P24 News Gujarat

વિશ્વાસકુમારે ભાસ્કરને કહ્યું, ‘મેં એરપોર્ટ પર રૂપાણીને જોયા હતા’:આખો દિવસ ગુમસુમ બેસી રહે છે વિશ્વાસ, મગજને શાંત કરવા બ્રહ્માકુમારીના દીદીએ મળીને આપી ટિપ્સ

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 12 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. પણ તેના ઘા હજી થોડાં પણ રુઝાયા નથી. મોટાભાગના મૃતકોના અંતિમ સંસ્કાર તો થઇ ગયા છે પણ સ્વજનોના આંસુ હજી સૂકાયા નથી. આ દુર્ઘટનાએ એવો આઘાત પહોંચાડ્યો છે કે જેની અસર વર્ષોના વર્ષો સુધી રહેવાની છે. તેમાં પણ અત્યારે સૌથી ખરાબ મનોસ્થિતિ એક માત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશભાઇ ભાલિયાની છે. જેને પોતાની નજર સામે 250થી વધુ લોકોને જીવતા ભડથું થતા જોયા છે. જેમાં તેની બાજુમાં બેઠેલો તેનો નાનોભાઇ અજય ભાલિયા પણ હતો. અમદાવાદ સિવિલમાં દાખલ કરાયેલા વિશ્વાસકુમારને 6 દિવસ બાદ રજા આપવામાં આવી હતી. દીવ પહોંચીને વિશ્વાસકુમારે ભારે હૈયે મૃતક ભાઇ અજયના અંતિમ સંસ્કાર કર્યા હતા. હાલ વિશ્વાસકુમાર શું કરી રહ્યો છે? તેની દિનચર્યા શું છે? આ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ દીવ પહોંચી હતી. જ્યાં વિશ્વાસકુમાર ભાલિયાના ઘરે જઇને આડોશી-પાડોશી, ગામના લોકો તેમજ મિત્રો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે વિશ્વાસકુમાર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. કોઇની સાથે વાતચીત નથી કરતો વિશ્વાસકુમાર
મિત્રોના જણાવ્યા મુજબ વિશ્વાસકુમારને તેના નાના ભાઇ અજયના મોતનો ઘેરો શોક લાગ્યો છે. ગૂમસૂમ બેસી રહે છે અને કોઈની સાથે વાતચીત કરતો નથી. શોક વ્યક્ત કરવા આવતા લોકોમાં જો ખૂબ અંગત હોય તો જ મળે છે. તેમની સામે પણ પ્લેન ક્રેશ અંગે એક પણ શબ્દ બોલતો નથી. સવારે ઉઠીને ભાઇની છબી સામે બેસીને તેને જોયા કરે છે. એ વખતે તેના કઝિન સાથે બેસે છે, પણ કોઇ વાતચીત કરતો નથી. બપોરે 1 વાગે ફરી ઉપર રૂમમાં જતો રહે છે. જ્યાં થોડીવાર મેડિટેશન કરે છે. બ્રહ્માકુમારી ઓમ શાંતિ કેન્દ્રમાંથી મળેલી ટિપને અનુસરે છે અને પોઝિટિવ વાતો સાંભળે છે. સાંજે ફરી પરિવાર સાથે થોડી વાર બેસે અને ઉપરના રૂમમાં જતો રહે છે. આ દરમિયાન મૃતક ભાઇ અજયની કોઇ નાની-મોટી વિધિ હોય તો તેમાં હાજરી આપે છે. કોઇ નેતા કે સેલિબ્રિટી મળવા જાય તો મળવાથી દૂર રહે છે. એક દીકરો ચાલ્યો ગયો, એક તો બચી ગયો
ભાલિયા પરિવાર હજી આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. વિશ્વાસના પિતા રમેશભાઇ બાવાભાઇ ભાલિયાએ શોક વ્યક્ત કરવા આવતાં લોકોને કહ્યું હતું કે હું આ માટે ભગવાનને દોષ તો નથી દેતો. કેમ કે મારો એક દીકરો તો ચાલ્યો ગયો પણ એક તો બચી ગયો છે. એટલે ભગવાનનો ઉપકાર પણ માનું છું. વિશ્વાસકુમારે દિવ્યભાસ્કરને કહ્યું, હા મેં એરપોર્ટ પર રૂપાણીને જોયા હતા
વિશ્વાસકુમારના ઘરની મુલાકાત પહેલાં દિવ્ય ભાસ્કરે તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વિશ્વાસકુમારે જણાવ્યું હતું કે, હા મેં એરપોર્ટ પર રૂપાણીને એ બધા લોકોને જોયા હતા. આ સિવાય વધુ કંઇ કહેવાનો ઇન્કાર કરતાં વિશ્વાસકુમારે કહ્યું હતું કે મારા ભાઇની લૌકિક ક્રિયા પતી ગયા પછી હું વધુ વાત કરીશ. ખાનગી કાર ભાડે કરીને દીવથી અમદાવાદ જવા નીકળ્યા હતા
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વિશ્વાસકુમાર અને તેનો ભાઇ અજય ખાનગી કાર ભાડે કરીને રાત્રે સાડા બાર વાગ્યે દીવથી નીકળ્યા હતા. ડ્રાઇવરને પણ પહેલાં તો એવું જ હતું કે વિશ્વાસ લંડન એકલો જ જવાનો છે. પણ જ્યારે તે વિશ્વાસને લેવા તેના ઘરે ગયો તો અજય પણ તૈયાર થઇને બેઠો હતો. એ વખતે વિશ્વાસે ડ્રાઇવરને કહ્યું કે અજય તો બે વિક માટે જ લંડન આવે છે અને પછી પાછો આવી જવાનો છે. રસ્તામાં બે વાર ચા પીવા રોકાયા
દીવથી નીકળ્યા પછી રસ્તામાં બે જગ્યા ઢસા અને બગોદરા ચા પીવા રોકાયા હતા. લંડન સુધી ફ્લાઇટમાં જવાનું હોવાથી વધુ કંઇ જમ્યા નહોતા. અજય પાછલી સીટમાં નિરાંતે ઊંઘી ગયો હતો. જ્યારે વિશ્વાસે ડ્રાઇવર સાથે વાતો કરી હતી. 12 જૂને, ગુરૂવાર સવારે 8.30 વાગ્યે બંને ભાઇઓ અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર નિર્ધારિત સમય કરતાં પહેલાં પહોંચી ગયા હોવાથી ત્યાં પાર્કિંગમાં કાર પાર્ક કરીને બંને ભાઇઓએ થોડી વાતો પણ કરી હતી. વિશ્વાસે કારના ડ્રાઇવરને જેટલું ભાડું થતું હતું તેનાથી 1 હજાર રૂપિયા વધારે આપીને રવાના કર્યો હતો. ડ્રાઇવર રસ્તામાં હતો અને લંડનથી પ્લેન ક્રેશનો કોલ આવ્યો
વિશ્વાસ અને તેના ભાઇ અજયને મૂકીને કારનો ડ્રાઇવર દીવ પરત જવા નીકળ્યો હતો. ડ્રાઈવર ઢસા ચા પીવા ઊભા રહ્યા કે પહેલાં વિશ્વાસના અન્ય ભાઇનો તેના પર ફોન આવ્યો હતો. પછી તરત તેના પિતા રમેશભાઇ ભાલિયાનો કોલ આવ્યો હતો. અને કહ્યું કે પ્લેનનું આવું થઈ ગયું છે તું ક્યાંય પણ હોય પાછો અમદાવાદ વળી જા. એટલે ડ્રાઈવરે તરત વિશ્વાસને કોલ કર્યો હતો. વિશ્વાસે ડ્રાઇવરને કહ્યું કે આખું પ્લેન સળગી ગયું છે. તમે ક્યાંય પણ હોવ અહીં તરત આવી જાવ અને મને લઈ જાવ. આ લોકો મને સિવિલ હોસ્પિટલ લઇ જાય છે. ડ્રાઇવર પછી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો પણ ત્યારે વિશ્વાસનો ફોન બંધ આવતો હતો એટલે તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. વર્લ્ડ મીડિયાના દીવમાં ધામા
પ્લેન ક્રેશમાં એક માત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર સાથે વાતચીત કરવા માટે વર્લ્ડ મીડિયાએ દીવમાં કેટલાય દિવસથી ધામા નાખ્યા છે. જોકે વિશ્વાસે હજી કોઇ સાથે વાત કરી નથી. મીડિયાના અનેક પ્રયત્નો છતાં તે અંતર રાખી રહ્યો છે. મિત્રો 24 કલાક ઘરની ચોકી કરે છે
વિશ્વાસને હાલ આરામની ખૂબ જરૂર છે. આવી સ્થિતિમાં અનેક લોકો સંવેદના પાઠવવા તેના ઘરે આવી રહ્યા છે. આ સ્થિતિમાં વિશ્વાસના ઘરે કોઇ અજાણ્યા લોકો પહોંચીને તેને ડિસ્ટર્બ ના કરે એટલા માટે મિત્રો તેના ઘરની 24 કલાક ચોકી કરી રહ્યા છે. ‘અમે વિશ્વાસભાઇને મેડિટેશન કરવાની સલાહ આપી’
બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય દીવ સેવા કેન્દ્રએ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 14 મૃતકોના પરિવારજનોની મુલાકાત લઇને શાંતિપાઠ કર્યા હતા. આ અંગે ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ગીતાબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વિશ્વાસભાઇને પણ અમે મળ્યા હતા. તેમને એકાંતમાં કેવી રીતે રહેવું એ અંગે થોડીક ટિપ્સ અમે આપી હતી. ‘અમને મળીને વિશ્વાસભાઇના ચહેરા પર ખુશી આવી’
ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ગીતાબેને જણાવ્યું, અમે વિશ્વાસભાઇને કહ્યું કે તમે શક્તિ અને હિંમતથી જે કામ કર્યું અને તમારી જિંદગીને બચાવી એ બહુ જ મહત્વું છે અને ચમત્કાર છે. પરંતુ એ ચમત્કારની સાથે સાથે તમને જે નવું જીવન મળ્યું તેમાં તમારે શું કરવું જોઈએ તેના માટે અમુક વાતો તેમને સમજાવી હતી. એક તો શિવાનીદીદીના ક્લાસ સાંભળો, બ્રહ્માકુમારીનો સાત દિવસનો મેડિટેશનનો કોર્સ સાંભળો. આંખમાં થોડીક તકલીફ હોય અને વાંચી ન શકો તો યુટ્યૂબમાં સાંભળો. અને તમારામાં નવી ઊર્જા પેદા કરો અને એકાંત સારી રીતે વિતાવો. પરમાત્મા હજી તમને વધારે શક્તિ આપે. બાકીના જીવનમાં તમે ઉદાહરણરૂપ જીવન જીવો. વિશ્વાસભાઇએ અમને કહ્યું કે તમે આવ્યા તો ખૂબ ખુશી થઇ. અમને વિશ્વાસભાઇના ચહેરા પર ખુશીનો અનુભવ પણ દેખાયો હતો. ભાઇને કાંધ આપતી વખતે વિશ્વાસ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો
મૃતક ભાઇ અજયની અંતિમ યાત્રામાં વિશ્વાસ ભાંગી પડ્યો હતો. ભારે હૈયે ભાઇને કાંધ આપતી વખતે વિશ્વાસ બૂમો પાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. આ કરુણ દૃશ્યો જોઇને ઉપસ્થિત સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. આ વખતે રડતાં રડતાં વિશ્વાસ બોલ્યો હતો, ‘મને કેમ જીવાડ્યો? મને પણ મારી નાખવો હતો. હવે મારે ઘેર જઇને શું કરવું?’ ભાલિયા પરિવાર 25 વર્ષથી લંડનમાં સ્થાયી થયો હતો
વિશ્વાસ અને મૃતક અજય ભાલિયા 7 મહિના દીવ અને 5 મહિના લંડનમાં રહેતા હતા. વિશ્વાસકુમારના પિતા રમેશભાઇ બાવાભાઇ ભાલિયા 25 વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે. તેમને સંતાનમાં ચાર પુત્ર વિશ્વાસ, અજય, સની અને નયન હતા. આ અંગે વિશ્વાસકુમારનાં કાકી રમાબેને જણાવ્યું હતું કે વિશ્વાસ અને અજય પરિણીત છે. બંનેની પત્ની-સંતાનો પણ લંડનમાં રહે છે. વિશ્વાસ અને અજયે ગાર્મેન્ટની દુકાન કરી હતી. પરંતુ કોરોનાકાળમાં એ બંધ થઇ ગઇ હતી. આથી તેમણે ફિશિંગ બોટ ખરીદી હતી. ફિશિંગની સિઝનમાં બંને ભાઇ દીવ આવતા અને અહીં વતનના મકાનમાં રહેતા. સિઝન પૂરી થયા બાદ બંને લંડન જતા રહેતા હતા. વિશ્વાસને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. જ્યારે મૃતક અજયને બે દીકરી હતી, પરંતુ લંડનમાં બીમારીને કારણે બંને દીકરીનાં મૃત્યુ થઇ ચૂક્યાં હતા. ડિસ્કાઉન્ટમાં ટિકિટ મળતી હોવાથી 12 જૂને લંડન જવાનું નક્કી કર્યું હતું
રમાબેને એમ પણ જણાવ્યું હતું બંને ભાઇઓ 12 જૂનના રોજ લંડન જવાના નહોતા. પરંતુ 12 તારીખે એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટમાં ડિસ્કાઉન્ટ મળતું હતું. સામાન્ય રીતે લંડનની આવવા-જવાની ટિકિટ 600થી 700 પાઉન્ડમાં મળે છે. પરંતુ 12 તારીખે માત્ર 180 પાઉન્ડમાં ટિકિટ મળતી હોવાથી બંને ભાઇએ આ દિવસની ટિકિટ બુક કરાવી હતી. વિશ્વાસકુમારનાં કાકી રમાબેને વધુમાં જણાવ્યું કે વિશ્વાસ સાથે અજય લંડન જવાનો ન હતો. પણ વિશ્વાસે અજયને કહ્યું હતું કે ‘ભાઇ, તું અહીં દીવમાં એકલો રહીને શું કરીશ. તું પણ સાથે લંડન ચાલ.’ આથી અજય વિશ્વાસની સાથે લંડન જવા રાજી થઇ ગયો હતો. ને વિશ્વાસને ખબર પડી કે અજયનું મૃત્યુ થયું છે
પ્લેન ક્રેશમાં એક માત્ર બચી ગયેલા વિશ્વાસકુમારની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ પાંચ દિવસ સારવાર ચાલી હતી. તમામ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. શરૂઆતના ત્રણ દિવસ સુધી વિશ્વાસકુમારને નહોતી ખબર કે તેના ભાઈ અજયનું મૃત્યું થયું છે. વિશ્વાસ વારંવાર ડોક્ટરને તેના ભાઇ વિશે પૂછી રહ્યો હતો. ડોક્ટરો પણ તેના ભાઇને શોધી રહ્યા છીએ એવી સાંત્વના આપતા હતા. ત્યાર બાદ વિશ્વાસનો પરિવાર લંડનથી અમદાવાદ આવ્યો હતો. અજયનું મોત થયું હોવાથી શોકગ્રસ્ત કપડાં પહેરીને પરિવારજનો વિશ્વાસને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આથી વિશ્વાસને અંદાજો આવી ગયો કે તેના ભાઇ અજયનું પણ મોત થયું છે. ત્યારે તે પરિવારજનો સામે ભાંગી પડ્યો હતો. હોસ્પિટલમાં વિશ્વાસ સુસાઇડની વાતો કરતો
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે વિશ્વાસને જ્યારથી ખબર પડી ગઇ કે તેના ભાઇ અજય અને તમામ લોકોનાં પ્લેન ક્રેશમાં મોત થયાં છે ત્યાર પછી તેણે સુસાઇડ કરવાનું મન થાય છે એવી વાત શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ સાઇકિયાટ્રિક ડૉક્ટર તેનું સતત કાઉન્સેલિંગ કરતા હતા. એક સાથે અનેક અંતિમસંસ્કારથી દીવ હીબકે ચડ્યું
પ્લેન દુર્ઘટનામાં દીવ મુળના કુલ 14 પેસેન્જરના મોત થયા હતા. જેમાં 4 ભારતીય, 7 પોર્ટુગીઝ અને 4 બ્રિટિશ નાગરિકનો સમાવેશ થાય છે. બધા દીવ કે આસપાસના ગામોમાં રહેતા હતા. જેમાં ગાંધીપરામાંથી 4, દગાસીમાંથી 4, પટેલવાડીમાંથી 4, વણાંકબારામાંથી 1 અને ફુદમમાંથી 1 યાત્રી હતા. મારી નજર સામે એરહોસ્ટેસ અને બધા એમાં સળગી ગયા
વિશ્વારકુમાર ભાલિયા જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે ડીડી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે પ્લેન ક્રેશની ઘટનાના દિવસનું વર્ણન કરતાં કહ્યું હતું, બધું મારી નજરની સામે થયું હતું. મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે એમાંથી જીવતો બહાર આવ્યો. થોડો સમય સુધી તો મને લાગ્યું હતું કે હું પણ મરવાનો છું, પણ મારી આંખ ઊઘડી તો મને લાગ્યું કે હું જીવતો છું. સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો. મારી નજર સામે એરહોસ્ટેસ અને બધા એમાં સળગી ગયા હતા. તેમણે કહ્યું હતું, જ્યારે ટેક ઓફ થયું ત્યારે 5-10 સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું છે. પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઈટ લાઈટ ઓન થઈ ગઈ. ત્યાર બાદ ટેકઓફ કરવા માટે વધુ રેસ અપાયો હોય એવું લાગ્યું. પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલના બિલ્ડિંગમાં ઘૂસી ગયું. આ બધું મારી સામે થયું હતું. મારી સીટ તૂટી ગઈ હતી અને હું ચાલતાં ચાલતાં બહાર આવ્યો હતો
વિશ્વારકુમારે વધુમાં કહ્યું હતું, હું જે બાજુ બેઠો હતો એ હિસ્સો હોસ્ટેલના બિલ્ડિંગની બીજી બાજુ જમીન પર લેન્ડ થયો હતો. બીજા અંગે મને નથી ખબર, પણ હું જે જગ્યાએ લેન્ડ થયો એની બહાર ખુલ્લી જગ્યા હતી. પ્લેન પડ્યું અને દરવાજો તૂટ્યો. પછી મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો. જ્યારે મારા વિરુદ્ધ બાજુ બિલ્ડિંગની દીવાલ હતી એટલે એ બાજુ કદાચ કોઈ નહીં નીકળી શક્યું હોય. એ બાજુ જ આખું વિમાન ક્રેશ થયું હતું. હું જ્યાં લેન્ડ થયો ત્યાં જ થોડીક જગ્યા હતી તોપણ મને નથી ખબર કે હું કેવી રીતે બચ્યો. મેં પ્લેનમાંથી કૂદકો નથી માર્યો. મારી સીટ તૂટી ગઈ હતી અને હું ચાલતાં ચાલતાં બહાર આવ્યો હતો. વિશ્વાસકુમારે આગળ કહ્યું હતું, પછી હું ચાલતો બહાર આવ્યો હતો. આગમાં મારો ડાબો હાથ પણ થોડોક સળગી ગયો હતો. પછી મને એમ્બ્યુલન્સના અહીં લાવવામાં આવ્યો હતો. ઈલાજ બહુ સારો થાય છે. અહીંના લોકો બહુ સપોર્ટિંવ છે. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે વિશ્વાસકુમારે કહ્યું, સાહેબે મારા હાલચાલ પૂછીને બનાવ કેવી રીતે બન્યો એ અંગે વાતચીત કરી હતી.

​અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 12 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. પણ તેના ઘા હજી થોડાં પણ રુઝાયા નથી. મોટાભાગના મૃતકોના અંતિમ સંસ્કાર તો થઇ ગયા છે પણ સ્વજનોના આંસુ હજી સૂકાયા નથી. આ દુર્ઘટનાએ એવો આઘાત પહોંચાડ્યો છે કે જેની અસર વર્ષોના વર્ષો સુધી રહેવાની છે. તેમાં પણ અત્યારે સૌથી ખરાબ મનોસ્થિતિ એક માત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશભાઇ ભાલિયાની છે. જેને પોતાની નજર સામે 250થી વધુ લોકોને જીવતા ભડથું થતા જોયા છે. જેમાં તેની બાજુમાં બેઠેલો તેનો નાનોભાઇ અજય ભાલિયા પણ હતો. અમદાવાદ સિવિલમાં દાખલ કરાયેલા વિશ્વાસકુમારને 6 દિવસ બાદ રજા આપવામાં આવી હતી. દીવ પહોંચીને વિશ્વાસકુમારે ભારે હૈયે મૃતક ભાઇ અજયના અંતિમ સંસ્કાર કર્યા હતા. હાલ વિશ્વાસકુમાર શું કરી રહ્યો છે? તેની દિનચર્યા શું છે? આ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ દીવ પહોંચી હતી. જ્યાં વિશ્વાસકુમાર ભાલિયાના ઘરે જઇને આડોશી-પાડોશી, ગામના લોકો તેમજ મિત્રો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે વિશ્વાસકુમાર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. કોઇની સાથે વાતચીત નથી કરતો વિશ્વાસકુમાર
મિત્રોના જણાવ્યા મુજબ વિશ્વાસકુમારને તેના નાના ભાઇ અજયના મોતનો ઘેરો શોક લાગ્યો છે. ગૂમસૂમ બેસી રહે છે અને કોઈની સાથે વાતચીત કરતો નથી. શોક વ્યક્ત કરવા આવતા લોકોમાં જો ખૂબ અંગત હોય તો જ મળે છે. તેમની સામે પણ પ્લેન ક્રેશ અંગે એક પણ શબ્દ બોલતો નથી. સવારે ઉઠીને ભાઇની છબી સામે બેસીને તેને જોયા કરે છે. એ વખતે તેના કઝિન સાથે બેસે છે, પણ કોઇ વાતચીત કરતો નથી. બપોરે 1 વાગે ફરી ઉપર રૂમમાં જતો રહે છે. જ્યાં થોડીવાર મેડિટેશન કરે છે. બ્રહ્માકુમારી ઓમ શાંતિ કેન્દ્રમાંથી મળેલી ટિપને અનુસરે છે અને પોઝિટિવ વાતો સાંભળે છે. સાંજે ફરી પરિવાર સાથે થોડી વાર બેસે અને ઉપરના રૂમમાં જતો રહે છે. આ દરમિયાન મૃતક ભાઇ અજયની કોઇ નાની-મોટી વિધિ હોય તો તેમાં હાજરી આપે છે. કોઇ નેતા કે સેલિબ્રિટી મળવા જાય તો મળવાથી દૂર રહે છે. એક દીકરો ચાલ્યો ગયો, એક તો બચી ગયો
ભાલિયા પરિવાર હજી આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. વિશ્વાસના પિતા રમેશભાઇ બાવાભાઇ ભાલિયાએ શોક વ્યક્ત કરવા આવતાં લોકોને કહ્યું હતું કે હું આ માટે ભગવાનને દોષ તો નથી દેતો. કેમ કે મારો એક દીકરો તો ચાલ્યો ગયો પણ એક તો બચી ગયો છે. એટલે ભગવાનનો ઉપકાર પણ માનું છું. વિશ્વાસકુમારે દિવ્યભાસ્કરને કહ્યું, હા મેં એરપોર્ટ પર રૂપાણીને જોયા હતા
વિશ્વાસકુમારના ઘરની મુલાકાત પહેલાં દિવ્ય ભાસ્કરે તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વિશ્વાસકુમારે જણાવ્યું હતું કે, હા મેં એરપોર્ટ પર રૂપાણીને એ બધા લોકોને જોયા હતા. આ સિવાય વધુ કંઇ કહેવાનો ઇન્કાર કરતાં વિશ્વાસકુમારે કહ્યું હતું કે મારા ભાઇની લૌકિક ક્રિયા પતી ગયા પછી હું વધુ વાત કરીશ. ખાનગી કાર ભાડે કરીને દીવથી અમદાવાદ જવા નીકળ્યા હતા
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વિશ્વાસકુમાર અને તેનો ભાઇ અજય ખાનગી કાર ભાડે કરીને રાત્રે સાડા બાર વાગ્યે દીવથી નીકળ્યા હતા. ડ્રાઇવરને પણ પહેલાં તો એવું જ હતું કે વિશ્વાસ લંડન એકલો જ જવાનો છે. પણ જ્યારે તે વિશ્વાસને લેવા તેના ઘરે ગયો તો અજય પણ તૈયાર થઇને બેઠો હતો. એ વખતે વિશ્વાસે ડ્રાઇવરને કહ્યું કે અજય તો બે વિક માટે જ લંડન આવે છે અને પછી પાછો આવી જવાનો છે. રસ્તામાં બે વાર ચા પીવા રોકાયા
દીવથી નીકળ્યા પછી રસ્તામાં બે જગ્યા ઢસા અને બગોદરા ચા પીવા રોકાયા હતા. લંડન સુધી ફ્લાઇટમાં જવાનું હોવાથી વધુ કંઇ જમ્યા નહોતા. અજય પાછલી સીટમાં નિરાંતે ઊંઘી ગયો હતો. જ્યારે વિશ્વાસે ડ્રાઇવર સાથે વાતો કરી હતી. 12 જૂને, ગુરૂવાર સવારે 8.30 વાગ્યે બંને ભાઇઓ અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર નિર્ધારિત સમય કરતાં પહેલાં પહોંચી ગયા હોવાથી ત્યાં પાર્કિંગમાં કાર પાર્ક કરીને બંને ભાઇઓએ થોડી વાતો પણ કરી હતી. વિશ્વાસે કારના ડ્રાઇવરને જેટલું ભાડું થતું હતું તેનાથી 1 હજાર રૂપિયા વધારે આપીને રવાના કર્યો હતો. ડ્રાઇવર રસ્તામાં હતો અને લંડનથી પ્લેન ક્રેશનો કોલ આવ્યો
વિશ્વાસ અને તેના ભાઇ અજયને મૂકીને કારનો ડ્રાઇવર દીવ પરત જવા નીકળ્યો હતો. ડ્રાઈવર ઢસા ચા પીવા ઊભા રહ્યા કે પહેલાં વિશ્વાસના અન્ય ભાઇનો તેના પર ફોન આવ્યો હતો. પછી તરત તેના પિતા રમેશભાઇ ભાલિયાનો કોલ આવ્યો હતો. અને કહ્યું કે પ્લેનનું આવું થઈ ગયું છે તું ક્યાંય પણ હોય પાછો અમદાવાદ વળી જા. એટલે ડ્રાઈવરે તરત વિશ્વાસને કોલ કર્યો હતો. વિશ્વાસે ડ્રાઇવરને કહ્યું કે આખું પ્લેન સળગી ગયું છે. તમે ક્યાંય પણ હોવ અહીં તરત આવી જાવ અને મને લઈ જાવ. આ લોકો મને સિવિલ હોસ્પિટલ લઇ જાય છે. ડ્રાઇવર પછી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો પણ ત્યારે વિશ્વાસનો ફોન બંધ આવતો હતો એટલે તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. વર્લ્ડ મીડિયાના દીવમાં ધામા
પ્લેન ક્રેશમાં એક માત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર સાથે વાતચીત કરવા માટે વર્લ્ડ મીડિયાએ દીવમાં કેટલાય દિવસથી ધામા નાખ્યા છે. જોકે વિશ્વાસે હજી કોઇ સાથે વાત કરી નથી. મીડિયાના અનેક પ્રયત્નો છતાં તે અંતર રાખી રહ્યો છે. મિત્રો 24 કલાક ઘરની ચોકી કરે છે
વિશ્વાસને હાલ આરામની ખૂબ જરૂર છે. આવી સ્થિતિમાં અનેક લોકો સંવેદના પાઠવવા તેના ઘરે આવી રહ્યા છે. આ સ્થિતિમાં વિશ્વાસના ઘરે કોઇ અજાણ્યા લોકો પહોંચીને તેને ડિસ્ટર્બ ના કરે એટલા માટે મિત્રો તેના ઘરની 24 કલાક ચોકી કરી રહ્યા છે. ‘અમે વિશ્વાસભાઇને મેડિટેશન કરવાની સલાહ આપી’
બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય દીવ સેવા કેન્દ્રએ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 14 મૃતકોના પરિવારજનોની મુલાકાત લઇને શાંતિપાઠ કર્યા હતા. આ અંગે ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ગીતાબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વિશ્વાસભાઇને પણ અમે મળ્યા હતા. તેમને એકાંતમાં કેવી રીતે રહેવું એ અંગે થોડીક ટિપ્સ અમે આપી હતી. ‘અમને મળીને વિશ્વાસભાઇના ચહેરા પર ખુશી આવી’
ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ગીતાબેને જણાવ્યું, અમે વિશ્વાસભાઇને કહ્યું કે તમે શક્તિ અને હિંમતથી જે કામ કર્યું અને તમારી જિંદગીને બચાવી એ બહુ જ મહત્વું છે અને ચમત્કાર છે. પરંતુ એ ચમત્કારની સાથે સાથે તમને જે નવું જીવન મળ્યું તેમાં તમારે શું કરવું જોઈએ તેના માટે અમુક વાતો તેમને સમજાવી હતી. એક તો શિવાનીદીદીના ક્લાસ સાંભળો, બ્રહ્માકુમારીનો સાત દિવસનો મેડિટેશનનો કોર્સ સાંભળો. આંખમાં થોડીક તકલીફ હોય અને વાંચી ન શકો તો યુટ્યૂબમાં સાંભળો. અને તમારામાં નવી ઊર્જા પેદા કરો અને એકાંત સારી રીતે વિતાવો. પરમાત્મા હજી તમને વધારે શક્તિ આપે. બાકીના જીવનમાં તમે ઉદાહરણરૂપ જીવન જીવો. વિશ્વાસભાઇએ અમને કહ્યું કે તમે આવ્યા તો ખૂબ ખુશી થઇ. અમને વિશ્વાસભાઇના ચહેરા પર ખુશીનો અનુભવ પણ દેખાયો હતો. ભાઇને કાંધ આપતી વખતે વિશ્વાસ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો
મૃતક ભાઇ અજયની અંતિમ યાત્રામાં વિશ્વાસ ભાંગી પડ્યો હતો. ભારે હૈયે ભાઇને કાંધ આપતી વખતે વિશ્વાસ બૂમો પાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. આ કરુણ દૃશ્યો જોઇને ઉપસ્થિત સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. આ વખતે રડતાં રડતાં વિશ્વાસ બોલ્યો હતો, ‘મને કેમ જીવાડ્યો? મને પણ મારી નાખવો હતો. હવે મારે ઘેર જઇને શું કરવું?’ ભાલિયા પરિવાર 25 વર્ષથી લંડનમાં સ્થાયી થયો હતો
વિશ્વાસ અને મૃતક અજય ભાલિયા 7 મહિના દીવ અને 5 મહિના લંડનમાં રહેતા હતા. વિશ્વાસકુમારના પિતા રમેશભાઇ બાવાભાઇ ભાલિયા 25 વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે. તેમને સંતાનમાં ચાર પુત્ર વિશ્વાસ, અજય, સની અને નયન હતા. આ અંગે વિશ્વાસકુમારનાં કાકી રમાબેને જણાવ્યું હતું કે વિશ્વાસ અને અજય પરિણીત છે. બંનેની પત્ની-સંતાનો પણ લંડનમાં રહે છે. વિશ્વાસ અને અજયે ગાર્મેન્ટની દુકાન કરી હતી. પરંતુ કોરોનાકાળમાં એ બંધ થઇ ગઇ હતી. આથી તેમણે ફિશિંગ બોટ ખરીદી હતી. ફિશિંગની સિઝનમાં બંને ભાઇ દીવ આવતા અને અહીં વતનના મકાનમાં રહેતા. સિઝન પૂરી થયા બાદ બંને લંડન જતા રહેતા હતા. વિશ્વાસને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. જ્યારે મૃતક અજયને બે દીકરી હતી, પરંતુ લંડનમાં બીમારીને કારણે બંને દીકરીનાં મૃત્યુ થઇ ચૂક્યાં હતા. ડિસ્કાઉન્ટમાં ટિકિટ મળતી હોવાથી 12 જૂને લંડન જવાનું નક્કી કર્યું હતું
રમાબેને એમ પણ જણાવ્યું હતું બંને ભાઇઓ 12 જૂનના રોજ લંડન જવાના નહોતા. પરંતુ 12 તારીખે એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટમાં ડિસ્કાઉન્ટ મળતું હતું. સામાન્ય રીતે લંડનની આવવા-જવાની ટિકિટ 600થી 700 પાઉન્ડમાં મળે છે. પરંતુ 12 તારીખે માત્ર 180 પાઉન્ડમાં ટિકિટ મળતી હોવાથી બંને ભાઇએ આ દિવસની ટિકિટ બુક કરાવી હતી. વિશ્વાસકુમારનાં કાકી રમાબેને વધુમાં જણાવ્યું કે વિશ્વાસ સાથે અજય લંડન જવાનો ન હતો. પણ વિશ્વાસે અજયને કહ્યું હતું કે ‘ભાઇ, તું અહીં દીવમાં એકલો રહીને શું કરીશ. તું પણ સાથે લંડન ચાલ.’ આથી અજય વિશ્વાસની સાથે લંડન જવા રાજી થઇ ગયો હતો. ને વિશ્વાસને ખબર પડી કે અજયનું મૃત્યુ થયું છે
પ્લેન ક્રેશમાં એક માત્ર બચી ગયેલા વિશ્વાસકુમારની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ પાંચ દિવસ સારવાર ચાલી હતી. તમામ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. શરૂઆતના ત્રણ દિવસ સુધી વિશ્વાસકુમારને નહોતી ખબર કે તેના ભાઈ અજયનું મૃત્યું થયું છે. વિશ્વાસ વારંવાર ડોક્ટરને તેના ભાઇ વિશે પૂછી રહ્યો હતો. ડોક્ટરો પણ તેના ભાઇને શોધી રહ્યા છીએ એવી સાંત્વના આપતા હતા. ત્યાર બાદ વિશ્વાસનો પરિવાર લંડનથી અમદાવાદ આવ્યો હતો. અજયનું મોત થયું હોવાથી શોકગ્રસ્ત કપડાં પહેરીને પરિવારજનો વિશ્વાસને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આથી વિશ્વાસને અંદાજો આવી ગયો કે તેના ભાઇ અજયનું પણ મોત થયું છે. ત્યારે તે પરિવારજનો સામે ભાંગી પડ્યો હતો. હોસ્પિટલમાં વિશ્વાસ સુસાઇડની વાતો કરતો
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે વિશ્વાસને જ્યારથી ખબર પડી ગઇ કે તેના ભાઇ અજય અને તમામ લોકોનાં પ્લેન ક્રેશમાં મોત થયાં છે ત્યાર પછી તેણે સુસાઇડ કરવાનું મન થાય છે એવી વાત શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ સાઇકિયાટ્રિક ડૉક્ટર તેનું સતત કાઉન્સેલિંગ કરતા હતા. એક સાથે અનેક અંતિમસંસ્કારથી દીવ હીબકે ચડ્યું
પ્લેન દુર્ઘટનામાં દીવ મુળના કુલ 14 પેસેન્જરના મોત થયા હતા. જેમાં 4 ભારતીય, 7 પોર્ટુગીઝ અને 4 બ્રિટિશ નાગરિકનો સમાવેશ થાય છે. બધા દીવ કે આસપાસના ગામોમાં રહેતા હતા. જેમાં ગાંધીપરામાંથી 4, દગાસીમાંથી 4, પટેલવાડીમાંથી 4, વણાંકબારામાંથી 1 અને ફુદમમાંથી 1 યાત્રી હતા. મારી નજર સામે એરહોસ્ટેસ અને બધા એમાં સળગી ગયા
વિશ્વારકુમાર ભાલિયા જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે ડીડી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે પ્લેન ક્રેશની ઘટનાના દિવસનું વર્ણન કરતાં કહ્યું હતું, બધું મારી નજરની સામે થયું હતું. મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે એમાંથી જીવતો બહાર આવ્યો. થોડો સમય સુધી તો મને લાગ્યું હતું કે હું પણ મરવાનો છું, પણ મારી આંખ ઊઘડી તો મને લાગ્યું કે હું જીવતો છું. સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો. મારી નજર સામે એરહોસ્ટેસ અને બધા એમાં સળગી ગયા હતા. તેમણે કહ્યું હતું, જ્યારે ટેક ઓફ થયું ત્યારે 5-10 સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું છે. પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઈટ લાઈટ ઓન થઈ ગઈ. ત્યાર બાદ ટેકઓફ કરવા માટે વધુ રેસ અપાયો હોય એવું લાગ્યું. પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલના બિલ્ડિંગમાં ઘૂસી ગયું. આ બધું મારી સામે થયું હતું. મારી સીટ તૂટી ગઈ હતી અને હું ચાલતાં ચાલતાં બહાર આવ્યો હતો
વિશ્વારકુમારે વધુમાં કહ્યું હતું, હું જે બાજુ બેઠો હતો એ હિસ્સો હોસ્ટેલના બિલ્ડિંગની બીજી બાજુ જમીન પર લેન્ડ થયો હતો. બીજા અંગે મને નથી ખબર, પણ હું જે જગ્યાએ લેન્ડ થયો એની બહાર ખુલ્લી જગ્યા હતી. પ્લેન પડ્યું અને દરવાજો તૂટ્યો. પછી મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો. જ્યારે મારા વિરુદ્ધ બાજુ બિલ્ડિંગની દીવાલ હતી એટલે એ બાજુ કદાચ કોઈ નહીં નીકળી શક્યું હોય. એ બાજુ જ આખું વિમાન ક્રેશ થયું હતું. હું જ્યાં લેન્ડ થયો ત્યાં જ થોડીક જગ્યા હતી તોપણ મને નથી ખબર કે હું કેવી રીતે બચ્યો. મેં પ્લેનમાંથી કૂદકો નથી માર્યો. મારી સીટ તૂટી ગઈ હતી અને હું ચાલતાં ચાલતાં બહાર આવ્યો હતો. વિશ્વાસકુમારે આગળ કહ્યું હતું, પછી હું ચાલતો બહાર આવ્યો હતો. આગમાં મારો ડાબો હાથ પણ થોડોક સળગી ગયો હતો. પછી મને એમ્બ્યુલન્સના અહીં લાવવામાં આવ્યો હતો. ઈલાજ બહુ સારો થાય છે. અહીંના લોકો બહુ સપોર્ટિંવ છે. પીએમ મોદી સાથેની મુલાકાત અંગે વિશ્વાસકુમારે કહ્યું, સાહેબે મારા હાલચાલ પૂછીને બનાવ કેવી રીતે બન્યો એ અંગે વાતચીત કરી હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *