P24 News Gujarat

Editor’s View: મુનીરનો ખભો ને અમેરિકાની બંદૂક:ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફને ફોસલાવી લીધા; ગદ્દારીનો આ અધ્યાય ઈરાનને ભારે પડી શકે છે, ચીનને દગો નહીં દે એ નક્કી

અમેરિકા વખતોવખત પાકિસ્તાનને પૈસા આપીને તેનો ઉપયોગ કરતું આવ્યું છે. અમેરિકાના અગાઉના રાષ્ટ્રપતિઓએ આ જ કર્યું છે. હવે ટ્રમ્પ પણ અમેરિકાની ડિપ્લોમેટિક પોલિસીને ફોલો કરી રહ્યા છે. 2001માં અમેરિકામાં 9/11ના હુમલા પછી પાકિસ્તાને આતંકવાદીઓને શોધીને અમેરિકાને સોંપવા માટે હાથ મિલાવ્યા. એ વખતે આર્મી ચીફ પરવેઝ મુશર્રફ હતા. તેમણે તેમના પુસ્તકમાં સ્વીકાર કર્યો છે કે અમે 689 આતંકીને પકડ્યા, તેમાંથી 369ને અમેરિકાને સોંપી દીધા. એના બદલામાં પાકિસ્તાનને લાખો ડોલર મળ્યા હતા. અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાન શાસન હતું ત્યારે તેને હટાવવા માટે પણ અમેરિકાએ પાકિસ્તાનને 1 બિલિયન ડોલર આપીને તેની મદદ લીધી હતી. દુનિયા જાણે છે કે ટ્રમ્પ રાજકારણી નથી, બિઝનેસમેન છે એટલે સ્વાર્થ વગર માખીય મારે એમ નથી. નક્કી ટ્રમ્પે બંધબારણે મુનીરને ફોસલાવી લીધા છે. મુનીરે પણ પાકિસ્તાનને કોરાણે મૂકીને પોતાનું સેટિંગ પાડી લીધું હશે, કારણ કે અમેરિકા આવતાં પહેલાં ટ્રમ્પને વહાલા થવા મુનીરે કહેલું કે ડોનાલ્ડ ટ્રમ્પને તો નોબલ પ્રાઇઝ મળવું જોઈએ. નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પ મોદીથી દૂર ભાગે છે. પછી ભારતના દુશ્મન મુનીરને લંચમાં આમંત્રણ આપે છે. બંને વચ્ચે વાતચીત થયા પછી ટ્રમ્પ મીડિયા સાથે વાત કરે છે. ટ્રમ્પ કહે છે કે મને પાકિસ્તાન સાથે પ્રેમ છે. મેં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું. ત્યારે એક પત્રકારે પૂછ્યું કે તમે મુનીરને લંચ માટે કેમ બોલાવ્યા? ટ્રમ્પે જવાબ આપ્યો કે ભારત સાથે યુદ્ધ રોકવામાં મુનીરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હું તેમનો આભાર માનવા માગતો હતો, જોકે ટ્રમ્પનો આ જવાબ કોઈના ગળે ઊતરે એવો નથી. મોદીને અવગણ્યા ને મુનીરના ખોળે બેઠા
ડોનાલ્ડ ટ્રમ્પને ઉંમરની અસર દેખાતી જ હતી, પણ આટલી હદે પાગલપન સવાર થઈ જશે એ કોઈએ કલ્પના પણ નહોતી કરી. કેનેડામાં G7 સમિટ હતી, એમાં ટ્રમ્પ ગયા હતા. નરેન્દ્ર મોદી પણ પહોંચવાના હતા, પણ મોદી પહોંચે એ પહેલાં જ ટ્રમ્પ ત્યાંથી નીકળી ગયા. એ પછી તેઓ મોદીને મેસેજ પહોંચાડે છે કે મારે વાત કરવી છે. ફોન કરજો. મોદી ફોન કરે છે. બંને નેતા 35 મિનિટ સુધી વાતચીત કરે છે. આ વાતચીતમાં મોદીએ ટ્રમ્પને રોકડું પરખાવી દીધું કે પાકિસ્તાને વિનંતી કરી એટલે અમે સીઝફાયર કર્યું છે. ભારતે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. આ વાતચીત થઈ એના બીજા દિવસે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકા પહોંચે છે. વ્હાઈટ હાઉસમાં આગતા-સ્વાગતા થાય છે. ટ્રમ્પ સાથે