કુદરત ક્યારેક એવા સંયોગ રચે છે જે માની ન શકાય. આવો જ એક કરૂણ સંયોગ સામે આવ્યો છે જેનું કનેક્શન અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સાથે છે. 15 વર્ષના ગાળામાં બનેલા 3 અલગ અલગ વિમાન અકસ્માત, 3 પાઇલટ અને મુંબઇની એક સોસાયટી એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે જે જાણીને તમને નવાઇ લાગશે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પાયલટ સુમિત સભરવાલ મુંબઇના પવઇમાં આવેલી જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા હતા. તેમની સોસાયટીમાં અન્ય 2 પાયલટ્સ પણ રહેતા હતા જેમણે ભૂતકાળમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. ત્રણેય વિમાન દુર્ઘટનાના સ્થળ અલગ અલગ હતા પણ સામ્યતા એ પણ છે કે ત્રણેય ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અથવા તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસની હતી અને ત્રણેયના પાયલટ્સ એક જ સોસાયટીના રહેવાસી હતા. જલવાયુ વિહાર સોસાયટી મુંબઇના પવઇમાં આવેલી છે. ભારતીય વાયુસેના અને નૌસેનાના નિવૃત તેમજ કાર્યરત કર્મચારીઓ માટે આ સોસાયટી 1995માં બનાવવામાં આવી હતી. આ સોસાયટી પવઇ લેકની નજીક છે. સોસાયટીમાં 13 ટાવર અને 532 ફ્લેટ્સ છે. જેમાં 2BHK અને 3BHK ફ્લેટ્સનો સમાવેશ થાય છે. જે 3 વિમાન દુર્ઘટના બની હતી તે કર્ણાટકના મેંગ્લોર, કેરળના કોઝીકોડ અને અમદાવાદમાં બની હતી. સૌથી પહેલા વાત કરીએ મેંગ્લોર પ્લેન ક્રેશ વિશે અઢી વર્ષ જૂનું પ્લેન ક્રેશ થયું
22મી મે, 2010ના રોજ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મેંગ્લોર આવી રહેલી ફ્લાઇટ એર ઇન્ડિયાની ફ્લાઇટ મેંગ્લોર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઇ. એરક્રાફ્ટ રનવેની બહાર નીકળી ગયું, ખીણમાં પડ્યું અને તેમાં આગ લાગી ગઇ. દુર્ઘટના સમયે પ્લેનમાં 160 પેસેન્જર અને 6 ક્રુ મેમ્બર્સ મળીને કુલ 166 લોકો સવાર હતા. જેમાંથી 8 પેસેન્જર બચી ગયા. 152 પેસેન્જર અને બધા 6 ક્રુ મેમ્બર્સ મૃત્યુ પામ્યા હતા. આ પ્લેન અઢી વર્ષ જૂનું હતું. આ પ્લેનનો કેપ્ટન એટલે કે મુખ્ય પાયલટ સર્બિયાનો ઝ્લાટકો ગ્લુસિકા હતો. જે યુગોસ્લાવિયા એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે સેવા આપી ચૂક્યો હતો. દુર્ઘટના સમયે ઝ્લાટકો ગ્લુસિકા સાથે ફર્સ્ટ ઓફિસર તરીકે ભારતીય પાયલટ હરવિંદરસિંહ આહલુવાલિયા હતા. પ્લેન દુર્ઘટના વખતે હરવિંદરસિંહ અંધેરીના જેબઇનગરમાં રહેતા હતા પરંતુ તે પહેલાં તેઓ મુંબઇના પવઇમાં આવેલી જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા હતા. આ દુર્ઘટનાના દસેક વર્ષ પછી કેરળના કોઝીકોડમાં પણ એક વિમાનને અકસ્માત નડ્યો હતો. વંદે ભારત મિશનની ફ્લાઇટને અકસ્માત
7 ઓગસ્ટ, 2020ના રોજ દુબઇથી કોઝીકોડ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એરપોર્ટના રનવે નંબર 10 પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઇ ગઇ. એરક્રાફ્ટ રનવેની બહાર નીકળી ગયું, ઊંડી ખીણમાં પડતા તેના 2 ભાગ થઇ ગયા. ક્રેશ થયેલું વિમાન 13 વર્ષ જૂનું હતું. આ ફ્લાઇટ વંદે ભારત મિશનનો ભાગ હતી. કોવિડ-19 મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકારે આ મિશન ચાલુ કર્યું હતું. દુર્ઘટના સમયે પ્લેનમાં 6 ક્રુ મેમ્બર્સ સહિત કુલ 190 લોકો હતા. જેમાંથી 2 પાયલટ અને 19 પેસેન્જર મળીને કુલ 21 લોકોનાં મોત થયા. જ્યારે કુલ 169 લોકો બચી ગયા હતા. આ પ્લેનના કેપ્ટન 59 વર્ષીય વિંગ કમાન્ડર (નિવૃત્ત) દીપક વસંત સાઠે હતા. તે પણ જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા હતા. તેઓ ભારતીય વાયુસેનાના નિવૃત્ત ફાઇટર પાયલટ હતા. 5 વર્ષ બાદ ફરી દુર્ઘટના
આ દુર્ઘટનાના 5 વર્ષ બાદ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. જે અમદાવાદથી લંડન જવા નીકળ્યું હતું. ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં તે ક્રેશ થઇ ગયું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાંથી એક માત્ર વિશ્વાસકુમાર નામના પેસેન્જરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. બાકીના બધા પેસેન્જર મોતને ભેટ્યા હતા. ફ્લાઇટના કેપ્ટન સુમિત સભરવાલ હતા. જેમને ફ્લાઇટ ઉડાડવાનો 8200 કલાકનો બહોળો અનુભવ હતો. ફ્લાઇટના ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર હતા જેમને 1100 કલાકનો અનુભવ હતો. કેપ્ટન સુમિત સભરવાલ પણ જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા હતા અને ઇંડિયન એરફોર્સમાંથી રિટાયર થયા હતા. દિવ્ય ભાસ્કરે જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા અને અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનારા પાયલટ સુમિત સભરવાલના પડોશી તેજસ હોસકટી સાથે ખાસ વાતચીત કરી હતી. તેજસનો પરિવાર વર્ષ 2000થી આ સોસાયટીમાં રહે છે. તેના દાદા બ્રિટિશકાળમાં નેવી ઓફિસર તરીકે જોડાયા હતા અને INS વિક્રાંત પર ફરજ બજાવતા હતા. સુમિત સભરવાલ F બ્લોકમાં રહેતા હતા
તેજસે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હું આ જ કોમ્યુનિટીમાં ઉછર્યો છું. જલવાયુ વિહાર સોસાયટી નેવી અને એરફોર્સના અધિકારીઓ-કર્મચારીઓ રહી શકે તે માટે બનાવાઇ હતી. સેનાની કોઇપણ પાંખમાં ફરજ બજાવતા લોકો અહીં રહી શકે છે. અહીં મોટાભાગે નિવૃત્ત અને અનુભવી અધિકારીઓ જ રહે છે. કેપ્ટન સુમિત સભરવાલ અહી F બ્લોકમાં રહેતા હતા. તેઓ જેન્ટલમેન પાયલટ હતા. તેઓ હંમેશા હસતા જોવા મળતા. એમનો સ્વભાવ મદદરૂપ થવાનો હતો. ‘કેપ્ટન સભરવાલે ઇમરજન્સીની સ્થિતિમાં પણ નિડરતાથી સંયમ રાખીને મોટી ઘટના થતાં બચાવી છે. તેમણે દુર્ઘટના સમયે જેટલા રહેણાંક વિસ્તારો એવોઇડ થઇ શકતા હતા તેટલા કર્યા છે. અમેરિકામાં 9/11ની ઘટનામાં બે પ્લેન એક બિલ્ડિંગમાં અથડાયા અને આટલી મોટી બિલ્ડિંગ આખી પડી ગઇ હતી. જ્યારે અમદાવાદમાં તો પ્લેન જે બિલ્ડિંગ સાથે અથડાયું તે આજે પણ ઊભી છે. આના પરથી એટલું સમજી શકાય છે કે તેમણે છેલ્લા શ્વાસ સુધી સંયમ રાખીને પોતાની ફરજ નિભાવી છે. અમને તેમના પર ગર્વ છે.’ પાયલટ દીપક સાઠે પાકિસ્તાન સામે યુદ્ધ લડ્યા હતા
‘2010માં મેંગ્લોર પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હરવિંદરસિંહ અહલુવાલિયા થોડો સમય અમારી સોસાયટીમાં રહ્યા હતા. એ પછી તેઓ અંધેરીના જેબઈ નગર ખાતે રહેવા ગયા હતા. 2020માં કેરળના કોઝીકોડમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દીપક સાઠેએ પાકિસ્તાન સામે યુદ્ધ લડેલું હતું. તેઓ ડેકોરેટેડ એરફોર્સ ઓફિસર હતા અને પરિવાર સાથે અમારી સોસાયટીમાં રહેતા હતા.’ છેલ્લે પોતાની વાત પૂરી કરતા તેજસે કહ્યું કે, આ સોસાયટીમાં તમને દેશના બેસ્ટ પાયલટ મળશે. એરફોર્સમાંથી નિવૃત થનારા અને યુદ્ધ લડી ચૂકેલા ઘણા અધિકારીઓ અહીં રહે છે. આ પણ વાંચો
ક્રેશ સાઇટ પર સૌથી પહેલાં પહોંચેલા લોકોનો અનુભવ પ્લેન ક્રેશના મૃતકના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ વિશ્વાસકુમારે ભાસ્કરને કહ્યું, ‘મેં એરપોર્ટ પર રૂપાણીને જોયા હતા RSSના કાર્યકરોએ સેમ્પલ માટે ડેડબોડીમાંથી ટુકડા કાપ્યા