P24 News Gujarat

પ્લેન ક્રેશના મૃતકના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા:ડબ્બામાં મૃતકના કપડાંના અવશેષ-ઘરેણાં સોંપાયા, કોફિન ખોલી ડેડબોડી ન જોવાની સલાહ

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના દેશના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગઈ છે. 250થી વધુ લોકોને જીવતાં જ ભડથું કરી દેતી દુર્ઘટનાએ અનેક પરિવારનો પીંખી નાખ્યા છે. પ્લેનમાં સવાર લોકોને જે રીતનું મોત મળ્યું એનાથી આઘાતમાં સરી પડેલા સ્વજનો હજી ઉભરી શકતા નથી. જીવતા જાગતા લોકોને પળમાં બાળીને કોલસો કરી નાખનાર આ બનાવ કેટલો ખતરનાક હશે તેનો ખુલાસો પીએમ રિપોર્ટમાં થયો છે. પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા લોકોના પીએમ રિપોર્ટ દિવ્ય ભાસ્કરને મળ્યા છે. જેના અભ્યાસમાં હચમચાવી દેતી વિગતો સામે આવી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે મૃતકોના સ્વજનો સાથે પણ વાત કરી હતી. પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને તંત્ર દ્વારા મુખ્ય ચાર વસ્તુઓ સોંપવામાં આવે છે. 1. કોફિનમાં બંધ ડેડબોડી 2. મૃતકની વસ્તુઓ કે કપડાંના ટૂકડા (જો બચ્યા હોય તો) 3. મૃત્યુનું પ્રમાણપત્ર 4. પીએમ રિપોર્ટ. ચરોતરના એક મૃતકના સ્વજને (ઓળખ ગુપ્ત રાખી છે) જણાવ્યું હતું કે પ્લેન ક્રેશમાં મારા માતા-પિતા બંનેનું મોત થયું હતું. અમને ડેડબોડી ઉપરાંત તેની પાસેથી જે વસ્તુઓ મળી હતી એ એક ડબ્બામાં પેક કરીને આપવામાં આવી હતી. જેમાં મારા પિતાની ઘડિયાળ હતી તેમજ અર્ધ બળેલા શર્ટના સાવ નાના ટુકડા હતા. આ ઉપરાંત રિપોર્ટમાં ડેડબોડી કઈ સ્થિતિમાં હતી તેનું પણ વર્ણન હતું. મારા મમ્મીનું બોડી કઈ પોઝિશનમાં હતું તેની વાત રિપોર્ટમાં લખેલી હતી. તેમજ તેમનું મોઢું ખુલ્લું રહી ગયું હતું તેની પણ નોંધ હતી. આ ઉપરાંત બોડીના મિસિંગ અંગોની પણ વિગત હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાના શર્ટના ટુકડાવાળો ડબ્બો ઘરે લઇને આવ્યો હતો. જે જોઈને મારા પરિવારજનો બેભાન જેવા થઈ ગયા હતા. પિતાના શર્ટના ટુકડા પેટ્રોલમાં ભીંજાયેલા હોય એવું લાગતું હતું. જ્યારે સૌરાષ્ટ્રના એક મૃતકના સ્વજને જણાવ્યું હતું કે અમને હોસ્પિટલ દ્વારા કોફિનમાં પેક કરીને ડેડબોડી સોંપવામાં આવી હતી. એ વખતે અમારું કાઉન્સેલિંગ કરાયું હતું, જેમાં અમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જરૂર ન લાગે તો કોફિન ખોલશો નહીં. કોફિન સાથે જ અંતિમ સંસ્કાર કરજો. અને જો ખોલવું જ હોય તો 4-5 લોકોની હાજરીમાં ખોલજો. જેથી આઘાત ઓછો લાગે. અમે છેક સુધી કોફિન ખોલ્યું નહોતું. અંતિમ સંસ્કારની બે મિનિટ પહેલા તેનું ઉપરનું ઢાંકણું ખોલીને જોયું તો બોડી 100 ટકા બળી ગઈ હતી અને હાડપિંજર જેવી સ્થિતિમાં હતી. અમે તરત પાછા પેક કરીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. અમદાવાદના મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે કોફિનમાં ડેડબોડીની સાથે ખોળામાં સમાય શકે એવો એક બ્લ્યુ રંગનો પ્લાસ્ટિકનો ડબ્બો આપવામાં આવ્યો હતો. જેમાં ઉપર સફેદ કલરનું ઢાંકણું હતું. જેમાં ફરતે ડૉક્ટર યુઝ કરે એવી ડ્રેસિંગ ટેપ મારેલી હતી. બોક્સ ઉપર બોડીનો નંબર લખેલો હતો. જેની અંદર મૃતદેહ પરથી જે કપડાં બચ્યા હતા તેના ટુકડા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતકોના પરિવારજનોને બે પાનાનો પીએમ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક સાયન્સના જવાબદાર અધિકારીની સહી હોય છે. પહેલા પાને મૃતકનું નામ, ઉંમર સહિતની વિગત હોય છે. પીએમ રિપોર્ટના બીજા પાના પર બાહ્ય અને આંતરિક નિરીક્ષણની નોંધ કરવામાં આવી છે. બાહ્ય કારણોમાં ડેડબોડી પર પહેરેલા કપડાં કે કપડાંના અવશેષોનું રંગ સહિતનું વિવરણ હોય છે. આ ઉપરાંત ગળા કે હાથ પર મળી આવેલી વસ્તુ કે ઘરેણાંની વિગત હોય છે. જેમ કે વીટી, ચેઈન, બંગડી કે ઘડિયાળ સહિત જે વસ્તુ મળી હોય તેનો ઉલ્લેખ હોય છે. આર્ટિફિશિયલ દાંત કે શરીરમાં કોઈ પ્લેટ નખાવી હોય તો તેની વિગત જણાવવામાં આવે છે. આ સિવાય બોડી કેટલા ટકા સળગી ગઇ હતી, માંસપેશીઓ અને વાળની શું સ્થિતિ હતી તે જણાવવામાં આવે છે. પીએમ રિપોર્ટમાં આંતરિક નિરીક્ષણમાં ‘અમદાવાદ પોલીસ કમિશનરના 12 જૂનના પત્ર મુજબ ડેડબોડીનું આંતરિક નિરીક્ષણ કરવામાં આવ્યું નથી.’ આ મુજબનું લખાણ છે. પીએમ રિપોર્ટમાં ત્યાર બાદ ડીએનએ માટે મૃતકનું કયુ અંગ લેવામાં આવ્યું છે. તેમજ તેને સીલબંધ અને પ્રોપર લેબલિંગ કરીને ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજાને સોંપવામાં આવ્યાની નોંધ પણ કરવામાં આવી છે. પીએમ રિપોર્ટમાં છેલ્લે મૃત્યુનું કારણ પણ લખવામાં આવ્યું છે. જેમાં તમામના રિપોર્ટમાં ‘દાઝી જવાના લીધે આઘાતને કારણે મૃત્યુ પામ્યા’ (died due shock on account of burns)ની નોંધ કરવામાં આવી છે. ડેડબોડીને એમ્બામિંગ કરીને ફોરેન મોકલાઈ
આ અંગે ફોરેન્સિક એક્સપર્ટ ડૉ ધર્મેશ પટેલે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ડિઝાસ્ટરમાં અમે બહુ બધી બોડીને એમ્બામિંગ (મૃતદેહને સુરક્ષિત રાખવા માટેની પ્રક્રિયા) કરી હતી. કેમ કે ઘણી બોડી આઉટ સ્ટેશન કે આઉટ ઓફ કન્ટ્રી લઈ જવાની હતી. જે જે બોડીને મોકલવામાં આવી હતી તેની સાથે એમ્બામિંગ સર્ટિફિકેટ તેમજ કોફિન સર્ટિફિકટ (કોફિનમાં શું છે તેનું સર્ટિફિકેટ) પણ ઈશ્યૂ કર્યા હતા. બે સર્ટિફિકેટ પછી જ બોડીને એર ટ્રાવેલમાં મોકલી શકાય છે. મૃતકો-ઇજાગ્રસ્તોનાં પરિજનોને સહાય આપવાનું શરૂ
તમામ મૃતકોના પરિવારને ટાટા ગ્રુપ દ્વારા 1 કરોડ તથા એર ઈન્ડિયા દ્વારા 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્લેન ક્રેશ પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી શકે એ માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાં ત્રીજા માળે ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એક બાદ એક પરિવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તના પરિવાર પાસેથી ઇજાગ્રસ્તનું આધાર કાર્ડ અને હોસ્પિટલમાં દાખલ કર્યાના ડોક્યુમેન્ટ્સ લેવામાં આવી રહ્યા છે. 23 જૂન સુધીમાં ત્રણ મૃતકના પરિવારને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 275નાં મોતની પુષ્ટિ
એર ઇન્ડિયાના સીઈઓએ અત્યાર સુધીમાં 275નાં મોત થયાં હોવાની પુષ્ટિ કરી છે. જેમાં 241 પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા અને 34 સ્થળ પર હાજર લોકો હતા. બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 253 મૃતદેહની ઓળખ ડીએનએથી થઈ છે. જ્યારે 6 ચહેરાથી ઓળખાયા છે. કુલ 256 મૃતદેહ પરિવારને સોંપાયા છે. 28 મૃતદેહ હવાઈ માર્ગે લઈ જઈ પરિવારને સોંપાયા
217 મૃતદેહ બાયરોડ અને 28ને હવાઈ માર્ગે લઈ જઈ પરિવારોને સોંપાયા છે. લંડનના 10, મહારાષ્ટ્રના 13, બિહાર, આસામ, મણિપુર અને કેરળના 1-1 પેસેન્જરના મૃતદેહ હવાઈ માર્ગે મોકલાયા હતા. હવાઈ માર્ગે પાર્થિવ દેહો પહોંચાડવાનો ખર્ચ એર ઇન્ડિયાએ કર્યો છે. કેવી રીતે થયા DNA ટેસ્ટ?
આ અંગે NFSU કેમ્પસના ડાયરેક્ટર પ્રોફેસર એસ.ઓ.જુનારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ડૉક્ટર તથા સાયન્ટિસ્ટની જે ટીમ પ્લેન ક્રેશના સ્થળે ગઇ હતી તેમણે બોડી કલેક્ટ કરી હતી. તેમાંથી બોડીનો એક ભાગ કાઢીને તે સેમ્પલને સીલપેક કરીને અહીંયા મોકલ્યા હતા. દરેક બોડીને નંબર આપ્યો હોય છે તેમજ કોડ નંબર લખેલો હોય છે. જેને અમારી પાસે રહેલા જુદા જુદા પ્રકારના બોડીનો પાર્ટ અથવા ટુકડો નાંખવામાં આવે છે. મશીનમાં સ્પેશિયલ કેમિકલ્સ હોય છે. મશીનને 30થી 40 મિનિટ સુધી રોટેટ કરવામાં આવે છે. એક મશીનમાં અમે 30થી 40 મિનિટમાં 8 DNA એક્સ્ટ્રેક્ટ કરી શકીએ છીએ. જીવિત વ્યક્તિ જે તેમના સગાં છે તેમના તો પહેલાં જ સેમ્પલ લઇ લેવામાં આવ્યા હતા. સગાંના ડેટા આવી ગયા અને બોડીમાંથી DNA કાઢવામાં આવ્યા હતા. બન્નેની સરખામણી કરવામાં આવી હતી. જે મેચ થાય તેના પરથી મૃતદેહની ઓળખ થઈ હતી.

​અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના દેશના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગઈ છે. 250થી વધુ લોકોને જીવતાં જ ભડથું કરી દેતી દુર્ઘટનાએ અનેક પરિવારનો પીંખી નાખ્યા છે. પ્લેનમાં સવાર લોકોને જે રીતનું મોત મળ્યું એનાથી આઘાતમાં સરી પડેલા સ્વજનો હજી ઉભરી શકતા નથી. જીવતા જાગતા લોકોને પળમાં બાળીને કોલસો કરી નાખનાર આ બનાવ કેટલો ખતરનાક હશે તેનો ખુલાસો પીએમ રિપોર્ટમાં થયો છે. પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા લોકોના પીએમ રિપોર્ટ દિવ્ય ભાસ્કરને મળ્યા છે. જેના અભ્યાસમાં હચમચાવી દેતી વિગતો સામે આવી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે મૃતકોના સ્વજનો સાથે પણ વાત કરી હતી. પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને તંત્ર દ્વારા મુખ્ય ચાર વસ્તુઓ સોંપવામાં આવે છે. 1. કોફિનમાં બંધ ડેડબોડી 2. મૃતકની વસ્તુઓ કે કપડાંના ટૂકડા (જો બચ્યા હોય તો) 3. મૃત્યુનું પ્રમાણપત્ર 4. પીએમ રિપોર્ટ. ચરોતરના એક મૃતકના સ્વજને (ઓળખ ગુપ્ત રાખી છે) જણાવ્યું હતું કે પ્લેન ક્રેશમાં મારા માતા-પિતા બંનેનું મોત થયું હતું. અમને ડેડબોડી ઉપરાંત તેની પાસેથી જે વસ્તુઓ મળી હતી એ એક ડબ્બામાં પેક કરીને આપવામાં આવી હતી. જેમાં મારા પિતાની ઘડિયાળ હતી તેમજ અર્ધ બળેલા શર્ટના સાવ નાના ટુકડા હતા. આ ઉપરાંત રિપોર્ટમાં ડેડબોડી કઈ સ્થિતિમાં હતી તેનું પણ વર્ણન હતું. મારા મમ્મીનું બોડી કઈ પોઝિશનમાં હતું તેની વાત રિપોર્ટમાં લખેલી હતી. તેમજ તેમનું મોઢું ખુલ્લું રહી ગયું હતું તેની પણ નોંધ હતી. આ ઉપરાંત બોડીના મિસિંગ અંગોની પણ વિગત હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાના શર્ટના ટુકડાવાળો ડબ્બો ઘરે લઇને આવ્યો હતો. જે જોઈને મારા પરિવારજનો બેભાન જેવા થઈ ગયા હતા. પિતાના શર્ટના ટુકડા પેટ્રોલમાં ભીંજાયેલા હોય એવું લાગતું હતું. જ્યારે સૌરાષ્ટ્રના એક મૃતકના સ્વજને જણાવ્યું હતું કે અમને હોસ્પિટલ દ્વારા કોફિનમાં પેક કરીને ડેડબોડી સોંપવામાં આવી હતી. એ વખતે અમારું કાઉન્સેલિંગ કરાયું હતું, જેમાં અમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જરૂર ન લાગે તો કોફિન ખોલશો નહીં. કોફિન સાથે જ અંતિમ સંસ્કાર કરજો. અને જો ખોલવું જ હોય તો 4-5 લોકોની હાજરીમાં ખોલજો. જેથી આઘાત ઓછો લાગે. અમે છેક સુધી કોફિન ખોલ્યું નહોતું. અંતિમ સંસ્કારની બે મિનિટ પહેલા તેનું ઉપરનું ઢાંકણું ખોલીને જોયું તો બોડી 100 ટકા બળી ગઈ હતી અને હાડપિંજર જેવી સ્થિતિમાં હતી. અમે તરત પાછા પેક કરીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. અમદાવાદના મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે કોફિનમાં ડેડબોડીની સાથે ખોળામાં સમાય શકે એવો એક બ્લ્યુ રંગનો પ્લાસ્ટિકનો ડબ્બો આપવામાં આવ્યો હતો. જેમાં ઉપર સફેદ કલરનું ઢાંકણું હતું. જેમાં ફરતે ડૉક્ટર યુઝ કરે એવી ડ્રેસિંગ ટેપ મારેલી હતી. બોક્સ ઉપર બોડીનો નંબર લખેલો હતો. જેની અંદર મૃતદેહ પરથી જે કપડાં બચ્યા હતા તેના ટુકડા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતકોના પરિવારજનોને બે પાનાનો પીએમ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક સાયન્સના જવાબદાર અધિકારીની સહી હોય છે. પહેલા પાને મૃતકનું નામ, ઉંમર સહિતની વિગત હોય છે. પીએમ રિપોર્ટના બીજા પાના પર બાહ્ય અને આંતરિક નિરીક્ષણની નોંધ કરવામાં આવી છે. બાહ્ય કારણોમાં ડેડબોડી પર પહેરેલા કપડાં કે કપડાંના અવશેષોનું રંગ સહિતનું વિવરણ હોય છે. આ ઉપરાંત ગળા કે હાથ પર મળી આવેલી વસ્તુ કે ઘરેણાંની વિગત હોય છે. જેમ કે વીટી, ચેઈન, બંગડી કે ઘડિયાળ સહિત જે વસ્તુ મળી હોય તેનો ઉલ્લેખ હોય છે. આર્ટિફિશિયલ દાંત કે શરીરમાં કોઈ પ્લેટ નખાવી હોય તો તેની વિગત જણાવવામાં આવે છે. આ સિવાય બોડી કેટલા ટકા સળગી ગઇ હતી, માંસપેશીઓ અને વાળની શું સ્થિતિ હતી તે જણાવવામાં આવે છે. પીએમ રિપોર્ટમાં આંતરિક નિરીક્ષણમાં ‘અમદાવાદ પોલીસ કમિશનરના 12 જૂનના પત્ર મુજબ ડેડબોડીનું આંતરિક નિરીક્ષણ કરવામાં આવ્યું નથી.’ આ મુજબનું લખાણ છે. પીએમ રિપોર્ટમાં ત્યાર બાદ ડીએનએ માટે મૃતકનું કયુ અંગ લેવામાં આવ્યું છે. તેમજ તેને સીલબંધ અને પ્રોપર લેબલિંગ કરીને ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજાને સોંપવામાં આવ્યાની નોંધ પણ કરવામાં આવી છે. પીએમ રિપોર્ટમાં છેલ્લે મૃત્યુનું કારણ પણ લખવામાં આવ્યું છે. જેમાં તમામના રિપોર્ટમાં ‘દાઝી જવાના લીધે આઘાતને કારણે મૃત્યુ પામ્યા’ (died due shock on account of burns)ની નોંધ કરવામાં આવી છે. ડેડબોડીને એમ્બામિંગ કરીને ફોરેન મોકલાઈ
આ અંગે ફોરેન્સિક એક્સપર્ટ ડૉ ધર્મેશ પટેલે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ડિઝાસ્ટરમાં અમે બહુ બધી બોડીને એમ્બામિંગ (મૃતદેહને સુરક્ષિત રાખવા માટેની પ્રક્રિયા) કરી હતી. કેમ કે ઘણી બોડી આઉટ સ્ટેશન કે આઉટ ઓફ કન્ટ્રી લઈ જવાની હતી. જે જે બોડીને મોકલવામાં આવી હતી તેની સાથે એમ્બામિંગ સર્ટિફિકેટ તેમજ કોફિન સર્ટિફિકટ (કોફિનમાં શું છે તેનું સર્ટિફિકેટ) પણ ઈશ્યૂ કર્યા હતા. બે સર્ટિફિકેટ પછી જ બોડીને એર ટ્રાવેલમાં મોકલી શકાય છે. મૃતકો-ઇજાગ્રસ્તોનાં પરિજનોને સહાય આપવાનું શરૂ
તમામ મૃતકોના પરિવારને ટાટા ગ્રુપ દ્વારા 1 કરોડ તથા એર ઈન્ડિયા દ્વારા 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્લેન ક્રેશ પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી શકે એ માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાં ત્રીજા માળે ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એક બાદ એક પરિવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તના પરિવાર પાસેથી ઇજાગ્રસ્તનું આધાર કાર્ડ અને હોસ્પિટલમાં દાખલ કર્યાના ડોક્યુમેન્ટ્સ લેવામાં આવી રહ્યા છે. 23 જૂન સુધીમાં ત્રણ મૃતકના પરિવારને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 275નાં મોતની પુષ્ટિ
એર ઇન્ડિયાના સીઈઓએ અત્યાર સુધીમાં 275નાં મોત થયાં હોવાની પુષ્ટિ કરી છે. જેમાં 241 પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા અને 34 સ્થળ પર હાજર લોકો હતા. બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 253 મૃતદેહની ઓળખ ડીએનએથી થઈ છે. જ્યારે 6 ચહેરાથી ઓળખાયા છે. કુલ 256 મૃતદેહ પરિવારને સોંપાયા છે. 28 મૃતદેહ હવાઈ માર્ગે લઈ જઈ પરિવારને સોંપાયા
217 મૃતદેહ બાયરોડ અને 28ને હવાઈ માર્ગે લઈ જઈ પરિવારોને સોંપાયા છે. લંડનના 10, મહારાષ્ટ્રના 13, બિહાર, આસામ, મણિપુર અને કેરળના 1-1 પેસેન્જરના મૃતદેહ હવાઈ માર્ગે મોકલાયા હતા. હવાઈ માર્ગે પાર્થિવ દેહો પહોંચાડવાનો ખર્ચ એર ઇન્ડિયાએ કર્યો છે. કેવી રીતે થયા DNA ટેસ્ટ?
આ અંગે NFSU કેમ્પસના ડાયરેક્ટર પ્રોફેસર એસ.ઓ.જુનારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ડૉક્ટર તથા સાયન્ટિસ્ટની જે ટીમ પ્લેન ક્રેશના સ્થળે ગઇ હતી તેમણે બોડી કલેક્ટ કરી હતી. તેમાંથી બોડીનો એક ભાગ કાઢીને તે સેમ્પલને સીલપેક કરીને અહીંયા મોકલ્યા હતા. દરેક બોડીને નંબર આપ્યો હોય છે તેમજ કોડ નંબર લખેલો હોય છે. જેને અમારી પાસે રહેલા જુદા જુદા પ્રકારના બોડીનો પાર્ટ અથવા ટુકડો નાંખવામાં આવે છે. મશીનમાં સ્પેશિયલ કેમિકલ્સ હોય છે. મશીનને 30થી 40 મિનિટ સુધી રોટેટ કરવામાં આવે છે. એક મશીનમાં અમે 30થી 40 મિનિટમાં 8 DNA એક્સ્ટ્રેક્ટ કરી શકીએ છીએ. જીવિત વ્યક્તિ જે તેમના સગાં છે તેમના તો પહેલાં જ સેમ્પલ લઇ લેવામાં આવ્યા હતા. સગાંના ડેટા આવી ગયા અને બોડીમાંથી DNA કાઢવામાં આવ્યા હતા. બન્નેની સરખામણી કરવામાં આવી હતી. જે મેચ થાય તેના પરથી મૃતદેહની ઓળખ થઈ હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *