2025ના મે મહિનાની 26મી તારીખ પૂરી થયાને ત્રણેક કલાક થઇ ગયા હશે. કેલેન્ડર 27મી તારીખ બતાવતું હતું અને ઘડિયાળનો કાંટો વહેલી સવારે 3 વાગ્યાનો સમય. પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનથી 15 કિલોમીટર દૂર આવેલા જાખોત્રા ગામમાં નિરવ શાંતિ હતી. ઘોર અંધારાની વચ્ચે બધા ભર ઊંઘમાં સૂતા હતા. એવામાં ગામના જ એક ઘરમાં 3 વર્ષનું બાળક સતત રડી રહ્યું હતું. રડવાના અવાજથી બાળકના દાદી ઉઠી ગયા. દાદીને થયું કે મારો પૌત્ર કેમ રડે છે? રાતના અંધારામાં રડતાં પૌત્રને જોવા માજી તેની પાસે પહોંચી ગયા. બાળકને હાથમાં લઇ શાંત કર્યું. બાળકની માતા ક્યાં છે? મનમાં ઉદભવેલા આ સવાલ સાથે આમતેમ નજર દોડાવી પણ તે ક્યાંય ન દેખાઇ. દાદીને ચિંતા થઇ, પરિવારને જગાડ્યો અને પછી જે ખુલાસાઓ થવાના હતા તે કોઇને માન્યમાં આવે તેવા નહોતા. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો પાટણ તાલુકાના ખોબા જેવડા જાખોત્રા ગામે પ્રેમી અને પ્રેમિકાએ એકબીજાને પામવા રચેલા ષડયંત્રનો એક એવો કેસ જેમાં સાવ નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો. 22 વર્ષની ગીતાના અંદાજે 4 વર્ષ પહેલાં જાખોત્રા ગામે લગ્ન થયા હતા. તેના પતિ ખેતીકામ કરતા હતા. પરિવાર સુખેથી જીવન પસાર કરી રહ્યો હતો પણ 26મી તારીખનો સૂરજ પોતાની સાથે એક કાવતરાને લઇને ઊગ્યો હતો. જેનો પર્દાફાશ 2 દિવસ પછી થવાનો હતો. સમયઃ રાત્રે અંદાજે 8 વાગ્યાનો
ગીતાના પતિ ખેતીકામ કરીને ઘરે પાછા આવ્યા. આખો પરિવાર રાત્રે સાથે જ જમવા બેઠો. જમી પરવારીને થોડીવાર પછી બધા સૂવા માટે જતા રહ્યા. રાત્રે ગીતાનો 3 વર્ષનો પુત્ર ઊંઘમાંથી જાગીને રડવા લાગ્યો. ઘરના બીજા કોઇ સભ્યની ઊંઘ તો ન ઉડી પણ બાળકના દાદી જાગી ગયા. તેણે બાળકને શાંત રાખ્યું અને ગીતાને શોધી પણ તે ન મળી એટલે પરિવારને જગાડ્યો અને વાત કરી કે ગીતા ઘરમાં નથી. અડધી રાત્રે ઘરનું સદસ્ય ગુમ થતાં આખા પરિવારને અજંપો થયો. ગીતાના પતિ સહિતના લોકો શોધમાં લાગ્યા. પહેલાં આખા ઘરમાં જોયું પછી આસપાસના ઘર અને શેરીમાં શોધ કરી. આ દરમિયાન પરિવાર સાથે બીજા લોકો પણ ગીતાની શોધમાં જોડાયા. રાતના અંધારામાં ટોર્ચના અજવાળે ગીતાની શોધ ચાલી રહી હતી. સૌ કોઇ ગીતાને શોધતા શોધતા સુતળકી સુધી આવ્યા. સુતળકી એટલે ગીતાના ઘરની નજીક આવેલા સુકાયેલા તળાવની જગ્યા. અહીં આવતા જ એક ઠેકાણે દૂરથી કોઇ સૂતેલું હોય તેવું લાગ્યું. ગીતાને શોધવામાં લાગેલા લોકોમાંથી એક વ્યક્તિ બોલ્યો- આ સમયે આ જગ્યાએ કોણ સૂતું હશે? તરત જ બીજો અવાજ આવ્યો, ચાલો ત્યાં જ જઇને જોઇએ. નજીક જઇને જોતાં જ સૌના હોંશ ઊડી ગયા. એક અર્ધ બળેલી લાશ પડી હતી. કપડાં પરથી લાગ્યું કે આ ગીતા છે, પગમાં ઝાંઝર પણ ગીતાના જ હતા. ગીતા અત્યારે અહીંયા કેવી રીતે પહોંચી? ગીતાને શું થયું હશે? શું ગીતાએ અગ્નિસ્નાન કર્યું હતું કે કોઇએ તેની હત્યા કરી હતી? આવા અનેક સવાલો અનુત્તર હતા. ગીતાનો પતિએ ત્યાં જ પોક મુકીને રડવા લાગ્યો. સાથે રહેલા લોકોએ તેને સધિયારો આપ્યો અને લાશ લઇને ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી એકતરફ પોલીસને જાણ કરવાની વાત ચાલુ હતી. બીજીતરફ લાશની અંતિમ વિધિ માટે પણ તૈયારી ચાલુ હતી. અજંપા અને ચિંતામાં થોડો સમય વિત્યો ત્યાં મળસ્કે અજવાળું થયું. પરિવારે અંતિમ વિધિ માટે ગીતાના કપડાં બદલવાનું શરૂ કર્યું પણ ત્યાં જ નવું આશ્ચર્ય થયું. અંધારામાં જે લાશને ગીતાની સમજીને ઘરે લઇને આવ્યા હતા તેને તો દાઢી હતી. સરખું જોયું તો લાશ ગીતાની નહીં કોઇ પુરૂષની હતી. બધાને આશ્ચર્ય થયું કે જો આ લાશ ગીતાની નથી તો કોની છે? લાશ પર ગીતાના કપડા અને ઝાંઝર ક્યાંથી આવ્યા? સૌથી મોટી વાત ગીતા પોતે ક્યાં છે? સવારના પહોરમાં વાત આખા ગામમાં ફેલાઇ ગઇ. લોકોમાં ચર્ચા થવા લાગી કે આ શું થયું? પોલીસને જાણ કરવામાં આવી. સ્ત્રીના કપડાં પહેરેલી, અડધી સળગેલી પુરૂષની લાશ મળી હોવાની જાણ થતાં સાંતલપુર પોલીસ ઉપરાંત એલસીબી અને પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા. અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસ તપાસમાં લાગી ગઇ. સ્નીફર ડોગ, FSLની ટીમ અને ક્રાઇમ સીન મેનેજરને જાણ કરવામાં આવી. તેમની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ. પુરાવા અને માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. લાશનો કબજો લઇને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી. પાટણ જિલ્લાની હદમાં પણ પાટણથી ઘણે દૂર આવેલા એવા આ ગામમાં સવારથી જ ભયંકર હલચલ શરૂ થઇ ગઇ હતી. પોલીસે ગીતાના પરિવાર અને ગામલોકોની પૂછપરછ શરૂ કરી. જેમાં એક વાત પાક્કી થઇ ગઇ કે પુરૂષની લાશ પરથી જે ચણિયો મળ્યો હતો તે ગીતાનો જ હતો. બીજીતરફ ગામલોકોની પૂછપરછમાંથી એ ખુલાસો થયો કે ગીતાના ઘરની સામે જ રહેતો 25 વર્ષનો યુવાન ભરત આહીર પણ ગાયબ છે. ભરત 7 ધોરણ ભણેલો હતો અને મુંબઇમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. આટલી માહિતી મળી ગયા બાદ પોલીસે પોતાની સ્ટાઇલમાં કામ શરૂ કર્યું. હ્યુમન સોર્સને એક્ટિવ કર્યા ઉપરાંત ટેકનોલોજીની મદદ પણ લીધી. લાશની ઓળખ થાય તે માટે તેના ફોટો આસપાસના પોલીસ સ્ટેશનમાં મોકલી દીધા અને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યા જાખોત્રાથી અંદાજે 7 કિલોમીટર દૂર આવેલા વૌવા ગામના એક વ્યક્તિ પાસે સોશિયલ મીડિયા દ્વારા લાશનો ફોટો આવ્યો. ફોટો જોતાં જ તે બોલી ઉઠ્યો કે ‘અરે, આ તો ખેત મજૂરી કરતા હરજીભાઇ છે’. તે વ્યક્તિએ ગામના અન્ય લોકોને પણ જાણ કરી. આ વાત જાખોત્રાથી અંદાજે 29 કિલોમીટર દૂર આવેલા પીપરાળા ગામે રહેતા હરજીભાઇના પરિવાર સુધી પહોંચી ગઇ. હરજીભાઇનો ભાઇ સગાવ્હાલાને સાથે રાખીને જાખોત્રા ગામે પહોંચ્યો. પોલીસે તેની પૂછપરછ કરી તો ખબર પડી કે જેની લાશ મળી તેનું આખું નામ હરજીભાઇ દેવાભાઇ સોલંકી છે. તેની ઉંમર 56 વર્ષ છે. હરજીભાઇના ત્રણ વાર લગ્ન થયા હતા પરંતુ ત્રણેય લગ્ન નિષ્ફળ ગયા હતા. જેના પછી હરજીભાઇ રખડતું ભટકતું જીવન જીવતા હતા. જ્યાં ખેતી કામ કે મજૂરીનું કામ મળે ત્યાં તે કામ કરી લેતા હતા. હરજીભાઇને કોઇની સાથે દુશ્મની નહોતી. હવે નવો પ્રશ્ન હતો એ હતો કે ગીતાના કપડા પહેરાવીને હરજીભાઇને મારીને કોણ સળગાવ્યા હશે? બનાવને હજુ ગણતરીના કલાકો જ થયા હતા, પોલીસે ગીતા અને ભરત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પોલીસ તેમને શોધી તો રહી હતી પરંતુ તે જ આરોપી છે કે નહીં તે નક્કી નહોતું. સાંતલપુર પોલીસ ઉપરાંત એલસીબી અને હવે લાશની ઓળખ થઇ જતાં SC-ST સેલના DySP પણ ટીમ સાથે તપાસમાં જોડાયા. આશરે 25 લોકોની ટીમ ફક્ત કેટલાક સવાલોના આધારે ગીતા અને ભરતને શોધી રહી હતી. થોડા કલાકોમાં જ પોલીસને બાતમીદાર તરફથી એક એડ્રેસ મળ્યું. આવી ઘટનાઓમાં પોલીસ પળેપળનું મહત્વ બહુ સારી રીતે જાણતી હોય છે એટલે પોલીસે બાતમીદારે આપેલા એડ્રેસ પર પહોંચવાનું નક્કી કર્યું. બાતમીદારે પોલીસને કઇ જગ્યાનું એડ્રેસ આપ્યું હતું? આ એડ્રેસ પર પહોંચેલી પોલીસને શું મળ્યું? શું હરજીભાઇની હત્યામાં ગીતા અને ભરતનો હાથ હતો? આ તમામ સવાલોના જવાબ જાણવા વાંચો આવતીકાલનો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો એપિસોડ. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો