પ્રખ્યાત રિમિક્સ ગીત ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેફાલીને શુક્રવારે રાત્રે બેભાન અવસ્થામાં અંધેરી વેસ્ટ (મુંબઈ) સ્થિત બેલેવ્યુ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. શેફાલીને તેના પતિ અભિનેતા પરાગ ત્યાગી અને ત્રણ લોકો હોસ્પિટલમાં લાવ્યા હતા. જોકે, હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફે પુષ્ટિ આપી હતી કે શેફાલી જરીવાલાને મૃત હાલતમાં લાવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, 42 વર્ષીય શેફાલીનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ‘કાંટા લગા’ ગીત સાથે વિખ્યાત બનેલી શેફાલી ઝરીવાલાના અચાનક નિધનથી પ્રશંસકોમાં દુઃખની લાગણી પ્રસરી છે. 42 વર્ષની વયે શેફાલી ઝરીવાલાનું નિધન પ્રશંસકોને આંચકો આપી ગયું છે.