ઇઝરાયલે વધુ એક ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરી છે. ઇરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, શુક્રવારે તેહરાનમાં એક એપાર્ટમેન્ટ પર ડ્રોન હુમલામાં વૈજ્ઞાનિક ઇસાર તબતાબાઇ-કામશેહ અને તેમની પત્નીનું મોત થયું હતું. આજે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો 9મો દિવસ છે. ઇઝરાયલે 13 જૂનથી અત્યાર સુધીમાં 10 ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ શનિવારે 3 ઇરાની સૈન્ય કમાન્ડર અને 4 સૈનિકોને માર્યા હોવાનો દાવો પણ કર્યો હતો. દરમિયાન, ઇરાનના મશહદથી બીજી ફ્લાઇટ શનિવારે સાંજે 4:30 વાગ્યે 310 ભારતીય નાગરિકો સાથે દિલ્હી પહોંચી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં 827 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. 13 જૂનથી ઈરાનમાં 657 લોકો, ઈઝરાયલમાં 24 લોકો માર્યા ગયા છે. અમેરિકા સ્થિત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, 13 જૂનથી ઈરાનમાં 657 લોકો માર્યા ગયા છે અને 2000થી વધુ ઘાયલ થયા છે. જોકે, ઈરાનના આરોગ્ય મંત્રાલયે ફક્ત 430 નાગરિકો માર્યા ગયા અને 3500 ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. દરમિયાન, ઈઝરાયલમાં 24 લોકો માર્યા ગયા છે, જ્યારે 900થી વધુ ઘાયલ થયા છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના ફોટા ઇઝરાયલ-ઈરાન યુદ્ધનું અપડેટ્સ નીચે બ્લોગમાં વાંચો…