સાઉથ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ ‘કુબેર’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં છે અને સાઉથ ઇન્ડિયામાં આ ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી રહી છે. ધનુષ હવે માત્ર સાઉથ ઇન્ડિયન સ્ટાર નથી. તે ભારતભરમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે. ધનુષ એક સમયે સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ પણ હતો. ‘ફિલ્મી ફેમિલી’માં આજે વાત કરીશું ધનુષના પરિવારની. ધનુષના પિતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર હતા. ધનુષનું સાચું નામ શું છે? ધનુષની બંને બહેનો શું કરે છે? ધનુષ ને ઐશ્વર્યાના ડિવોર્સ કેમ થયા? ધનુષે 150 કરોડનો બંગલો ખરીદ્યો તો કેમ તેની ટીકા કરવામાં આવી? તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધનુષ કઈ એક્ટ્રેસની સૌથી વધુ નિકટ છે? શરૂઆત કરીએ કસ્તુરી રાજાથી…
તમિળનાડુના થેનીના મધ્યવર્ગીય પરિવારમાં જન્મેલા કસ્તુરીના પિતા રામાસ્વામી નાયડુ તથા માતા રેન્ગમ્મા હતા. કસ્તુરીએ કરિયરની શરૂઆત તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. તેમણે ઘણા વર્ષો સુધી આ રીતે કામ કર્યું. 1991માં કસ્તુરીએ પહેલી જ વાર ફિલ્મ ‘એન રાસાવિન માનસીલે’ ડિરેક્ટ કરી. આ સમયે કસ્તુરીની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. જોકે, તેમણે આ બધી વાતોની પરવા કર્યા વગર ડિરેક્ટર તરીકે કરિયર બનાવી. છેલ્લે 2006માં ફિલ્મ ‘ઇધુ કધલ વરુમ પરુવમ’ ડિરેક્ટ કરી હતી. કસ્તુરીએ તમિળ ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે. આટલું જ નહીં, તેમણે ગીતકાર તરીકે પણ કામ કર્યું છે. કસ્તુરીએ વિજયાલક્ષ્મી સાથે લગ્ન કર્યા અને તેમને ચાર સંતાનો, સેલ્વરાઘવન, ધનુષ, વિમલાગીતા તથા કાર્તિકા. બેકારીમાં પણ દિવસો પસાર કર્યા
પરિવારના મોટા દીકરા સેલ્વરાઘવનની વાત કરીએ તો, માર્ચ, 1977માં જન્મેલો સેલ્વરાઘવન નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતો. તેણે તમિળનાડુમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. કોલેજ દરમિયાન સેલ્વરાઘવન વિવિધ એક્ટિવિટીમાં ભાગ લેતો. આ દરમિયાન સેલ્વરાઘવનને એ વાતનો અહેસાસ થયો કે તેને રાઇટિંગમાં ઘણો જ રસ છે. સેલ્વરાઘવને કોલેજ દરમિયાન અલગ-અલગ સ્ક્રિપ્ટ પણ લખી હતી. ગ્રેજ્યુએશન બાદ સેલ્વરાઘવને પોતાની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનાવવા માટે તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રોડ્યુસર્સનો સંપર્ક કર્યો હતો. જોકે, તેને ક્યાંયથી પણ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નહીં. સેલ્વરાઘવન થોડો સમય બેકાર પણ રહ્યો. પિતાની જેમ ડિરેક્ટર બન્યો
વર્ષ 2000માં પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ તંગ બની.સેલ્વરાઘવને નાના ભાઈ ધનુષને ફિલ્મમાં કામ કરવા મનાવી લીધો. આટલું જ નહીં, પરિવારે પોતાની પાસે રહેલી તમામ સંપત્તિ ફિલ્મ બનાવવામાં રોકી. આ ફિલ્મ ‘થુલ્લુવાધો ઇલામાઇ’ (2002) સેલ્વરાઘવને લખી હતી. ફિલ્મમાં ધનુષ ઉપરાંત શેરીન તથા અભિનવ હતા. ફિલ્મમાં છ હાઇસ્કૂલ સ્ટૂડન્ટ્સની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મને કેટલાકે સોફ્ટ પોર્ન ફિલ્મ પણ કહી હતી. જોકે, મોટાભાગના ક્રિટિક્સે ફિલ્મની પ્રશંસા કરી હતી અને તમિળમાં સ્ટીરિયોટાઇપ ફિલ્મથી હટકે કંઈક બન્યું હોવાની વાત કરી હતી. આ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી હતી. સેલ્વરાઘવનની ફિલ્મ એક પછી એક સફળ થવા લાગી. તેણે ડિરેક્ટર તથા રાઇટર તરીકે અલગ ઓળખ ઊભી કરી. સેલ્વરાઘવને 2013થી તમિળ ફિલ્મમાં પણ કામ કરવાની શરૂઆત કરી. એડવોકેટની દીકરી સાથે લગ્ન કર્યા
સેલ્વરાઘવનના અંગત જીવનની વાત કરીએ તો, ડિસેમ્બર, 2006માં એક્ટ્રેસ સોનિયા અગ્રવાલ સાથે લગ્ન કર્યા. બંનેએ ત્રણ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. સેટ પર જ બંને વચ્ચે પ્રેમ થયો ને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે, બે વર્ષ બાદ જ બંને અલગ થઈ ગયા ને ઓગસ્ટ, 2009માં ચેન્નઇની ફેમિલી કોર્ટમાં ડિવોર્સ થયા. બે વર્ષ બાદ જૂન, 2011માં સેલ્વરાઘવને તમિળનાડુના એડવોકેટ જનરલની દીકરી ગીતાંજલિ સાથે બીજી વાર લગ્ન કર્યા. ગીતાજંલિએ ફિલ્મ ‘મયક્કમ એન્ના’માં સેલ્વરાઘવન સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. જાન્યુઆરી, 2012માં ગીતાંજલીએ દીકરી લીલાવતી ને ઓક્ટોબર, 2013માં દીકરા ઓમકારને જન્મ આપ્યો. 2021માં બંને ત્રીજીવાર દીકરા ઋષિકેશના પેરેન્ટ્સ બન્યા. વાત હવે ધનુષની કરીએ…
જુલાઈ, 1983માં જન્મેલા ધનુષનું સાચું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. ધનુષને ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું નહોતું. તે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરીને શૅફ બનવા માગતો હતો. અલબત્ત, 2000માં પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ થઈ. આ જ કારણે મોટાભાઈના દબાણને કારણે ધનુષ ફિલ્મમાં કામ કરવા તૈયાર થયો. ધનુષે માત્ર 19 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ ‘થુલ્લુવાધો ઇલામાઇ’કરી અને તે ઘણી જ સફળ થઈ. ધનુષે ફિલ્મમાં અલગ નામ રાખવાનું નક્કી કર્યું. 1995માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુરુથીપુનાલ’માં ઓપરેશન ધનુષની વાત કરવામાં આવી હતી. એક્ટરને આ નામ ઘણું જ ગમ્યું ને તેણે સ્ક્રીન નેમ ધનુષ રાખ્યું. ધનુષની એક પછી એક ફિલ્મ સફળ થવા લાગી અને તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધનુષે આગવી ઓળખ બનાવી. 2012માં ફિલ્મ ‘3’ ટર્નિંગ પોઇન્ટ રહી
ધનુષની પત્ની ઐશ્વર્યાએ 2012માં તમિળ ફિલ્મ ‘3’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં ધનુષ ને શ્રુતિ હાસન લીડ રોલમાં હતા. ફિલ્મમાં ધનુષે બાયપોલર ડિસઓર્ડરથી પીડાતા પેશન્ટનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મનું ગીત ‘વ્હાય ધીસ કોલાવરી ડી’એ આખા દેશને ગાંડું કર્યું હતું. આ ગીત તે સમયે ઘણું જ વાઇરલ થયું હતું. ભારતમાં યુ ટ્યૂબ પર 100 મિલિયન્સ વ્યૂ લાવનાર આ પહેલું સોંગ હતું. ફિલ્મ પણ બોક્સઑફિસ પર હિટ રહી. આ ફિલ્મથી ધનુષની ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ઊભી થઈ. 2013માં હિંદી ડેબ્યૂ કર્યું
ધનુષે 2013માં હિંદી ફિલ્મ ‘રાંઝણા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. આનંદ એલ. રાયની ફિલ્મમાં ધનુષે તમિળ હિંદુ યુવકનો રોલ કર્યો અને તે મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી અને નોર્થ ઇન્ડિયામાં ધનુષનો આગવો ચાહક વર્ગ ઊભો થયો. આ ફિલ્મ તમિળમાં ‘અંબિકાપથી’થી રિલીઝ થઈ. 2015માં આર બાલ્કીની હિંદી ફિલ્મ ‘શમિતાભ’માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યો. ફિલ્મમાં અક્ષરા હાસન હતી. ત્યારબાદ 2021માં આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં સારા અલી ખાન ને અક્ષય કુમાર સાથે કામ કર્યું. સિંગર પણ છે
ધનુષ માત્ર એક્ટર નહીં, પરંતુ ગીતકાર ને સિંગર પણ છે. તેણે ફિલ્મ ‘પુધુકોટ્ટાયિલિરુન્ધુ સરવણન’માં પહેલી જ વાર પ્લેબેક સિંગિંગ કર્યું. ત્યારબાદ ફિલ્મ ‘3’નું ગીત ‘વ્હાય ધીસ કોલાવરી…’ગીત પણ લખ્યું અને ગાયું. કન્નડ ફિલ્મ ‘વજ્રકાય’ના ગીત ‘નો પ્રોબ્લમ…’ માટે ફિલ્મફેર અવૉર્ડમાં નોમિનેશન મળ્યું હતું. પત્ની સાથે પ્રોડક્શન કંપની શરૂ કરી
2010માં ધનુષે પત્ની ઐશ્વર્યા સાથે મળીને પ્રોડક્શન ને ડિસ્ટ્રીબ્યૂશન કંપની ‘વંડરબાર ફિલ્મ્સ’ શરૂ કરી. આ બેનર હેઠળ ઐશ્વર્યા-ધનુષે કેટલીક ફિલ્મ પ્રોડ્યૂસ કરી. પ્રોડ્યુસર તરીકે ધનુષે ફિલ્મ ‘કાકા મુત્તાઈ’ અને ‘વિસરાનાઈ’ માટે નેશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. આ બેનર હેઠળ ધનુષે કોમેડી ફિલ્મ ‘પાંડી’ (2017)થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. ‘આડુકલમ’ (2011) ‘અસુરન’ (2019) માટે ધનુષને બેસ્ટ એક્ટરનો નેશનલ અવૉર્ડ મળ્યો. ધનુષનો નયનતારા સાથેનો વિવાદ ઘણો જ ચગ્યો
નવેમ્બર, 2024માં નયનતારા ને ધનુષનો વિવાદ ખાસ્સો ચગ્યો હતો. નયનતારાએ ડોક્યુમેન્ટરી ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’ બનાવી હતી. નયનતારા ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના સોંગ ને વિઝ્યુઅલ્સ લેવા માગતી હતી. આ ફિલ્મમાં નયનતારા ને ધનુષે સાથે કામ કર્યું હતું. બે વર્ષ રાહ જોયા બાદ પણ ધનુષે પરવાનગી ના આપતા નયનતારાએ તે ફિલ્મના 3 સેકન્ડના ફૂટેજનો ઉપયોગ કર્યો. નયનતારાની ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી. પરવાનગી વગર ફૂટેજનો ઉપયોગ કરતા ધનુષે નયનતારા પર ફૂટેજ ચોરીનો આક્ષેપ કરીને 10 કરોડની લીગલ નોટિસ મોકલી હતી. નોટિસ મળ્યા બાદ નયનતારાએ ધનુષે સો.મીડિયામાં ખરું-ખોટું સંભળાવ્યું હતું. નયનતારાએ કહ્યું હતું, ‘તેઓ પિતા ને ભાઈને કારણે એક્ટર બન્યા, પરંતુ હું કોઈ પણ ગોડ ફાધર વગર આગળ આવી. મારે ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરવો પડ્યો અને આજે હું આ ઇન્ડસ્ટ્રીમાં મારી મહેનતને કારણે છું. ચાહકોને મારા કામની ખબર છે અને તેઓ મારી ડોક્યુમેન્ટરીની રાહ જોતા હતા, પરંતુ તમારે કારણે મોડું થયું. તમારે આનું પરિણામ ભોગવવું પડશે.’ તમિળનાડુ હાઇકોર્ટમાં ધનુષના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. ચેન્નઇમાં 150 કરોડનું ઘર લેતા ચાહકોએ ટીકા કરી
2023માં ધનુષે ચેન્નઇના સૌથી પોશ એરિયા એવા પોઝ ગાર્ડનમાં 150 કરોડનો બંગલો લીધો અને ત્યારબાદ ફ્રેન્ડ્સને પાર્ટી આપી હતી. ધનુષની ઘરની આસપાસ જ સ્વ. જયલલીતા, રજનીકાંતના બંગલા પણ છે. મોંઘા બંગલાને કારણે એક્ટરને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. ધનુષે આ અંગે વાત કરતા કહ્યું, ‘જો મને ખ્યાલ હોત કે હું પોઝ ગાર્ડનમાં ઘર ખરીદીશ અને તે ચર્ચાનો આટલો મોટો મુદ્દો બની જાત તો હું ક્યારેય ત્યાં ઘર લેત જ નહીં અને એક નાનકડા અપાર્ટમેન્ટમાં જ રહેવાનું પસંદ કરત. શું મારા જેવી વ્યક્તિ ત્યાં ઘર ના ખરીદી શકે? શું ગલીમાં જન્મેલી વ્યક્તિએ આખું જીવન ત્યાં જ પસાર કરવું જોઈએ? મને ત્યાં ઘર ખરીદવાનો હક નથી? તે વિસ્તારમાં ઘર લેવાનું મારું સપનું હતું. હું 16 વર્ષનો હતો ત્યારે મિત્ર સાથે બાઇક પર ત્યાંથી પસાર થતો હતો અને મેં રજનીકાંતનો બંગલો જોયો. ત્યારબાદ હું તે બંગલાની નજીક ગયો. તે બંગલાની નજીક જતા ચાહકો ત્યાં ઊભા હતા. બીજી બાજુ જોયું તો ત્યાં પણ ચાહકો મોટી સંખ્યામાં હતા અને પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે તે ઘર જયલલીતાનું છે. મેં બંને ઘર સામે જોયું અને મનમાં ઈચ્છા થઈ કે કોઈક દિવસ મારો પણ ત્યાં બંગલો હશે. તે સમયથી હું સતત સંઘર્ષ કરતો આવ્યો છું. જો મારી પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી તો અમે રસ્તા પર આવી ગયા હોત. 20 વર્ષના સંઘર્ષ બાદ મેં આ બંગલો 16 વર્ષના વેંકટેશ પ્રુભ (સાચું નામ)ને ગિફ્ટમાં આપ્યું છે. રજનીકાંતની દીકરી સાથે નિકટતા
ધનુષ 2003માં ફિલ્મ ‘કાધલ કોંડન’ પ્રમોટ કરી રહ્યો હતો. ફિલ્મના પ્રીમિયરમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા પણ આવી હતી. ઐશ્વર્યા ને ધનુષની બહેનો ખાસ મિત્રો હોવાથી તે હાજર રહી હતી. ઐશ્વર્યાને ધનુષની એક્ટિંગ ઘણી જ ગમી હતી. બીજા દિવસે ઐશ્વર્યાએ ધનુષના ઘરે ફૂલો મોકલાવ્યા હતા. ત્યારબાદ ધનુષ-ઐશ્વર્યા વચ્ચે વાતચીત થવા લાગી ને બંને ખાસ મિત્રો બન્યાં. મીડિયામાં આ બંનેના સંબંધો અંગે ગણગણાટ થવા લાગ્યો ને ચર્ચા થઈ કે બંને વચ્ચે અફેર છે. જોકે, તે સમયે ધનુષે આ સંબંધ સ્વીકાર્યો નહોતો. અલબત્ત, બંનેની નિકટતા જોતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બંને વચ્ચે કંઈક હોવાની ચર્ચા અવાર-નવાર થતી. અફેરને ચર્ચા થતાં પેરેન્ટ્સે લગ્ન કરાવી નાખ્યા
બંનેના સંબંધો હંમેશાં ચર્ચામાં રહેતા રજનીકાંત ને કસ્તુરી રાજા મળ્યા અને તેમણે બંનેના લગ્ન કરવાનું નક્કી કર્યું. 2004માં ધનુષ તથા ઐશ્વર્યાએ ચેન્નઇમાં લૅવિશ વેડિંગ કર્યા. લગ્ન બાદ ધનુષે કહ્યું હતું કે આ લવમેરેજ નથી. તે અને ઐશ્વર્યા ક્યારેય એકબીજાને ડેટ કરતા નહોતા, પરંતુ મીડિયામાં થતી ચર્ચાને કારણે તેમના પેરેન્ટ્સે લગ્ન કરાવ્યા. ધનુષ ને ઐશ્વર્યાના લગ્ન થયા ત્યારે બંને માત્ર 22 વર્ષના હતા. 2006માં ઐશ્વર્યાએ દીકરા યાત્રા ને 2010માં દીકરા લિંગાને જન્મ આપ્યો. ધનુષ ભગવાન શિવનો ભક્ત છે અને આ જ કારણે તેણે બંને છોકરાના નામ ભગવાન શિવ પરથી રાખ્યા છે. ધનુષ શુદ્ધ શાકાહારી છે. જાન્યુઆરી, 2022માં ધનુષે પત્નીથી અલગ થવાની વાત કરી ને નવેમ્બર, 2024માં બંનેના ડિવોર્સ થયા. ઐશ્વર્યા શું કરે છે?
ધનુષની પત્ની ઐશ્વર્યાએ 2000માં તમિળ ફિલ્મ ‘રામના’થી પ્લેબેક સિંગર તરીકે કરિયરની શરૂઆત કરી, પરંતુ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ નહીં. ત્યારબાદ 2003માં તમિળ ફિલ્મ ‘વ્હિસલ’માં ગીત ગાયું. 2011માં ફિલ્મ ‘3’થી ડિરેક્ટર બની. 2015માં ટેન એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ યુ ટ્યૂબ ચેનલ શરૂ કરી, જેમાં નવા ફિલ્મમેકર્સ શોર્ટ ફિલ્મ બનાવીને શૅર કરી શકે. 2016માં ઐશ્વર્યાને યુએનમાં ભારતની ગુડવીલ એમ્બ્સેડર બનાવવામાં આવી. 2017માં વિમેન્સ ડે પર ઐશ્વર્યાએ યુએન હેડક્વાર્ટરમાં ભરત નાટ્યમ કર્યું હતું. જોકે, સો.મીડિયામાં ઐશ્વર્યાના ક્લાસિકલ ડાન્સની મજાક ઉડાવવામાં આવી હતી. ધનુષના અન્ય એક્ટ્રેસ સાથે સંબંધો રહી ચૂક્યા છે
2017માં તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુચિ લિક કોન્ટ્રોવર્સીથી ચર્ચામાં આવી હતી, જેમાં RJ સુચિત્રાના ટ્વિટર અકાઉન્ટ પરથી સાઉથ સેલેબ્સના પ્રાઇવેટ ફોટો લિક થયા હતા, જેમાં ધનુષ અન્ય એક્ટ્રેસ સાથે જોવા મળ્યો હતો. સુચિત્રાએ પછી અકાઉન્ટ હેક થયાની વાત કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. ધનુષાના લીક થયેલા ફોટો પરથી તેનું એકસ્ટ્રા મેરિટલ અફેર હોવાની જાણ થઈ. ધનુષનું શ્રુતિ હાસન સાથે અફેર
શ્રુતિ હાસન તથા ધનુષે ફિલ્મ ‘3’માં સાથે કામ કર્યું. શ્રુતિ હાસન તથા ઐશ્વર્યા નાનપણથી મિત્રો છે. આટલું જ નહીં, શ્રુતિ ને ધનુષ વચ્ચે ખાસ બોન્ડિંગ છે. ફિલ્મ ‘3’ના શૂટિંગ દરમિયાન ચર્ચા હતી કે બંને એકબીજાની ઘણી જ નિકટ આવી ગયા છે. આ જ કારણે ધનુષ ને ઐશ્વર્યા વચ્ચે ઝઘડા થવા લાગ્યા ને બંને વચ્ચે મારા-મારી થતી હોવાની વાતો પણ વહેતી થઈ. અલબત્ત, શ્રુતિએ હંમેશાં આ સંબંધોનો અસ્વીકાર કર્યો હતો. તેણે આ અંગે ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું હતું, ‘હું આસપાસના લોકોને ચોખવટ કરવાની નથી. હું મારા શરીર પર માઇક્રોચીપ લગાવીને નહીં ફરું કે લોકોને ખ્યાલ આવે કે હું ક્યાં જઉં છું ને શું કરું છું. તે (ધનુષ) મારો સારો ફ્રેન્ડ છે અને હંમેશાં મારી પડખે ઊભો રહે છે. લોકો અમારા અંગે બેફામ બોલે એનો એવો અર્થ નથી કે હું તેની સાથેના સંબંધો તોડી નાખું. લોકોને જે કહેવું હોય એ કહે, મને તેનાથી કોઈ ફેર પડતો નથી.’ તો સામે ધનુષની પત્ની ઐશ્વર્યાએ પણ સ્પષ્ટતા કરી હતી કે આ વાતો માત્ર અફવા છે. તે હંમેશાં પતિની સાથે છે. શ્રુતિ હાસન ઉપરાંત ધનુષનું નામ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અમલા પૉલ તથા ત્રિશા ક્રિષ્નન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ત્રિશા તથા ધનુષ સારા મિત્રો છે અને અવાર-નવાર સાથે જોવા મળે છે. જોકે, બંનેમાંથી કોઈએ આજ દિન સુધી પોતાના સંબંધો અંગે સ્પષ્ટતા કરી નહોતી. ઐશ્વર્યાની વાત કરી એ તો, લગ્ન પહેલા ઐશ્વર્યાના સંબંધો સાઉથ એક્ટર સિલામબરસન (સિમ્બુ) સાથે હતા. બંને લગ્ન પણ કરવાના હતા. જોકે, કેટલાક કારણોસર તેમનું બ્રેકઅપ થઈ ગયું. લગ્ન બાદ પણ સતત ચર્ચા રહેતી હતી કે સિમ્બુ સાથેના સંબંધો ઐશ્વર્યાનું ઘર ભંગાવે નહીં. જેઠ સાથે નિકટતા
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ વાતો વહેતી થઈ હતી કે ઐશ્વર્યાના સંબંધો સગા જેઠ એટલે કે ધનુષના મોટા ભાઈ સેલ્વરાઘવન સાથે હતા. બંને વચ્ચેની નિકટતાને કારણે જ સેલ્વરાઘવનને પહેલી પત્ની સોનિયાને ડિવોર્સ આપ્યા ને પછી બીજીવાર લગ્ન કર્યા. ઐશ્વર્યા-સેલ્વરાઘવનની નિકટતાને કારણે પરિવારમાં અવાર-નવાર ઝઘડા પણ થતા હતા. એ વાત અલગ છે કે બંને પરિવારેએ આ મુદ્દે ક્યારેય કોઈ વાત કરી નથી. આખરે કેમ ધનુષ-ઐશ્વર્યાના ડિવોર્સ થયા?
ધનુષ-ઐશ્વર્યાએ જ્યારે ડિવોર્સની વાત કરી ત્યારે માત્ર ચાહકો જ નહીં, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો હતો. 2019થી જ ધનુષ ને ઐશ્વર્યાના સંબંધો વણસ્યા હતા. તે સમયે એવી ચર્ચા હતી કે ઐશ્વર્યા મુંબઈમાં સેટલ થવા માગે છે, પરંતુ ધનુષ કરિયરને કારણે તમિળનાડુની બહાર જવા માગતો નથી. સાઉથ સિનેમા આજે પણ પુરુષ પ્રધાન છે અને તેમાં ડિરેક્શનમાં મહિલાઓને વધુ તકો મળતી નથી. ઐશ્વર્યાને માત્ર એક ફિલ્મ ડિરેક્ટ કરવા મળી, પછી તેને કોઈ ફિલ્મ ઑફર થઈ નહીં. તેણે શોર્ટ ફિલ્મ ને ડોક્યુમેન્ટરી બનાવી, પરંતુ તેમાં તે ખાસ સફળ રહી નહીં. આ જ કારણે તે મુંબઈ એટલે કે બોલિવૂડમાં નસીબ અજમાવવા માગતી હતી એટલે મોટાભાગે મુંબઈ રહેતી. ધનુષ સતત બિઝી રહેતો
એક વાત એવી પણ હતી કે ધનુષ કામમાં સતત બિઝી રહેતો અને તે જ કારણે બંનેના સંબંધોમાં અંતર આવી ગયું હતું. ધનુષ એક પછી એક ફિલ્મ સાઇન કરતો. મોટાભાગનો સમય શૂટિંગ ને આઉટડોર શૂટમાં જ રહેતો. તે ઘરમાં વધુ ધ્યાન આપી શકતો નહોતો. તો બીજી બાજુ ઐશ્વર્યાની કરિયર ખાસ ચાલતી ના હોવાથી તે સતત નારાજ રહેતી અને બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. સિંગર સુચિત્રાએ બંનેના અલગ થવાનું કારણ આપ્યું
સાઉથ ઇન્ડિયન સિંગર સુચિત્રાએ થોડા સમય પહેલા જ ઐશ્વર્યા-ધનુષના સંબંધો અંગે વાત કરી હતી. સુચિત્રાના મતે, ધનુષ તથા ઐશ્વર્યા બંનેનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. ધનુષ પોતાની ગર્લફ્રેન્ડ સાથે કેફેમાં દારુ પણ પીતો. ઐશ્વર્યાનું પણ અફેર હતું. બંને પતિ-પત્ની હોવા છતાં તેમના સંબંધો અલગ-અલગ વ્યક્તિ સાથે હતા. તેઓ અલગ થયા તે વાત નવાઈ ભરેલી નથી. બંને બહેનો શું કરે?
ધનુષની બહેન ડૉ. વિમલાગીતા ડેન્ટિસ્ટ છે અને તેના પતિ અનેગ્યન પણ ડેન્ટિસ્ટ છે. તેમના દીકરા પાવિશે મામા ધનુષના ડિરેક્શનમાં બનેલી તમિળ ફિલ્મ ‘નીલાવુકુ એન મેલ એન્નાડી કોબામ’ (2025)થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. બીજી બહેન કાર્તિકા ગાયનેકોલોજિસ્ટ છે અને તેનો પતિ કાર્ડિયોલોજિસ્ટ છે.