ગુજરાતી ફિલ્મ ‘મિસરી’નું તાજેતરમાં જ ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. પોસ્ટરમાં માટીનો ઘડો જોવા મળે છે. ફિલ્મમાં પ્રેમ, હાસ્ય ને મીઠાશની વાત છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં થિયટેરમાં રિલીઝ થશે. રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. ફિલ્મને કૌશિક એમ. નાયકે ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ કૃપા સોની તથા સંજય સોનીએ સાથે મળીને કરી છે. કલાકારોની વાત કરીએ તો, ફિલ્મમાં રોનક કામદાર, માનસી પારેખ, ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, કવિ શાસ્ત્રી તથા કૌસંબી ભટ્ટ, બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિ છે. ફિલ્મમાં હિતુ કનોડિયા પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરીલાઇન હજી સુધી જાહેર કરવામાં આવી નથી. ગુજરાતી દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જ પ્રોડ્યુસર્સની બીજી ગુજરાતી ફિલ્મ ‘શુભ મંગલ ધમાલ’નું મોશન પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ શિયાળામાં રિલીઝ થશે, પરંતુ ડેટ કોઈ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે. પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી આ ફિલ્મને વિપુલ શર્માએ ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસર સંજય સોની તથા કૃપા સોની છે. ફિલ્મમાં તુષાર સાધુ, વ્યોમા નંદી, આકાશ પંડ્યા, ખુશ્બુ ત્રિવેદી, રાગની જાની જેવા કલાકારો છે. સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે.