ફ્રાન્સમાં 21 જૂનના રોજ વાર્ષિક સ્ટ્રીટ મ્યૂઝિક ફેસ્ટીવલ ‘ફેતે ડે લા મ્યૂઝિક’ દરમિયાન થોડાં શંકાસ્પદોએ ફેસ્ટિવલમાં આવેલાં લોકોએ ભીડનો ફાયદો ઉઠાવતા ઇન્જેક્શન લગાવી દીધું. સિરિન્જ હુમલા મોટાભાગે અચાનક અને સંતાઈને કરવામાં આવે છે. ધ ગાર્ડિયન પ્રમાણે એ સ્પષ્ટ નથી કે ઇન્જેક્શનમાં ડેટ-રેપ ડ્રગ્સ જેવા રોહિન્પોલ અથવા જીએચબી આપવામાં આવ્યું કે નહીં. આ ડ્રગ્સ લોકોને બેભાન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. થોડાં પીડિતોને ટોક્સિકોલોજી ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટના પછી અફરાતફરીનો માહોલ થઈ ગયો. અનેક શંકાસ્પદોએ ઘટનાસ્થળે તોડફોડ પણ કરી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ફ્રાન્સમાં સ્ટ્રીટ મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન થયેલી અરાજકતાના ફોટા જુઓ… દેશભરમાં સિરીંજ ઇન્જેક્શનના 145 કેસ નોંધાયા, 12ની ધરપકડ ઇન્જેક્શનની ફરિયાદો મળ્યા બાદ પોલીસે 12 શંકાસ્પદોની ધરપકડ કરી હતી. અગાઉ, એક ફેમિનિસ્ટ ઇન્ફ્લુએન્સરે ચેતવણી આપી હતી કે સોશિયલ મીડિયા પર મહિલાઓને સિરીંજથી નિશાન બનાવવાની ચર્ચા થઈ રહી છે. જોકે, આ પોસ્ટ ક્યાંથી અને કોણે કરી તે સ્પષ્ટ નથી. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં 145 લોકોએ સિરીંજના ઇન્જેક્શનની ફરિયાદ કરી હતી, જેમાં પેરિસમાં 13 લોકોનો સમાવેશ થાય છે. પેરિસમાં ત્રણ લોકોએ, જેમાં 15 વર્ષની છોકરી અને 18 વર્ષના છોકરાનો સમાવેશ થાય છે, સિરીંજના ઇન્જેક્શનની ફરિયાદ કરી હતી. દેશભરમાં 370થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી 2022ની શરૂઆતમાં, ક્લબ, બાર અને સંગીત કાર્યક્રમોમાં સિરીંજ હુમલાની ફરિયાદો મળી હતી. ત્યારબાદ સરકારે લોકોને સતર્ક રહેવાની અને તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને સિરીંજ દ્વારા ડ્રગ આપવામાં આવ્યું હોવાની શંકા હોય તો ટોક્સિકોલોજી ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. આ વર્ષે આ મહોત્સવમાં વિવિધ આરોપોમાં 370થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં પેરિસમાં 90 લોકોનો સમાવેશ થાય છે. 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં એક 17 વર્ષનો છોકરો પણ સામેલ હતો જે પેટમાં છરીના ઘા સાથે મળી આવ્યો હતો. 13 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.