ડિનર ડિપ્લોમસી થાય છે. પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં સાઉથ લોન પહોંચ્યા, જ્યાં ટ્રમ્પે મીડિયા સાથે વાત કરી. ટ્રમ્પે કહ્યું, મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવી દીધું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. મોદી એક શાનદાર વ્યક્તિ છે. મેં ગઈકાલે તેમની સાથે વાત કરી. અમે મોદી સાથે બિઝનેસ ડીલ કરવા જઈ રહ્યા છીએ. ફરીથી કહું છું કે મેં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવી દીધું હતું. મોદી ફોનમાં ના પાડે છે કે પાકિસ્તાને કહ્યું એટલે અમે સીઝફાયર કર્યું, તો ટ્રમ્પને એક કેસેટ ચડી ગઈ છે. એક પત્રકારે કહ્યું કે અસીમ મુનીરને લંચ માટે બોલાવવાનું કારણ શું છે? તો ટ્રમ્પે જવાબ આપતાં કહ્યું, અસીમ મુનીરે યુદ્ધ રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. મેં આ યુદ્ધ રોકાવ્યું, એમાં પાકિસ્તાન તરફથી મુનીર અને ભારત તરફથી મોદીએ યુદ્ધ રોકવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. બંને પરમાણુ સંપન્ન દેશો છે. મેં બંને દેશને યુદ્ધ કરતાં રોક્યા. પાકિસ્તાનના મહત્ત્વના ખનીજ પર છે અમેરિકાની નજર
દક્ષિણ એશિયાના જિયોપોલિટિક્સ પર નજર રાખનારા એનાલિસ્ટ માઈકલ કુગલમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને જનરલ મુનીરની મુલાકાતને માત્ર ઈઝરાયલ-ઈરાન યુદ્ધ સંદર્ભે જ ન જોવી જોઈએ. પાકિસ્તાન-અમેરિકા વચ્ચે થયેલી આ મુલાકાતને મહત્ત્વના ખનીજ અને ક્રિપ્ટોની નજરથી પણ જોવી જોઈએ. ટ્રમ્પ અંગત રીતે આ બાબતોમાં રસ લેતા દેખાય છે. અમેરિકાના સિનિયર અધિકારી અવારનવાર પાકિસ્તાની સેના-પ્રમુખને મળતા રહેતા હોય છે, પણ વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી મહેમાનગતિ કરવી એ સામાન્ય વાત નથી. ટ્રમ્પના મનમાં બે વાત ચાલી રહી છે
માઈકલ કુગલમેનની પોસ્ટના જવાબમાં ભારતના પૂર્વ ડિપ્લોમેટ કે.સી.સિંહે લખ્યું છે કે આનાં બે પાસાં હોઈ શકે છે. કાં તો ટ્રમ્પ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે જો અમેરિકા ઈરાનની લડાઈમાં કૂદે છે તો પાકિસ્તાની સેનાની પ્રતિક્રિયા શું હશે, કાં તો ટ્રમ્પ પહેલાં જ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનું નક્કી કરી ચૂક્યા છે અને પાકિસ્તાનની મદદ મેળવવા ઈચ્છે છે. એક સમયે ટ્રમ્પે જ પાકિસ્તાનને મદદ રોકી હતી
ઈન્ડો પેસિફિક ક્ષેત્ર પર નજર રાખનારા વિશ્લેષક ડેરિક ગ્રોસમેને લખ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ભારત અવાજ ઉઠાવે. ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ મુનીરને મળવાના છે. આ એ જ મુનીર છે, જેને ભારત પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ માને છે. જોકે ભારતે આના વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પણ ભારત અંદરખાને તો એવું માને જ છે. ટ્રમ્પે તેના પહેલા કાર્યકાળમાં પાકિસ્તાનને મળતી તમામ પ્રકારની સૈન્ય મદદ બંધ કરી દીધી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે, પણ હવે ટ્રમ્પ પાકિસ્તાનને સારો દેશ ગણાવે છે. પાકિસ્તાન ચીન સાથે સંબંધ બગાડીને કાંઈ નહીં કરે એ નક્કી
અમેરિકા અને UNમાં પાકિસ્તાનની રાજદૂત રહેલા મલીહા લોધીએ કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા સાથે સંબંધો સુધારવા માગે છે, પણ ચીન સાથે સંબંધો બગાડીને નહીં. પાકિસ્તાનના ચીન સાથે જે સંબંધો છે એની તુલના અમેરિકા સાથે ન થઈ શકે. પાકિસ્તાનની રણનીતિક પ્રાથમિકતા ચીન છે, કારણ કે ચીન પાકિસ્તાનની સુરક્ષા અને આર્થિક બંને જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે. ટ્રમ્પ જાણે છે કે PM ભલે શાહબાઝ હોય, કંટ્રોલ તો મુનીરના હાથમાં જ છે
પાકિસ્તાનમાં જે વ્યક્તિ સત્તા પર નથી, ટ્રમ્પ તેને મહત્ત્વ આપી રહ્યા છે. ટ્રમ્પને ખબર છે કે પાકિસ્તાનમાં સરકાર કોઈની પણ હોય. અંતે બધું છે તો આર્મીના હાથમાં. અમેરિકા સૌથી જૂનો ડેમોક્રેટ દેશ છે, પણ સામાન્ય રીતે તે સંબંધો સાચવી રાખવા માટે તાનાશાહને પસંદ કરે છે. ભારત સાથે ડીલ કરવી હોય તો ભારતમાં ઘણી પાર્ટીઓ છે. કેટલીય પ્રોસેસ છે, પણ પાકિસ્તાન સાથે ડીલ કરવી હોય તો સિંગલ વિન્ડો ક્લિયરન્સ છે. 1958થી પાકિસ્તાનમાં આર્મી પાસે પાવર છે. વડાપ્રધાન કોઈપણ હોય, કંટ્રોલ આર્મીના હાથમાં જ હોય છે, એટલે તેમણે શેહબાઝને નહીં, પણ મુનીરને લંચ પર બોલાવ્યા. ટ્રમ્પ ઈચ્છે છે કે પાકિસ્તાન ચીન કેમ્પમાંથી દૂર થઈ જાય ને અમેરિકાતરફી થઈ જાય. પાકિસ્તાન અને ચીનના સંબંધોનાં મૂળિયાં ઊંડાં છે. ટ્રમ્પ અત્યારે ચીનને પછાડવાની રણનીતિ ઘડે છે એટલે પાકિસ્તાન સાથે સંબંધો રાખવા માગે છે. ટ્રમ્પ પાકિસ્તાનનો ઉપયોગ ઈરાન સામે કરશે?
ઈરાન પર હુમલો કરવો હોય તો પાકિસ્તાનની મદદ જોઈએ. પાકિસ્તાનની ઈરાન સાથે લગભગ 900 કિલોમીટરની સરહદ છે, તેથી પાકિસ્તાન આ યુદ્ધમાં ખૂબ જ નિર્ણાયક બની શકે છે. પાકિસ્તાનના આર્મી બેઝનો ઉપયોગ કરીને અમેરિકા ઈરાનની પૂર્વ સરહદ પર દેખરેખ રાખી શકે છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકાને ઘણો લશ્કરી સપોર્ટ આપ્યો હતો. એક થિયરી એવી ચાલે છે કે ઈરાનમાંથી જો ન્યૂક્લિયર સામાન અમેરિકા લઈ લે તો પાકિસ્તાનની ધરતી પર રાખવાની મંજૂરી મળે. ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ થઈ શકે છે
ઈરાન પર હુમલા માટે પાકિસ્તાનની એર સ્પેસ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, તેથી અમેરિકા ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાનની એર સ્પેસ માગી શકે છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સામેના યુદ્ધ વખતે અમેરિકા માટે પોતાની એર સ્પેસ ખોલી હતી. હવે ફરી એનો ઉપયોગ ઈરાન માટે થઈ શકે છે. જો આવું થાય તો અમેરિકા મિડલ ઈસ્ટમાં તાકાત બનીને ઊભરી શકે છે.
બીજું પાસું એ પણ છે કે અમેરિકા પાકિસ્તાનને આ યુદ્ધથી દૂર રાખવા માગતું હોય. એવું એટલા માટે છે કે પાકિસ્તાન ઈરાનને કોઈપણ પ્રકારનો ટેકો ન આપી શકે. અમેરિકા ઈચ્છશે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં પાકિસ્તાન ઈરાનને ટેકો ન આપે. કટ્ટરપંથી મુનીર ઈરાનને પરમાણુ બોમ્બ આપી શકે છે
પાકિસ્તાનનો પ્લસ પોઈન્ટ એ છે કે તેની પાસે પરમાણુ બોમ્બ છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ઇઝરાયલ ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ ઈરાન સુધી પહોંચાડે. ઈરાન મુસ્લિમ દેશ છે અને અસીમ મુનીરની કટ્ટરપંથી ઇસ્લામિક ઈમેજ ધરાવે છે, એટલે અમેરિકા પાકિસ્તાનને ઈરાનથી દૂર રાખવા માગશે. જો પાકિસ્તાન ઈરાનને ટેકો આપે છે તો તે ઈરાનને પરમાણુ ક્ષેત્રમાં ઘણી મદદ કરી શકે છે. ઈરાન પણ પાકિસ્તાન પાસેથી મદદની અપેક્ષા રાખે છે
ઈરાને કહ્યું હતું કે પાકિસ્તાને ખાસ પરિસ્થિતિઓમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ખાતરી આપી છે. જ્યાં પાકિસ્તાન એકબીજાના દેશોના રક્ષણ માટે તેના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવા તૈયાર હતું, પરંતુ બાદમાં ઇસ્લામાબાદ આ નિવેદનથી પાછળ હટી ગયું. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમે ઈરાનને આવું કાંઈ નથી કહ્યું. અસીમ મુનીરનો મૂંઝારો, હવે કરવું તો શું કરવું…
અસીમ મુનીર માટે આ માગણીઓ સ્વીકારવી કે નકારી કાઢવી એ એક જટિલ વ્યૂહાત્મક પડકાર છે. એક તરફ, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી છે અને તે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી મળતી નાણાકીય સહાય પર નિર્ભર છે. ટ્રમ્પે પાકિસ્તાનને અત્યાધુનિક લશ્કરી ટેક્નોલોજી અને નાણાકીય સહાયની ઓફર કરી છે, તેથી અમેરિકાને ટેકો આપવાનું દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ મુસ્લિમ દેશ હોવાને કારણે ઈરાન વિરુદ્ધમાં થવું એટલું સરળ નથી. પાકિસ્તાન ઇસ્લામિક વિશ્વમાં પણ પોતાનું સ્થાન મજબૂત રાખવાનો પ્રયાસ કરે છે. જો અમેરિકા સાથે સંબંધો સારા થાય તો ચીન સાથે બગડે, એ પાકિસ્તાનને કોઈ કાળે પોસાય એમ નથી. ટ્રમ્પ-મુનીર મુલાકાતથી સિંધી ફાઉન્ડેશન નારાજ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકામાં ટ્રમ્પને મળ્યા એની સામે સિંધી ફાઉન્ડેશનની નારાજગી છે. ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સૂફી લઘારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મૂંઝવણમાં છે. તે રાજકારણી નથી, બિઝનેસમેન છે. તેમની નજર પાકિસ્તાનનાં ખનીજો પર છે. અહીં કંઈ મફતમાં મળતું નથી, તેથી તેમણે અસીમ મુનીરને આમંત્રણ આપ્યું છે. અસીમ મુનીરને ભારત સાથે લડાઈ કરવામાં નહીં, પણ પૈસા કમાવામાં રસ છે. સિંધના લોકો ન્યાય અને સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. 1960ના દાયકામાં જનરલ અયુબ ખાનને જ્યોર્જ વોશિંગ્ટનના ઘરે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જનરલ ઝિયા-ઉલ-હક અને જનરલ મુશર્રફ પણ અહીં આવ્યા હતા. જ્યારે મુનીર અમેરિકાને પીઠમાં છૂરો ભોંકશે, તો ટ્રમ્પને ખ્યાલ આવશે કે પાકિસ્તાન તેનો સાથી નથી. સિંધી અને બલૂચ લોકો તેમના સાથી છે. પાકિસ્તાન અને તેના આર્મી ચીફ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. છેલ્લે,
ઓસામા બિન લાદેનને ભૂલી ગયા? વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાનો માસ્ટરમાઈન્ડ લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં મિલિટરી બેઝ નજીકથી જ પકડાયો હતો. આપણા માટે સવાલ એ છે કે જે ભાજપે બોલવાનું હોય એ થરૂર કેમ બોલી રહ્યા છે? આવું કોણ બોલી રહ્યું છે ખબર છે? શશિ થરૂર. જે ભાજપે બોલવાનું હોય એ આજકાલ થરૂર બોલે છે. જરૂર કંઇક રંધાઇ રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​અમેરિકા વખતોવખત પાકિસ્તાનને પૈસા આપીને તેનો ઉપયોગ કરતું આવ્યું છે. અમેરિકાના અગાઉના રાષ્ટ્રપતિઓએ આ જ કર્યું છે. હવે ટ્રમ્પ પણ અમેરિકાની ડિપ્લોમેટિક પોલિસીને ફોલો કરી રહ્યા છે. 2001માં અમેરિકામાં 9/11ના હુમલા પછી પાકિસ્તાને આતંકવાદીઓને શોધીને અમેરિકાને સોંપવા માટે હાથ મિલાવ્યા. એ વખતે આર્મી ચીફ પરવેઝ મુશર્રફ હતા. તેમણે તેમના પુસ્તકમાં સ્વીકાર કર્યો છે કે અમે 689 આતંકીને પકડ્યા, તેમાંથી 369ને અમેરિકાને સોંપી દીધા. એના બદલામાં પાકિસ્તાનને લાખો ડોલર મળ્યા હતા. અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાન શાસન હતું ત્યારે તેને હટાવવા માટે પણ અમેરિકાએ પાકિસ્તાનને 1 બિલિયન ડોલર આપીને તેની મદદ લીધી હતી. દુનિયા જાણે છે કે ટ્રમ્પ રાજકારણી નથી, બિઝનેસમેન છે એટલે સ્વાર્થ વગર માખીય મારે એમ નથી. નક્કી ટ્રમ્પે બંધબારણે મુનીરને ફોસલાવી લીધા છે. મુનીરે પણ પાકિસ્તાનને કોરાણે મૂકીને પોતાનું સેટિંગ પાડી લીધું હશે, કારણ કે અમેરિકા આવતાં પહેલાં ટ્રમ્પને વહાલા થવા મુનીરે કહેલું કે ડોનાલ્ડ ટ્રમ્પને તો નોબલ પ્રાઇઝ મળવું જોઈએ. નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પ મોદીથી દૂર ભાગે છે. પછી ભારતના દુશ્મન મુનીરને લંચમાં આમંત્રણ આપે છે. બંને વચ્ચે વાતચીત થયા પછી ટ્રમ્પ મીડિયા સાથે વાત કરે છે. ટ્રમ્પ કહે છે કે મને પાકિસ્તાન સાથે પ્રેમ છે. મેં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યું. ત્યારે એક પત્રકારે પૂછ્યું કે તમે મુનીરને લંચ માટે કેમ બોલાવ્યા? ટ્રમ્પે જવાબ આપ્યો કે ભારત સાથે યુદ્ધ રોકવામાં મુનીરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હું તેમનો આભાર માનવા માગતો હતો, જોકે ટ્રમ્પનો આ જવાબ કોઈના ગળે ઊતરે એવો નથી. મોદીને અવગણ્યા ને મુનીરના ખોળે બેઠા
ડોનાલ્ડ ટ્રમ્પને ઉંમરની અસર દેખાતી જ હતી, પણ આટલી હદે પાગલપન સવાર થઈ જશે એ કોઈએ કલ્પના પણ નહોતી કરી. કેનેડામાં G7 સમિટ હતી, એમાં ટ્રમ્પ ગયા હતા. નરેન્દ્ર મોદી પણ પહોંચવાના હતા, પણ મોદી પહોંચે એ પહેલાં જ ટ્રમ્પ ત્યાંથી નીકળી ગયા. એ પછી તેઓ મોદીને મેસેજ પહોંચાડે છે કે મારે વાત કરવી છે. ફોન કરજો. મોદી ફોન કરે છે. બંને નેતા 35 મિનિટ સુધી વાતચીત કરે છે. આ વાતચીતમાં મોદીએ ટ્રમ્પને રોકડું પરખાવી દીધું કે પાકિસ્તાને વિનંતી કરી એટલે અમે સીઝફાયર કર્યું છે. ભારતે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. આ વાતચીત થઈ એના બીજા દિવસે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકા પહોંચે છે. વ્હાઈટ હાઉસમાં આગતા-સ્વાગતા થાય છે. ટ્રમ્પ સાથે ડિનર ડિપ્લોમસી થાય છે. પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં સાઉથ લોન પહોંચ્યા, જ્યાં ટ્રમ્પે મીડિયા સાથે વાત કરી. ટ્રમ્પે કહ્યું, મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવી દીધું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. મોદી એક શાનદાર વ્યક્તિ છે. મેં ગઈકાલે તેમની સાથે વાત કરી. અમે મોદી સાથે બિઝનેસ ડીલ કરવા જઈ રહ્યા છીએ. ફરીથી કહું છું કે મેં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવી દીધું હતું. મોદી ફોનમાં ના પાડે છે કે પાકિસ્તાને કહ્યું એટલે અમે સીઝફાયર કર્યું, તો ટ્રમ્પને એક કેસેટ ચડી ગઈ છે. એક પત્રકારે કહ્યું કે અસીમ મુનીરને લંચ માટે બોલાવવાનું કારણ શું છે? તો ટ્રમ્પે જવાબ આપતાં કહ્યું, અસીમ મુનીરે યુદ્ધ રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. મેં આ યુદ્ધ રોકાવ્યું, એમાં પાકિસ્તાન તરફથી મુનીર અને ભારત તરફથી મોદીએ યુદ્ધ રોકવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. બંને પરમાણુ સંપન્ન દેશો છે. મેં બંને દેશને યુદ્ધ કરતાં રોક્યા. પાકિસ્તાનના મહત્ત્વના ખનીજ પર છે અમેરિકાની નજર
દક્ષિણ એશિયાના જિયોપોલિટિક્સ પર નજર રાખનારા એનાલિસ્ટ માઈકલ કુગલમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને જનરલ મુનીરની મુલાકાતને માત્ર ઈઝરાયલ-ઈરાન યુદ્ધ સંદર્ભે જ ન જોવી જોઈએ. પાકિસ્તાન-અમેરિકા વચ્ચે થયેલી આ મુલાકાતને મહત્ત્વના ખનીજ અને ક્રિપ્ટોની નજરથી પણ જોવી જોઈએ. ટ્રમ્પ અંગત રીતે આ બાબતોમાં રસ લેતા દેખાય છે. અમેરિકાના સિનિયર અધિકારી અવારનવાર પાકિસ્તાની સેના-પ્રમુખને મળતા રહેતા હોય છે, પણ વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી મહેમાનગતિ કરવી એ સામાન્ય વાત નથી. ટ્રમ્પના મનમાં બે વાત ચાલી રહી છે
માઈકલ કુગલમેનની પોસ્ટના જવાબમાં ભારતના પૂર્વ ડિપ્લોમેટ કે.સી.સિંહે લખ્યું છે કે આનાં બે પાસાં હોઈ શકે છે. કાં તો ટ્રમ્પ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે જો અમેરિકા ઈરાનની લડાઈમાં કૂદે છે તો પાકિસ્તાની સેનાની પ્રતિક્રિયા શું હશે, કાં તો ટ્રમ્પ પહેલાં જ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનું નક્કી કરી ચૂક્યા છે અને પાકિસ્તાનની મદદ મેળવવા ઈચ્છે છે. એક સમયે ટ્રમ્પે જ પાકિસ્તાનને મદદ રોકી હતી
ઈન્ડો પેસિફિક ક્ષેત્ર પર નજર રાખનારા વિશ્લેષક ડેરિક ગ્રોસમેને લખ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ભારત અવાજ ઉઠાવે. ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ મુનીરને મળવાના છે. આ એ જ મુનીર છે, જેને ભારત પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ માને છે. જોકે ભારતે આના વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પણ ભારત અંદરખાને તો એવું માને જ છે. ટ્રમ્પે તેના પહેલા કાર્યકાળમાં પાકિસ્તાનને મળતી તમામ પ્રકારની સૈન્ય મદદ બંધ કરી દીધી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે, પણ હવે ટ્રમ્પ પાકિસ્તાનને સારો દેશ ગણાવે છે. પાકિસ્તાન ચીન સાથે સંબંધ બગાડીને કાંઈ નહીં કરે એ નક્કી
અમેરિકા અને UNમાં પાકિસ્તાનની રાજદૂત રહેલા મલીહા લોધીએ કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા સાથે સંબંધો સુધારવા માગે છે, પણ ચીન સાથે સંબંધો બગાડીને નહીં. પાકિસ્તાનના ચીન સાથે જે સંબંધો છે એની તુલના અમેરિકા સાથે ન થઈ શકે. પાકિસ્તાનની રણનીતિક પ્રાથમિકતા ચીન છે, કારણ કે ચીન પાકિસ્તાનની સુરક્ષા અને આર્થિક બંને જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે. ટ્રમ્પ જાણે છે કે PM ભલે શાહબાઝ હોય, કંટ્રોલ તો મુનીરના હાથમાં જ છે
પાકિસ્તાનમાં જે વ્યક્તિ સત્તા પર નથી, ટ્રમ્પ તેને મહત્ત્વ આપી રહ્યા છે. ટ્રમ્પને ખબર છે કે પાકિસ્તાનમાં સરકાર કોઈની પણ હોય. અંતે બધું છે તો આર્મીના હાથમાં. અમેરિકા સૌથી જૂનો ડેમોક્રેટ દેશ છે, પણ સામાન્ય રીતે તે સંબંધો સાચવી રાખવા માટે તાનાશાહને પસંદ કરે છે. ભારત સાથે ડીલ કરવી હોય તો ભારતમાં ઘણી પાર્ટીઓ છે. કેટલીય પ્રોસેસ છે, પણ પાકિસ્તાન સાથે ડીલ કરવી હોય તો સિંગલ વિન્ડો ક્લિયરન્સ છે. 1958થી પાકિસ્તાનમાં આર્મી પાસે પાવર છે. વડાપ્રધાન કોઈપણ હોય, કંટ્રોલ આર્મીના હાથમાં જ હોય છે, એટલે તેમણે શેહબાઝને નહીં, પણ મુનીરને લંચ પર બોલાવ્યા. ટ્રમ્પ ઈચ્છે છે કે પાકિસ્તાન ચીન કેમ્પમાંથી દૂર થઈ જાય ને અમેરિકાતરફી થઈ જાય. પાકિસ્તાન અને ચીનના સંબંધોનાં મૂળિયાં ઊંડાં છે. ટ્રમ્પ અત્યારે ચીનને પછાડવાની રણનીતિ ઘડે છે એટલે પાકિસ્તાન સાથે સંબંધો રાખવા માગે છે. ટ્રમ્પ પાકિસ્તાનનો ઉપયોગ ઈરાન સામે કરશે?
ઈરાન પર હુમલો કરવો હોય તો પાકિસ્તાનની મદદ જોઈએ. પાકિસ્તાનની ઈરાન સાથે લગભગ 900 કિલોમીટરની સરહદ છે, તેથી પાકિસ્તાન આ યુદ્ધમાં ખૂબ જ નિર્ણાયક બની શકે છે. પાકિસ્તાનના આર્મી બેઝનો ઉપયોગ કરીને અમેરિકા ઈરાનની પૂર્વ સરહદ પર દેખરેખ રાખી શકે છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકાને ઘણો લશ્કરી સપોર્ટ આપ્યો હતો. એક થિયરી એવી ચાલે છે કે ઈરાનમાંથી જો ન્યૂક્લિયર સામાન અમેરિકા લઈ લે તો પાકિસ્તાનની ધરતી પર રાખવાની મંજૂરી મળે. ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ થઈ શકે છે
ઈરાન પર હુમલા માટે પાકિસ્તાનની એર સ્પેસ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, તેથી અમેરિકા ઈરાન પર હુમલો કરવા માટે પાકિસ્તાનની એર સ્પેસ માગી શકે છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સામેના યુદ્ધ વખતે અમેરિકા માટે પોતાની એર સ્પેસ ખોલી હતી. હવે ફરી એનો ઉપયોગ ઈરાન માટે થઈ શકે છે. જો આવું થાય તો અમેરિકા મિડલ ઈસ્ટમાં તાકાત બનીને ઊભરી શકે છે.
બીજું પાસું એ પણ છે કે અમેરિકા પાકિસ્તાનને આ યુદ્ધથી દૂર રાખવા માગતું હોય. એવું એટલા માટે છે કે પાકિસ્તાન ઈરાનને કોઈપણ પ્રકારનો ટેકો ન આપી શકે. અમેરિકા ઈચ્છશે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં પાકિસ્તાન ઈરાનને ટેકો ન આપે. કટ્ટરપંથી મુનીર ઈરાનને પરમાણુ બોમ્બ આપી શકે છે
પાકિસ્તાનનો પ્લસ પોઈન્ટ એ છે કે તેની પાસે પરમાણુ બોમ્બ છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ઇઝરાયલ ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ ઈરાન સુધી પહોંચાડે. ઈરાન મુસ્લિમ દેશ છે અને અસીમ મુનીરની કટ્ટરપંથી ઇસ્લામિક ઈમેજ ધરાવે છે, એટલે અમેરિકા પાકિસ્તાનને ઈરાનથી દૂર રાખવા માગશે. જો પાકિસ્તાન ઈરાનને ટેકો આપે છે તો તે ઈરાનને પરમાણુ ક્ષેત્રમાં ઘણી મદદ કરી શકે છે. ઈરાન પણ પાકિસ્તાન પાસેથી મદદની અપેક્ષા રાખે છે
ઈરાને કહ્યું હતું કે પાકિસ્તાને ખાસ પરિસ્થિતિઓમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની ખાતરી આપી છે. જ્યાં પાકિસ્તાન એકબીજાના દેશોના રક્ષણ માટે તેના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવા તૈયાર હતું, પરંતુ બાદમાં ઇસ્લામાબાદ આ નિવેદનથી પાછળ હટી ગયું. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમે ઈરાનને આવું કાંઈ નથી કહ્યું. અસીમ મુનીરનો મૂંઝારો, હવે કરવું તો શું કરવું…
અસીમ મુનીર માટે આ માગણીઓ સ્વીકારવી કે નકારી કાઢવી એ એક જટિલ વ્યૂહાત્મક પડકાર છે. એક તરફ, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી છે અને તે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી મળતી નાણાકીય સહાય પર નિર્ભર છે. ટ્રમ્પે પાકિસ્તાનને અત્યાધુનિક લશ્કરી ટેક્નોલોજી અને નાણાકીય સહાયની ઓફર કરી છે, તેથી અમેરિકાને ટેકો આપવાનું દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ મુસ્લિમ દેશ હોવાને કારણે ઈરાન વિરુદ્ધમાં થવું એટલું સરળ નથી. પાકિસ્તાન ઇસ્લામિક વિશ્વમાં પણ પોતાનું સ્થાન મજબૂત રાખવાનો પ્રયાસ કરે છે. જો અમેરિકા સાથે સંબંધો સારા થાય તો ચીન સાથે બગડે, એ પાકિસ્તાનને કોઈ કાળે પોસાય એમ નથી. ટ્રમ્પ-મુનીર મુલાકાતથી સિંધી ફાઉન્ડેશન નારાજ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકામાં ટ્રમ્પને મળ્યા એની સામે સિંધી ફાઉન્ડેશનની નારાજગી છે. ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સૂફી લઘારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મૂંઝવણમાં છે. તે રાજકારણી નથી, બિઝનેસમેન છે. તેમની નજર પાકિસ્તાનનાં ખનીજો પર છે. અહીં કંઈ મફતમાં મળતું નથી, તેથી તેમણે અસીમ મુનીરને આમંત્રણ આપ્યું છે. અસીમ મુનીરને ભારત સાથે લડાઈ કરવામાં નહીં, પણ પૈસા કમાવામાં રસ છે. સિંધના લોકો ન્યાય અને સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. 1960ના દાયકામાં જનરલ અયુબ ખાનને જ્યોર્જ વોશિંગ્ટનના ઘરે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જનરલ ઝિયા-ઉલ-હક અને જનરલ મુશર્રફ પણ અહીં આવ્યા હતા. જ્યારે મુનીર અમેરિકાને પીઠમાં છૂરો ભોંકશે, તો ટ્રમ્પને ખ્યાલ આવશે કે પાકિસ્તાન તેનો સાથી નથી. સિંધી અને બલૂચ લોકો તેમના સાથી છે. પાકિસ્તાન અને તેના આર્મી ચીફ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. છેલ્લે,
ઓસામા બિન લાદેનને ભૂલી ગયા? વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાનો માસ્ટરમાઈન્ડ લાદેન પાકિસ્તાનના એબટાબાદમાં મિલિટરી બેઝ નજીકથી જ પકડાયો હતો. આપણા માટે સવાલ એ છે કે જે ભાજપે બોલવાનું હોય એ થરૂર કેમ બોલી રહ્યા છે? આવું કોણ બોલી રહ્યું છે ખબર છે? શશિ થરૂર. જે ભાજપે બોલવાનું હોય એ આજકાલ થરૂર બોલે છે. જરૂર કંઇક રંધાઇ રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *