P24 News Gujarat

વડોદરામાં અઢી કરોડનો દારૂ પકડ્યો ને PIને ફોન આવ્યો કે…:માતા-પિતાની હત્યા પછી આરોપીએ પીઆઈ પુત્રને પોતાના ઘરે જમાડ્યા; હત્યારા આ રીતે પકડાયા

અલ્યા, તું વિચારી લેજે.
બાજુમાં રહેતા વરદાભાઈનો દીકરો પોલીસમાં છે. ખબર છે ને?
એટલે જ આપણા પર શંકા ન કરે ને…
આપણે તો ગામના કહેવાઈએ. પાછા પાડોશી..
આજે રાતે ખેલ પાડી દેવાનો છે.
હોય એટલા ઘરેણા, ઘરમાં હોય એટલા રૂપિયા લઈને ભુવાને પહોંચાડી દેવાના એટલે વિધિ થઈ જાય આ પ્રકારની વાતચીત પછી ચાર જણા ખોફનાફ પ્લાનને અંજામ આપવા રાતના સમયે બહાર નીકળે છે. વરદાભાઈ પટેલ અને હોશીબેન પટેલ બંને વૃદ્ધ દંપતી નિરાંતનું જીવન ગામમાં જીવે. ફળિયામાં પલંગ ઢાળીને સૂવે. હત્યારા ઘરે પહોંચ્યા. નજીકમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું એટલે બૂમાબૂમનો અવાજ ન આવે. વરદાભાઈ અને હોશીબેનનું કાસળ કાઢી, ઘરેણા લૂંટીને ફરાર થઈ ગયા. આ ઘટના રાતે બની. વહેલી સવારે વરદાભાઈનો પોલીસ ઈન્સપેક્ટર દીકરો અજમલ પટેલ વડોદરામાં સ્ટાફ સાથે દારૂનો જંગી જથ્થો પકડવા રેડ પાડે છે. દરોડાની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં તેમના ગામ જસરાથી ફોન રણકે છે. પીઆઈને નવાઈ લાગે છે કે હજી અજવાળું ય નથી થયું ને ગામેથી ફોન? ફોન ઉપાડ્યો તો સમાચાર મળ્યા કે તમારા બા-બાપુજીને કોઈ મારી નાખ્યા છે. પીઆઈ તો બે ઘડી ધબકારો ચૂકી ગયા. ગામમાં બે-ચાર જણા પાસેથી ખરાઈ કર્યા પછી મારતી ગાડીએ જસરા જવા નીકળ્યા. આ સાર હતો આખી ઘટનાનો. પણ સવાલ એ હતો કે પોલીસ ઈન્સપેક્ટરના માતા-પિતાની હત્યા કોણે કરી? શા માટે કરી? લૂંટના ઈરાદે જ કરી કે બીજું કોઈ કારણ હતું? આ બધા સવાલો ઘેરી વળ્યા હતા ને પોલીસે બહુ ટૂંકા સમયમાં ભેદ ઉકેલી નાખ્યો. આ ઘટનાની સીલસીલાબંધ વિગતો જાણવા ભાસ્કર જસરા ગામ પહોંચ્યું. જસરા ગામ બનાસકાંઠાના લાખણી તાલુકાનું ગામ છે. હવે આ લાખણી તાલુકો નવા વાવ-થરાદ જિલ્લામાં આવી ગયો છે. ગામમાં પહોંચીને ભાસ્કરે તૈયાર કરેલો વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ…. કોઈ લૂંટારું ગેંગ હોવાનું માની લીધું પણ હત્યારા બાજુના ઘરમાં જ રહેતા હતા
સોમવાર 16 જૂનની વહેલી સવારે વૃદ્ધ દંપતીના ડબલ મર્ડરની ઘટના સામે આવી. આ વૃદ્ધ દંપતી SMC એટલે કે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઈન્સપેક્ટર એ.વી.