P24 News Gujarat

યુદ્ધ વચ્ચે ઇઝરાયલમાં રહેતા ગુજરાતીઓની હાલત:‘મારા ગામથી 9 કિ.મી. દૂર ધડાકા થાય છે, અમારી બિલ્ડિંગો પણ આખી હલી જાય છે’, ‘સાયરન વાગે એટલે તરત જ બંકરમાં ભગવું પડે’

‘ક્યાં મિસાઇલ ત્રાટકે એ જ નક્કી નથી હોતું. અમારી ડાબી-જમણી બાજુએ આવેલાં ગામોમાં પણ મિસાઇલો ત્રાટકી રહી છે. અમને સતત ધડાકા સંભળાઈ રહ્યા છે. આ બંને ગામોની વચ્ચે હું રહું છું. અમારી આજુબાજુનાં બંને ગામ માંડ 9-10 કિલોમીટરના અંતરે છે. તેના પર થતા હુમલાની તીવ્રતા એવી ભયંકર હોય છે કે 10 કિલોમીટર દૂર ધડાકો થાય તો પણ અહીં અમારી બિલ્ડિંગ આખી ધ્રૂજી ઊઠે છે, એટલે બીક પણ લાગે છે. ગાઝા વખતે પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી, એમની પાસે એટલાં શસ્ત્રો નહોતાં, પણ ઈરાન તો ઘણું તાકતવર છે. ઈરાનની મિસાઈલો વધુ નુકસાન કરે છે…’ આ શબ્દો છે ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાં અત્યારે ઇઝરાયેલમાં ફસાયેલા ગુજરાતીઓના. ઈરાન ઇઝરાયેલના યુદ્ધમાં બંને દેશ એકબીજા પર સતત મિસાઇલોથી હુમલા કરી રહ્યા છે અને હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે સીઝફાયરની જાહેરાત છતાં બંને દેશ તેનું ઉલ્લંઘન કરીને હુમલા કરી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં ઈરાનથી ‘ઓપરેશન સિંધુ’ કરી બધા ભારતીયોને પરત બોલાવી લેવામાં આવ્યા છે, પણ ઇઝરાયેલમાં હજારો ભારતીયો જેમના તેમ રહે છે. ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા દિવ્ય ભાસ્કરે પોરબંદર અને જુનાગઢના બે યુવાનોનો સંપર્ક કર્યો અને ત્યાંની પરિસ્થિતિ વિશે જાણ્યું. ઇઝરાયેલની ભારતીય એમ્બેસીએ આપેલા આંકડા અને અન્ય સ્રોતો પ્રમાણે 34 હજાર જેટલા ભારતીયો ઇઝરાયેલમાં કાર્યરત છે, જેમાંના મોટાભાગના કેરગિવિંગ (વડીલોની સાર-સંભાળ રાખવાના) અને કન્સ્ટ્રક્શનના કામમાં લાગેલા છે. અમે જેમની સાથે વાત કરી તે બંને યુવાન આવી કપરી પરિસ્થિતિમાં પણ ત્યાંથી ભાગવાનું નામેય નથી લેતા. તો આવો, બંને ગુજરાતીઓ સાથે માંડીને વાત કરીએ. ‘ભાઈબંધે સેટિંગ કર્યું ને હું અહી આવી ગયો’
સૌથી પહેલાં અમે વાત કરી પોરબંદરના અશ્વિનભાઈ ગોહિલ સાથે. 45 વર્ષના અશ્વિનભાઈ છેલ્લાં 4 વર્ષથી ઇઝરાયેલના રિશોન રિઝોનમાં રહી વૃદ્ધોની સારસંભાળનું કામ કરે છે. ઇઝરાયલમાં પહોંચ્યાની વાત કરતાં અશ્વિનભાઈ કહે, ‘મારો એક મિત્ર અહીં ઇઝરાયલમાં જ નોકરી કરતો હતો. એણે જ મને સજેસ્ટ કર્યું કે, ‘તારે અહી આવવું હોય તો આવી જા, નોકરીનું હું કરી આપીશ.’ મિત્રએ મને અહીં બોલાવ્યો અને નોકરીએ લગાવી દીધો. ત્યારથી એટલે કે છેલ્લાં 4 વર્ષથી હું અહી વડીલોને સાચવું છું. એમના જ ઘરે રહેવાનું અને આખો દિવસ એમની સાર-સંભાળ રાખવાની. હું અહીં ને મારું આખું ફેમિલી ત્યાં પોરબંદર જ છે, વર્ષે દહાડે વતનમાં આંટો મારતો રહું છું.’ ‘જુનાગઢના એજન્ટની મદદથી હું અહીં ઇઝરાયલ આવ્યો’
જ્યારે બીજી બાજુ આપણી સાથે છે, જુનાગઢના ધવલ પરમાર. 28 વર્ષના ધવલભાઈ છેલ્લા દોઢેક મહિનાથી ઇઝરાયલના નતાન્યામાં છે. ધવલભાઈ કહે, ‘હું ત્યાં જુનાગઢમાં ઉપરકોટમાં સિક્યોરિટી ગાર્ડની પ્રાઇવેટ જોબ કરતો હતો. ત્યાં જુનાગઢના એક એજન્ટે અહીં ઇઝરાયેલમાં મારી જોબની વ્યવસ્થા કરી આપી અને હું અહીં આવી ગયો. મારું આખું ફેમિલી મમ્મી-પપ્પા, પત્ની અને નાનો દીકરો અત્યારે જુનાગઢમાં જ છે. પપ્પા ત્યાં જુનાગઢમાં થોડું થોડું કામ કરે, બાકી હું અહીં કામ કરું અને મારાથી ત્યાં આખા ઘરનું ગુજરાન ચલાવું છું.’ ‘લાખોનો પગાર જોઈ અહીં ઇઝરાયલ આવ્યા’
ભારત છોડી ઇઝરાયેલ જવાનું કારણ શું હતું? એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના અશ્વિનભાઈ કહે, ‘પૈસા! અહીં સારો પગાર મળતો હતો એટલે કશું જ વિચાર્યા વિના આવી ગયા. અત્યારે બધું મળી મહિને 2 લાખ (₹) જેવી સેલેરી મળી રહે છે. સાથે ખાવા-પીવા-રહેવાનું બધું એની સાથે ફ્રી. નાણાકીય પ્રશ્નના સોલ્યુશન માટે જ અહીં આવ્યા હતા.’
તો સામે ધવલભાઈનું કારણ પણ એ જ હતું, ધવલભાઈએ પણ કહ્યું, ‘અહીંના પગારમાં આપણે કંઇક આગળ વધી શકીએ અને ભવિષ્ય સુધરે એટલે આવ્યા હતા, કેમ કે અહીં પગાર વધુ મળે છે. અત્યારે ઇઝરાયેલમાં દોઢ લાખ (₹) જેટલી સેલેરી મળે છે.’ ‘મારા આજુબાજુનાં બંને ગામમાં મિસાઈલો પડી છે’
અત્યારે યુદ્ધ જેવા માહોલમાં. તમે જ્યાં રહો છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે? અશ્વિનભાઈ કહે, ‘ક્યાં મિસાઇલ ત્રાટકે એ જ નક્કી નથી હોતું. ક્યારેક 20 કિલોમીટર તો ક્યારેક 30 કિલોમીટર ગમે ત્યાં ધડાકા થાય. મારી ડાબી બાજુના ગામમાં પણ ધડાકા થયા છે અને જમણી બાજુના ગામમાં પણ મિસાઈલો ફૂટી છે. વચ્ચે હું રહું છું. આજુબાજુનાં બંને ગામ 9-10 કિલોમીટરના અંતરે છે, 10 કિલોમીટર દૂર ધડાકો થાય તો પણ અહીં અમારી બિલ્ડિંગ આખી ધ્રૂજે છે, એટલે બીક પણ લાગે છે. ગાઝા વખતે પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી, એમની પાસે એટલાં શસ્ત્રો નહોતાં, પણ ઈરાન તો ઘણું તાકતવર છે. ઈરાનની મિસાઈલો વધુ નુકસાન કરે છે.’
જ્યારે ધવલભાઈના ઘરથી બ્લાસ્ટ થોડા દૂર થયા છે, ધવલભાઈ કહે, ‘હું જ્યાં રહું છું, ત્યાં અત્યારે તો કોઈ પ્રૉબ્લેમ નથી. અમે અહીં ઘણા સેફ છીએ. હા પણ, અમારા ઘર પરથી મિસાઈલો જતી અમે ઘણી જોઈએ છીએ.’ પહેલાં મેસેજ એલર્ટ આવે અને પછી સાયરન વાગે એટલે…
તમે રહો છો ત્યાં કોઈ પ્રકારનો ખતરો છે? અશ્વિનભાઈ કહે, ‘અત્યારે તો ખતરો નથી, પણ જેવી મિસાઈલો આવવાની થાય એટલે અમારા બધાના મોબાઈલમાં IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) તરફથી મેસેજ આવી જાય. મેસેજ આવે એટલે બધું જ છોડી એકદમ તૈયાર થઈ જવાનું. મેસેજની થોડી વારમાં મોબાઈલમાં અને બહાર સિટીમાં મોટા અવાજે સાયરન વાગવાની શરૂઆત થઈ જાય. જેવું સાયરન વાગે એટલે અમારે ભાગીને બંકરમાં અથવા કોઈ સલામત જગ્યાએ જતું રહેવું પડે. કોઈએ ઘરની અંદર રહેવાનું જ નહીં, બધાએ સેફ જગ્યાએ જતું જ રહેવાનું. અહીં દરેક એપાર્ટમેન્ટમાં એક એક બંકર હોય છે, જ્યાં આખા ફ્લેટના બધા લોકો જઈ શકે.’
ધવલભાઈ કહે, ‘અત્યારે અહીં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, એટલે મને એટલો બધો ડર નથી લાગતો. પણ જેવાં સાયરન વાગે એટલે પળવારનો પણ વિલંબ કર્યા વિના તરત જ બંકરમાં જતું રહેવું પડે છે.’ ‘આખું બિલ્ડિંગ પડે તો પણ અમે બંકરમાં સેફ રહીએ’
ઇઝરાયેલની માતૃભાષા હિબ્રુમાં બંકર એટલે કે બોમ્બ શેલ્ટરને ‘મીક્લાત’ કહે છે. ગાઝા અને ઉત્તરીય સરહદની નજીક આવેલાં ગામોમાં આવાં બંકરોની સંખ્યા વધારે હોય છે. પરંતુ આખા ઇઝરાયેલમાં ખાનગી તથા સરકારી મકાનોમાં અને સાર્વજનિક સ્થળોએ હજારો બોમ્બ શેલ્ટર આવેલાં છે, જેમાં કટોકટીના સમયે જતા રહીને સુરક્ષિત રહી શકાય છે. આવાં બંકરમાં શું શું હોય છે? અશ્વિનભાઈ કહે, ‘બંકરમાં બધી જ જીવનજરૂરી સુવિધા હોય છે. ખાવા-પીવાનું બધું અને બેસવા માટે ખુરશીઓ પણ હોય છે. લાઇટથી લઈ પાણીની પણ સુવિધા હોય છે. એ બંકર એટલું મજબૂત હોય છે કે, તેની ઉપર આખું બિલ્ડિંગ પડી જાય તો પણ એ બંકરની અંદર હોય એ દરેક લોકો એકદમ સેફ રહે. હવે તો અંદર ઇન્ટરનેટ કનેક્શન પણ આપી દીધાં છે. ડર તો લાગે છે, પણ અમે જ્યાં રહીએ છીએ ત્યાં એટલો બધો ખતરો નથી. છતાં ઇશ્વરનું નામ લેતા રહીએ છીએ.’ જ્યારે ધવલભાઈ ત્યાંની ઇમર્જન્સી સર્વિસ વિશે વાત કરતાં કહે, ‘બહુ સમસ્યા જેવું નથી, છતાં જો કોઈને મેડિકલ ઇમર્જન્સી થાય તો સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. મેડિકલ ઇમર્જન્સી થાય તો એ નંબર પર કોલ કરીએ એટલે તરત જ એ લોકો આવી જાય છે. બાકી સાયરન વાગે એટલે બંકરમાં ભાગી જઈએ તો કોઈ હેરાનગતિ નથી.’ ‘સવારમાં 7 વાગ્યે સાયરન વાગ્યું અને બ્લાસ્ટ થયા’
હાલમાં દિવસમાં કેટલી વાર સાયરન વાગે છે? કેટલી વાર ભડાકા સંભળાય છે? અશ્વિનભાઈ કહે, ‘મોટેભાગે રાત્રે જ બ્લાસ્ટ થાય છે, રાત્રે 12 વાગ્યે, 3 વાગ્યે, 4 વાગ્યે, આજે તો સવારે 7 વાગ્યામાં સાયરન વાગ્યું અને બ્લાસ્ટ થયા. કેટલા વાગ્યે અને દિવસમાં કેટલી વાર સાયરન વાગે એ જ નક્કી નથી હોતું. પણ જ્યારે સાયરન ન વાગે ત્યારે એટલો બધો પ્રોબ્લેમ નથી થતો. તે વખતે અમે શાંતિથી બહાર પણ જઈ શકીએ છીએ. બહાર જીવનજરૂરી બધો સામાન પણ મળી રહે છે.’ ‘પૈસા-પાસપોર્ટ બધું હાથવગું જ રાખ્યું છે’
યુદ્ધમાં પરિસ્થિતિ વણસે તો એ માટે તમે શું શું તૈયારી રાખી છે? અશ્વિનભાઈ કહે, ‘મેં મારા પૈસા અને પાસપોર્ટ, ATM કાર્ડ બધું સાથે જ રાખ્યું છે. જેવી જરૂર પડે એટલે તરત ભાગી શકું. અત્યારે પાડોશીઓ સાથે પણ રોજે જોડાયેલા રહીએ છીએ, જેથી જરૂર પડ્યે બધા એકબીજાની સાથે રહી શકીએ.’ જ્યારે ધવલભાઈ કહે, ‘અમે જે જગ્યાએ છીએ, ત્યાં અત્યારે નોર્મલ પરિસ્થિતિ હોવાના કારણે, મેં એવી કોઈ ઇમર્જન્સીની તૈયારી કરી રાખી નથી. પરંતુ જ્યારે એવો માહોલ થશે તો ત્યારે હું તકેદારી રાખીશ. અત્યારે અમારી ઉપરથી મિસાઈલો જાય છે, પણ અમારા સિટીમાં હજુ નથી પડી.’ ‘ભારત આવવાનો કોઈ વિચાર નથી’
ઇઝરાયેલમાં હોવાના કારણે કદાચ યુદ્ધમાં ઊતરવાની નોબત આવે તો તમે તૈયાર છો? અશ્વિનભાઈ કહે, ‘એ લોકોને આપણી જરૂર જ નથી. એમના દરેક ઘરમાં આર્મીના જવાનો જ છે. દરેકને 3-3 વર્ષની ટ્રેનિંગ આપેલી જ હોય છે.’ ત્યાં પરિસ્થિતિ આટલી ખરાબ છે તો ભારત આવવાની ઈચ્છા ખરી? અશ્વિનભાઈ કહે, ‘ના ના, અહીં જ રહીશું. ભારત આવવાનો કોઈ વિચાર નથી.’ જ્યારે ધવલભાઈ પણ એ જ વાતમાં સૂર પુરાવે છે કે, ‘અહીં જ રહીશું અમે તો.’

​‘ક્યાં મિસાઇલ ત્રાટકે એ જ નક્કી નથી હોતું. અમારી ડાબી-જમણી બાજુએ આવેલાં ગામોમાં પણ મિસાઇલો ત્રાટકી રહી છે. અમને સતત ધડાકા સંભળાઈ રહ્યા છે. આ બંને ગામોની વચ્ચે હું રહું છું. અમારી આજુબાજુનાં બંને ગામ માંડ 9-10 કિલોમીટરના અંતરે છે. તેના પર થતા હુમલાની તીવ્રતા એવી ભયંકર હોય છે કે 10 કિલોમીટર દૂર ધડાકો થાય તો પણ અહીં અમારી બિલ્ડિંગ આખી ધ્રૂજી ઊઠે છે, એટલે બીક પણ લાગે છે. ગાઝા વખતે પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી, એમની પાસે એટલાં શસ્ત્રો નહોતાં, પણ ઈરાન તો ઘણું તાકતવર છે. ઈરાનની મિસાઈલો વધુ નુકસાન કરે છે…’ આ શબ્દો છે ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાં અત્યારે ઇઝરાયેલમાં ફસાયેલા ગુજરાતીઓના. ઈરાન ઇઝરાયેલના યુદ્ધમાં બંને દેશ એકબીજા પર સતત મિસાઇલોથી હુમલા કરી રહ્યા છે અને હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે સીઝફાયરની જાહેરાત છતાં બંને દેશ તેનું ઉલ્લંઘન કરીને હુમલા કરી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં ઈરાનથી ‘ઓપરેશન સિંધુ’ કરી બધા ભારતીયોને પરત બોલાવી લેવામાં આવ્યા છે, પણ ઇઝરાયેલમાં હજારો ભારતીયો જેમના તેમ રહે છે. ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા દિવ્ય ભાસ્કરે પોરબંદર અને જુનાગઢના બે યુવાનોનો સંપર્ક કર્યો અને ત્યાંની પરિસ્થિતિ વિશે જાણ્યું. ઇઝરાયેલની ભારતીય એમ્બેસીએ આપેલા આંકડા અને અન્ય સ્રોતો પ્રમાણે 34 હજાર જેટલા ભારતીયો ઇઝરાયેલમાં કાર્યરત છે, જેમાંના મોટાભાગના કેરગિવિંગ (વડીલોની સાર-સંભાળ રાખવાના) અને કન્સ્ટ્રક્શનના કામમાં લાગેલા છે. અમે જેમની સાથે વાત કરી તે બંને યુવાન આવી કપરી પરિસ્થિતિમાં પણ ત્યાંથી ભાગવાનું નામેય નથી લેતા. તો આવો, બંને ગુજરાતીઓ સાથે માંડીને વાત કરીએ. ‘ભાઈબંધે સેટિંગ કર્યું ને હું અહી આવી ગયો’
સૌથી પહેલાં અમે વાત કરી પોરબંદરના અશ્વિનભાઈ ગોહિલ સાથે. 45 વર્ષના અશ્વિનભાઈ છેલ્લાં 4 વર્ષથી ઇઝરાયેલના રિશોન રિઝોનમાં રહી વૃદ્ધોની સારસંભાળનું કામ કરે છે. ઇઝરાયલમાં પહોંચ્યાની વાત કરતાં અશ્વિનભાઈ કહે, ‘મારો એક મિત્ર અહીં ઇઝરાયલમાં જ નોકરી કરતો હતો. એણે જ મને સજેસ્ટ કર્યું કે, ‘તારે અહી આવવું હોય તો આવી જા, નોકરીનું હું કરી આપીશ.’ મિત્રએ મને અહીં બોલાવ્યો અને નોકરીએ લગાવી દીધો. ત્યારથી એટલે કે છેલ્લાં 4 વર્ષથી હું અહી વડીલોને સાચવું છું. એમના જ ઘરે રહેવાનું અને આખો દિવસ એમની સાર-સંભાળ રાખવાની. હું અહીં ને મારું આખું ફેમિલી ત્યાં પોરબંદર જ છે, વર્ષે દહાડે વતનમાં આંટો મારતો રહું છું.’ ‘જુનાગઢના એજન્ટની મદદથી હું અહીં ઇઝરાયલ આવ્યો’
જ્યારે બીજી બાજુ આપણી સાથે છે, જુનાગઢના ધવલ પરમાર. 28 વર્ષના ધવલભાઈ છેલ્લા દોઢેક મહિનાથી ઇઝરાયલના નતાન્યામાં છે. ધવલભાઈ કહે, ‘હું ત્યાં જુનાગઢમાં ઉપરકોટમાં સિક્યોરિટી ગાર્ડની પ્રાઇવેટ જોબ કરતો હતો. ત્યાં જુનાગઢના એક એજન્ટે અહીં ઇઝરાયેલમાં મારી જોબની વ્યવસ્થા કરી આપી અને હું અહીં આવી ગયો. મારું આખું ફેમિલી મમ્મી-પપ્પા, પત્ની અને નાનો દીકરો અત્યારે જુનાગઢમાં જ છે. પપ્પા ત્યાં જુનાગઢમાં થોડું થોડું કામ કરે, બાકી હું અહીં કામ કરું અને મારાથી ત્યાં આખા ઘરનું ગુજરાન ચલાવું છું.’ ‘લાખોનો પગાર જોઈ અહીં ઇઝરાયલ આવ્યા’
ભારત છોડી ઇઝરાયેલ જવાનું કારણ શું હતું? એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના અશ્વિનભાઈ કહે, ‘પૈસા! અહીં સારો પગાર મળતો હતો એટલે કશું જ વિચાર્યા વિના આવી ગયા. અત્યારે બધું મળી મહિને 2 લાખ (₹) જેવી સેલેરી મળી રહે છે. સાથે ખાવા-પીવા-રહેવાનું બધું એની સાથે ફ્રી. નાણાકીય પ્રશ્નના સોલ્યુશન માટે જ અહીં આવ્યા હતા.’
તો સામે ધવલભાઈનું કારણ પણ એ જ હતું, ધવલભાઈએ પણ કહ્યું, ‘અહીંના પગારમાં આપણે કંઇક આગળ વધી શકીએ અને ભવિષ્ય સુધરે એટલે આવ્યા હતા, કેમ કે અહીં પગાર વધુ મળે છે. અત્યારે ઇઝરાયેલમાં દોઢ લાખ (₹) જેટલી સેલેરી મળે છે.’ ‘મારા આજુબાજુનાં બંને ગામમાં મિસાઈલો પડી છે’
અત્યારે યુદ્ધ જેવા માહોલમાં. તમે જ્યાં રહો છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે? અશ્વિનભાઈ કહે, ‘ક્યાં મિસાઇલ ત્રાટકે એ જ નક્કી નથી હોતું. ક્યારેક 20 કિલોમીટર તો ક્યારેક 30 કિલોમીટર ગમે ત્યાં ધડાકા થાય. મારી ડાબી બાજુના ગામમાં પણ ધડાકા થયા છે અને જમણી બાજુના ગામમાં પણ મિસાઈલો ફૂટી છે. વચ્ચે હું રહું છું. આજુબાજુનાં બંને ગામ 9-10 કિલોમીટરના અંતરે છે, 10 કિલોમીટર દૂર ધડાકો થાય તો પણ અહીં અમારી બિલ્ડિંગ આખી ધ્રૂજે છે, એટલે બીક પણ લાગે છે. ગાઝા વખતે પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી, એમની પાસે એટલાં શસ્ત્રો નહોતાં, પણ ઈરાન તો ઘણું તાકતવર છે. ઈરાનની મિસાઈલો વધુ નુકસાન કરે છે.’
જ્યારે ધવલભાઈના ઘરથી બ્લાસ્ટ થોડા દૂર થયા છે, ધવલભાઈ કહે, ‘હું જ્યાં રહું છું, ત્યાં અત્યારે તો કોઈ પ્રૉબ્લેમ નથી. અમે અહીં ઘણા સેફ છીએ. હા પણ, અમારા ઘર પરથી મિસાઈલો જતી અમે ઘણી જોઈએ છીએ.’ પહેલાં મેસેજ એલર્ટ આવે અને પછી સાયરન વાગે એટલે…
તમે રહો છો ત્યાં કોઈ પ્રકારનો ખતરો છે? અશ્વિનભાઈ કહે, ‘અત્યારે તો ખતરો નથી, પણ જેવી મિસાઈલો આવવાની થાય એટલે અમારા બધાના મોબાઈલમાં IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) તરફથી મેસેજ આવી જાય. મેસેજ આવે એટલે બધું જ છોડી એકદમ તૈયાર થઈ જવાનું. મેસેજની થોડી વારમાં મોબાઈલમાં અને બહાર સિટીમાં મોટા અવાજે સાયરન વાગવાની શરૂઆત થઈ જાય. જેવું સાયરન વાગે એટલે અમારે ભાગીને બંકરમાં અથવા કોઈ સલામત જગ્યાએ જતું રહેવું પડે. કોઈએ ઘરની અંદર રહેવાનું જ નહીં, બધાએ સેફ જગ્યાએ જતું જ રહેવાનું. અહીં દરેક એપાર્ટમેન્ટમાં એક એક બંકર હોય છે, જ્યાં આખા ફ્લેટના બધા લોકો જઈ શકે.’
ધવલભાઈ કહે, ‘અત્યારે અહીં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, એટલે મને એટલો બધો ડર નથી લાગતો. પણ જેવાં સાયરન વાગે એટલે પળવારનો પણ વિલંબ કર્યા વિના તરત જ બંકરમાં જતું રહેવું પડે છે.’ ‘આખું બિલ્ડિંગ પડે તો પણ અમે બંકરમાં સેફ રહીએ’
ઇઝરાયેલની માતૃભાષા હિબ્રુમાં બંકર એટલે કે બોમ્બ શેલ્ટરને ‘મીક્લાત’ કહે છે. ગાઝા અને ઉત્તરીય સરહદની નજીક આવેલાં ગામોમાં આવાં બંકરોની સંખ્યા વધારે હોય છે. પરંતુ આખા ઇઝરાયેલમાં ખાનગી તથા સરકારી મકાનોમાં અને સાર્વજનિક સ્થળોએ હજારો બોમ્બ શેલ્ટર આવેલાં છે, જેમાં કટોકટીના સમયે જતા રહીને સુરક્ષિત રહી શકાય છે. આવાં બંકરમાં શું શું હોય છે? અશ્વિનભાઈ કહે, ‘બંકરમાં બધી જ જીવનજરૂરી સુવિધા હોય છે. ખાવા-પીવાનું બધું અને બેસવા માટે ખુરશીઓ પણ હોય છે. લાઇટથી લઈ પાણીની પણ સુવિધા હોય છે. એ બંકર એટલું મજબૂત હોય છે કે, તેની ઉપર આખું બિલ્ડિંગ પડી જાય તો પણ એ બંકરની અંદર હોય એ દરેક લોકો એકદમ સેફ રહે. હવે તો અંદર ઇન્ટરનેટ કનેક્શન પણ આપી દીધાં છે. ડર તો લાગે છે, પણ અમે જ્યાં રહીએ છીએ ત્યાં એટલો બધો ખતરો નથી. છતાં ઇશ્વરનું નામ લેતા રહીએ છીએ.’ જ્યારે ધવલભાઈ ત્યાંની ઇમર્જન્સી સર્વિસ વિશે વાત કરતાં કહે, ‘બહુ સમસ્યા જેવું નથી, છતાં જો કોઈને મેડિકલ ઇમર્જન્સી થાય તો સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. મેડિકલ ઇમર્જન્સી થાય તો એ નંબર પર કોલ કરીએ એટલે તરત જ એ લોકો આવી જાય છે. બાકી સાયરન વાગે એટલે બંકરમાં ભાગી જઈએ તો કોઈ હેરાનગતિ નથી.’ ‘સવારમાં 7 વાગ્યે સાયરન વાગ્યું અને બ્લાસ્ટ થયા’
હાલમાં દિવસમાં કેટલી વાર સાયરન વાગે છે? કેટલી વાર ભડાકા સંભળાય છે? અશ્વિનભાઈ કહે, ‘મોટેભાગે રાત્રે જ બ્લાસ્ટ થાય છે, રાત્રે 12 વાગ્યે, 3 વાગ્યે, 4 વાગ્યે, આજે તો સવારે 7 વાગ્યામાં સાયરન વાગ્યું અને બ્લાસ્ટ થયા. કેટલા વાગ્યે અને દિવસમાં કેટલી વાર સાયરન વાગે એ જ નક્કી નથી હોતું. પણ જ્યારે સાયરન ન વાગે ત્યારે એટલો બધો પ્રોબ્લેમ નથી થતો. તે વખતે અમે શાંતિથી બહાર પણ જઈ શકીએ છીએ. બહાર જીવનજરૂરી બધો સામાન પણ મળી રહે છે.’ ‘પૈસા-પાસપોર્ટ બધું હાથવગું જ રાખ્યું છે’
યુદ્ધમાં પરિસ્થિતિ વણસે તો એ માટે તમે શું શું તૈયારી રાખી છે? અશ્વિનભાઈ કહે, ‘મેં મારા પૈસા અને પાસપોર્ટ, ATM કાર્ડ બધું સાથે જ રાખ્યું છે. જેવી જરૂર પડે એટલે તરત ભાગી શકું. અત્યારે પાડોશીઓ સાથે પણ રોજે જોડાયેલા રહીએ છીએ, જેથી જરૂર પડ્યે બધા એકબીજાની સાથે રહી શકીએ.’ જ્યારે ધવલભાઈ કહે, ‘અમે જે જગ્યાએ છીએ, ત્યાં અત્યારે નોર્મલ પરિસ્થિતિ હોવાના કારણે, મેં એવી કોઈ ઇમર્જન્સીની તૈયારી કરી રાખી નથી. પરંતુ જ્યારે એવો માહોલ થશે તો ત્યારે હું તકેદારી રાખીશ. અત્યારે અમારી ઉપરથી મિસાઈલો જાય છે, પણ અમારા સિટીમાં હજુ નથી પડી.’ ‘ભારત આવવાનો કોઈ વિચાર નથી’
ઇઝરાયેલમાં હોવાના કારણે કદાચ યુદ્ધમાં ઊતરવાની નોબત આવે તો તમે તૈયાર છો? અશ્વિનભાઈ કહે, ‘એ લોકોને આપણી જરૂર જ નથી. એમના દરેક ઘરમાં આર્મીના જવાનો જ છે. દરેકને 3-3 વર્ષની ટ્રેનિંગ આપેલી જ હોય છે.’ ત્યાં પરિસ્થિતિ આટલી ખરાબ છે તો ભારત આવવાની ઈચ્છા ખરી? અશ્વિનભાઈ કહે, ‘ના ના, અહીં જ રહીશું. ભારત આવવાનો કોઈ વિચાર નથી.’ જ્યારે ધવલભાઈ પણ એ જ વાતમાં સૂર પુરાવે છે કે, ‘અહીં જ રહીશું અમે તો.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *