તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 100+ રનની લીડ મેળવી લીધી છે. સોમવારે મેચનો ચોથો દિવસ છે અને પહેલો સેશન ચાલી રહ્યો છે. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ અને રિષભ પંત ક્રિઝ પર છે. કેએલ રાહુલે ટેસ્ટમાં 18મી ફિફ્ટી પૂરી કરી છે. કેપ્ટન શુભમન ગિલ (8 રન)ને બ્રાઇડન કાર્સે બોલ્ડ કર્યો હતો. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે 90/2 ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. રવિવારે, સાઈ સુદર્શન 30 રન બનાવીને અને યશસ્વી જયસ્વાલે 4 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ ઇનિંગમાં, ઇંગ્લેન્ડ 465 રનમાં અને ભારત 471 રનમાં ઓલઆઉટ થયું હતું. પહેલી ઇનિંગમાં ભારતને 6 રનની લીડ મળી હતી.