ક્રિકેટર રિંકુ સિંહ અને સપા સાંસદ પ્રિયા સરોજનાં લગ્નની તારીખ મુલતવી રાખવામાં આવી છે. હવે આ લગ્ન 18 નવેમ્બરે કાશીમાં થશે નહીં. એવી શક્યતા છે કે લગ્ન ત્રણ મહિના પછી ફેબ્રુઆરી 2026માં થઈ શકે છે, જોકે નવી તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. પ્રિયાના ધારાસભ્ય પિતા તૂફાની સરોજે જણાવ્યું હતું કે રિંકુની ઘરેલુ ક્રિકેટમાં વ્યસ્ત શિડ્યૂલને કારણે લગ્નની તારીખ મુલતવી રાખવામાં આવી છે. રિંકુ સિંહ ઓક્ટોબરથી ફેબ્રુઆરી વચ્ચે રાજ્ય ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમશે. આ પછી રિંકુ અને પ્રિયા લગ્ન કરશે. અગાઉ 8 જૂને રિંકુ અને પ્રિયાની રિંગ સેરેમની લખનઉની ‘ધ સેન્ટ્રમ’ હોટલમાં યોજાઈ હતી, જેમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, જયા બચ્ચન, શિવપાલ યાદવ, ઇકરા હસન સહિત 300 VIP મહેમાનોએ હાજરી આપી હતી. સગાઈ દરમિયાન રિંકુએ આંગળીમાં વીંટી પહેરાવી ત્યારે પ્રિયા ભાવુક થઈ ગઈ રિંગ સેરેમની દરમિયાન જ્યારે રિંકુએ સ્ટેજ પર પ્રિયાની આંગળીમાં રિંગ પહેરાવી ત્યારે તે ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. રિંકુએ તેને સાંત્વના આપી. સેરેમની પછી બંનેએ કેક કાપીને એકબીજાને ખવડાવી. રિંકુ-પ્રિયાએ મહેમાનો અને પરિવાર સાથે ખૂબ ડાન્સ કર્યો. પ્રિયા અને રિંકુએ એકબીજાને ડિઝાઇનર વીંટી ભેટમાં આપી સગાઈ દરમિયાન પ્રિયાએ રિંકુને કોલકાતાથી મગાવેલી ડિઝાઇનર વીંટી ભેટમાં આપી હતી, જ્યારે રિંકુએ પ્રિયાને મુંબઈથી ખરીદેલી ડિઝાઇનર વીંટી ભેટમાં આપી હતી. બંને વીંટીઓની કુલ કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હતી. આ પ્રસંગે પ્રિયાએ ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો, જ્યારે રિંકુ સફેદ શેરવાનીમાં જોવા મળી હતી. જુઓ તસવીરો- રિંકુ-પ્રિયા પહેલીવાર કોઈ ક્રિકેટરના લગ્નમાં મળ્યાં હતાં રિંકુ અને પ્રિયાની લવસ્ટોરી રસપ્રદ છે. વાત લગભગ 2 વર્ષ પહેલાંની છે. IPL 2023માં રિંકુએ છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવવા માટે સતત 5 છગ્ગા ફટકાર્યા હતા. આ પછી KKRના સિનિયર ક્રિકેટરો સાથે રિંકુની નિકટતા વધી ગઈ. આ દરમિયાન દિલ્હીમાં એક સિનિયર ક્રિકેટરના લગ્ન થયા. ક્રિકેટરે રિંકુ અને તેની પત્નીની મિત્ર પ્રિયાને લગ્નમાં આમંત્રણ આપ્યું. રિંકુ અને પ્રિયા પહેલીવાર આ પાર્ટીમાં મળ્યાં હતાં. ક્રિકેટરની પત્નીએ તેમનો પરિચય કરાવ્યો અને પછી તેમણે વાત શરૂ કરી. રિંકુના પરિવાર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે KKRના ક્રિકેટરની પત્ની અને પ્રિયાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પ્રિયા સરોજે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ, એલએલબી કર્યું છે. અભ્યાસ દરમિયાન બંને મિત્રો બન્યાં હતાં. પિતા સિલિન્ડર ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા KKRને આપેલા ઇન્ટરવ્યૂમાં રિંકુએ પોતાના જીવન વિશે વાત કરી. તેણે કહ્યું- પરિવારમાં 5 ભાઈ છે. પિતા સિલિન્ડર ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. અમે પાંચેય ભાઈઓ પણ પિતાના કામમાં મદદ કરતા હતા, જ્યારે તેમને કોઈ મળતું નહોતું ત્યારે પિતા અમને લાકડીથી મારતા પણ હતા. અમે બધા ભાઈઓ હોટલ અને ઘરોમાં બાઇક પર બે સિલિન્ડર લઈને જતા અને તેમને પહોંચાડતા. બધા પપ્પાને મદદ કરતા અને જ્યાં પણ મેચ થતી બધા ભાઈઓ એકસાથે રમવા જતા. પાડોશમાં બીજા 6-7 છોકરા હતા, જેમની સાથે અમે પૈસા ભેગા કરીને બોલ લેતા હતા. ટેનિસ અને ચામડાના બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. યુપીના અલીગઢમાં મોડર્ન સ્કૂલમાંથી ક્રિકેટ પણ રમ્યો. ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટમાં 32 બોલમાં 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. શરૂઆતમાં મારી પાસે ક્લબ ક્રિકેટ રમવા માટે પૈસા નહોતા, તેથી હું સરકારી સ્ટેડિયમમાં કાર્ડ બનાવીને પ્રેક્ટિસ કરતો હતો. મેચ રમવા માટે પૈસા ખર્ચાતા હતા. જો હું મારા પરિવાર પાસે માગતો, તો તેઓ મને ભણવાનું કહેતા. મારા પિતા હંમેશાં મને રમવાની ના પાડતા, પણ મારી માતા મને થોડો ટેકો આપતી. શહેરની નજીક એક ટુર્નામેન્ટ હતી અને મને એના માટે પૈસાની જરૂર હતી. મારી માતાએ દુકાનમાંથી એક હજાર રૂપિયા ઉધાર લીધા અને મને આપ્યા હતા. પ્રિયા સરોજ કોણ છે? પ્રિયા સરોજ વારાણસી જિલ્લાના પિંડરામાં આવેલા કરખિયાનની રહેવાસી છે. તેનો જન્મ 23 નવેમ્બર 1998ના રોજ થયો હતો. 18 વર્ષની થતાં જ તેણે સપાનું સક્રિય સભ્યપદ જ નહીં, પણ પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લે છે. માત્ર 25 વર્ષની ઉંમરે તે ભાજપના બીપી સરોજને હરાવીને લોકસભામાં પહોંચવામાં સફળ રહી. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ મછલીશહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી.