અમેરિકાએ ઈરાનમાં 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ ઠેકાણાઓ ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન છે. આ હુમલો રવિવારે સવારે ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે થયો હતો. ઈરાન પર હુમલાના લગભગ 13 કલાક પછી યુએસ સંરક્ષણ મંત્રાલયે હુમલાની વિગતો આપી છે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ ડેન કેને જણાવ્યું હતું કે આ મિશનમાં 125 વિમાનો સામેલ હતા. આ ઓપરેશનમાં 7 B-2 સ્ટીલ્થ બોમ્બરોએ ભાગ લીધો હતો, જેણે ઈરાનના ફોર્ડો અને નતાંઝ પરમાણુ ઠેકાણાઓ પર 13,608 કિલોગ્રામના બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. ટ્રમ્પે કહ્યું- ઈરાનના પરમાણુ સ્થળોનો નાશ કર્યો ટ્રમ્પે ઈરાન પર હુમલાના 3 કલાક પછી દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો ‘obliterate’ એટલે કે સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે. બોમ્બનું આખું કન્સાઈનમેન્ટ ફોર્ડો પર છોડવામાં આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનને ધમકી આપી હતી અને કહ્યું હતું કે હવે તેણે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. જો તે આમ નહીં કરે તો તેના પર વધુ મોટા હુમલા કરવામાં આવશે. ઈરાનમાં 13 જૂનથી અત્યાર સુધી 657, ઇઝરાયલમાં 24નાં મોત આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો 10મો દિવસ છે. અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી અનુસાર, 13 જૂનથી ઈરાનમાં 657 લોકોનાં મોત થયા છે અને 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, ઈરાનના આરોગ્ય મંત્રાલયે ફક્ત 430 નાગરિકોનાં મોત અને 3500 ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. બીજી તરફ, 21 જૂન સુધી ઇઝરાયલમાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે 900થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધનું અપડેટ્સ નીચે બ્લોગમાં વાંચો…