પટેલના માતા પિતા હતા. SMCના પીઆઈનાં માતા-પિતાની હત્યાની ઘટનાથી પોલીસ બેડાંમાં સન્નાટો છવાઈ ગયો. આ ડબલ મર્ડરની ઘટના ગુજરાતમાં પણ ચર્ચામાં રહી. આ હત્યા લૂંટના ઈરાદે કરાઈ હતી, જેમાં વૃદ્ધ દંપતીના કાન કાપી તેમજ પગ કાંડાથી કાપી ઘરેણા લૂંટી લેવાયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા. આ ક્રૂર હત્યાને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ પડોશમાં જ રહેતા સુરેશ પટેલ, તેના પિતા શામળાજી પટેલ અને અન્ય બે તંત્રવિદ્યા જાણતા ભૂવા નીકળ્યા. પોલીસ તપાસમાં વૃદ્ધ દંપતીની હત્યા કરીને તેમના ઘરેણાં છીનવીને દાગીના ડબલ કરવાનો કાળો જાદુ કરાવાનો ખુલાસો થયો. હત્યા કરીને આ આરોપીઓ બે ત્રણ દિવસ સુધી મૃતકના ઘરે લોકોને ચા-પાણી આપતા રહ્યા. માતા-પિતાની હત્યાથી દુ:ખી અને સ્મશાનેથી અગ્નિદાહ આપીને આવેલા પુત્રને તેમના ઘરે જમાડ્યા પણ ખરા. કોઈને શંકા પણ ન જાય તેવી રીતના આરોપીઓએ વર્તન કર્યું. પરંતુ તેઓ વધુ સમય સુધી પોલીસથી બચી શક્યા નહીં. પોલીસે તમામ આરોપીઓ પકડી તો પાડ્યા. પોલીસ આઠ ટીમ બનાવીને જિલ્લો ખૂંદી વળી
લાખણી તાલુકાના જસરા ગામમાં રહેતા વરદાભાઈ પટેલ અને તેમનાં પત્ની હોશીબેન પટેલ 15 જૂન રવિવારની રાત્રે તેમનું બધું કામ પરવારી ઘરની બહાર ફળિયામાં સુઈ ગયા હતા. 14 વર્ષની છોકરી રોજ તેમના ઘરે કામ કરવા જતી. બીજા દિવસે 16 જૂન સોમવારની વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ પણ નજીકમાં રહેતી છોકરી તેમના ઘરે પહોંચી. છોકરી ઘરની બહાર પહોંચી અને ઓસરીમાં લોહીલુહાણ હાલતમાં બન્ને લાશ જોઈને ગભરાઈ ગઈ. તે દોડીને બાજુમાં આવેલા ખેતરમાં તેના પપ્પાને વાત કરી. છોકરીના પપ્પા તરત દોડીને ત્યાં જોવા આવ્યા અને જોયું તો 60-65 વર્ષના વરદાભાઈ પટેલ અને તેમનાં પત્ની હોશીબેન પટેલની ઓસરીમાં કાન અને પગ કાપેલી હાલમાં લાશ પડી હતી. આ જોઈને છોકરીના પપ્પાએ તરત વૃદ્ધ દંપતી દીકરા PI એ.વી.પટેલને ફોન કર્યો અને પહેલીવાર તો પીઆઈને વિશ્વાસ જ ન થયો. પછી તેમણે ગામમાં રહેતા તેમના નજીકના માણસ મફાભાઈને ઘરે મોકલ્યા અને હકીકત જાણવા કહ્યું. મફાભાઈ તાત્કાલિક PI એ.વી. પટેલના ઘરે પહોંચ્યા ત્યાં જઈને જોયું તો તેમના માતા-પિતાની કરપીણ હત્યા કરાયેલી લાશ ફળિયાંમાં પડી હતી. મફાભાઈ જસરા ગામના પૂર્વ સરપંચ મહેશ દવેને ફોન કર્યો. મહેશ દવે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને આગથાળા પોલીસ સ્ટેશનના PIને ફોન કરીને માહિતી આપી. બાદમાં થોડી વારમાં તો જિલ્લાભરની પોલીસનો કાફલો જસરા ગામે પહોંચી ગયો હતો. જિલ્લાના SP અક્ષયરાજ મકવાણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે ડોગ સ્ક્વોડ પણ આવી ગઈ હતી. SMCના પીઆઈ એ.વી.પટેલના માતા-પિતાની હત્યા થતા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને રાજ્યના DGP વિકાય સહાયએ PI એ.વી.પટેલને ફોન કરીને સાંત્વના આપી ને તમામ મદદની ખાતરી પણ આપી. નિર્લિપ્ત રાયે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા સાથે સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. બાદમાં સમગ્ર જિલ્લાની પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ. આરોપીઓને શોધવા જિલ્લાના SPએ કુલ આઠ ટીમો બનાવી હતી, જે અલગ અલગ પાસાં પર આરોપીઓને શોધી રહી હતી. શોક કરવા આવનાર લોકોને આરોપી ચા-પાણી આપતો હતો
ભાસ્કરની ટીમ ડીસાથી 44 કીલોમીટર દૂર આવેલા લાખણી તાલુકાના જસરા ગામમાં પહોંચી. ગામમાં પહોંચીને થોડે અંદર જતાં PI એ.વી.પટેલનું ઘર આવે છે. અહીં આસપાસ જોયું તો ફળિયામાં મોટાભાગના ઘરો એકબીજાથી 100-200 મીટરની અંતરે છે. દરેકના ઘરની મોટી મોટી ખુલ્લી જગ્યા છે. આસપાસ ખેતરો પણ છે. PI એ.વી.પટેલના ઘરની બહાર તેમના માતાપિતાના બેસણાંનો વિશાળ મંડપ બાંધેલો હતો. લોકો બેસણામાં આવી રહ્યા હતા. ભાસ્કરની ટીમ પહેલા PI એ.વી.પટેલને મળી ને સાંત્વના આપી. બાદમાં તેમના ઘટના વિશે પુછ્યું તો પહેલા તેમણે કેમેરા સામે બોલવાની ના પાડી દીધી. પરંતુ તે દિવસની ઘટના વિશે થોડીક માહિતી આપતાં જણાવ્યું જે તેમના શબ્દોમાં જ વાંચો… અમારા પરિવારમાં માતા-પિતા, હું અને મારાં બહેન છે. બહેન સાસરીમાં છે. હું ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)માં PI તરીકે ફરજ બજાવું છું. જ્યારે ઘટના બની ત્યારે હું વડોદરામાં એક દારુની રેડમાં હતો. જ્યાં દશરથ બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં 2.44 કરોડનો દારુ પકડાયો હતો. 17 જૂનની સોમવારે વહેલી સવારે મને ગામમાંથી આ ઘટના વિશે ફોન આવતાં મેં તેની ખરાઈ કરવા માટે ગામના જ એક નજીકના માણસને મારા ઘરે જોવા મોકલ્યા હતા. જેમણે તાત્કાલિક મારા ઘરે જઈને જોયું તો મારા માતા પિતાના મૃતદેહો લોહી લુહાણ હાલતમાં ઘરના ફળિયામાં પડ્યા હતા. હું તાત્કાલિક મારી પર્સનલ ગાડી લઈને વડોદરાથી નીકળી ગયો. વડોદરાથી જસરા ગામ 321 કિલોમીટર દૂર થાય. અંદાજે 11-12 વાગ્યાની આસપાસ ગામમાં ઘરે પહોંચી ગયો. અહીં આવીને જોયું તો હું ભાંગી પડ્યો હતો. મારાં પત્ની શિક્ષિકા છે. જે સંતાન સાથે પાટણમાં રહે છે. બાળકની સ્કૂલ અને ગામ પાટણથી થોડે નજીક છે. પોતે શિક્ષિકા પણ હોવાથી મારાં પત્ની પાટણમાં રહે છે. જેથી ગામમાં ઘરે માતા પિતાને કંઈ જરુર હોય પહોંચી વળાય. મારે ફિલ્ડ વર્ક વધારે હોય એટલે ઓફિસમાં કંઈ ખાસ વધારે જવાનું હોય નહીં. હું રજાના દિવસોમાં ગામમાં આવું અને માતા પિતાને મળું અને પાટણમાં પત્નીને પણ મળી લઉં. આમ તો મારે મારા માતા પિતા સાથે રેગ્યુલર ફોન પર વાતચીત થતી જ હોય. બધું મને પૂછે કે બેટા શું કરે છે? ક્યાં છે? ખાઘું કે નહીં? જ્યારે બનાવ બન્યો તેના એક દિવસ પહેલાં જ માતા સાથે મારી ફોન પર વાત થઈ હતી. ત્યારે મને સ્વપને ય ખ્યાલ નહોતો કે આ મારી તેમની સાથે છેલ્લી વાતચીત હશે. મારા માતા પિતાની હત્યાના જે ચાર આરોપીઓને પક્ડયા છે. તેમાંથી તો બે મારા બાજુના જ મકાનમાં રહે છે. જ્યારે હું ઘરે આવ્યો અને સાંજે સ્મશાનમાં અંતિમવિધિ કરીને આવ્યા ત્યારે હું તેમના ઘરે જમ્યો હતો. પાડોશી તરીકે ત્યારે તેમની ફરજ બજાવતા હતા. ગામમાં આ નોર્મલ છે કે કોઈના ઘરે મરણ થાય તો તેમના ઘરે ચુલો ન સળગે. ગામમાં આસપાસના લોકો જમવાનું આપી જાય અને ચા પાણી કરાવે. અમારાં સગા સંબંધી જે લોકો ઘરે બેસવા આવતા તેમને પણ સુરેશ નામનો આરોપી ચા-પાણી આપતો હતો. અમને ત્યારે ખ્યાલ પણ ન રહ્યો કે જે અમને અમારા દુ:ખના સમયમાં સહભાગી બનીને મદદ કરી રહ્યો છે તે જ હત્યારો નીકળશે. જ્યારે અમને ખબર પડી કે અમારા ઘરની બાજુમાં રહેતો સુરેશ, તેના પિતા અન્ય બે લોકોએ મારા માતા પિતાની હત્યા કરી છે ત્યારે હું એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. હત્યાનું કાવતરું પુત્રએ ઘડ્યું ને પિતાએ સાથ આપ્યો
ગત 15 જૂન 2025ની રાત્રે આઠ વાગ્યાથી 16 જૂનની સવાર સુધીમાં આરોપીઓએ દંપતીના ખેતરમાં આવેલા મકાનમાં પ્રવેશ કર્યો. બાદમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી વૃદ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. અંધારી રાતનો સમય હતો. ગામમાં તો દિવસે પણ સામાન્ય અવાજ સંભળાતો હોય અને આ તો પાછું અંતરીયાળ ગામ એટલે આરોપીએ હત્યા સમયે અવાજ ન થાય અને કોઈને ખબર ન પડે તે માટે ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું. જેથી ટ્રેક્ટરના અવાજથી કદાચ વૃદ્ધ દંપતી બૂમો પાડે તો પણ કોઈને સંભળાય નહીં. હત્યા કર્યા બાદ આરોપીઓ હોશીબેનના શરીર પરથી અંદાજે 2.50 લાખની કિંમતના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. હત્યા ગામના જ અને પાડોશમાં જ રહેતા પિતા-પુત્રએ કરી હોવાના પગલે ગામમાં પણ આરોપી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અને ગામના લોકોએ પણ આરોપીઓ સાથે કોઈપણ વ્યવહાર નહીં રાખવાની વાત કરી છે. આ રીતે પકડાઈ ગયા આરોપીઓ
પોલીસ આરોપીઓને શોધવા માટે કુલ આઠ ટીમો બનાવી હતી. ગામમાં કોઈ સીસીટીવી પણ ન હોવાને કારણે આરોપીઓને શોધવા મુશ્કેલ હતા. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે હાઈવે હોટેલના 80થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી. આ ઉપરાંત નજીકના સોલર પ્લાન્ટ અને અન્ય સ્થળોએ કામ કરતા 300થી વધુ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને બનાવી રાત્રે ગામમાં એક્ટિવ મોબાઈલ લોકેશનની ગતિવિધિ જોઈ તેમાં કેટલાક શંકાસ્પદ નંબર સામે આવ્યા. જેમાં માલુમ પડ્યું કે આ નંબરનું કનેકશન પાડોશમાં રહેતા સુરેશ અને તેના પિતા શામળાજી સાથે છે. એટલે જે રાત્રે હત્યા કરવામાં આવી, તે રાત્રે વરદાભાઈના ઘરમાં જે મોબાઈલ એક્ટિવ હતા તે ક્યા નંબરના એક્ટિવ હતા તે લોકેટ કરવામાં આવ્યા. તેમાં પાડોશીઓના જ મોબાઈલ એક્ટિવ દેખાયા. પોલીસે તેમને ઉઠાવીને પૂછપરછ કરી શરુઆતમાં તેઓ ના પાડતા રહ્યા. બાદમાં પોલીસે આગવી ઢબે પોતાની રીતે પૂછપરછ કરી તો ગુનો કબૂલી લીધો. પોલીસે ચોરી થયેલા તમામ દાગીના મેળવી લીધા છે. આરોપીઓ 25 જૂન બપોરે 12 વાગ્યા સુધી રિમાન્ડ પર છે. જેમાં હજી પણ કંઈક નવા ખુલાસા થઈ શકે છે. ગામડાંમાં હજી અંધશ્રધ્ધાનું જોર છે, તેનો આ બોલતો પુરાવો છે
સુરેશ પટેલ, શામળાજી પટેલ, ઉમા પટેલ અને દિલીપ ઠાકોર આ ચારેય આરોપીને પોલીસે ઝડપ્યા છે. આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર આરોપી સુરેશ છે. પોલીસની પ્રાથમિક વિગતમાં એ પણ સામે આવ્યું છે કે સુરેશ પર ઘણું દેવું થઈ ગયું હતું. તે આર્થિક સંકડામણમાં હતો. જેમાંથી બહાર નીકળવા માટે તેણે આ અંધશ્રદ્ધાનો શોર્ટ કર્ટ રસ્તો અપનાવ્યો. સુરેશ બ્લેક મેજિકનો જાણકાર છે. તેનામાં એવી અંધશ્રદ્ધા હતી કે આવી વ્યક્તિને મારીને તેમના દાગીના લઈને વિધિ કરવામાં આવે તો વધુ ધન પ્રાપ્ત થઈ શકે છે. આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો, હત્યાનું કામ પાર પાડવા પોતાના પિતાને અને મામાને પણ સાથે રાખ્યા હતા.. રાત્રિના સમયમાં બીજો અવાજ કોઈને સંભળાય નહીં એ માટે તે ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે. એ બાદ ત્રણેય લોકો ત્યાં હત્યા કરે છે. આ સિવાય સુરેશનો મુખ્ય ગુરુ દિલીપ ઠાકોર છે જે ભુવા તરીકે જાણીતો છે. પોતે તાંત્રિકવિદ્યા જાણે છે એવું લોકોના મનમાં ઠસવી દીધું હતું. આ હત્યાકાંડમાં તેની પણ મદદ લેવાઈ હતી. હત્યાને અંજામ આપ્યા બાદ તેના ઘરે જઈને એક પોટલીમાં દાગીના મુકીને વિધિ પણ કરી હતી. સુરેશ પોતે પણ બ્લેક મેજિકનો જાણકાર હોવાથી ધન ડબલ કરવાની લાલચમાં આ હત્યા કરી હતી. આરોપીઓનો પરિવાર આઘાતમાં સરકી પડ્યો
ભાસ્કરની ટીમ હત્યાના આરોપીના ઘરે પણ ગઈ હતી જ્યાં તેમના પરિવારના લોકો સાથે મુલાકાત કરી હતી. અને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સુરેશને ચાર બહેનો છે. બાજુના ઘરમાં તેમના પરિવારના અન્ય સભ્યો પણ રહે છે. સુરેશના દાદા હાલમાં સમગ્ર ઘટનાને લઈને આઘાતમાં જતા રહ્યા છે. ઘરના લોકો કહી રહ્યા છે કે અમને તો વિશ્વાસ જ નથી થતો કે અમારો છોકરો અને તેના પપ્પા આવું કરી શકે. તેમણે હત્યા કરી હોય અને સાબિત થાય તો તેમને જે સજા મળે તે અમને મંજૂર છે. પરંતુ જો કંઈ ન કર્યું હોય તો, તેમને કંઈ થવું ન જોઈએ. અમને તો હજી માનવામાં નથી આવતું. અમે બધા આઘાતમાં છીએ. ગામના લોકોમાં ભારે આક્રોશ છે : પૂર્વ સરપંચ
ભાસ્કરે જસરા ગામના પૂર્વ સરપંચ મહેશ દવે સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે મને વહેલી સવારે SMC પીઆઇના પાડોશી મફાભાઈનો ફોન આવ્યો હતો. બનાવના સમાચાર આપ્યા. પછી તો પોલીસ આવી. પોલીસે આવીને અંદર જઈને જોયું તો ઘરના બંને મેઈન દરવાજા ખુલ્લા હતા ઘરની તિજોરી પણ ખુલ્લી હતી. આરોપીઓએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. પોલીસે જ્યારે પૂછપરછ શરૂ કરી ત્યારે ગામનું તો કોઈ હોય જ ના શકે, તેવું બધાનું માનવું હતું. પરંતુ જ્યારે ખબર પડી કે આરોપી તેમના જ પાડોશી છે ત્યારે અમને પણ વિશ્વાસ ન થયો. કારણ કે આરોપી શામળાજી અને તેમનો પુત્ર સુરેશ બંને હત્યા પછી અહીં ચા પાણીની સેવામાં લાગી ગયા હતા. સોમવારે સાંજે સ્મશાનમાં તમામ અંતિમવિધિ કર્યા બાદ આરોપીઓ પોતે એસએમસીના પીઆઇને તેમના ઘરે લઈ ગયા હતા ને ત્યાં જ જમાડ્યા હતા. ગામના લોકોએ એવું નક્કી કર્યું કે કે આ પ્રકારનો જઘન્ય અપરાધ કરવાવાળા આરોપીઓ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર રખાય નહીં. આ લોકો સાથે કોઈ બોલ ચાલ પણ ન રખાય તેથી આપણા પરિવારના બાળકો ઉપર ખરાબ અસર ન પડે. તેમના પરિવારમાં અન્ય વ્યક્તિઓ છે તેમની પાસેથી અમને કંઈ જ વાંધો નથી. તેઓ તો નિર્દોષ છે, પણ આ બે પિતા પુત્ર સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન રાખવો જોઈએ તેવો લોકોનો મત છે. ક્યા આરોપીએ શું ભૂમિકા ભજવી?
આરોપી સુરેશ પટેલ તેમજ શામળા પટેલ, જેઓ પિતા-પુત્ર થાય છે. તેઓ મૃતક વૃદ્ધ દંપતીના પાડોશમાં રહેતા હોવાથી મુખ્ય કાવતરાંખોર આરોપીઓ છે. તેમણે દંપતીના મકાનમાં પ્રવેશ કરી ધારિયા જેવા હથિયારથી ઈજાઓ કરી હત્યા કરી હતી તેમજ દાગીના તથા અન્ય સામાનની લૂંટ કરી છે. આરોપી ઉમા ચેલાજી (ચૌધરી) પટેલ, જે મુખ્ય આરોપી સુરેશ પટેલના મામા થતા હોઈ, તેણે બનાવ વખતે ટ્રેક્ટરનું થ્રેસર ચાલુ રાખી ઘટના દરમિયાન કોઈ બીજો અવાજ કોઈને સંભળાય નહીં એ રીતે ગુનામાં મદદગારી કરેલી છે. આરોપી દિલીપ ઠાકોર ઉર્ફે ભૂવાજી, જેણે ધાર્મિક વિધિ કરવાથી વધુ ધન મળી આવશે એવા આશયથી હત્યા કરવામાં સહકાર આપ્યો હતો. હત્યા કર્યા બાદ દિલીપ ઠાકોરના ઘરે જ પોટલીમાં દાગીના મુકીને દોરો બાંધીને વિધિ કરાઈ હતી.

​અલ્યા, તું વિચારી લેજે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *