P24 News Gujarat

કંઇ પણ કરી લઉ મને જસ તો નહીં જ મળે:ટ્રમ્પનું દર્દ છલકાયું, પાકિસ્તાને ટ્રમ્પને ભારત-પાક. યુદ્ધ રોકવાના બદલે નોબલ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા

પાકિસ્તાન સરકારે 2026ના નોબલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ એક મોટું યુદ્ધ ટાળવામાં મદદ કરી હતી. પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ટ્રમ્પે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આનાથી બે ન્યુક્લિયર દેશ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ. પાકિસ્તાને પણ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની ટ્રમ્પની ઓફરની પ્રશંસા કરી અને કહ્યું કે જ્યાં સુધી કાશ્મીર મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે નહીં. જો કે, ટ્રમ્પે કહ્યું, ‘હું ગમે એટલા યુદ્ધો રોકું, ગમે એટલું કરું, તો પણ મને નોબલ નહીં મળે.’ ​​​​ટ્રમ્પે કહ્યું- ઘણા દેશોના વિવાદો ઉકેલ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટાળવા અને રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયલ જેવા વિવાદોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમને નોબલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ટ્રમ્પે શુક્રવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, “હું ગમે તે કરું, મને નોબલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મેં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મળીને કોંગો-રવાન્ડા યુદ્ધને રોકવા માટે શાંતિ સમજુતી કરાવી. તે એક લોહિયાળ સંઘર્ષ હતો જે દાયકાઓ સુધી ચાલ્યો.” મુનીરે અગાઉ ટ્રમ્પને નોબલ પુરસ્કાર આપવાની માંગ કરી હતી બુધવારે અગાઉ, ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. બંનેએ વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં સાથે લંચ કર્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના આર્મી ચીફનું સ્વાગત કર્યું હતું. બુધવારે ટ્રમ્પ-મુનીર વચ્ચેની મુલાકાત મુનીરના ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કારની માંગણીના નિવેદન પછી થઈ હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે મુનીરે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવાનો શ્રેય ટ્રમ્પને આપ્યો છે. તેમના નિવેદનના સન્માનમાં, ટ્રમ્પે તેમને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. અસીમ મુનીર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ટ્રમ્પ સાથેની મુલાકાતના થોડા કલાકો પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટની ફોનપર વાતચીત કરી હતી. આ દરમિયાન, મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 7 થી 10 મે સુધી ચાલેલા ઓપરેશન સિંદૂર પછી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચેની વાતચીત પછી યુદ્ધવિરામ થયો હતો. કોઈ બાહ્ય મધ્યસ્થી દ્વારા નહીં. સત્તાવાર નોમિનેશન સપ્ટેમ્બરમાં શરૂ થશે નોબલ પુરસ્કાર 2026 માટે સત્તાવાર રજીસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં શરૂ થશે. જો કે, છેલ્લી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 2025ના નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. 2025ના નોબલ શાંતિ પુરસ્કાર માટે 378 નોમિનેશન કરાયા હતા. જેમાંથી 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓ હતી. 2023માં, આ પુરસ્કાર માટે 286 ઉમેદવારો નામાંકિત થયા હતા. 2016માં સૌથી વધુ 376 નોમિનેશન થયા હતા. 50 વર્ષથી નોબલ નોમિનેટ્સના નામ જાહેર કરવામાં આવતા નથી નોબલ પુરસ્કાર વેબસાઇટ અનુસાર, કોઈપણ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર માટે તેમના દ્વારા નોમિનેટ લોકોના નામ આગામી 50 વર્ષ સુધી જાહેર કરવામાં આવતા નથી. ઈમરાનનું નામ પુરસ્કારનો પ્રસ્તાવ મૂકનાર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

​પાકિસ્તાન સરકારે 2026ના નોબલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ એક મોટું યુદ્ધ ટાળવામાં મદદ કરી હતી. પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ટ્રમ્પે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આનાથી બે ન્યુક્લિયર દેશ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ. પાકિસ્તાને પણ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની ટ્રમ્પની ઓફરની પ્રશંસા કરી અને કહ્યું કે જ્યાં સુધી કાશ્મીર મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે નહીં. જો કે, ટ્રમ્પે કહ્યું, ‘હું ગમે એટલા યુદ્ધો રોકું, ગમે એટલું કરું, તો પણ મને નોબલ નહીં મળે.’ ​​​​ટ્રમ્પે કહ્યું- ઘણા દેશોના વિવાદો ઉકેલ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટાળવા અને રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયલ જેવા વિવાદોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમને નોબલ શાંતિ પુરસ્કાર નહીં મળે. ટ્રમ્પે શુક્રવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, “હું ગમે તે કરું, મને નોબલ શાંતિ પુરસ્કાર નહીં મળે. મેં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મળીને કોંગો-રવાન્ડા યુદ્ધને રોકવા માટે શાંતિ સમજુતી કરાવી. તે એક લોહિયાળ સંઘર્ષ હતો જે દાયકાઓ સુધી ચાલ્યો.” મુનીરે અગાઉ ટ્રમ્પને નોબલ પુરસ્કાર આપવાની માંગ કરી હતી બુધવારે અગાઉ, ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. બંનેએ વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં સાથે લંચ કર્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના આર્મી ચીફનું સ્વાગત કર્યું હતું. બુધવારે ટ્રમ્પ-મુનીર વચ્ચેની મુલાકાત મુનીરના ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કારની માંગણીના નિવેદન પછી થઈ હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે મુનીરે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવાનો શ્રેય ટ્રમ્પને આપ્યો છે. તેમના નિવેદનના સન્માનમાં, ટ્રમ્પે તેમને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. અસીમ મુનીર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ટ્રમ્પ સાથેની મુલાકાતના થોડા કલાકો પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટની ફોનપર વાતચીત કરી હતી. આ દરમિયાન, મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 7 થી 10 મે સુધી ચાલેલા ઓપરેશન સિંદૂર પછી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચેની વાતચીત પછી યુદ્ધવિરામ થયો હતો. કોઈ બાહ્ય મધ્યસ્થી દ્વારા નહીં. સત્તાવાર નોમિનેશન સપ્ટેમ્બરમાં શરૂ થશે નોબલ પુરસ્કાર 2026 માટે સત્તાવાર રજીસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં શરૂ થશે. જો કે, છેલ્લી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 2025ના નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. 2025ના નોબલ શાંતિ પુરસ્કાર માટે 378 નોમિનેશન કરાયા હતા. જેમાંથી 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓ હતી. 2023માં, આ પુરસ્કાર માટે 286 ઉમેદવારો નામાંકિત થયા હતા. 2016માં સૌથી વધુ 376 નોમિનેશન થયા હતા. 50 વર્ષથી નોબલ નોમિનેટ્સના નામ જાહેર કરવામાં આવતા નથી નોબલ પુરસ્કાર વેબસાઇટ અનુસાર, કોઈપણ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર માટે તેમના દ્વારા નોમિનેટ લોકોના નામ આગામી 50 વર્ષ સુધી જાહેર કરવામાં આવતા નથી. ઈમરાનનું નામ પુરસ્કારનો પ્રસ્તાવ મૂકનાર સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *