P24 News Gujarat

અજબ-ગજબ: બોલો! આ પાંડા સવારે જગાડવાના 24 હજાર લે છે:મહિલાએ 22 વર્ષ સુધી મેકઅપ કાઢ્યો નથી; 1500 મીટરની ઊંચાઈએ પોલ સ્ટંટ

ઘણીવાર તમે જાગવા માટે એલાર્મનો ઉપયોગ કરતા હશો, પણ જો દરરોજ સવારે એક સુંદર રેડ પાંડા તમારા રૂમમાં આવીને તમને જગાડે તો? એક હોટલે મહેમાનો માટે ₹24,000માં આવી સુવિધા શરૂ કરી છે. એક મહિલાએ 22 વર્ષ સુધી પોતાનો મેકઅપ કાઢ્યો નથી. દુનિયાભરમાં ચર્ચામાં રહેલા કેટલાક રસપ્રદ સમાચાર. ચાલો જાણીએ… 1. રેડ પાંડા તમને 24 હજાર રૂપિયામાં ઊંઘમાંથી જગાડશે ચીનમાં એક હોટલ તેના મહેમાનોને જગાડવા માટે રેડ પાંડાનો ઉપયોગ કરે છે. આ માટે રેડ પાંડા દરરોજ સવારે ₹24,000 (2,000 યુઆન) ચાર્જ કરે છે. હોટલે આસપાસના વિસ્તારોમાં ‘રેડ પાંડા વોકેશન’ તરીકે એની સેવાની જાહેરાત કરી. આ વીડિયો વાઇરલ થયા બાદ વન વિભાગે હોટલને તાત્કાલિક મહેમાનોને રેડ પાંડા સર્વિસ આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ હોટલમાલિક રેડ પાંડા ક્યાંથી લાવ્યો એની તપાસના આદેશ આપ્યા છે. દુનિયામાં 10 હજારથી પણ ઓછા છે રેડ પાંડા
રેડ પાંડા એક લુપ્તપ્રાય પ્રાણી પ્રજાતિ છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અનુસાર, સમગ્ર વિશ્વમાં 10,000થી ઓછા રેડ પાંડા બાકી છે. એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની જોખમી પ્રજાતિઓની રેડ યાદીમાં પણ સામેલ છે, તેથી રેડ પાંડા રાખવા પર પ્રતિબંધ છે. હોટલ સ્ટાફનો દાવો- પાંડા પ્રાણી સંગ્રહાલયમાંથી લવાયો છે, એને રસી અપાઈ છે
હોટલ સ્ટાફના જણાવ્યા મુજબ, રેડ પાંડા એક પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવ્યો હતો. આ પાંડા ‘વેક-અપ કોલ્સ’ માટે વારાફરતી રૂમમાં જતો હતો. પાંડાને રસી આપવામાં આવી છે અને એની સંભાળ રાખવા માટે એક અલગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. 2. રશિયન જિમ્નાસ્ટે દોઢ કિલોમીટરની ઊંચાઈએ સ્ટંટ કર્યો રશિયાના સેરગેઈ બોયત્સોવ નામના ખેલાડીએ દોઢ કિલોમીટર (1500 મીટર)ની ઊંચાઈએ હોટ એર બલૂનમાંથી પોલ સ્ટંટ કર્યા. ખેલાડીએ દાવો કર્યો – આ પહેલીવાર છે કે કોઈએ પેરાશૂટ અને વીમા વિના આટલી ઊંચાઈએ જિમ્નેસ્ટિક પરાક્રમ કર્યા છે. 3. 22 વર્ષ સુધી મેકઅપ ન કાઢવાથી ચહેરો ખરાબ થઈ ગયો ચીનમાં 37 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ન્યુમિયાને 22 વર્ષથી પોતાના ચહેરા પરથી મેકઅપ કાઢ્યો નથી. તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો ચહેરો ખૂબ જ સૂજી ગયો છે અને લાલ ફોલ્લીઓથી ભરેલો છે. ન્યુમિયાને કહ્યું હતું કે 14 વર્ષની ઉંમરે તેણે ખીલની સારવાર માટે સસ્તા લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ પછી હંમેશાં સુંદર દેખાવા માટે તેણે 22 વર્ષ સુધી મેકઅપ દૂર કર્યો નહોતો. અસ્વસ્થતા હોવા છતાં ન્યુમિયાને તેના ચહેરા પર વિવિધ કોસ્મેટિક સારવાર અને ઇન્જેક્શન કરાવ્યાં. 25 વર્ષની ઉંમર સુધીમાં તેનો ચહેરો લાલ થઈ ગયો અને સૂજી ગયો, પરંતુ એ સમયે તેણે આ ગંભીરતાથી લીધું નહોતું. તો આ રહ્યા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે…

​ઘણીવાર તમે જાગવા માટે એલાર્મનો ઉપયોગ કરતા હશો, પણ જો દરરોજ સવારે એક સુંદર રેડ પાંડા તમારા રૂમમાં આવીને તમને જગાડે તો? એક હોટલે મહેમાનો માટે ₹24,000માં આવી સુવિધા શરૂ કરી છે. એક મહિલાએ 22 વર્ષ સુધી પોતાનો મેકઅપ કાઢ્યો નથી. દુનિયાભરમાં ચર્ચામાં રહેલા કેટલાક રસપ્રદ સમાચાર. ચાલો જાણીએ… 1. રેડ પાંડા તમને 24 હજાર રૂપિયામાં ઊંઘમાંથી જગાડશે ચીનમાં એક હોટલ તેના મહેમાનોને જગાડવા માટે રેડ પાંડાનો ઉપયોગ કરે છે. આ માટે રેડ પાંડા દરરોજ સવારે ₹24,000 (2,000 યુઆન) ચાર્જ કરે છે. હોટલે આસપાસના વિસ્તારોમાં ‘રેડ પાંડા વોકેશન’ તરીકે એની સેવાની જાહેરાત કરી. આ વીડિયો વાઇરલ થયા બાદ વન વિભાગે હોટલને તાત્કાલિક મહેમાનોને રેડ પાંડા સર્વિસ આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ હોટલમાલિક રેડ પાંડા ક્યાંથી લાવ્યો એની તપાસના આદેશ આપ્યા છે. દુનિયામાં 10 હજારથી પણ ઓછા છે રેડ પાંડા
રેડ પાંડા એક લુપ્તપ્રાય પ્રાણી પ્રજાતિ છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અનુસાર, સમગ્ર વિશ્વમાં 10,000થી ઓછા રેડ પાંડા બાકી છે. એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની જોખમી પ્રજાતિઓની રેડ યાદીમાં પણ સામેલ છે, તેથી રેડ પાંડા રાખવા પર પ્રતિબંધ છે. હોટલ સ્ટાફનો દાવો- પાંડા પ્રાણી સંગ્રહાલયમાંથી લવાયો છે, એને રસી અપાઈ છે
હોટલ સ્ટાફના જણાવ્યા મુજબ, રેડ પાંડા એક પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવ્યો હતો. આ પાંડા ‘વેક-અપ કોલ્સ’ માટે વારાફરતી રૂમમાં જતો હતો. પાંડાને રસી આપવામાં આવી છે અને એની સંભાળ રાખવા માટે એક અલગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. 2. રશિયન જિમ્નાસ્ટે દોઢ કિલોમીટરની ઊંચાઈએ સ્ટંટ કર્યો રશિયાના સેરગેઈ બોયત્સોવ નામના ખેલાડીએ દોઢ કિલોમીટર (1500 મીટર)ની ઊંચાઈએ હોટ એર બલૂનમાંથી પોલ સ્ટંટ કર્યા. ખેલાડીએ દાવો કર્યો – આ પહેલીવાર છે કે કોઈએ પેરાશૂટ અને વીમા વિના આટલી ઊંચાઈએ જિમ્નેસ્ટિક પરાક્રમ કર્યા છે. 3. 22 વર્ષ સુધી મેકઅપ ન કાઢવાથી ચહેરો ખરાબ થઈ ગયો ચીનમાં 37 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ન્યુમિયાને 22 વર્ષથી પોતાના ચહેરા પરથી મેકઅપ કાઢ્યો નથી. તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો ચહેરો ખૂબ જ સૂજી ગયો છે અને લાલ ફોલ્લીઓથી ભરેલો છે. ન્યુમિયાને કહ્યું હતું કે 14 વર્ષની ઉંમરે તેણે ખીલની સારવાર માટે સસ્તા લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ પછી હંમેશાં સુંદર દેખાવા માટે તેણે 22 વર્ષ સુધી મેકઅપ દૂર કર્યો નહોતો. અસ્વસ્થતા હોવા છતાં ન્યુમિયાને તેના ચહેરા પર વિવિધ કોસ્મેટિક સારવાર અને ઇન્જેક્શન કરાવ્યાં. 25 વર્ષની ઉંમર સુધીમાં તેનો ચહેરો લાલ થઈ ગયો અને સૂજી ગયો, પરંતુ એ સમયે તેણે આ ગંભીરતાથી લીધું નહોતું. તો આ રહ્યા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *