તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પહેલી ટેસ્ટ હેડિંગ્લી ખાતે રમાઈ રહી છે. રવિવારે ત્રીજો દિવસ, બપોરે 3:30 વાગ્યાથી રમાશે. બીજા દિવસે, ભારતીય ટીમ 471 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે તેની છેલ્લી 7 વિકેટ 41 રનમાં ગુમાવી દીધી હતી. રમતના અંતે ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ 209 રન બનાવ્યા છે. ટીમ તરફથી ઓલી પોપે સદી ફટકારી હતી. તે 100 રન બનાવીને અણનમ રહ્યો અને હેરી બ્રુક શૂન્ય રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી. તેણે બેન ડકેટ (62 રન)ને બોલ્ડ અને જેક ક્રોલી (4 રન) અને જો રૂટ (28 રન)ને કરુણ નાયરના હાથે કેચ આઉટ કરાવ્યા. વેધર રિપોર્ટ
ત્રીજા દિવસે હવામાન થોડું ઠંડુ રહેશે. મહત્તમ તાપમાન 22°C અને લઘુત્તમ 12°C રહેવાની ધારણા છે. દિવસની શરૂઆતમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ પછીથી આકાશ સ્વચ્છ થશે અને વરસાદની શક્યતા ઘટીને માત્ર 4% થઈ જશે. બંને ટીમોની પ્લેઇંગ-11 ભારત: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વિકેટકીપર), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કર્સ, જોશ ટંગ, શોએબ બશીર.