P24 News Gujarat

અમદાવાદ પ્લેનક્રેશઃ પાયલટે 2000થી વધુ લોકોનાં જીવ બચાવ્યા:ફ્લાઇટને થોડી સેકન્ડ પહેલાં જ નીચે લાવી દીધી હતી, 3 સેકન્ડનું પણ મોડું કર્યું હોત તો વધારે મોટી દુર્ઘટના ઘટી હોત

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજારોમાં હોઈ શકી હોત. જોકે, કેપ્ટન સુમિત સભરવાલ (56)ની સૂઝબુઝનાં કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેપ્ટન સુમિતને ખ્યાલ આવ્યો કે તે વિમાનને ક્રેશ થતું અટકાવી શકશે નહીં, ત્યારે તેમણે જાણી જોઈને વિમાનને એવી જગ્યાએ ક્રેશ કર્યું જ્યાં નુકસાન ઓછામાં ઓછું થાય. બોઇંગ 787 વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ પર પડ્યું. આ વિસ્તાર ઓછો વસ્તીવાળો હતો, પરંતુ તેની આસપાસ ગીચ વસ્તી અને ત્રણ મોટી હોસ્પિટલો છે. જો વિમાન 3 સેકન્ડ વહેલા કે પછી પડ્યું હોત, તો વિનાશ ખૂબ મોટો થયો હોત. ક્રેશ સ્થળની જમણી બાજુએ મિલિટરી હોસ્પિટલ છે. આગળ સિવિલ હોસ્પિટલ છે અને થોડા અંતરે ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 270 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો. 3 સેકેન્ડ પહેલાં કે પછી ફ્લાઇટ ક્રેશ થઈ હોત તો 1200થી વધારે લોકો મૃત્યુ પામ્યા હોત અકસ્માત સ્થળે હાજર એક ઉડ્ડયન અધિકારીએ જણાવ્યું હતું કે પડી રહેલા વિમાનનો માર્ગ એવો હતો કે તે સીધો 1200 બેડવાળી સિવિલ હોસ્પિટલમાં અથડાવાનો હતો. પ્રારંભિક તપાસ સૂચવે છે કે પાયલટે વિમાનને થોડીક સેકન્ડ પહેલા નીચે ઉતાર્યું હતું. આ કારણે તે મેડિકલ કોલેજ હોસ્ટેલની છત પરથી સરકીને ઝાડ વચ્ચે પડી ગયું. કેપ્ટન સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા એર ઇન્ડિયાના વિમાન કેપ્ટન સુમિત સભરવાલનો 17 જૂને મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સભરવાલને 8200 કલાક ફ્લાઇંગનો અનુભવ હતો. સભરવાલ ઉપરાંત, ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. કુંદરને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. વિમાન દુર્ઘટનાની તપાસમાં UN સામેલ થશે, ભારતે ICAO નિરીક્ષકને મંજૂરી આપી એર ઇન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્ર સામેલ થશે. ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર ઉડ્ડયન સંસ્થા ICAO (આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન) ના નિષ્ણાતને નિરીક્ષક તરીકે ભાગ લેવાની મંજૂરી આપી છે. ICAO એ તપાસમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી. ભારતે પારદર્શિતા સાથે તપાસ કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રને આમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. 13 જૂનથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અધિકારીઓ અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના પ્રતિનિધિઓ પણ શામેલ છે. આ સમાચાર પણ વાંચો… 3 પ્લેન ક્રેશ, 3 પાઇલટ અને મુંબઈની એક સોસાયટી:અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલો કરુણ સંયોગ, પહેલા કર્ણાટક, પછી કેરળ અને હવે ગુજરાત કુદરત ક્યારેક એવા સંયોગ રચે છે, જે માની ન શકાય. આવો જ એક કરુણ સંયોગ સામે આવ્યો છે, જેનું કનેક્શન અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સાથે છે. 15 વર્ષના ગાળામાં બનેલા 3 અલગ અલગ વિમાન અકસ્માત, 3 પાઇલટ અને મુંબઈની એક સોસાયટી એકબીજા સાથે એવી રીતે જોડાયેલાં છે, જે જાણીને તમને નવાઇ લાગશે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પાઇલટ સુમિત સભરવાલ મુંબઇના પવઇમાં આવેલી જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા હતા. તેમની સોસાયટીમાં અન્ય 2 પાઇલટ્સ પણ રહેતા હતા, જેમણે ભૂતકાળમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. ત્રણેય વિમાન દુર્ઘટનાનાં સ્થળ અલગ અલગ હતાં, પણ સામ્યતા એ પણ છે કે ત્રણેય ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અથવા એની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસની હતી અને ત્રણેયના પાઇલટ્સ એક જ સોસાયટીના રહેવાસી હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…

​12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજારોમાં હોઈ શકી હોત. જોકે, કેપ્ટન સુમિત સભરવાલ (56)ની સૂઝબુઝનાં કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેપ્ટન સુમિતને ખ્યાલ આવ્યો કે તે વિમાનને ક્રેશ થતું અટકાવી શકશે નહીં, ત્યારે તેમણે જાણી જોઈને વિમાનને એવી જગ્યાએ ક્રેશ કર્યું જ્યાં નુકસાન ઓછામાં ઓછું થાય. બોઇંગ 787 વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ પર પડ્યું. આ વિસ્તાર ઓછો વસ્તીવાળો હતો, પરંતુ તેની આસપાસ ગીચ વસ્તી અને ત્રણ મોટી હોસ્પિટલો છે. જો વિમાન 3 સેકન્ડ વહેલા કે પછી પડ્યું હોત, તો વિનાશ ખૂબ મોટો થયો હોત. ક્રેશ સ્થળની જમણી બાજુએ મિલિટરી હોસ્પિટલ છે. આગળ સિવિલ હોસ્પિટલ છે અને થોડા અંતરે ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 270 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો. 3 સેકેન્ડ પહેલાં કે પછી ફ્લાઇટ ક્રેશ થઈ હોત તો 1200થી વધારે લોકો મૃત્યુ પામ્યા હોત અકસ્માત સ્થળે હાજર એક ઉડ્ડયન અધિકારીએ જણાવ્યું હતું કે પડી રહેલા વિમાનનો માર્ગ એવો હતો કે તે સીધો 1200 બેડવાળી સિવિલ હોસ્પિટલમાં અથડાવાનો હતો. પ્રારંભિક તપાસ સૂચવે છે કે પાયલટે વિમાનને થોડીક સેકન્ડ પહેલા નીચે ઉતાર્યું હતું. આ કારણે તે મેડિકલ કોલેજ હોસ્ટેલની છત પરથી સરકીને ઝાડ વચ્ચે પડી ગયું. કેપ્ટન સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા એર ઇન્ડિયાના વિમાન કેપ્ટન સુમિત સભરવાલનો 17 જૂને મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સભરવાલને 8200 કલાક ફ્લાઇંગનો અનુભવ હતો. સભરવાલ ઉપરાંત, ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. કુંદરને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. વિમાન દુર્ઘટનાની તપાસમાં UN સામેલ થશે, ભારતે ICAO નિરીક્ષકને મંજૂરી આપી એર ઇન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્ર સામેલ થશે. ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર ઉડ્ડયન સંસ્થા ICAO (આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન) ના નિષ્ણાતને નિરીક્ષક તરીકે ભાગ લેવાની મંજૂરી આપી છે. ICAO એ તપાસમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી. ભારતે પારદર્શિતા સાથે તપાસ કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રને આમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. 13 જૂનથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અધિકારીઓ અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના પ્રતિનિધિઓ પણ શામેલ છે. આ સમાચાર પણ વાંચો… 3 પ્લેન ક્રેશ, 3 પાઇલટ અને મુંબઈની એક સોસાયટી:અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલો કરુણ સંયોગ, પહેલા કર્ણાટક, પછી કેરળ અને હવે ગુજરાત કુદરત ક્યારેક એવા સંયોગ રચે છે, જે માની ન શકાય. આવો જ એક કરુણ સંયોગ સામે આવ્યો છે, જેનું કનેક્શન અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સાથે છે. 15 વર્ષના ગાળામાં બનેલા 3 અલગ અલગ વિમાન અકસ્માત, 3 પાઇલટ અને મુંબઈની એક સોસાયટી એકબીજા સાથે એવી રીતે જોડાયેલાં છે, જે જાણીને તમને નવાઇ લાગશે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પાઇલટ સુમિત સભરવાલ મુંબઇના પવઇમાં આવેલી જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા હતા. તેમની સોસાયટીમાં અન્ય 2 પાઇલટ્સ પણ રહેતા હતા, જેમણે ભૂતકાળમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. ત્રણેય વિમાન દુર્ઘટનાનાં સ્થળ અલગ અલગ હતાં, પણ સામ્યતા એ પણ છે કે ત્રણેય ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અથવા એની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસની હતી અને ત્રણેયના પાઇલટ્સ એક જ સોસાયટીના રહેવાસી હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *