P24 News Gujarat

નક્સલીઓની ડોક્ટર, હિડમાની ગનમેન અને હવે પોલીસમાં નોકરી:નાના હતા ને નક્સલી બન્યા, જવાનોને માર્યા; પછી સરેન્ડર કરી JCB ચલાવવું, સીવણ શીખીએ છીએ

કોઈ ડોક્ટર હતું, કોઈ ગનમેન અને કોઈ ટ્રેનર. આ પ્રોફેશનલ્સ નહોતા, નક્સલી હતા. નાની ઉંમરે જ સંગઠન સાથે જોડાઈ ગયા. જવાનો પર હુમલા કર્યા. મોટી જવાબદારીઓ સંભાળી. પછી પરેશાન થઈને જંગલ અને બંદૂક બંને છોડી દીધાં. હવે છત્તીસગઢના બીજાપુરમાં સ્કિલ સેન્ટરમાં સીવણ, JCB ચલાવવું, ટ્રેક્ટર રિપેરિંગ અને રાજમિસ્ત્રીનું કામ શીખી રહ્યા છે. કેટલાક તો પોલીસમાં પણ છે. ‘નક્સલગઢમાં ભાસ્કર’ સિરીઝની આમાં આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓની કહાનીઓ છે. તેઓ કેવી રીતે નક્સલી બન્યા, શું કરતા હતા, શા માટે સંગઠન છોડ્યું અને હવે શું કરી રહ્યા છે. આમાં હિડમા જેવા મોટા નક્સલી નેતાની ગનમેન સુંદરી છે, નક્સલીઓના ડૉક્ટર રહેલા સુરેશ અને બુરકાપાલ, તિડમેલ અને કસાલપાડમાં 48 જવાનોની હત્યામાં સામેલ સંજુ પણ છે. પહેલી કહાની સુંદરીની નક્સલીઓને ગીત ગમ્યું, ટ્રેનિંગ માટે સાથે લઈ ગયા
નારાયણપુર જિલ્લાના ઓરછામાં બટવેડા નામનું એક ગામ છે. સુંદરી આ જ ગામમાં રહેતી હતી. 25 વર્ષ પહેલાં નક્સલીઓ સાથે જોડાઈ, કમાન્ડર સુધી બની. મોટા નક્સલીઓની સુરક્ષાની જવાબદદારી સંભાળતી હતી, હવે તે છત્તીસગઢ પોલીસની યુનિટ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સ (DRG)માં છે. દંતેવાડાના DRG કેમ્પમાં બનેલા ક્વાર્ટરમાં રહે છે. અમે તેને કેમ્પમાં જ મળ્યા. વાંચો સંપૂર્ણ વાતચીત… સવાલ: નક્સલી સંગઠન સાથે કેવી રીતે જોડાયા?
જવાબ: 2002ની વાત છે. હું 15 વર્ષની હતી. હું રમતાં-રમતાં ગીત ગાતી હતી. સંગઠનના લોકોએ મારું ગીત સાંભળ્યું. તેમને ગમ્યું. તેઓ ગામમાં આવતા-જતા રહેતા હતા, એટલે અમે તેમને બાળપણથી ઓળખતા હતા. મારા ઘરે પણ આવતા હતા. એક દિવસ આંધ્ર પ્રદેશથી ડિસ્ટ્રિક્ટ કમિટીનો સભ્ય રાજમન આવ્યો અને બોલ્યો કે સાથે ચાલ, તને ગીત શીખવશું. તે મને લઈ ગયો અને કમાન્ડર સપના સાથે જાટાલૂર એરિયામાં છોડી દીધી. એક વર્ષ હું સપના સાથે રહી. ત્યારબાદ 2-3 વર્ષ જનતાના સરકાર સ્કૂલમાં અભ્યાસ કર્યો. 2007માં હથિયારોની ટ્રેનિંગ આપીને મને સપનાની ગનમેન બનાવી દેવામાં આવી. ત્રણ વર્ષ ગનમેન રહી. 2012માં એક બટાલિયન બનવાની હતી. ત્યારે મારા કમાન્ડર રામદાસ હતા. તેમણે મને બટાલિયન માટે મોકલી દીધી, પણ આ બટાલિયન ક્યારેય બની નહીં. સવાલ: સંગઠન છોડવાનો વિચાર કેમ આવ્યો?
જવાબ: મને ચિઠ્ઠી મળી કે મારા મમ્મી-પપ્પાનું મૃત્યુ થયું છે. આ મને એક વર્ષ બાદ ખબર પડી. કોઈએ મને જણાવ્યું નહીં. DVCની મિટિંગ થઈ તો મેં કહ્યું કે મારા ઘરમાં આ બધું થયું, તો મને કેમ ન જણાવાયું. તેમણે કહ્યું કે તું જઈશ, તો શું જીવિત કરી દેઈશ? તું રાજકારણના રસ્તે ચાલી રહી છે અને માતા-પિતાને યાદ કરે છે. આ પછીથી જ મને લાગી રહ્યું હતું કે મારે ઘરે જવું છે. તેમણે બે-ત્રણ દિવસ બેસાડીને મને સમજાવ્યું. કહ્યું કે બાળપણથી લડાઈ સાથે જોડાઈ ગઈ છે, હવે જઈને શું કરીશ. પોલીસ તને મારી નાખશે. આ પછી મને એક બટાલિયનની ડોક્ટર ટીમની કમાન્ડર બનાવી દેવામાં આવી. મને ડોક્ટરની ટ્રેનિંગ આપવામાં આવી. આ ટ્રેનિંગ નારાયણપુરના નીરમ મેટા ગામમાં થઈ હતી. બહારથી એક ડોક્ટર ટ્રેનિંગ આપવા આવ્યો હતો. અમે દસ લોકો હતા. ડોક્ટરે અમને ઘાયલ થવા પર ટાંકા લગાવવા, લોહી વહેવા પર ઈન્જેક્શન આપવું અને મેલેરિયા જેવા રોગોનો ઈલાજ કરવું શીખવ્યું. હું 2012માં 5 દિવસ માટે ઘરે આવી. મેં ન્યૂઝપેપરમાં સરકારની આત્મસમર્પણ નીતિ વિશે વાંચ્યું. પહેલા તો ડર લાગ્યો કે 12 વર્ષથી નક્સલીઓ સાથે કામ કરું છું, પોલીસ મને મારી નાખશે. બે વર્ષ વિચાર્યા પછી 2014માં મેં દંતેવાડામાં આત્મસમર્પણ કર્યું. સવાલ: તમે સંગઠનમાં જવાનો વિરોધ નથી કર્યો?
જવાબ: હું ઘરની એકમાત્ર દીકરી હતી. પપ્પાએ કહ્યું કે હું મારી દીકરી નહીં આપું. સંગઠનના લોકોએ કહ્યું કે જો તમે દીકરીઓ નહીં મોકલો તો લડાઈ કેવી રીતે ચાલશે. મારી પોતાની કોઈ ઇચ્છા નહોતી. હું તો ખૂબ ભણવા ઇચ્છતી હતી. હું આઠમા ધોરણ સુધી જ ભણી શકી. ગામમાં જનતાના સરકાર બને છે. મારો ભાઈ તેનો અધ્યક્ષ હતો. મેં આત્મસમર્પણ કર્યું, તો મારો વીડિયો યૂટ્યૂબ પર ચાલ્યો. નક્સલીઓ તે બતાવીને મારા ભાઈને પરેશાન કરતા હતા. કહેતા હતા કે સુંદરીથી મળવાનું નથી. તેની સાથે મળશે તો મારી નાખશું. બે-ત્રણ વર્ષ આવું ચાલ્યું. એક વખત ભાઈ મને મળવા આવ્યો. મારી પાસે એક દિવસ રોકાયો. આ કારણે તેને જનતા અદાલતમાં મારવામાં આવ્યો. તેઓ તેને મારવાના હતા. ભાઈ જાન બચાવવા રાત્રે ભાગીને ઓરછા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. નક્સલીઓએ જોયું કે ભાઈ ગામમાં નથી, તો તેની ગાય-ભેંસ, બકરી બધું ગામવાળાઓમાં વહેંચી દીધું. આ પછી ભાઈએ આત્મસમર્પણ કર્યું. તે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડમાં જોડાયો. એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ 2025માં એક ઓપરેશનમાં તે શહીદ થયો. સવાલ: સંગઠનમાં મહિલાઓને કઈ મુશ્કેલીઓ આવે છે?
જવાબ: મહિલાઓ માટે સૌથી મોટી મુશ્કેલી માસિક ધર્મની છે. ગરમીમાં પાણીની ખૂબ અછત હોય છે. વર્ષમાં ફક્ત એક જોડી કપડાં મળે છે. તેને જ આખું વર્ષ ચલાવવું પડે છે. આ મજબૂરીઓના કારણે ઘણી મહિલાઓ ઘરે પરત ફરવા ઇચ્છે છે. કેટલીક મહિલાઓ ઘરે આવી પણ ગઈ. આ પછી દબાણ આવ્યું કે જે લોકો ઘરે જાય છે, તે જ્યાં પણ દેખાય, તેમને મારી નાખવા. સવાલ: કયા મોટા નક્સલી નેતાઓ સાથે કામ કર્યું છે?
જવાબ: સંદરાના, કોસા દાદા, ગુલસા હુસેન્ડી, પાપા રાવ, સપના અને રાધાક્કા સાથે રહી ચૂકી છું. આ લોકો મિટિંગમાં જતા હતા, તો હું તેમની સુરક્ષામાં રહેતી હતી. હિડમા સાથે લગભગ દોઢ વર્ષ સુધી રહી. તે એકદમ અલગ માણસ છે. તેનું દિમાગ હંમેશા યુદ્ધની યોજના બનાવતું રહે છે. તે ખૂબ ધીમેથી બોલે છે, પણ જે કહે છે, તે જ કરે છે. બીજાનું સાંભળતો નથી. હંમેશા માર્ક્સવાદી-લેનિનવાદી પુસ્તકો વાંચે છે. તેના હિસાબે લોકોને લડાઈ માટે તૈયાર કરે છે. નોર્થ બસ્તરમાં એક DVC મિટિંગમાં CPI (માઓવાદી)ના મહાસચિવ બસવરાજુને મળી હતી. તેના વિશે વધુ નથી જાણતી. બીજી કહાની સંજુની ડેપ્યુટી કમાન્ડર હતા, કમાન્ડરે ગાળો આપી તો સંગઠન છોડ્યું
સંજુ માડવી બીજાપુરના પાલગુડાના રહેવાસી છે. સંજુ પણ બાળપણમાં નક્સલીઓ સાથે જોડાયા હતા. મોટા થયા તો હથિયારબંધ દસ્તામાં સામેલ થયા. 5 વર્ષમાં જ ડેપ્યુટી કમાન્ડર બનાવી દેવાયા. હાલ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડમાં આરક્ષક છે. સવાલ: નક્સલીઓ સાથે કેવી રીતે જોડાયા?
જવાબ: હું 5-6 વર્ષનો હતો, ત્યારે નક્સલીઓના બાળ સંગઠન સાથે જોડાયો હતો. થોડો મોટો થયો તો મિલિશિયા પ્લાટૂન જોઈન કરી લીધી. તેમાં બે વર્ષ કામ કર્યું. અમારી 30-40 લોકોની ટીમ હતી. મારી પાસે પૂછવામાં આવતું કે આગળ શું કરશે, સંગઠન માટે કામ કરશે કે ક્યાંક જશે. મારા ઘરમાં મુશ્કેલી હતી. અમે બે ભાઈઓ છીએ, જમીન ઓછી હતી. રહેવા-ખાવાની તકલીફ હતી. ત્યારે મેં સંગઠન જોઈન કરી લીધું. પહેલા મને પામેડ એરિયાના લોકલ ગોરિલા સ્ક્વાડમાં મોકલવામાં આવ્યો. આ મિલિટરી પ્લાટૂન છે. અહીં 140 લોકો સાથે એક મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી. રાઈફલ ચલાવવી, એમ્બુશ કરવું શીખવાડ્યું. ટ્રેનિંગ પછી મને પ્લાટૂનમાં મોકલી દેવાયો. ત્યાં મનોજા નામની કમાન્ડર હતી. મેં તેની સાથે 5-6 વર્ષ કામ કર્યું. જલદી જ હું ડેપ્યુટી કમાન્ડર બની ગયો. સવાલ: કયા નક્સલીઓ સાથે કામ કર્યું, કયા હુમલાઓમાં સામેલ હતા?
જવાબ: મોટાભાગનો સમય હિડમા સાથે જ રહ્યો. માર્ચથી મે સુધી ડિવિઝન ફોર્સ એક જગ્યાએ એકઠી થાય છે. તેમાં સારા છોકરાઓને ચૂંટવામાં આવતા, જેઓ SLR-ઇન્સાસ રાઈફલ સંભાળી શકે. માર્ચ 2020માં બુરકાપાલમાં 24 જવાનો માર્યા ગયા હતા. હું તેમાં સામેલ હતો. મને ગોળી પણ વાગી હતી. તિડમેલમાં STFના 8 જવાનોને માર્યા. 2016માં કસાલપાડમાં 16 CRPF જવાનો માર્યા હતા. સવાલ: જવાનો પર કેવી રીતે હુમલા કરતા હતા, હથિયારો ક્યાંથી આવતા હતા?
જવાબ: પહેલા 60-70 જવાનો લાંબી પેટ્રોલિંગ પર નીકળતા હતા. અમને તેની ખબર પડી જતી હતી. અમે અમારા લોકોને કેમ્પ તરફ મોકલતા હતા. તેમની પાસેથી ખબર પડી જતી કે ફોર્સ કઈ દિશામાંથી આવી રહી છે. પછી અમે ઝોનલ અને ડિવિઝનના મોટા નેતાઓ સાથે એકઠા થતા હતા. ખબર કાઢતા હતા કે કેટલી ફોર્સ છે, ક્યાંથી આવી રહી છે. પછી હુમલો કરતા હતા. અમે પોલીસ પર હુમલો કરીને હથિયારો લૂંટતા હતા. 2015 પછી બેરલ ગ્રેનેડ લોન્ચર એટલે કે BGL બનાવ્યું. આની પાછળ હિડમાનું દિમાગ હતું. હાલમાં આનો સૌથી વધુ ઉપયોગ થાય છે. દરેક પ્લાટૂન અને સેક્શન પાસે આ હોય છે. આનાથી રોકેટ છોડવાથી ખૂબ જોરદાર ધડાકો થાય છે. સવાલ: પહેલાનું જીવન કેવું હતું?
જવાબ: હું 10 વર્ષ સંગઠનમાં રહ્યો. પરિવાર સાથે માત્ર એક જ વખત મળ્યો. એક ગામમાં હોઈએ, ત્યારે પણ પરિવાર સાથે મળી શકતો નહોતો. પૈસા પણ ન મળતા કે પરિવારને આપી શકું. ગમે તેટલો મોટો નેતા હોય, પરિવાર ચલાવવા માટે પૈસા ન મળતા. પહેલા અમે એક જગ્યાએ એક-એક મહિનો રોકાતા હતા. વાસણો, ચોખા બધું લઈને ચાલતા હતા. શરીર મજબૂત કરવા માટે સવારે 6થી 8 અને સાંજે 4થી 5 વાગ્યા સુધી કસરત કરતા હતા. સવાલ: ક્યારે લાગ્યું કે સંગઠન છોડી દેવું જોઈએ?
જવાબ: બુરકાપાલની ઘટનામાં મને પગ અને પીઠમાં ગોળી વાગી હતી. હું ચાલી નહોતો શકતો, મશીનગન ઉપાડી નહોતો શકતો. તાવ પણ આવવા લાગ્યો. ખૂબ દુખાવો થતો હતો. મેં મારા કમાન્ડર રમન્ના અને સુજાતાને કહ્યું કે ઘર માટે અમને થોડી જમીન જોઈએ. મને જમીન ન મળી. એક વખત હું બસવરાજુનો સામાન લેવા ગયો હતો. રસ્તામાં વરસાદ થવા લાગ્યો. આવવું મુશ્કેલ થઈ ગયું તો હું એક ગામમાં રોકાઈ ગયો. સામાન પહોંચાડવામાં મોડું થઈ ગયું. કેમ્પમાં પાછો ફર્યો તો કમાન્ડરે ખૂબ ગાળો આપી. બોલ્યા કે આટલા મોટા નેતા આવ્યા છે, તું સામાન ન લાવી શક્યો. આટલા વર્ષમાં શું શીખ્યો. કેડરને કેવી રીતે શીખવશે. મને લાગ્યું કે 10 વર્ષ આની સાથે કામ કર્યું, કોઈ અર્થ ન નીકળ્યો. પરિવાર માટે કંઈ નથી. આ બધું વિચારીને હું નીકળી ગયો. તે જ મહિને મારા લગ્ન થયા હતા. આ સપ્ટેમ્બર 2021ની વાત છે. મારી પત્ની મહિલા દળની કમાન્ડર હતી. મેં તેને ચિઠ્ઠી લખીને જણાવ્યું કે કેવી રીતે પણ અહીંથી જવું છે. રાત્રે 8 વાગ્યે અમે એક બાઈક લીધી. કેમ્પમાં કહ્યું કે સામાન લેવા જઈ રહ્યા છીએ. આ પછી બંને ભાગી નીકળ્યા. અમે આંધ્રપ્રદેશના ભદ્રાચલમ થઈને ભાઈ પાસે કુક્કુનૂર પહોંચ્યા. આંધ્ર પ્રદેશ પોલીસને પણ ખબર પડી ગઈ કે કોઈ મોટો નક્સલી ભાગીને આવ્યો છે. હું બધાથી બચીને છત્તીસગઢ આવી ગયો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. હવે પત્ની સાથે અહીં રહું છું. સવાલ: શું હજુ પણ ડર લાગે છે?
જવાબ: હા, ડર તો છે. તેઓ મને મારવા માટે તૈયાર બેઠા છે. 10 વર્ષ થઈ ગયા, હું પરિવાર સાથે મળ્યો નથી. પરિવારને કહે છે કે જો મારી સાથે મળશે કે વાત કરશે, તો જીવતો સળગાવી દઈશું. મારો ભાઈ એક વખત પૂજા કરવા બહાર ગયો હતો, નક્સલીઓએ તેને પકડી લીધો. તેને બાંધીને રાખ્યો હતો. બોલ્યા કે તું સંજુને મળવા ગયો હતો. તેને મારવાના હતા. ભાઈએ પૂજાનો સામાન બતાવ્યો, ત્યારે છોડ્યો. સવાલ: હિડમા વિશે શું જાણો છો?
જવાબ: હિડમા ખૂબ અપડેટ રહે છે. તેની પાસે ટેબલેટ, મોબાઈલ અને કમ્પ્યુટર છે. તે તેલુગુ અને હિન્દી બોલે છે. તેને જડીબુટ્ટીઓ અને દવાઓનું પણ સારું જ્ઞાન છે. જડીબુટ્ટીઓથી તે પોતે દવા બનાવે છે. ઘાયલ નક્સલીઓનો ઈલાજ કરે છે. હાલમાં હિડમાનો એક ફોટો પણ સામે આવ્યો છે. આ 2020નો છે. હિડમા 2022માં સેન્ટ્રલ કમિટીનો સભ્ય બન્યો. મેં ત્યારે સંગઠન છોડી દીધું હતું. તે બધા સાથે હળી-મળીને રહે છે. તે સ્નાઈપરની ટ્રેનિંગ આપે છે. મેં પણ ટ્રેનિંગ લીધી છે. તેની પાસે બહારથી એક-બે કલાકના વીડિયો આવતા હતા. તેમાં જણાવવામાં આવતું કે કેવી રીતે ચાલવું, કેવી રીતે પોઝિશન લેવી. બધાને બોલાવીને પ્રોજેક્ટર પર વીડિયો બતાવવામાં આવતો. સવાલ: શું લેક્ચર પણ થતા હતા?
જવાબ: હા, જણાવતા હતા કે અમે શા માટે લડી રહ્યા છીએ. ફિલિપાઈન્સ, રશિયા કેવી રીતે લડ્યા, માઓ કેવી રીતે લડ્યા, નેપાળમાં શું થયું. હિડમા પાસે પુસ્તકો હતી. હાલમાં બસવરાજુ મરી ગયો, તે હંમેશા પેન-નોટબુક રાખતો હતો. કંઈક લખતો રહેતો હતો. તે નાના લોકો સાથે વાત નહોતો કરતો, પણ હું તેની આસપાસ જ રહેતો હતો. બસવરાજુ 2020માં દક્ષિણ બસ્તર આવ્યો હતો. અહીં કેમ્પ નજીક છે, એટલે સર્ચિંગ જલદી થઈ શકે છે. એટલે તેણે આ જગ્યા છોડી દીધી. મોટા નેતાઓ સુરક્ષિત જગ્યાએ રહે છે, જ્યાં વધુ જંગલો હોય. બંદૂક છોડી, બીજાપુરમાં કામની ટ્રેનિંગ લઈ રહેલા પૂર્વ નક્સલીઓ
દંતેવાડાથી અમે નક્સલ પ્રભાવિત બીજાપુર પહોંચ્યા. અહીં આત્મસમર્પણ કરી ચૂકેલા 90થી વધુ પૂર્વ નક્સલીઓ કામની ટ્રેનિંગ લઈ રહ્યા છે. અહીં અમને દીપક (બદલાયેલું નામ) મળ્યા. તેઓ 2023માં નક્સલી સંગઠનમાં જોડાયા હતા. તેમનું કામ નક્સલીઓ સુધી સંદેશો પહોંચાડવાનું અને સામાન લાવવાનું હતું. દીપક જણાવે છે, ‘ડરના કારણે સંગઠનમાં જોડાયો હતો. ડર હતો કે નહીં જઉં તો જમીન બચશે નહીં. એક હુમલામાં મારા બે મિત્રો માર્યા ગયા. આ પછી મેં સંગઠન છોડી દીધું. આ વર્ષે 25 જાન્યુઆરીએ સરપંચની મદદથી આત્મસમર્પણ કર્યું. હવે રાજમિસ્ત્રીની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે.’ અહીં જ સુરેશ (બદલાયેલું નામ) મળ્યા, જેઓ ક્યારેક નક્સલીઓના ડોક્ટર અને ટ્રેનર હતા. હવે રાજમિસ્ત્રીનું કામ શીખી લીધું છે. આગળ નર્સિંગનો કોર્સ કરવા ઇચ્છે છે. સુરેશે 2019માં 12મું પાસ કર્યું હતું. જણાવે છે, ‘તે સમયે કોરોના ચાલી રહ્યો હતો. નક્સલીઓ મારી પાસે સામાન મંગાવતા હતા. ડરના કારણે હું આપવા પણ જતો હતો. કોઈએ આ વાત પોલીસને જણાવી દીધી કે હું નક્સલીઓને સામાન સપ્લાય કરું છું.’ ‘નક્સલીઓએ કહ્યું કે તારા વિશે ફોર્સને ખબર પડી ગઈ છે. તને જેલમાં નાખી દેશે. એટલે અમારી સાથે આવી જા. જબરદસ્તીથી મને સાથે લઈ ગયા. મને ચંપા દીદી અને સેન્ટ્રલ કમિટીના સભ્ય કોસાએ 6 મહિના સુધી ડોક્ટરીની ટ્રેનિંગ આપી. પછી 5 વર્ષ સુધી ડોક્ટર ટીમમાં રહ્યો. દરેક ટીમ માટે એક ડોક્ટર હોય છે. હું દંતેવાડા, નારાયણપુર, મહારાષ્ટ્ર જઈને નવા લોકોને સારવાર કરવાનું શીખવતો હતો. 200 લોકોને ગોળી કાઢવી અને નસબંધી કરવી શીખવ્યું. આ દરમિયાન બસવરાજુ અને હિડમાને પણ મળ્યો. તેઓ મોટા નેતાઓ હતા, તેમની પાસે જઈ શકાતું નહોતું. તેમનું રહેવું પણ અલગ હતું. જ્યારે સારવાર કરવાની હોય, ત્યારે તેમની પાસે જતો હતો.’ અહીં જ અમારી મુલાકાત ‘સવિતા’ (બદલાયેલું નામ) સાથે થઈ. સવિતા સીવણનું કામ કરે છે. તે જણાવે છે, ‘2008-09ની વાત છે. નક્સલીઓ ગામવાળાઓને પકડી-પકડીને લઈ જતા હતા, માર-પીટ કરતા હતા. હું ત્યારે નાની હતી. નક્સલીઓ બોલાવતા હતા, તો જવું પડતું હતું. મને જબરદસ્તીથી સંગઠનમાં સામેલ કરી લીધી.’ ‘સંગઠનમાં મારું કામ પોલીસ પર નજર રાખવાનું અને રિપોર્ટ બનાવવાનું હતું. ત્યારે હું ગણપતિ, રમન્ના અને ગણેશ અન્ના જેવા નેતાઓને મળી. SLR ચલાવવું શીખ્યું હતું. તે દરમિયાન મને પેટમાં દુખાવો રહેવા લાગ્યો. બીમારી વધી તો મેં સંગઠન છોડી દીધું અને આત્મસમર્પણ કર્યું. હવે જીવન ખૂબ સારું છે. ત્યાં તો સૂવાનો પણ સમય નહોતો મળતો. હંમેશા ડર લાગેલો રહેતો.’ સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ, કામ શરૂ કરવા માટે લોન મળે છે
સેન્ટરમાં મળેલા કૌશલ વિકાસ વિભાગના સહાયક સંચાલક ગૌરવ પાંડે જણાવે છે, ‘આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓ ભણેલા-લખેલા નહોતા. તેમના માટે રાજમિસ્ત્રીનો કોર્સ શરૂ કરવામાં આવ્યો. બાકીના લોકોને JCB ચલાવવું, સીવણ, ઇલેક્ટ્રિકલ, ટ્રેક્ટર રિપેરિંગ, મરઘી અને બકરી પાલનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કોર્સ પૂરો કરવા પર સર્ટિફિકેટ સાથે લોન પણ આપવામાં આવે છે. ટ્રેનિંગ પછી તેઓ ગામ પાછા ફરી શકે છે અથવા અહીં સેન્ટરમાં કામ કરી શકે છે.’ ‘2024-25માં 821 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમાંથી 118ની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે. આ સેન્ટરમાં 150 લોકોને ટ્રેનિંગ આપી શકાય છે. ટ્રેનિંગ દરમિયાન રહેવા-ખાવાની સાથે મહિને 10 હજાર રૂપિયા આપવામાં આવે છે.’

​કોઈ ડોક્ટર હતું, કોઈ ગનમેન અને કોઈ ટ્રેનર. આ પ્રોફેશનલ્સ નહોતા, નક્સલી હતા. નાની ઉંમરે જ સંગઠન સાથે જોડાઈ ગયા. જવાનો પર હુમલા કર્યા. મોટી જવાબદારીઓ સંભાળી. પછી પરેશાન થઈને જંગલ અને બંદૂક બંને છોડી દીધાં. હવે છત્તીસગઢના બીજાપુરમાં સ્કિલ સેન્ટરમાં સીવણ, JCB ચલાવવું, ટ્રેક્ટર રિપેરિંગ અને રાજમિસ્ત્રીનું કામ શીખી રહ્યા છે. કેટલાક તો પોલીસમાં પણ છે. ‘નક્સલગઢમાં ભાસ્કર’ સિરીઝની આમાં આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓની કહાનીઓ છે. તેઓ કેવી રીતે નક્સલી બન્યા, શું કરતા હતા, શા માટે સંગઠન છોડ્યું અને હવે શું કરી રહ્યા છે. આમાં હિડમા જેવા મોટા નક્સલી નેતાની ગનમેન સુંદરી છે, નક્સલીઓના ડૉક્ટર રહેલા સુરેશ અને બુરકાપાલ, તિડમેલ અને કસાલપાડમાં 48 જવાનોની હત્યામાં સામેલ સંજુ પણ છે. પહેલી કહાની સુંદરીની નક્સલીઓને ગીત ગમ્યું, ટ્રેનિંગ માટે સાથે લઈ ગયા

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *