આજે અષાઢી બીજના શુભ અવસરે ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ રિલીઝ થઈ છે. આ ફિલ્મને ગાંધી તરીકે લોકપ્રિય થયેલા દીપક અંતાણીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના રાઇટર ગૌરાંગ ભાવસાર તથા અશોક ઉપાધ્યાય છે. ફિલ્મમાં મનોજ જોશી, મેહુલ બુચ, માનવ રાવ, ભવ્ય સિરોહી, મકરંદ અન્નપૂર્ણા છે. ફઇલ્મને ગૌરાંગ ભાવસારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, ફિલ્મ નીલકંઠરાય મહેતા પત્નીના અવસાન બાદ સુંદરપુર ગામમાં એકલવાયું જીવન જીવે છે. પુત્ર-પૌત્ર બધા શહેર ને વિદેશમાં પોત-પોતાના જીવનમાં વ્યસ્ત છે. પરિવારને ગામડાના ઘરમાં પરત બોલાવવા નીલકંઠરાય પોતાનો એક કાલ્પનિક મિત્ર ચંદુ સાથે મળીને એક પ્લાન બનાવે છે. નીલકંઠરાયના પ્લાન પ્રમાણે, પરિવાર ગામડાના ઘરે તો આવી જાય છે, પરંતુ તેઓ નીલકંઠરાય સાથે વાત કરવાને બદલે પોતાના મોબાઇલમાં સતત વ્યસ્ત રહે છે. પરિવારના આ વર્તનથી દુઃખી થયેલા નીલકંઠરાય ગામડાનું ઘર મહેતા ભવનમાં વૃદ્ધાશ્રમ શરૂ કરવાની જાહેરાત કરે છે. આ વાતથી પરિવારને આઘાત લાગે છે. તેઓ કોઈ પણ રીતે આ ઘર બીજાને આપવા તૈયાર નથી. નીલકંઠરાય શરત મૂકે છે કે જો પરિવાર પારંપરિક જૂની રમતોમાં જીતે તો જ આ ઘર તેમને મળી શકે. પરિવારના સભ્યો આ માટે તૈયાર થઈ જાય છે અને એક પછી એક પારપંરિક રમત રમે ત્યારે તેમને નાનપણની યાદો, સંસ્કૃતિ અને રિયલ લાઇફ કનેક્શનની જાણ થાય છે. ફિલ્મના ગીતો દીપક અંતાણી તથા રમેશ પારેખે સાથે મળીને લખ્યા છે અને સંગીત સમીર માનાનું છે. ફિલ્મનું શૂટિંગ જાણીતા સ્વ. કવિ ઉમાશંકર જોશીના વતન બામણા તથા સાબરકાંઠાના વિવિધ લોકેશન પર થયું છે.