P24 News Gujarat

લીડ્સ ટેસ્ટમાં ભારતની હાર પાછળના 5 ફેકટર્સ:બંને ઇનિંગ્સમાં મિડલ ઓર્ડરના બેટર્સ ફેલ, જાડેજા-ઠાકુર 3 વિકેટ જ લઈ શક્યા

શુભમન ગિલની કેપ્ટનશીપની યાત્રાની શરુઆત હાર સાથે થઈ. ભારત એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી મેચ 5 વિકેટથી હારી ગયું હતું. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 371 રનનો લક્ષ્યાંક પુરો કર્યો હતો. શરૂઆતના 4 દિવસ સુધી મેચ બરાબરી પર હતી, છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 350 રન બનાવવાના હતા. ટીમે ઘરઆંગણે શાનદાર બેટિંગ કરીને જીત મેળવી. બેન ડકેટ (149 રન) અને જેક ક્રોલી (65 રન) એ 188 રનની રેકોર્ડ ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ભારતની હારના 5 ફેકટર્સ ફેકટર્સ-1: મિડલ- લોઅર ઓર્ડરનું ફેલ થવુ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર બંને ઇનિંગ્સમાં કોલેપ્સ કરી. પહેલી ઇનિંગ્સમાં, ભારતીય ટીમે છેલ્લી 6 વિકેટ માત્ર 41 રનમાં ગુમાવી દીધી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં, છેલ્લા 5 બેટર્સ 31 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. પ્રથમ ઇનિંગમાં કરુણ નાયર શૂન્ય, રવિન્દ્ર જાડેજા 11 અને શાર્દુલ ઠાકુર 1 રન બનાવીને આઉટ થયા હતા. જેના કારણે ભારત પ્રથમ ઇનિંગમાં 500 રનનો સ્કોર પાર કરી શક્યું ન હતું. બીજી ઇનિંગમાં કરુણ નાયર 20, રવિન્દ્ર જાડેજા 25 અને શાર્દુલ ઠાકુર 4 રન બનાવીને આઉટ થયા હતા. આ વખતે ટીમ ઇંગ્લેન્ડને 400 પારનો લક્ષ્યાંક આપી શકી ન હતી. જ્યારે બીજી ઇનિંગમાં ટીમે 5 વિકેટે 333 રન બનાવ્યા હતા. ફેકટર્સ-2: ત્રણ બોલરોનું નબળું પ્રદર્શન લીડ્સની પીચ પર ઈંગ્લેન્ડના બીજી ઈનિંગ દરમિયાન ભારતનું બોલિંગ યુનિટ સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. ઉપરાંત, મેચમાં ચોથા-પાંચમા બોલરનું પ્રદર્શન નબળું રહ્યું. બુમરાહ-પ્રસિદ્ધ સિવાય કોઈ બોલર ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરી શક્યો નહીં. મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી. ફેકટર્સ-3: ખરાબ ફિલ્ડિંગ, 9 કેચ છોડ્યા ભારતની હારનું મુખ્ય કારણ ખરાબ ફિલ્ડિંગ હતું. ટીમે મહત્વપૂર્ણ ક્ષણોમાં 9 કેચ છોડ્યા હતા. આમાંથી 6 કેચ પ્રથમ ઇનિંગમાં છોડ્યા હતા, જ્યારે 3 કેચ બીજા ઇનિંગમાં છોડ્યા હતા. મેચમાં સદી ફટકારનારા ઓલી પોપ અને બેન ડકેટને 2-2 જીવતદાન મળ્યું હતું. ભારતની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ નબળી હતી. ફેકટર્સ-4: પાંચમા દિવસે પણ પિચ ફ્લેટ રહી સામાન્ય રીતે ટેસ્ટ મેચના પાંચમા દિવસે બેટિંગ કરવી મુશ્કેલ હોય છે. ત્યાં સુધીમાં પિચ ઘણી હદ સુધી તૂટી જાય છે, પરંતુ હેડિંગ્લેમાં આવું બન્યું નહીં. પાંચમા દિવસે પણ પિચ પર બોલરો માટે કોઈ મદદ મળી ન હતી. ફેકટર્સ-5 : ક્રોલી-ડકેટની રેકોર્ડ ભાગીદારી ઇંગ્લિશ ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ તરફથી બેન ડકેટ અને ઓલી પોપે સદી ફટકારી. હેરી બ્રુકે 99 રન બનાવ્યા. બીજી ઇનિંગમાં, ઇંગ્લિશ ઓપનર્સ જેક ક્રોલી અને બેન ડકેટે 188 રન ઉમેર્યા. આ એક નિર્ણાયક ભાગીદારી સાબિત થઈ. બંનેએ ઇંગ્લેન્ડ માટે ચોથી ઇનિંગમાં અત્યાર સુધીની બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ કરી. આ રમતગમતના સમાચાર પણ વાંચો… નીરજ ચોપરાએ 4 દિવસમાં બીજી ટુર્નામેન્ટ જીતી: ગોલ્ડન સ્પાઇક મીટમાં તે નંબર 1 રહ્યો, 85.29 મીટર ભાલો ફેંક્યો; પેરિસ ડાયમંડ લીગ જીતી હતી ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ મંગળવારે ગોલ્ડન સ્પાઇક મીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તે સતત બીજી ટુર્નામેન્ટ માટે નંબર-1 ક્રમે આવ્યો છે. નીરજ 4 દિવસ પહેલા 20 જૂને પેરિસ ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ખરાબ ફિલ્ડિંગને કારણે અમે હારી ગયા- ગિલ: સ્ટોક્સે જીતનો શ્રેય ડકેટને આપ્યો, ડકેટે કહ્યું- જાડેજા સામે રમવું મુશ્કેલ છે ભારતીય ટીમે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે 5 વિકેટથી હારી ગઈ છે. મંગળવારે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને 350 રન બનાવવાના હતા, જે ટીમે 5 વિકેટ ગુમાવીને પુરા કર્યા હતા.

​શુભમન ગિલની કેપ્ટનશીપની યાત્રાની શરુઆત હાર સાથે થઈ. ભારત એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી મેચ 5 વિકેટથી હારી ગયું હતું. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 371 રનનો લક્ષ્યાંક પુરો કર્યો હતો. શરૂઆતના 4 દિવસ સુધી મેચ બરાબરી પર હતી, છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 350 રન બનાવવાના હતા. ટીમે ઘરઆંગણે શાનદાર બેટિંગ કરીને જીત મેળવી. બેન ડકેટ (149 રન) અને જેક ક્રોલી (65 રન) એ 188 રનની રેકોર્ડ ઓપનિંગ પાર્ટનરશિપ કરી. ભારતની હારના 5 ફેકટર્સ ફેકટર્સ-1: મિડલ- લોઅર ઓર્ડરનું ફેલ થવુ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર બંને ઇનિંગ્સમાં કોલેપ્સ કરી. પહેલી ઇનિંગ્સમાં, ભારતીય ટીમે છેલ્લી 6 વિકેટ માત્ર 41 રનમાં ગુમાવી દીધી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં, છેલ્લા 5 બેટર્સ 31 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. પ્રથમ ઇનિંગમાં કરુણ નાયર શૂન્ય, રવિન્દ્ર જાડેજા 11 અને શાર્દુલ ઠાકુર 1 રન બનાવીને આઉટ થયા હતા. જેના કારણે ભારત પ્રથમ ઇનિંગમાં 500 રનનો સ્કોર પાર કરી શક્યું ન હતું. બીજી ઇનિંગમાં કરુણ નાયર 20, રવિન્દ્ર જાડેજા 25 અને શાર્દુલ ઠાકુર 4 રન બનાવીને આઉટ થયા હતા. આ વખતે ટીમ ઇંગ્લેન્ડને 400 પારનો લક્ષ્યાંક આપી શકી ન હતી. જ્યારે બીજી ઇનિંગમાં ટીમે 5 વિકેટે 333 રન બનાવ્યા હતા. ફેકટર્સ-2: ત્રણ બોલરોનું નબળું પ્રદર્શન લીડ્સની પીચ પર ઈંગ્લેન્ડના બીજી ઈનિંગ દરમિયાન ભારતનું બોલિંગ યુનિટ સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. ઉપરાંત, મેચમાં ચોથા-પાંચમા બોલરનું પ્રદર્શન નબળું રહ્યું. બુમરાહ-પ્રસિદ્ધ સિવાય કોઈ બોલર ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરી શક્યો નહીં. મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી. ફેકટર્સ-3: ખરાબ ફિલ્ડિંગ, 9 કેચ છોડ્યા ભારતની હારનું મુખ્ય કારણ ખરાબ ફિલ્ડિંગ હતું. ટીમે મહત્વપૂર્ણ ક્ષણોમાં 9 કેચ છોડ્યા હતા. આમાંથી 6 કેચ પ્રથમ ઇનિંગમાં છોડ્યા હતા, જ્યારે 3 કેચ બીજા ઇનિંગમાં છોડ્યા હતા. મેચમાં સદી ફટકારનારા ઓલી પોપ અને બેન ડકેટને 2-2 જીવતદાન મળ્યું હતું. ભારતની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ નબળી હતી. ફેકટર્સ-4: પાંચમા દિવસે પણ પિચ ફ્લેટ રહી સામાન્ય રીતે ટેસ્ટ મેચના પાંચમા દિવસે બેટિંગ કરવી મુશ્કેલ હોય છે. ત્યાં સુધીમાં પિચ ઘણી હદ સુધી તૂટી જાય છે, પરંતુ હેડિંગ્લેમાં આવું બન્યું નહીં. પાંચમા દિવસે પણ પિચ પર બોલરો માટે કોઈ મદદ મળી ન હતી. ફેકટર્સ-5 : ક્રોલી-ડકેટની રેકોર્ડ ભાગીદારી ઇંગ્લિશ ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ તરફથી બેન ડકેટ અને ઓલી પોપે સદી ફટકારી. હેરી બ્રુકે 99 રન બનાવ્યા. બીજી ઇનિંગમાં, ઇંગ્લિશ ઓપનર્સ જેક ક્રોલી અને બેન ડકેટે 188 રન ઉમેર્યા. આ એક નિર્ણાયક ભાગીદારી સાબિત થઈ. બંનેએ ઇંગ્લેન્ડ માટે ચોથી ઇનિંગમાં અત્યાર સુધીની બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ કરી. આ રમતગમતના સમાચાર પણ વાંચો… નીરજ ચોપરાએ 4 દિવસમાં બીજી ટુર્નામેન્ટ જીતી: ગોલ્ડન સ્પાઇક મીટમાં તે નંબર 1 રહ્યો, 85.29 મીટર ભાલો ફેંક્યો; પેરિસ ડાયમંડ લીગ જીતી હતી ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ મંગળવારે ગોલ્ડન સ્પાઇક મીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તે સતત બીજી ટુર્નામેન્ટ માટે નંબર-1 ક્રમે આવ્યો છે. નીરજ 4 દિવસ પહેલા 20 જૂને પેરિસ ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ખરાબ ફિલ્ડિંગને કારણે અમે હારી ગયા- ગિલ: સ્ટોક્સે જીતનો શ્રેય ડકેટને આપ્યો, ડકેટે કહ્યું- જાડેજા સામે રમવું મુશ્કેલ છે ભારતીય ટીમે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પહેલી ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે 5 વિકેટથી હારી ગઈ છે. મંગળવારે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને 350 રન બનાવવાના હતા, જે ટીમે 5 વિકેટ ગુમાવીને પુરા કર્યા હતા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *