ટ્રક ડ્રાઇવરો દેશની પ્રગતિનો આધાર છે, જે માલસામાનના પરિવહન માટે દિવસ-રાત સખત મહેનત કરે છે. કલાકો સુધી સતત ટ્રક ચલાવતા ડ્રાઇવરોના આરામ માટે હાઇવે પર નવી સુવિધાઓ સાથે આધુનિક ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના તાપી જિલ્લાના વીરપુરમાં NH-53 પર અપના ઘર રેસ્ટ હાઉસમાં શ્રેષ્ઠ સુવિધાઓ છે. જેમાં ભોજન, કીચન, ઠંડું/ગરમ પાણી, શૌચાલય-બાથરૂમ, પાર્કિંગ અને ડ્રાઇવરો માટે ડોરમેટરીની વ્યવસ્થા છે. ટ્રક અને ટેક્સી ડ્રાઇવરો માટે બનાવવામાં આવેલું આ ભવન ડ્રાઇવરોના Ease of Living અને Ease of Traveling બંનેમાં વધારો કરશે. આનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને અકસ્માતો અટકાવવામાં પણ ઘણી મદદ મળશે. બે દિવસ પહેલાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વિટ કરીને વીડિયો સાથે આ માહિતી આપી. ટ્રક ડ્રાઈવરો માટે કેવી સુવિધા ઊભી કરાઈ છે? કેવું ભોજન અપાય છે? કીચન કેવું છે? ચોખ્ખાઈ કેવી છે? ટ્રક ડ્રાઈવરોનો અભિપ્રાય શો છે? તેમને કેન્દ્ર સરકારનું અપના ઘર કેવું લાગે છે? એ તમામ વિગતો જાણવા ભાસ્કર તાપી જિલ્લાના વીરપુર ગામ પાસે અપના ઘરમાં પહોંચ્યું. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ.. દેશમાં પહેલો પ્રયોગ ગુજરાતમાં
દક્ષિણ ગુજરાતમાં આવેલા તાપી જિલ્લાના પ્રવેશ દ્વાર પાસેના વિરપુર ગામ પાસે BPCL પેટ્રોલ પંપને અડીને આવ્યું છે, દેશનું પ્રથમ અપના ઘર. આ જગ્યા એટલે ટ્રક ડ્રાઈવરોની ફાઈવ સ્ટાર હોટેલ જ જોઈ લો. દૂર-દૂરના રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલા ટ્રક ડ્રાઇવરો આઠ કલાક માટે એસી ડોરમેટરીમાં આરામદાયક પલંગ ઉપર ઊંઘ માણી શકે છે. ટ્રક પાર્કિંગની સુરક્ષિત વ્યવસ્થા છે. ટ્રક પાર્ક કરી હોય તો સીસીટીવીની નજરમાં રહે છે. મસ્ત રેસ્ટોરન્ટ છે. સાથે કીચન પણ છે. કોઈ ટ્રક ડ્રાઈવરને લાંબો સમય રોકાવું છે અથવા પોતપોતાના પ્રાંત મુજબ રસોઈ બનાવવી છે તો અહીં તમામ વસ્તુઓ હાજર છે. ટ્રક ચાલક પોતાના પ્રાંત મુજબ પોતાને ભાવતું ભોજન અહીંના કીચનમાં બનાવી શકે છે. કીચન ચીમની સાથેનું વિશાળ છે. ટ્રક ડ્રાઈવરો માટે ન્હાવાના બાથરૂમ, ટોઈલેટ અને કપડાં ધોવાની-સુકવવાની જગ્યા પણ છે. જાણે ઘર જ જોઈ લો. અહીં કોઈપણ રાજ્યના ટ્ર્ક ચાલક આવે, દરેકને પોતિકું લાગે છે. ઢાબાથી કઈ રીતે જુદું પડે છે અપના ઘર?
છેલ્લા અનેક વર્ષોથી ટ્રક ચાલકો ભોજન કે આરામ કરવા માટે પોતાના ટ્રકને ઢાબા પર અસુરક્ષિત રીતે પાર્ક કરીને અનહાઇજેનિક ભોજન લઈ જ્યાં જગ્યા મળી અથવા પાર્કિંગમાં ટ્રકમાં જ આરામ કરતા હતા. ઢાબાથી પર ટોયલેટ, બાથરૂમનીની કોઈ વ્યવસ્થા મળતી નહોતી. તાપી જિલ્લામાં આ આવેલા ‘અપના ઘર’માં એક સાથે 10 લોકો 8 કલાક માટે હોટલ જેવી સુવિધા ધરાવતા ડોરમેટરીમાં સતત મુસાફરીનો થાક ઉતારી ઘર જેવી મીઠી ઊંઘ માણી શકે છે. ટ્રક ચાલકોએ ‘અપના ઘર’ બુક કરવા એપ ડાઉનલોડ કરવી પડે
અપના ઘર ડોરમેટરી બુક કરવા માટે મોબાઈલમાં એપ્લિકેશનમાં જઈને અપના ઘર એપ ડાઉનલોડ કરી તેમાં રજીસ્ટ્રેશન કરવું પડે છે. Apna Ghar Booking App ડાઉનલોડ કરીને બેડ બુક કરી શકાય છે. આ માટે 100 રૂપિયા +12 રૂપિયા GST સાથે માત્ર 112 રૂપિયામાં એસી ડોરમેટરીમાં આઠ કલાક માટે બુક કરાવી શકાય છે. જો એપ્લિકેશનથી ન ફાવતું હોય તો BPLCના પેટ્રોલ પંપ ઉપર રૂબરૂ જઈ ઓફલાઈન પણ બુકિંગ કરી શકાય છે. અપના ઘરમાં કેવા પ્રકારની સુવિધા છે…
અહીં આરામ કરવાની સાથે સાથે રાજસ્થાની,ગુજરાતી,પંજાબી,કાઠીયાવાડી ભોજન રેડીમેઈડ પણ મળે છે. એક ડીશના 120 રૂપિયા ભાવ છે. ટ્રક ચાલકોને જાતે ભોજન બનાવવું હોય તેની માટે વિશાળ કીચન પણ છે. સાથે જ ન્હાવા માટે ગરમ પાણી તેમજ નાસ્તા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા ટ્રક ચાલકો લોડ કરેલો કિંમતી માલ સામાન ઢાબા ઉપર પાર્ક કરતા હતા. જેમાં બેટરી, ડીઝલ કે ટ્રકમાં રાખેલો કોઈ સામાન ચોરી થવાની સંભાવના રહેતી હતી. ભૂતકાળમાં આવા અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. તેની સામે અહીં વિશાળ પાર્કિંગ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ટ્રક ચાલકોના માલનું રક્ષણ કરે છે. અહીં ટ્રક ચાલકો માટે 24 કલાક ડોક્ટર, મિસ્ત્રી, મેકેનિકની સુવિધા છે. તાજેતરમાં તાપી જિલ્લામાં દેશનું પ્રથમ આપના ઘર શરૂ થયું છે. જેમાં અત્યાર સુધી 500થી વધુ ટ્રક ચાલકો રોકાઈ ચૂક્યા છે. શરૂઆતમાં છ મહિના ટ્રાયલ ચાલી અને પ્રયોગ સફળ થયો એટલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સત્તાવાર જાહેરાત કરી. હવે ગુજરાત જ નહીં, દેશના અલગ અલગ શહેરોમાં 1000થી વધારે ‘અપના ઘર’ શરૂ થશે. પહેલા કેવી સ્થિતિ હતી?
વર્ષોથી ટ્રક ચાલકો વિકટ પરિસ્થિતિમાં કલાકો રોડ ઉપર ગાળે છે, જેના કારણે તેમને તાણ થાય છે અને સમસ્યા પણ ઘણી ઊભી થાય છે. ટ્રક ગમે ત્યાં પાર્ક કરીને સૂઈ જવું, 45 ડિગ્રી ગરમી હોય કે અનરાધાર વરસાદ હોય. ગમે તે મુશ્કેલી ભોગવીને માલસામાન નક્કી કરેલી જગ્યાએ પહોંચાડવો. કલાકો સુધી હજારો કિલોમીટર ટ્ર્ક ચલાવીને થાકેલા-પાકેલા ડ્રાઈવરો અને ક્લિનરને આરામ કરવા માટે હાઈવે પર કોઈ જગ્યા નહોતી. ગમે તે ઢાબા આવે ત્યાં રહી લેતા. ટ્રક એક બાજુ પાર્ક કરીને તેની કેબિનમાં જ ઊંઘી જતા. હવે એવું નથી રહ્યું. ટ્રક ચાલકો તાપી જિલ્લામાં વિરપુર પાસેથી પસાર થાય છે ત્યારે ‘અપના ઘર’ જોવે છે. ટ્રકને બ્રેક મારે છે ને આઠ કલાકની મીઠી નિંદર AC રૂમમાં માણે છે. આના બે ફાયદા છે. એક, ટ્રક ચાલકોને પોતીકું ઘર જેવું લાગે છે. બીજું, સરખી નિંદર થઈ હોય તો ટ્રક ચાલકોને વાહન ચલાવતી વખતે ઝોકું નથી આવતું. અક્સ્માતોથી પણ બચી શકાય છે. શું કહે છે ટ્રક ડ્રાઈવરો અને સંચાલકો?
દિવ્ય ભાસ્કરે સ્થળ પર જઈને અપના ઘરના સંચાલકો અને ટ્રક ડ્રાઈવરો સાથે વાતચીત કરી હતી.
BPCL પેટ્રોલ પંપના કો-ઓર્ડિનેટર કૈલાસ રમ્યા જણાવે છે કે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી આ સુવિધા ખૂબ જ સારી છે. અત્યાર સુધી ટ્રક ચાલકો નહેરના ગંદા પાણીથી ન્હાતા હતા. જેના કારણે તેમને બીમારીઓ થતી હતી. પરંતુ હવે સ્વચ્છ ગરમ પાણીથી લાવ્યા બાદ તેઓ આરામદાયક સુવિધા મેળવે છે, દેશમાં આગામી સમયમાં 1000 જેટલા અપના ઘર બનશે. બાડમેરના ટ્રક ડ્રાઇવર ધરમા રામ કહે છે કે વર્ષોથી અમે ટ્રકમાં ઊંઘતા આવ્યા છીએ, પણ એમાં ગમે તેમ કરીને સંકડાશ સહન કરી લઈએ. બહારનું વાતાવરણ ગમે તેવું હોય, કેબિનમાં જ પડ્યા રહેવાનું. નહેર કે ગંદું પાણી ભરાયેલું હોય ત્યાં જ ફરજિયાત ન્હાવું પડતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા અપના ઘરમાં આઠ કલાક ઉંઘ કર્યા બાદ ખૂબ જ આરામ અનુભવાય છે. પહેલા ઢાબા પર રોકાતા ત્યારે અમારા ટ્રકમાંથી ડીઝલ માલ સામાનની ચોરી થતી હતી. પરંતુ હવે અપના ઘર પાસે લાગેલા સીસીટીવી સામે અમારા ટ્રક સુરક્ષિત ઉભા રહે છે. સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી આ સુવિધાથી અમને ઘણી રાહત મળી છે. આવું બધે હોવું જોઈએ. ખરા અર્થમાં અપના ઘર છે. અમારા ઘર જેવું જ લાગે છે. આપના ઘરના કેરટેકર દેવીસિંહ રાજપુરોહિત કહે છે કે, આ ડોરમેટરીની ખાસ વાત એ છે કે અહીં એસી રૂમ બનાવાયા છે. ડ્રાઇવરો જો યોગ્ય આરામ ન કરે તો અકસ્માતનો ભય રહે છે. તેને કારણે અહીં આવીને 8 કલાક ઊંઘ કરી અહીંથી ફ્રેશ થઈને આગળની સફર કરે તો તેમના માટે સારું છે, સરકારની આ સુવિધા ટ્રક ચાલકો માટે આશીર્વાદ સમાન છે. ટ્રક ડ્રાઇવર રબિન્દ્રકુમાર સરોજ જણાવે છે કે હું છેલ્લા 15 વર્ષથી વધુથી સુરતથી ભુસાવલ સુધી ટ્રક ચલાવું છું. પહેલીવાર આવા પ્રકારની વ્યવસ્થા જોઈ છે. અહીં દરેક પ્રકારની સુવિધા અમને મળે છે. જેથી અમે નિશ્ચિંતપણે અહીં આરામ કરી શકીએ છીએ. પહેલા ટ્રક ચાલકો માટે કોઈ વિચારતું નહોતું પરંતુ સરકાર દ્વારા આવી સુવિધા આપતાં અમને હવે ખૂબ જ રાહત થઈ છે. બીપીસીએલ પંપના મેનેજર ભોમારામ કહે છે, ટ્રક ચાલકો માટે સૌથી મોટી સમસ્યા આરામ અને હાઈવે પર સુવિધાના અભાવની છે. પેટ્રોલિયમ મંત્રાલયે નક્કી કર્યું છે કે ભારતભરમાં આવા એક હજાર અપના ઘર બનાવાશે. અહીં તમામ પ્રકારની સુવિધા છે. કાંઈ ઘટે નહીં. ગરમ પાણીની વ્યવસ્થા થઈ છે તે બહુ સારી વાત છે. ટ્રક ચાલકો અહીં રોકાઈને અહીંથી જાય છે ત્યારે બહુ રાજી થઈને જાય છે. એ લોકો કહે છે કે, અમને અહીં વારંવાર આવવાનું મન થશે. અહીં અમારા ઘર જેવું જ લાગે છે. 24 કલાક બધી સુવિધા, કોઈ તકલીફ નહીં
ઢાબા પર સુતેલા કોઈ ટ્રક ડ્રાઈવરને હાર્ટ એટેક આવે તો શું કરવું? અચાનક તાણ આંચકી આવે તો શું કરવું? મોટી નહીં પણ નાની બીમારીઓ પણ ટ્રક ચાલકો અને ક્લિનરોને ઘેરી વળે છે. શરદી, ઉધરસ, તાવ તો સામાન્ય જેવા થઈ ગયા છે. કોઈને હાઈ-લો બીપી થઈ જાય. કોઈને સુગરની તકલીફ હોય. એટલે અપના ઘર રેસ્ટ હાઉસ પર ફોન કરતાં જ ડોક્ટર હાજર થઈ જાય. ટ્રક ખરાબ છે? તો મિકેનિક હાજર થઈ જાય. કેબિનની અંદર નાનું મોટું રિપેરિંગ કરવાનું છે? તો મિસ્ત્રી હાજર થઈ જાય. 2.80 કરોડના ખર્ચે અઢી વીઘામાં તૈયાર થયેલું અપના ઘર ટ્રક ચાલકોને ઘરથી દૂર ઘરની અનુભૂતિ કરાવે છે.