સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ ફિલ્મ ‘સરદાર જી 3’માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરને કાસ્ટ કરવાને લઈને વિવાદમાં છે. ફિલ્મ સંગઠનો સતત તેને ‘બોર્ડર 2’માંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે, ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીએ દિલજીતનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘દિલજીતમાં સંપૂર્ણપણે દેશભક્તિની ભાવના ભરેલી છે.’ NDTV સાથે વાત કરતા ઇમ્તિયાઝ અલીએ કહ્યું, ‘હું આ વિવાદ પર વધુ તો કહી ન શકું પરંતુ કારણ કે હું દિલજીતને ઓળખું છું, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તે દેશભક્તિથી ભરેલો છે. તે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે. તમે તેના બધા કોન્સર્ટમાં તે જોઈ શકો છો. તે હંમેશા ભારતીય ધ્વજ સાથે સ્ટેજ પર આવે છે.’ ઇમ્તિયાઝે વધુમાં કહ્યું કે, ‘દિલજીત એક સાચો માણસ છે અને કોઈપણ પ્રકારના ઢોંગ કે આડંબરથી દૂર રહે છે. તે કોઈની સલાહ પર નહીં પણ તેના હૃદયની વાત સાંભળીને કંઈ પણ કરે છે. દરેક કોન્સર્ટના અંતે તે ગર્વથી પોતાની પંજાબી ઓળખનો ઉલ્લેખ કરે છે અને ભારતીય ધ્વજ પકડીને દેશ પ્રત્યેનો પોતાનો સાચો પ્રેમ વ્યક્ત કરે છે.’ ‘સરદારજી 3’ માં હાનિયા આમિરની કાસ્ટિંગ અંગેના વિવાદ વિશે વાત કરતા, ઇમ્તિયાઝે કહ્યું કે, ‘કલાકારો પોતે કાસ્ટિંગના નિર્ણયો માટે જવાબદાર નથી.’ તેમણે કહ્યું કે, ‘જે લોકો દિલજીતની સત્યતાને સમજે છે, તે ચોક્કસપણે તેની સાચી દેશભક્તિનો અનુભવ કરશે.’