18 જુલાઈએ રિલીઝ થનારી મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર તાજેતરમાં મુંબઈમાં રિલીઝ થયું. ટ્રેલર રિલીઝમાં ફિલ્મના લીડ એક્ટર્સ મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, ભાવિની જાની સહિત સામેલ થયા. જર્નલિસ્ટ આશુ પટેલ ક્રિએટિવ પ્રોડ્યુસર
ફિલ્મના ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ તો પ્રોડ્યુસર્સ રાજુ રાયસિંઘાની, આકાશ દેસાઈ, અંકુર અઢિયા, હિત દોશી, સંજય ભટ્ટ અને આનંદ ખમાર તથા ક્રિએટિવ પ્રોડ્યુસર જાણીતા જર્નલિસ્ટ આશુ પટેલ છે. ફિલ્મ અંગે વાત કરતા ચંદ્રેશ ભટ્ટે જણાવ્યું, ‘બાળકોથી માંડીને મોટેરા કલાકારો સાથે કામ કરવાની ઘણી જ મજા આવી. ફિલ્મમાં 35 જેટલા કલાકારો છે અને તમામ કલાકારોને ફિલ્મમાં પૂરતો રોલ આપવામાં આવ્યો છે.આજના ભાગદોડથી ભરેલા જીવનમાં ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયેલા પારિવારિક મૂલ્યોનું મહત્વ લોકો યાદ કરે કોરોનાકાળે આપણને બધાને એક સંદેશ આપ્યો હતો કે જીવનમાં કપરા સમયમાં નામ, પૈસા, મોભો આ બધાથી જો ઉપર કંઈ હોય તો એ છે પરિવાર અને આપ્તજનોનો પ્રેમ અને સાથ.’ ટ્રેલર લૉન્ચ ઇવેન્ટની ખાસ તસવીરો…