો સૌથી અનુભવી, વિશ્વાસપાત્રક અને ટેક્નિકલ બેટર રમે છે. સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં મોટાભાગના સમયે નંબર-4 પર બેટિંગ કરી અને એ જ પોઝિશન પર સૌથી વધુ રન બનાવ્યા. સ્ટીવ સ્મિથ વર્તમાન સમયનો સૌથી સફળ ટેસ્ટ બેટર છે અને નંબર-4 પર જ રમે છે. જો રૂટ અને વિરાટ કોહલીએ પણ લાંબા સમય સુધી નંબર-4 પર બેટિંગ કરી છે. ભારતની પોસિબલ પ્લેઇંગ-11 યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના. આજથી શરૂ થશે ઇંગ્લેન્ડ પ્રવાસ ટીમ ઈન્ડિયા આજથી ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની સિરીઝ રમશે. રોહિતના રિટાયરમેન્ટ પછી ટીમ નવા કેપ્ટનની આગેવાનીમાં રમવા ઉતરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની નવી સાયકલમાં ભારતની આ પહેલી સિરીઝ રહેશે.

​રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. ટીમના સિનિયર ખેલાડી જસપ્રીત બુમરાહ પણ ઇંગ્લેન્ડ પ્રવાસે માત્ર 3 જ ટેસ્ટ રમશે. રોહિતના રિટાયરમેન્ટ બાદ યુવા બેટર શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન ગિલની સામે ટીમ કોમ્બિનેશનને લઈને 4 સવાલોના જવાબ શોધવાની વાત રહેશે. સ્ટોરીમાં આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે પ્લેઇંગ-11માં રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? જો ગિલ નંબર-4 પર રમે તો નંબર-3 પર કોણ રમશે? 1. રોહિતની જગ્યા ઓપનિંગ કોણ કરશે? રોહિતે 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. છેલ્લા 6 વર્ષથી તે રેડ બોલમાં ઓપનિંગ કરી રહ્યો હતો. 2023થી તેનો પાર્ટનર યશસ્વી જયસ્વાલ છે. આમાં યશસ્વીની જગ્યા તો નિશ્ચિત છે, પરંતુ તેનો સાથ કોણ આપશે, એ પ્રશ્નનો જવાબ હજી શોધવાનો રહેશે. ઓપનિંગ પોઝિશન પર રોહિતની જગ્યા યશસ્વી સાથે કેએલ રાહુલ હોઈ શકે છે. રાહુલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને ઇંગ્લેન્ડ લાયન્સ સામે અનઑફિશિયલ ટેસ્ટમાં યશસ્વી સાથે ઓપનિંગ કરી હતી. આ સિવાય સાઈ સુદર્શન પણ રોહિતની જગ્યા લેવાનો દાવેદાર છે. 2. ગિલ બાદ નંબર-3 પર કોણ ઉતરશે? વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટથી સંન્યાસ લઈ લીધો. તે ટીમમાં નંબર-4 પર બેટિંગ કરતો હતો અને સ્ક્વૉડનો સૌથી અનુભવી સભ્યોમાંનો એક હતો. તેના જવાથી ટીમમાં મિડલ ઑર્ડરના અનુભવી અને મજબૂત બેટરનો ખૂબ મોટો ગેપ થઈ ગયો છે. આ ગેપને ગિલ ભરશે. પ્રથમ ટેસ્ટમાં ગિલ પહેલી વખત નંબર-4 પર બેટિંગ કરશે. વાઇસ કેપ્ટન રિષભ પંતે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. જો ગિલ ચોથા નંબર પર રમે તો નંબર-3નો પ્રશ્ન ઉભો થાય છે. એના બે દાવેદારો છે. 3. બુમરાહની જગ્યા પેસ એટેક કોણ લીડ કરશે? ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્કલોડ અને ઈજાને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં માત્ર 2 અથવા 3 ટેસ્ટ જ રમશે. તેની ગેરહાજરીમાં અનુભવના આધારે મોહમ્મદ સિરાજ પેસ એટેકને લીડ કરી શકે છે. તેને અત્યાર સુધી બધામાં સારો અનુભવ મળ્યો છે. તેના સિવાય પ્રસિદ્ધ ક્રિષ્ના અને શાર્દૂલ ઠાકુર પણ ઓપ્શન્સ છે. 4. કેટલા સ્પિનર્સ સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા? ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્ક્વૉડમાં 3 સ્પિનરોને સામેલ કર્યા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર ઉપરાંત સ્પેશિયાલિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ પણ છે. જાડેજા અને સુંદર બંને બેટિંગમાં પણ સપોર્ટ કરી શકે છે. જ્યારે, ટીમ મેનેજમેન્ટ પીચનીકંડિશનને ધ્યાનમાં રાખીને એ નિર્ણય કરશે કે પ્લેઇંગ-11 કોમ્બિનેશન શું હશે. કેપ્ટન ગિલ નંબર-4 પર બેટિંગ કરશે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર બેટિંગ કરશે. ગિલ હાલ નંબર-3 પોઝિશન પર રમે છે, પરંતુ વિરાટ કોહલીની નિવૃત્તિ પછી તે નંબર-4 પર બેટિંગ કરશે. ટેસ્ટ ક્રિકેટમાં નંબર-4 પર બેટિંગ કરવી એ ખૂબ જ મહત્ત્વના નંબરે બેટિંગ કરવી એમ માનવામાં આવે છે અને સામાન્ય રીતે આ પોઝિશન પર ટીમનો સૌથી અનુભવી, વિશ્વાસપાત્રક અને ટેક્નિકલ બેટર રમે છે. સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં મોટાભાગના સમયે નંબર-4 પર બેટિંગ કરી અને એ જ પોઝિશન પર સૌથી વધુ રન બનાવ્યા. સ્ટીવ સ્મિથ વર્તમાન સમયનો સૌથી સફળ ટેસ્ટ બેટર છે અને નંબર-4 પર જ રમે છે. જો રૂટ અને વિરાટ કોહલીએ પણ લાંબા સમય સુધી નંબર-4 પર બેટિંગ કરી છે. ભારતની પોસિબલ પ્લેઇંગ-11 યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના. આજથી શરૂ થશે ઇંગ્લેન્ડ પ્રવાસ ટીમ ઈન્ડિયા આજથી ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટની સિરીઝ રમશે. રોહિતના રિટાયરમેન્ટ પછી ટીમ નવા કેપ્ટનની આગેવાનીમાં રમવા ઉતરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની નવી સાયકલમાં ભારતની આ પહેલી સિરીઝ રહેશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *