ભારતના ઝડપી બોલર હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ પહેલા ટીમમાંથી રિલીઝ કર્યો છે. યુવા બોલરને પ્રથમ ટેસ્ટ માટે કવર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. અહેવાલો અનુસાર, રાણાએ લીડ્સથી બર્મિંગહામ સુધી ટીમ સાથે મુસાફરી કરી નથી. ટીમ ઈન્ડિયા લીડ્સથી બર્મિંગહામ જવા રવાના થઈ
ભારતીય ટીમ લીડ્સથી બર્મિંગહામ જવા રવાના થઈ ગઈ છે. ટીમ આગામી બે દિવસ આરામ કરશે અને પછી બીજી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં ટ્રેનિંગ શરૂ કરશે. બીજી ટેસ્ટ 2 જુલાઈથી રમવાની છે. ભારતીય ટીમ પાંચ ટેસ્ટની સિરીઝમાં 1-0 થી પાછળ છે. કોચે રાણાને ટીમમાંથી રિલીઝ કરવાનો સંકેત આપ્યો હતો
કોચ ગૌતમ ગંભીરે રાણા વિશે કહ્યું, ‘મેં હજુ સુધી મુખ્ય પસંદગીકાર સાથે વાત કરી નથી, પરંતુ કેટલાક ખેલાડીઓને નાની ઇજાઓનો ડર હતો. તેથી જ અમે તેને બેકઅપ તરીકે રાખ્યો હતો. પરંતુ હવે બધું બરાબર લાગે છે, તેથી જો બધા ફિટ હોય, તો તેણે પરત ફરવું પડશે.’ 5 ખેલાડીઓએ સદી ફટકારી હોવા છતાં ભારત હેડિંગ્લી ટેસ્ટ હારી ગયું
હેડિંગ્લી ટેસ્ટમાં પાંચ બેટર્સે સદી ફટકારી હોવા છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે કોઈ ટીમ પાંચ સદી ફટકારવા છતાં મેચ હારી ગઈ હોય. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ અને રિષભ પંત (બે વાર)એ સદી ફટકારી હતી, પરંતુ ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 371 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો અને પાંચ વિકેટથી જીત મેળવી. બેન ડકેટે બીજી ઇનિંગમાં 149 રન બનાવ્યા. બંને ટીમ વચ્ચે કુલ 1673 રન બન્યા, જે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 2 જુલાઈએ એજબેસ્ટન ખાતે રમાશે.