ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ છે. રાજયમાં કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં 2771 ટેબલનો ઉપયોગ થશે. મતગણતરી પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 3,431 વર્ગ-4 ના કર્મચારીઓ પણ ફરજ પર રહેશે. જેમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં પણ મતગણતરી કરવામાં આવનાર છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. દરેક જિલ્લા અને તાલુકા મથકો પર મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ થશે.