ઈઝરાયલ, ઈરાન અને અમેરિકાનું ત્રિભેટે ચડેલું યુદ્ધ ઠર્યું છે એવું લાગે છે. પણ યુદ્ધની રાખ નીચે અંગારા સળગી રહ્યા છે. ઈરાનના ખોમેનીએ ટ્રમ્પના બોમ્બર પ્લેનના બોમ્બ વેડફાવ્યા, ઈઝરાયલ નથી હાર્યું, નથી જીત્યું તો ય ખુશ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની આર્થિક નીતિ સામે દુનિયાના દેશો ખફા હતા જ પણ હવે ટ્રમ્પ વિદેશ નીતિમાં ય ફેઈલ થયા છે. ટ્રમ્પની વિદેશ નીતિના કારણે અમેરિકાની અંદર જ તેનો વિરોધ શરૂ થયો છે. નમસ્કાર, ત્રણ સત્તાધિશો અત્યારે ચર્ચામાં છે. નેતન્યાહૂ, ખોમેની અને ટ્રમ્પ. આ ત્રણેયે યુદ્ધ કર્યું. 12 દિવસ પછી સીઝફાયર કર્યું. હવે ત્રણેય ઠરીને ઠામ થયા છે પણ આ ત્રણેયના લલાટે લાગેલું કલંક દુનિયા જોઈ રહી છે. દુનિયા ચાલે છે તેમ ચાલતી હતી, ઇઝરાયલે હુમલો કર્યો અને ઈરાને બદલો લીધો. આ બે દેશ વચ્ચેના જંગથી દુનિયામાં ચિંતા હતી ત્યાં જેને કોઈ લેવા-દેવા નથી એવું અમેરિકા વચ્ચે કૂદી પડ્યું. ઈરાન પર હુમલા કર્યા. 12 દિવસે બાવો બોલે એમ યુદ્ધના 12 દિવસે ટ્રમ્પ બોલ્યા. હવે બધું પૂરું. બધા પોતપોતાના ઘરે જાવ. પણ સવાલ એ છે કે બધું પૂરું થયું છે કે હકીકતે બધું શરૂ થયું છે? ટ્રમ્પની આર્થિક નીતિથી દુનિયા નારાજ હતી, હવે વિદેશ નીતિથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પ અલગ અલગ દેશો પર ટેરિફ લગાવીને આંખે ચડી ગયા છે. અમેરિકા ફર્સ્ટ અને મેક અમેરિકા ગ્રેટ અગેઈનની નીતિ સાથે ચાલતા ટ્રમ્પે અમેરિકાને જ સંકટમાં મૂકી દીધું છે. ટ્રમ્પે અમેરિકાની આબરૂનું ધોવાણ કરી નાખ્યું છે. ટ્રમ્પની આર્થિક નીતિ અને વિદેશ નીતિથી અમેરિકનો તો ખરા જ, દુનિયાના લોકો પણ નારાજ છે. પહેલા ઊડતી નજરે જોઈ લો, ટ્રમ્પે અમેરિકાની શું હાલત કરી? આ તો થઈ ઊડતી નજર. ટ્રમ્પની આર્થિક નીતિથી કોઈ અજાણ નથી. ટેરિફ, અમેરિકામાં મોંઘવારી આ બધાથી દુનિયા કંટાળી છે. ખેર, હવે ઈરાન પર હુમલાની વાત છે ત્યાં સુધી ટ્રમ્પની નબળી વિદેશ નીતિ પર પણ એક નજર કરી લઈએ… ટ્રમ્પની નબળી વિદેશ નીતિ -1 સાઉદીમાં મિટિંગ બોલાવી ને યુરોપના દેશો ભડક્યા ફેબ્રુઆરીમાં રશિયા અને અમેરિકાની હાઈલેવલ મિટિંગ થઈ. એ પણ સાઉદી અરેબિયામાં. સવાલ એ છે કે આ મિટિંગ તાબડતોબ સાઉદી અરબમાં કેમ મળી? આ સવાલનો એક જ જવાબ છે કે રશિયા-યુક્રેન યુદ્ધને કેવી રીતે રોકવામાં આવે. આમાં બે મહત્ત્વની વાતો સામે આવી. એક તો એ કે આ ઇમર્જન્સી મિટિંગમાં યુક્રેનને સામેલ નહોતું કરાયું અને બીજી વાત એ કે આમાં યુરોપિયન યુનિયન (EU)ના દેશો પણ સામેલ નહોતા. આ વાતની જાણ થતાં જ યુરોપ ભડક્યું અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ઇમર્જન્સીમાં યુરોપિયન દેશોની સમિટ બોલાવી. એ પણ 17 ફેબ્રુઆરીએ યોજાઈ, જેમાં ફ્રાન્સ, બ્રિટન, જર્મની, પોલેન્ડ, ઈટાલી, સ્પેન અને ડેનમાર્કના લીડર્સ સામેલ થયા હતા. આમાંથી એક દેશ બ્રિટન આમ તો હવે યુરોપિયન યુનિયનનો હિસ્સો નથી, પણ તે યુક્રેનને મદદ મોકલતું રહ્યું છે. જ્યારે સાઉદી અરબમાં ઇમર્જન્સી સમિટ મળી ત્યારે જ બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે યુક્રેનને ઓફર કરી કે જરૂર પડે તો યુક્રેનની રક્ષા માટે અમે સૈનિકો મોકલીશું. ટ્રમ્પની નબળી વિદેશ નીતિ -2 યુક્રેનને મળતી સહાય તાત્કાલિક બંધ કરી ઝેલેન્સ્કીએ એવું નિવેદન આપ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત બહુ દૂર છે. ઝેલેન્સ્કીના આ નિવેદનથી નારાજ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો. ટ્રમ્પે લખ્યું કે ઝેલેન્સ્કીએ આપેલું આ સૌથી ખરાબ નિવેદન છે. અમેરિકા આને વધારે સહન નહીં કરી શકે. ટ્રમ્પે તાત્કાલિક યુક્રેનની સહાય રોકી દીધી. ટ્રમ્પના સહાય રોકવાના નિર્ણયથી એક અબજ ડોલર (8.7 હજાર કરોડ રૂપિયા)ની શસ્ત્રો અને દારૂગોળાની સહાય પર અસર પડી. જે ટૂંક સમયમાં યુક્રેન પહોંચાડવાનાં હતાં. અમેરિકાએ યુક્રેનની સહાય રોકી પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહિ. ટ્રમ્પની નબળી વિદેશ નીતિ -3 ચાવી ટાઇટ કરતાં રશિયાએ 267 ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો શાંતિની અને યુદ્ધવિરામની ખોખલી વાતો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોનમાં ચાવી ટાઈટ કરી કે અમેરિકા રશિયાની સાથે છે. યુક્રેનને છોડતા નહીં. પુતિન માંડ માંડ ઢીલા પડ્યા હતા ત્યાં ટ્રમ્પે પાનો ચડાવ્યો ને રશિયાએ 23 ફેબ્રુઆરીના દિવસે 267 ડ્રોનથી કિવ સહિતનાં 13 શહેરો પર હુમલો કર્યો. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એનાં ત્રણ વર્ષ પૂરાં થવાના આગલા દિવસે જ રશિયાએ હુમલો કરી દીધો. રશિયાએ એકસાથે 267 ડ્રોનથી હુમલો કર્યો હોય એવું પહેલીવાર બન્યું હતું. યુક્રેનનાં 13 શહેરમાં 267 ડ્રોન અને 3 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. રશિયાએ યુક્રેનને ફરી તબાહ કરવાનું શરૂ કરી દીધું. આ બધું થયું ટ્રમ્પના કારણે. ટ્રમ્પની નબળી વિદેશ નીતિ-4 12 દેશોના લોકો માટે અમેરિકામાં નો એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પના 12 દેશના લોકો પર પ્રતિબંધના નિર્ણયથી અમેરિકનો ખફા છે. દુનિયામાં પણ ટ્રમ્પના નિર્ણયને વખોડવામાં આવી રહ્યો છે. અમેરિકામાં વિપક્ષે તો એવું કહ્યું કે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની શાખ નબળી પડી છે. ટ્રમ્પે આવું પહેલીવાર નથી કર્યું. તેઓ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે 2017માં પણ ઈસ્લામિક દેશોના લોકો પર અમેરિકામાં નો એન્ટ્રીનું ફરમાન કરી દીધું હતું. આ બાર દેશોમાં ઈસ્લામિક દેશો છે અને તેમાં પણ મીડલ ઈસ્ટના દેશો વધારે છે. કહેવાની જરૂર નથી કે આ પ્રતિબંધિત દેશોની યાદીમાં ઈરાન પણ છે. ટ્રમ્પની નબળી વિદેશ નીતિ-5 પાકિસ્તાન સાથે સેટિંગ કરીને ઈરાન પર હુમલો ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી વધારે જો ટીકા થઈ હોય તો એ મુનીરને લંચ પર બોલાવીને સેટિંગ કરવા મામલે થઈ છે. મુનીર તો વગોવાયેલા છે જ પણ ટ્રમ્પને એ ભાન નથી પડતી કે કોને લંચ પર બોલાવાય ને કોને નહિ. ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ મુનીરને લંચ પર બોલાવી કરોડો ડોલર આપી દીધા ને તેના બદલમાં ઈરાન પર હુમલો કરવા એરસ્પેસનો ઉપયોગ કર્યો. આમાં ટ્રમ્પે બે દેશ સાથે જે રીતે ડીલ કરી, તેની વિશ્વના દેશો ટીકા કરી રહ્યા છે. ખાસ તો ઈરાન પર બોમ્બ વરસાવ્યા પછી પોતે સીઝફાયરની જાહેરાત કરી દીધી. આનાથી ટ્રમ્પની પોતાની રિપબ્લીકન પાર્ટીમાં પણ ઘણા નેતા નારાજ છે. વિપક્ષો નારાજ છે અને અમેરિકનો તો પસ્તાય જ છે. હવે વાત નેતન્યાહૂની… ઈરાન સાથેના યુદ્ધના અંતથી નેતન્યાહૂ પર કેવી અસર પડશે? નેતન્યાહૂના ભવિષ્યને લઈને બે મત છે. પહેલો મત એવો છે કે, ઈરાન સાથેના સંઘર્ષથી નેતન્યાહૂની વોટ બેંક વધશે. ઈઝરાયલમાં નેતન્યાહૂ વિરુદ્ધ ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને પણ કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ત્યાંના લોકોએ વિરોધ કર્યો હતો. હવે પ્રજાને લાગશે કે જો કોઈ આપણને બચાવી શકે એમ હોય તો એ તે નેતન્યાહૂ છે. તેમની વોટ બેંક વધી ગઈ છે. બીજો મત એવો છે કે, નેતન્યાહૂનું ભવિષ્ય હવે અનિશ્ચિત છે. તેમને હવે તેમના જીવનની ચિંતા કરવી પડશે. નેતન્યાહૂએ ઈરાન પર હુમલો કરીને કહ્યું કે તે પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. હવે આની તપાસ કરવામાં આવશે. ઈઝરાયલના યહૂદીઓ તેમને પૂછશે કે તમે સત્તામાં રહેવા માટે દેશને આટલું નુકસાન કેમ કરો છો? નેતન્યાહૂ માટે કસોટી એ છે કે આવતા વર્ષે 2026માં ઈઝરાયલમાં ચૂંટણી આવવાની છે. તેમાં તે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઊભા રહેવાના છે. અત્યારે ઈઝરાયલનો વિપક્ષ મજબૂત સ્થિતિમાં આવી ગયો છે. તે નેતન્યાહૂ અને તેની પાર્ટીને બદનામ કરવામાં બાકી નહીં રાખે. નેતન્યાહૂ છ વખતથી ચૂંટાઈ આવતા રાષ્ટ્રપતિ છે. આવતા વર્ષે ચૂંટણીની રસાકસી પછી ખબર પડે કે નેતન્યાહૂ સત્તાની જંગ જીતી શક્યા કે નહીં? હવે વાત ખોમેનીની… યુદ્ધવિરામ પછી ઈરાન પરમાણુ ફેસેલિટી કેવી રીતે રિસ્ટોર કરશે? સીઝફાયર પછી આયાતુલ્લાહ અલી ખોમેની પર હુમલો નહીં થાય તેની શું ખાતરી? 16 જૂને ઈઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહૂએ કહ્યું હતું કે, ‘ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીને મારીને યુદ્ધનો અંત આવશે.’ આનો મતલબ એવો થયો કે ઈઝરાયલનું અંતિમ લક્ષ્ય ઈરાનમાં સત્તા પરિવર્તનનું હતું. નેતન્યાહૂ ઈરાનના છેલ્લા શાસક મોહમ્મદ પહલવીના પુત્ર રેઝા પહલવીને ઈરાનના શાસક બનાવવા માંગતા હતા. ઈઝરાયલ તેના કોન્ટેક્ટમાં છે. ઈઝરાયલ કદાચ સમજી ગયું હશે કે બેલિસ્ટિક મિસાઈલ છોડીને ખોમેનીને મારી શકાય નહીં. તેથી જ તેઓ હવે સીઝફાયર માટે સંમત થયા છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે ઈઝરાયલને તક મળશે ત્યારે ફરીથી ખોમેનીને મારીને તખ્તા પલટનો પ્રયાસ કરાશે. ઈઝરાયલની મેલી મુરાદની ગંધ આવી જતાં ખોમેનીએ તેના અનુગામીની પસંદગી શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે ખોમેની તેના દીકરા મુજેતબાને ઈરાનની ગાદી નહીં સોંપે. કારણ કે મુજેતબા ઈઝરાયલ સાથે લડાઈની વિરૂદ્ધમાં છે. ખોમેની શાસન સામે જનતામાં ભારોભાર ગુસ્સો ઇઝરાયલી હુમલો અને પછી અમેરિકાની એન્ટ્રીથી ઈરાનની હાલત કફોડી થઈ ગઈ છે. ઈરાનમાં લગભગ એક હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં, ત્યાંના લોકોમાં શાસન પ્રત્યે અસંતોષ ઊભો થયો છે. ઈરાનમાં ખોમેની શાસન સામે જનતામાં, ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં પહેલેથી જ ગુસ્સો છે. 2022માં મહસા અમીનીના મૃત્યુ પછી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ ખોમેનીની કઠોર નીતિઓ અને માનવાધિકાર ઉલ્લંઘનોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું. આવી સ્થિતિમાં યુદ્ધ પછી આંદોલનની ચિનગારી ફરી ભડકી શકે છે અને જનતા પણ બળવો કરી શકે છે. ખોમેનીની ઉંમર હવે 86 વર્ષ છે અને તેમના અનુગામી કોણ હશે તે હજી નક્કી નથી. ઈરાનનું અનિશ્ચિત ભવિષ્ય શાસનની સ્થિરતા પર પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. એવું કેહવાય છે કે ખોમેનીને સત્તા પરથી દૂર કરવાના પ્રયાસો ઈરાનની અંદર જ ચાલી રહ્યા છે. ઈરાનના બિઝનેસ પર્સન, લશ્કરી અધિકારીઓ અને કેટલાક મૌલવીઓ બળવાનું કાવતરું ઘડી રહ્યા છે. ઈરાનના વિપક્ષી દળો અવાજ ઉઠાવવા લાગ્યા ઈરાનમાં કોઈ સંગઠિત વિપક્ષી દળ નથી જે ખોમેનીના શાસનને સીધો પડકાર આપી શકે. મુજાહિદ્દીન-એ-ખલ્ક જેવા વિપક્ષી જૂથો નબળા પડી ગયા છે અને રેઝા પહેલવી જેવા દેશનિકાલ થયેલા નેતાઓને જાહેર સમર્થનનો અભાવ છે. પરંતુ તાજેતરના યુદ્ધ પછી ઈરાનના દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા શાહ પહેલવીએ યુદ્ધ માટે પરમાણુ શસ્ત્રોની મહત્વાકાંક્ષાને જવાબદાર ગણાવી છે. તેમણે સુપ્રીમ લીડર ખોમેનીના રાજીનામાની માંગણી કરી છે અને કહ્યું છે કે આ શાસનના અંત થાશે જ ઈરાનમાં શાંતિ આવી શકે છે. ઈરાનના વિપક્ષો હવે ખુલ્લેઆમ કહે છે કે ખોમેનીના અને તેમના ઘટતા જતા આતંકવાદી શાસને ઈરાનને નિષ્ફળ બનાવ્યું છે. યુદ્ધ વચ્ચે પહેલવીએ ખોમેનીને અપીલ કરી કે તેઓ તેમના ભૂગર્ભ બંકરમાંથી બહાર આવે અને ઈરાની લોકોના હિતમાં તેમના પદ પરથી રાજીનામું આપે, જેથી ઈરાની શાંતિ અને સમૃદ્ધિનો સમય શરૂ થઈ શકે. પણ ખોમેનીને જાતી જિંદગીએ સત્તાનો મોહ છૂટતો નથી, આ જ મોહ તેનો ભોગ લઈ શકે છે. તાજેતરના યુદ્ધોમાં હિઝબુલ્લાહ અને હમાસ જેવા ઈરાન સમર્થિત જૂથો નબળા પડ્યા છે અને આ શાસન પર સીધી અસર કરી રહ્યું છે. સીરિયામાં થયેલો બળવા ઈરાન માટે પણ બોધપાઠ છે, કારણ કે સિરિયા ઈરાનનો મુખ્ય સાથી દેશ હતો. ઈરાનની આર્થિક કમર ભાંગી ગઈ અમેરિકા અને પશ્ચિમી દેશોના કડક આર્થિક પ્રતિબંધોએ ઈરાનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. તેલ નિકાસમાં ઘટાડો, ફુગાવો અને બેરોજગારીએ લોકોના જીવનધોરણ પર અસર કરી છે. ઈરાનના ઉદ્યોગપતિઓને ડર છે કે યુદ્ધને કારણે તેમને સૌથી વધુ નુકસાન સહન કરવું પડશે અને તેઓ હવે શાંતિપ્રિય શાસનની આશા રાખી રહ્યા છે. પશ્ચિમી દેશોનું દબાણ પણ ઈરાનમાં ખોમેનીના શાસનના અંતનું કારણ બની શકે છે. ઈરાનમાં ખોમેનીની શાસન અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ની નજીકના લોકોનો ઈરાનની ઈકોનોમી પર કંટ્રોલ છે. તેઓ પણ ખોમેનીથી નારાજ છે અને જાહેરમાં આ નારાજગી ઊભરી આવી છે. ઈઝરાયલ-ઈરાન સંઘર્ષે ઈરાનની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. યુદ્ધથી દેશના લશ્કરી ખર્ચમાં વધારો થયો છે અને માળખાંગત સુવિધાઓને નુકસાન થયું છે જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની છે. છેલ્લે, ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને કહ્યું હતું કે દરેક દેશ પોતાની GDPના 5% ડિફેન્સ પર ખર્ચ કરે. નેધરલેન્ડ્સના હેગ શહેરમાં NATO (નોર્થ એટલાન્ટીક ટ્રીટ ઓર્ગેનાઈઝેશન) દેશોની સમિટ મળી છે. તેમાં તમામ દેશોએ ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આનો મતલબ એવો થયો કે ટ્રમ્પની ગાડી હવે રિવર્સ ગિયરમાં પડી ગઈ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)