P24 News Gujarat

લાશને સળગાવી પ્રેમી પંખીડા હોટલમાં રોકાયા:ભરત 7 કિમી દૂરથી ‘શિકાર’ શોધી લાવ્યો, ગીતાને ફોન કરીને બોલ્યો-બોડી મળી ગઇ છે

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે પાટણના જાખોત્રા ગામે એક લાશ મળી હતી. લાશ પુરૂષની હતી પણ તેના પર કપડાં સ્ત્રીના હતા. લાશ મજૂરી કામ કરતા હરજીભાઇ સોલંકીની હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું. ગામમાં જ રહેતી ગીતા આહીર નામની પરિણીતા રહસ્યમય સંજોગોમાં ગુમ હતી. ગીતાના ઘરની સામે રહેતા ભરત આહીરનો પણ કોઇ પત્તો નહોતો. સાંતલપુર પોલીસ, એલસીબી અને SC-ST સેલના DySP સહિત કુલ 25 લોકોની ટીમ ગીતા અને ભરતને શોધવામાં લાગી હતી. આ દરમિયાન બાતમીદાર તરફથી પોલીસને એક એડ્રેસ મળ્યું હતું. જેના પછી પોલીસે તે એડ્રેસ પર તાત્કાલીક પહોંચવાનું નક્કી કર્યું હતું. હવે આગળ વાંચો…. બાતમીદારે પોલીસને જે એડ્રેસ આપ્યું હતું તે પાલનપુર રેલવે સ્ટેશનનું હતું. પોલીસની એક ટીમ તરત જ પાલનપુર રેલવે સ્ટેશન જવા રવાના થઇ. અહીંથી પોલીસને ગીતા અને ભરત મળી આવ્યા. પોલીસ બન્નેને દબોચીને સાંતલપુર લઇ આવી. જ્યાં પોલીસ સ્ટેશનમાં બન્નેની પૂછપરછ શરૂ થઇ. બન્નેએ પોલીસ સામે કરેલી કબૂલાત મુજબ બન્ને જાખોત્રા ગામના રહેવાસી હતા. ગીતાના લગ્ન નાનપણમાં જ ગામના યુવાન સાથે નક્કી થઇ ગયા હતા. ગીતા જ્યારે મોટી થઇ ત્યારે તેને મૂરતિયો ગમતો નહોતો તેમ છતાં નાનપણમાં જ નક્કી થયેલું હોવાથી તેની સાથે પરાણે લગ્ન કરવા પડ્યા હતા. લગ્ન બાદ તેનો પતિ સામાન્ય બાબતોમાં મારઝૂડ કરતો અને પોતાના માતા-પિતાનું કહ્યું વધુ માનતો હતો. આમને આમ લગ્નને ચારેક વર્ષ થઇ ગયા હતા. ગીતાને 3 વર્ષનો એક દીકરો પણ હતો. ગીતા લગ્ન જીવનથી કંટાળી ગઇ હતી. થોડા સમય પહેલાં ગીતા ખેતરમાં જીરું વાઢવા ગઇ હતી ત્યારે ગામના જ યુવાન ભરત આહીર સાથે તેનો ભેટો થઇ ગયો હતો. બન્નેની આંખો મળી. ભરત કુંવારો હતો. ચારેક મહિના પહેલાં બન્ને વચ્ચે ફોન નંબરની આપ લે થઇ પછી એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. આમ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને પાડોશી હતા, સામ સામે જ રહેતા હતા. ભરત મુંબઇમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ગામડે આવતો જતો રહેતો હતો. વાતચીતથી શરૂ થયેલા પ્રણય સબંધો ગાઢ બનતા ગયા. ગીતાને પતિ સાથે રહેવું નહોતું એટલે બન્ને સાથે રહેવાની વાતો કરતા હતા. એક દિવસ ગીતાના કાકાના દીકરાના લગ્ન હતા. આહીર સમાજમાં વૈશાખ મહિનામાં લગ્ન થાય છે. ગીતાએ લગ્નમાં જવા માટે પતિને વાત કરી પરંતુ પતિને ના પાડી દીધી અને ગીતાને જવા ન દીધી. આ વાત ગીતાથી સહન ન થઇ. તેણે ભરતને કહ્યું કે ‘હવે મારે મારા પતિ સાથે નથી રહેવું, હવે મારે તારી સાથે જ રહેવું છે.’ ગીતાએ ભરતને આ વાત કહ્યા પછી બન્ને સાથે રહેવા માટેના રસ્તા શોધવા લાગ્યા.એક સમયે બન્નેએ ભાગી જવાનું વિચાર્યું પરંતુ ભાગી જાય તો પરિવારજનો એમને પકડીને ફરી લઇ આવે તેવી બીક હતી. કારણ કે અગાઉ આવી એક ઘટના પરિવારમાં બની ચૂકી હતી. ભૂતકાળમાં ગીતાના કાકાની દીકરી ભાગી ગઇ હતી. જેથી પરિવારજનો તેને શોધીને પાછા લઇ આવ્યા હતા. આથી ગીતા સારી રીતે જાણતી હતી કે તે જો ભરત સાથે ભાગી જાય તો પરિવારજનો ગમે તે રીતે તેમને શોધી કાઢશે. આ દરમિયાન બનાવના એકાદ મહિના પહેલાં ગીતા તેના ભાઇના મોબાઇલમાં બોલિવૂડ ફિલ્મ દ્રશ્યમ જોતી હતી. ફિલ્મ જોયા પછી તેના મનમાં એક ખતરનાક પ્લાન આવ્યો. તેણે ભરત સાથે વાત કરી કે ‘આપણે ભાગી ગયા બાદ જો એવું સાબિત થાય કે હું મરી ગઇ છું તો કોઇ શોધવા જ નહીં આવે. આપણે સાથે રહેવું હોય તો કોઇની લાશને મારા કપડાં પહેરાવી દઇએ અને એવું સાબિત કરીએ કે આ હું જ છું.’ ગીતાની વાત સાંભળીને પહેલાં તો ભરતે આનાકાની કરી, તેણે કહ્યું કે આવું કરાય, આપણે પકડાઇ જઇશું પણ ગીતાએ તેને મનાવી લીધો. જેના પછી તે પણ તૈયાર થઇ ગયો. તેણે લાશને ક્યારે અને કઇ જગ્યાએ સળગાવવી તે ગીતાને કહ્યું. હવે બન્નેએ આખો પ્લાન ઘડી નાખ્યો હતો, પ્લાન મુજબ ભરત મુંબઇ જતો રહે જેથી મર્ડરમાં પોતે સામેલ છે એવી કોઇને શંકા ન જાય પછી કોઇને જાણ ન થાય એમ પાછો આવે. કોઇ વ્યક્તિને શોધે, તેને મારીને સળગાવી નાખે. લાશ ગીતાની હોય એવું પ્રસ્થાપિત કરી નાખે અને ગીતા સાથે મળીને ભાગી જાય. બન્ને એકાદ મહિનાથી આ પ્લાન પાર પાડવાની ફિરાકમાં હતા. અઠવાડિયા અગાઉ મુંબઇ ગયેલો ભરત 26 મેના દિવસે પાછો આવ્યો હતો પણ તે જાખોત્રા ગામમાં જવાને બદલે પોતાના સગાના ગામે જતો રહ્યો હતો. ભરત જે સગાના ઘરે રોકાયો હતો તેની બાઇક લઇને એવા વ્યક્તિની શોધમાં નીકળી પડ્યો જેને મારીને સળગાવી શકાય. ઉનાળાનો સમય હતો, આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હતા આવામાં ‘શિકાર’ શોધવા નીકળેલા ભરતે આખો દિવસ રઝળપાટ કરી પરંતુ તેને કોઇ મળ્યું નહીં. આમને આમ સાંજ પડવા લાગી હતી. આશરે સાતેક વાગ્યા હશે ને ભરત થાકી ગયો. તેણે પાણી પીધું. અંદાજે સાંજના 7:30 વાગ્યા આસપાસ વૌવા ગામે રવેચી માતાનું મંદિર છે ત્યાં ભરત પહોંચ્યો હતો. અહીં બેસીને તે હવે શું કરવું તેવું વિચારતો હતો એટલમાં જ તેની નજર ત્યાં આવેલા તળાવ પાસેથી પસાર થતાં આધેડ ઉંમરના હરજી સોલંકી પર પડી. ભરતે તેને પૂછ્યું ખેતરે જવું છે?, હરજીભાઇએ હા પાડી. બસ ભરત જાણે કે આ જ તકની રાહમાં હતો. તેણે હરજીભાઇને કહ્યું કે બાઇક પર બેસી જાઓ, તમને ખેતરે ઉતારી દઇશ. હરજીભાઇને ક્યાં ખબર હતી કે આગળ મોત મ્હોં ફાડીને ઊભું છે. હરજીભાઇ તો ભરતની બાઇકમાં પાછળની તરફ બેસી ગયા. ભરતે બાઇક સ્ટાર્ટ કરીને આગળની તરફ હંકારી મુકી. રસ્તામાં તેણે હરજીભાઇ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. હકીકતમાં તે હરજીભાઇ વિશે વધુ વિગતો જાણવા માંગતો હતો. ભરતે પૂછ્યું તમારૂં નામ શું છે?
બાઇકની પાછળથી જવાબ મળ્યો મારૂં નામ હરજી સોલંકી છે. મારે કોઇ દીકરા-દીકરી નથી, હું ઘણા સમયથી અહીંયા ખેતરમાં મજૂરી કરું છું. હરજીભાઇની આ વાત પરથી ભરતને લાગ્યું કે આને મારી નાખુ તો કોઇ તેને શોધશે નહીં. ભરતે હરજીભાઇને ખેતરે ઉતાર્યા. હરજીભાઇને થયું કે ભરત તો ભલો માણસ છે, મને અહીંયા સુધી બેસાડીને લઇ આવ્યો એટલે તેણે ભરત પાસે પીવા માટે પાણી માંગ્યું. ભરતે પાણી આપવાનો ડોળ કરતા-કરતા હરજીભાઇને ધક્કો મારી દીધો. અચાનક વાગેલા જોરદાર ધક્કાથી હરજીભાઇ બેલેન્સ ન જાળવી શક્યા અને નીચે જમીન પર પડી ગયા. ભરતે તેની ઉપર ચડીને ગળે ટૂંપો દઇ દીધો. હરજીભાઇ બચવા માટે હાથ હલાવ્યા પણ યુવાન વયના ભરતે લગાવેલા બળની સામે તે કંઇ કરી ન શક્યા. ભરતે આપેલો ગળે ટૂંપો પળવારમાં જ જીવલેણ સાબિત થયો અને હરજીભાઇએ દમ તોડી દીધો. હરજીભાઇ મરી ગયા છે તેવી ખાતરી કર્યા બાદ ભરતે તેની લાશને ઊંચકીને બાઇક પાછળ બેસાડી દીધી. પોતાની કમરે દોરડું બાંધી લાશની પાછળની સાઇડથી ખેંચ્યું જેથી લાશ બાઇક પરથી પડી ન જાય. લાશના હાથ ન હલે તે માટે તેને પણ દોરડાથી બાંધી દીધા. આના પછી તે બાઇક લઇને જાખોત્રા ગામ જવા નીકળ્યો હતો. ભરત જ્યારે લાશ લઇને જતો હતો ત્યારે રસ્તામાં લગભગ ત્રણ લોકોએ તેને જોયો હતો પણ સ્ટ્રીટ લાઇટ હતી નહીં એટલે કોઇને ખબર ન પડી કે બાઇકની પાછળ કોઇ વ્યક્તિ બેઠી છે કે તેને દોરડાથી બાંધેલી છે. ભરત જાખોત્રા ગામે પહોંચ્યો અને સુતળખી નામની જગ્યાએ ઊભો રહ્યા. અહીં જ તેણે હરજીભાઇની લાશને રાખી દીધી. આના પછી તેણે ગીતાને ફોન કરીને કહ્યું કે બોડી મળી ગઇ છે. ગીતાએ ભરતને કહ્યું કે હું રાત્રે એકાદ વાગ્યે કોઇને ખબર ન પડે તે રીતે ઘરેથી નીકળી જઇશ. આપણે ચારેક લીટર પેટ્રોલ ભેગું કરી લઇશું અને લાશને સળગાવી દઇશું. ગામડામાં પેટ્રોલ પંપ ન હોવાથી દુકાનોમાં પેટ્રોલ વેચતા હોય છે. પ્લાન મુજબ ગીતા ગામની એક દુકાનેથી પેટ્રોલ ખરીદી લીધુ હતું. અહીં ગીતાએ ચાલાકી વાપરી હતી. તેણે દોઢ લીટર જેટલું જ પેટ્રોલ ખરીદ્યું હતું જેથી દુકાનદારને શંકા ન ઉપજે કે ગીતા આનો ઉપયોગ શું કરશે. બાકીનું પેટ્રોલ ભરતે લાવવાનું હતું પણ ભરત પાસે પેટ્રોલ લાવવાનો સમય જ ન રહ્યો. કોઇ લાશ સાથે પોતાને જોઇ જશે તો? તેવા ડરથી ભરત લાશને ત્યાં જ મુકીને એક મંદિરે જતો રહ્યો હતો. આ મંદિરમાં બેઠા બેઠા તેણે એક વાગ્યા સુધી ગીતાની રાહ જોઇ. આ તરફ એકાદ વાગતા જ નક્કી કર્યા પ્રમાણે ગીતા પોતાના ઘરના વાડામાંથી નીકળી ગઇ. તેણે પોતાની સાથે પ્લાસ્ટિકની એક થેલી લીધી હતી જેમાં પેટ્રોલ ભરેલી બોટલ અને ઝાંઝર હતા. ગીતા ઘરેથી નીકળી ત્યારે ચણિયો પહેરીને આવી હતી પરંતુ અંદર તેણે લેગીન્સ પહેરી હતી. ગીતાએ ફોન કરીને ભરતને બોલાવી લીધો. થોડી જ વારમાં ભરત સુતળકી પાસે પહોંચી ગયો. ગીતા અને ભરતે ભેગા થઇને હરજીભાઇની લાશને ગીતાનો ચણિયો અને ઝાંઝર પહેરાવી દીધા. જેથી આ લાશ ગીતાની જ હશે એવું બધા માની લે. લાશ પરનો શર્ટ ફાટેલો હોવાથી એમને એમ રહેવા દીધો હતો ત્યારબાદ ભરતે લાશ પર પેટ્રોલ છાંટ્યું. લાશને સળગાવીને ભરત અને ગીતા ત્યાંથી તરત જ ભાગી ગયા. જો કે પેટ્રોલ ઓછું હોવાથી લાશ પૂરી સળગી નહીં. નવા જીવનના સપના જોતાં ભરત અને ગીતા જાખોત્રાથી અંદાજે 165 કિલોમીટર દૂર આવેલા કણોદર ગામે આવેલી એક હોટલમાં રોકાઇ ગયા. હોટલમાં તેમણે શરીર સંબંધ બાંધ્યા. બન્નેએ પાલનપુર થઇને રાજસ્થાનના જોધપુર જવાનું નક્કી કર્યું હતું. જેની પાછળનું કારણ હતું કે જોધપુરમાં ઓછા ગુજરાતીઓ રહેતા હોવાથી કોઇ તેમને ઓળખી ન શકે. પાલનપુર રેલવે સ્ટેશનથી તેમણે જોધપુરની 2 ટિકિટ પણ ખરીદી હતી. અહીંથી તે જોધપુર ભાગે તે પહેલાં જ પોલીસ ત્યાં પહોંચી ગઇ અને બન્નેને દબોચી લીધા. આમ ગણતરીની કલાકોમાં જ એક ખતરનાક હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો. લાશને સળગાવી પ્રેમી પંખીડા હોટલમાં રોકાયા, વાંચો પાર્ટ-1 ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

​ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે પાટણના જાખોત્રા ગામે એક લાશ મળી હતી. લાશ પુરૂષની હતી પણ તેના પર કપડાં સ્ત્રીના હતા. લાશ મજૂરી કામ કરતા હરજીભાઇ સોલંકીની હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું. ગામમાં જ રહેતી ગીતા આહીર નામની પરિણીતા રહસ્યમય સંજોગોમાં ગુમ હતી. ગીતાના ઘરની સામે રહેતા ભરત આહીરનો પણ કોઇ પત્તો નહોતો. સાંતલપુર પોલીસ, એલસીબી અને SC-ST સેલના DySP સહિત કુલ 25 લોકોની ટીમ ગીતા અને ભરતને શોધવામાં લાગી હતી. આ દરમિયાન બાતમીદાર તરફથી પોલીસને એક એડ્રેસ મળ્યું હતું. જેના પછી પોલીસે તે એડ્રેસ પર તાત્કાલીક પહોંચવાનું નક્કી કર્યું હતું. હવે આગળ વાંચો…. બાતમીદારે પોલીસને જે એડ્રેસ આપ્યું હતું તે પાલનપુર રેલવે સ્ટેશનનું હતું. પોલીસની એક ટીમ તરત જ પાલનપુર રેલવે સ્ટેશન જવા રવાના થઇ. અહીંથી પોલીસને ગીતા અને ભરત મળી આવ્યા. પોલીસ બન્નેને દબોચીને સાંતલપુર લઇ આવી. જ્યાં પોલીસ સ્ટેશનમાં બન્નેની પૂછપરછ શરૂ થઇ. બન્નેએ પોલીસ સામે કરેલી કબૂલાત મુજબ બન્ને જાખોત્રા ગામના રહેવાસી હતા. ગીતાના લગ્ન નાનપણમાં જ ગામના યુવાન સાથે નક્કી થઇ ગયા હતા. ગીતા જ્યારે મોટી થઇ ત્યારે તેને મૂરતિયો ગમતો નહોતો તેમ છતાં નાનપણમાં જ નક્કી થયેલું હોવાથી તેની સાથે પરાણે લગ્ન કરવા પડ્યા હતા. લગ્ન બાદ તેનો પતિ સામાન્ય બાબતોમાં મારઝૂડ કરતો અને પોતાના માતા-પિતાનું કહ્યું વધુ માનતો હતો. આમને આમ લગ્નને ચારેક વર્ષ થઇ ગયા હતા. ગીતાને 3 વર્ષનો એક દીકરો પણ હતો. ગીતા લગ્ન જીવનથી કંટાળી ગઇ હતી. થોડા સમય પહેલાં ગીતા ખેતરમાં જીરું વાઢવા ગઇ હતી ત્યારે ગામના જ યુવાન ભરત આહીર સાથે તેનો ભેટો થઇ ગયો હતો. બન્નેની આંખો મળી. ભરત કુંવારો હતો. ચારેક મહિના પહેલાં બન્ને વચ્ચે ફોન નંબરની આપ લે થઇ પછી એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. આમ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને પાડોશી હતા, સામ સામે જ રહેતા હતા. ભરત મુંબઇમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ગામડે આવતો જતો રહેતો હતો. વાતચીતથી શરૂ થયેલા પ્રણય સબંધો ગાઢ બનતા ગયા. ગીતાને પતિ સાથે રહેવું નહોતું એટલે બન્ને સાથે રહેવાની વાતો કરતા હતા. એક દિવસ ગીતાના કાકાના દીકરાના લગ્ન હતા. આહીર સમાજમાં વૈશાખ મહિનામાં લગ્ન થાય છે. ગીતાએ લગ્નમાં જવા માટે પતિને વાત કરી પરંતુ પતિને ના પાડી દીધી અને ગીતાને જવા ન દીધી. આ વાત ગીતાથી સહન ન થઇ. તેણે ભરતને કહ્યું કે ‘હવે મારે મારા પતિ સાથે નથી રહેવું, હવે મારે તારી સાથે જ રહેવું છે.’ ગીતાએ ભરતને આ વાત કહ્યા પછી બન્ને સાથે રહેવા માટેના રસ્તા શોધવા લાગ્યા.એક સમયે બન્નેએ ભાગી જવાનું વિચાર્યું પરંતુ ભાગી જાય તો પરિવારજનો એમને પકડીને ફરી લઇ આવે તેવી બીક હતી. કારણ કે અગાઉ આવી એક ઘટના પરિવારમાં બની ચૂકી હતી. ભૂતકાળમાં ગીતાના કાકાની દીકરી ભાગી ગઇ હતી. જેથી પરિવારજનો તેને શોધીને પાછા લઇ આવ્યા હતા. આથી ગીતા સારી રીતે જાણતી હતી કે તે જો ભરત સાથે ભાગી જાય તો પરિવારજનો ગમે તે રીતે તેમને શોધી કાઢશે. આ દરમિયાન બનાવના એકાદ મહિના પહેલાં ગીતા તેના ભાઇના મોબાઇલમાં બોલિવૂડ ફિલ્મ દ્રશ્યમ જોતી હતી. ફિલ્મ જોયા પછી તેના મનમાં એક ખતરનાક પ્લાન આવ્યો. તેણે ભરત સાથે વાત કરી કે ‘આપણે ભાગી ગયા બાદ જો એવું સાબિત થાય કે હું મરી ગઇ છું તો કોઇ શોધવા જ નહીં આવે. આપણે સાથે રહેવું હોય તો કોઇની લાશને મારા કપડાં પહેરાવી દઇએ અને એવું સાબિત કરીએ કે આ હું જ છું.’ ગીતાની વાત સાંભળીને પહેલાં તો ભરતે આનાકાની કરી, તેણે કહ્યું કે આવું કરાય, આપણે પકડાઇ જઇશું પણ ગીતાએ તેને મનાવી લીધો. જેના પછી તે પણ તૈયાર થઇ ગયો. તેણે લાશને ક્યારે અને કઇ જગ્યાએ સળગાવવી તે ગીતાને કહ્યું. હવે બન્નેએ આખો પ્લાન ઘડી નાખ્યો હતો, પ્લાન મુજબ ભરત મુંબઇ જતો રહે જેથી મર્ડરમાં પોતે સામેલ છે એવી કોઇને શંકા ન જાય પછી કોઇને જાણ ન થાય એમ પાછો આવે. કોઇ વ્યક્તિને શોધે, તેને મારીને સળગાવી નાખે. લાશ ગીતાની હોય એવું પ્રસ્થાપિત કરી નાખે અને ગીતા સાથે મળીને ભાગી જાય. બન્ને એકાદ મહિનાથી આ પ્લાન પાર પાડવાની ફિરાકમાં હતા. અઠવાડિયા અગાઉ મુંબઇ ગયેલો ભરત 26 મેના દિવસે પાછો આવ્યો હતો પણ તે જાખોત્રા ગામમાં જવાને બદલે પોતાના સગાના ગામે જતો રહ્યો હતો. ભરત જે સગાના ઘરે રોકાયો હતો તેની બાઇક લઇને એવા વ્યક્તિની શોધમાં નીકળી પડ્યો જેને મારીને સળગાવી શકાય. ઉનાળાનો સમય હતો, આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હતા આવામાં ‘શિકાર’ શોધવા નીકળેલા ભરતે આખો દિવસ રઝળપાટ કરી પરંતુ તેને કોઇ મળ્યું નહીં. આમને આમ સાંજ પડવા લાગી હતી. આશરે સાતેક વાગ્યા હશે ને ભરત થાકી ગયો. તેણે પાણી પીધું. અંદાજે સાંજના 7:30 વાગ્યા આસપાસ વૌવા ગામે રવેચી માતાનું મંદિર છે ત્યાં ભરત પહોંચ્યો હતો. અહીં બેસીને તે હવે શું કરવું તેવું વિચારતો હતો એટલમાં જ તેની નજર ત્યાં આવેલા તળાવ પાસેથી પસાર થતાં આધેડ ઉંમરના હરજી સોલંકી પર પડી. ભરતે તેને પૂછ્યું ખેતરે જવું છે?, હરજીભાઇએ હા પાડી. બસ ભરત જાણે કે આ જ તકની રાહમાં હતો. તેણે હરજીભાઇને કહ્યું કે બાઇક પર બેસી જાઓ, તમને ખેતરે ઉતારી દઇશ. હરજીભાઇને ક્યાં ખબર હતી કે આગળ મોત મ્હોં ફાડીને ઊભું છે. હરજીભાઇ તો ભરતની બાઇકમાં પાછળની તરફ બેસી ગયા. ભરતે બાઇક સ્ટાર્ટ કરીને આગળની તરફ હંકારી મુકી. રસ્તામાં તેણે હરજીભાઇ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. હકીકતમાં તે હરજીભાઇ વિશે વધુ વિગતો જાણવા માંગતો હતો. ભરતે પૂછ્યું તમારૂં નામ શું છે?
બાઇકની પાછળથી જવાબ મળ્યો મારૂં નામ હરજી સોલંકી છે. મારે કોઇ દીકરા-દીકરી નથી, હું ઘણા સમયથી અહીંયા ખેતરમાં મજૂરી કરું છું. હરજીભાઇની આ વાત પરથી ભરતને લાગ્યું કે આને મારી નાખુ તો કોઇ તેને શોધશે નહીં. ભરતે હરજીભાઇને ખેતરે ઉતાર્યા. હરજીભાઇને થયું કે ભરત તો ભલો માણસ છે, મને અહીંયા સુધી બેસાડીને લઇ આવ્યો એટલે તેણે ભરત પાસે પીવા માટે પાણી માંગ્યું. ભરતે પાણી આપવાનો ડોળ કરતા-કરતા હરજીભાઇને ધક્કો મારી દીધો. અચાનક વાગેલા જોરદાર ધક્કાથી હરજીભાઇ બેલેન્સ ન જાળવી શક્યા અને નીચે જમીન પર પડી ગયા. ભરતે તેની ઉપર ચડીને ગળે ટૂંપો દઇ દીધો. હરજીભાઇ બચવા માટે હાથ હલાવ્યા પણ યુવાન વયના ભરતે લગાવેલા બળની સામે તે કંઇ કરી ન શક્યા. ભરતે આપેલો ગળે ટૂંપો પળવારમાં જ જીવલેણ સાબિત થયો અને હરજીભાઇએ દમ તોડી દીધો. હરજીભાઇ મરી ગયા છે તેવી ખાતરી કર્યા બાદ ભરતે તેની લાશને ઊંચકીને બાઇક પાછળ બેસાડી દીધી. પોતાની કમરે દોરડું બાંધી લાશની પાછળની સાઇડથી ખેંચ્યું જેથી લાશ બાઇક પરથી પડી ન જાય. લાશના હાથ ન હલે તે માટે તેને પણ દોરડાથી બાંધી દીધા. આના પછી તે બાઇક લઇને જાખોત્રા ગામ જવા નીકળ્યો હતો. ભરત જ્યારે લાશ લઇને જતો હતો ત્યારે રસ્તામાં લગભગ ત્રણ લોકોએ તેને જોયો હતો પણ સ્ટ્રીટ લાઇટ હતી નહીં એટલે કોઇને ખબર ન પડી કે બાઇકની પાછળ કોઇ વ્યક્તિ બેઠી છે કે તેને દોરડાથી બાંધેલી છે. ભરત જાખોત્રા ગામે પહોંચ્યો અને સુતળખી નામની જગ્યાએ ઊભો રહ્યા. અહીં જ તેણે હરજીભાઇની લાશને રાખી દીધી. આના પછી તેણે ગીતાને ફોન કરીને કહ્યું કે બોડી મળી ગઇ છે. ગીતાએ ભરતને કહ્યું કે હું રાત્રે એકાદ વાગ્યે કોઇને ખબર ન પડે તે રીતે ઘરેથી નીકળી જઇશ. આપણે ચારેક લીટર પેટ્રોલ ભેગું કરી લઇશું અને લાશને સળગાવી દઇશું. ગામડામાં પેટ્રોલ પંપ ન હોવાથી દુકાનોમાં પેટ્રોલ વેચતા હોય છે. પ્લાન મુજબ ગીતા ગામની એક દુકાનેથી પેટ્રોલ ખરીદી લીધુ હતું. અહીં ગીતાએ ચાલાકી વાપરી હતી. તેણે દોઢ લીટર જેટલું જ પેટ્રોલ ખરીદ્યું હતું જેથી દુકાનદારને શંકા ન ઉપજે કે ગીતા આનો ઉપયોગ શું કરશે. બાકીનું પેટ્રોલ ભરતે લાવવાનું હતું પણ ભરત પાસે પેટ્રોલ લાવવાનો સમય જ ન રહ્યો. કોઇ લાશ સાથે પોતાને જોઇ જશે તો? તેવા ડરથી ભરત લાશને ત્યાં જ મુકીને એક મંદિરે જતો રહ્યો હતો. આ મંદિરમાં બેઠા બેઠા તેણે એક વાગ્યા સુધી ગીતાની રાહ જોઇ. આ તરફ એકાદ વાગતા જ નક્કી કર્યા પ્રમાણે ગીતા પોતાના ઘરના વાડામાંથી નીકળી ગઇ. તેણે પોતાની સાથે પ્લાસ્ટિકની એક થેલી લીધી હતી જેમાં પેટ્રોલ ભરેલી બોટલ અને ઝાંઝર હતા. ગીતા ઘરેથી નીકળી ત્યારે ચણિયો પહેરીને આવી હતી પરંતુ અંદર તેણે લેગીન્સ પહેરી હતી. ગીતાએ ફોન કરીને ભરતને બોલાવી લીધો. થોડી જ વારમાં ભરત સુતળકી પાસે પહોંચી ગયો. ગીતા અને ભરતે ભેગા થઇને હરજીભાઇની લાશને ગીતાનો ચણિયો અને ઝાંઝર પહેરાવી દીધા. જેથી આ લાશ ગીતાની જ હશે એવું બધા માની લે. લાશ પરનો શર્ટ ફાટેલો હોવાથી એમને એમ રહેવા દીધો હતો ત્યારબાદ ભરતે લાશ પર પેટ્રોલ છાંટ્યું. લાશને સળગાવીને ભરત અને ગીતા ત્યાંથી તરત જ ભાગી ગયા. જો કે પેટ્રોલ ઓછું હોવાથી લાશ પૂરી સળગી નહીં. નવા જીવનના સપના જોતાં ભરત અને ગીતા જાખોત્રાથી અંદાજે 165 કિલોમીટર દૂર આવેલા કણોદર ગામે આવેલી એક હોટલમાં રોકાઇ ગયા. હોટલમાં તેમણે શરીર સંબંધ બાંધ્યા. બન્નેએ પાલનપુર થઇને રાજસ્થાનના જોધપુર જવાનું નક્કી કર્યું હતું. જેની પાછળનું કારણ હતું કે જોધપુરમાં ઓછા ગુજરાતીઓ રહેતા હોવાથી કોઇ તેમને ઓળખી ન શકે. પાલનપુર રેલવે સ્ટેશનથી તેમણે જોધપુરની 2 ટિકિટ પણ ખરીદી હતી. અહીંથી તે જોધપુર ભાગે તે પહેલાં જ પોલીસ ત્યાં પહોંચી ગઇ અને બન્નેને દબોચી લીધા. આમ ગણતરીની કલાકોમાં જ એક ખતરનાક હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો. લાશને સળગાવી પ્રેમી પંખીડા હોટલમાં રોકાયા, વાંચો પાર્ટ-1 ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *