શું તમે ક્યારેય કલ્પના કરી છે કે દેશની રક્ષા કરતા સૈનિકોએ ઉંદરો સામે લડવું પડે છે, દુશ્મનો સામે નહીં? કે પછી એવી કોર્ટ, જ્યાં સુનાવણી દરમિયાન કોઈ વ્યક્તિ ટોઇલેટમાંથી હાઈકોર્ટની સુનાવણીમાં જોડાઈ હોય? આ રહ્યા દુનિયાભરમાં ચર્ચામાં રહેલા કેટલાક રસપ્રદ સમાચાર. ચાલો જાણીએ… 1. ઉંદરોએ આર્મી બેઝ પર હુમલો કર્યો; સેના દુર્ગંધ અને ગંદકીથી પરેશાન યુનાઇટેડ કિંગ્ડમ (યુકે)નું સૌથી મોટું લશ્કરી મથક, કેટરિક ગેરિસન, હાલમાં ઉંદરોના ત્રાસ અને ગંદકી સામે ઝઝૂમી રહ્યું છે. સૈનિકો કહે છે કે કેમ્પની અંદર કચરાના ઢગલા, ભરાયેલા કચરાપેટીઓ, તૂટેલાં વાહનો અને દુર્ગંધને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કેટલાક સૈનિકોએ આ કેમ્પની સરખામણી ઝૂંપડપટ્ટી સાથે કરવાનું શરૂ કરી દીધું છે. ડેઇલી મેલના એક અહેવાલ મુજબ, બેઝ પરની આ અસ્વસ્થતા અને અસ્વચ્છ પરિસ્થિતિઓ સૈનિકોને સેના છોડવા માટે મજબૂર કરી રહી છે. સૈનિકો માને છે કે સેનાની નોકરી પોતે જ પડકારજનક છે, તેથી ઓછામાં ઓછું કેમ્પનું જીવન આરામદાયક અને સ્વચ્છ હોવું જોઈએ, પરંતુ હાલના ગંદા વાતાવરણમાં કોઈ અહીં રહેવા માગતું નથી. જ્યારે આ ગંભીર પરિસ્થિતિ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે સેનાએ કહ્યું કે કચરો એકઠો કરવાની જવાબદારી નોર્થ યોર્કશાયર કાઉન્સિલની છે, જોકે કાઉન્સિલે કહ્યું હતું કે સફાઈ થતી નથી, કારણ કે ખોટા પ્રકારનો કચરો ખોટા ડબ્બામાં નાખવામાં આવી રહ્યો છે. કેટરિક ગેરિસન, બ્રિટિશ આર્મી માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર, પરંતુ ગંદકી અને ઉંદરો સાથે સંઘર્ષ કરી રહ્યું છે
ઉત્તર યોર્કશાયરમાં સ્થિત કેટરિક ગેરિસન, બ્રિટિશ આર્મીનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બેઝ છે. અહીં 13,000થી વધુ સૈનિકો અને તેમના પરિવારો રહે છે. આ બ્રિટિશ આર્મીનું મુખ્ય તાલીમ કેન્દ્ર છે, જ્યાં સૈનિકોને સઘન તાલીમ મળે છે. આ ઉપરાંત ઇન્ટેલિજન્સ કોર્પ્સ, રોયલ લેન્સર, રોયલ યોર્કશાયર રેજિમેન્ટ અને રોયલ મિલિટરી પોલીસ જેવા ઘણા મહત્ત્વપૂર્ણ એકમો પણ અહીં તહેનાત છે. રક્ષા મંત્રાલયે કહ્યું- અમે ઉંદરોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
આ ગંભીર સમસ્યા પર, બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે કહ્યું- તેઓ નોર્થ યોર્કશાયર કાઉન્સિલ સાથે કામ કરી રહ્યા છે, જેથી કચરો સમયસર ઉપાડી શકાય. સૈનિકોને સ્વચ્છ વાતાવરણ મળશે. તેઓ આ બેઝ પર ઉંદરોને નિયંત્રિત કરવામાં પણ રોકાયેલા છે. 2. એક માણસ ટોઇલેટમાં બેસીને હાઇકોર્ટની સુનાવણીમાં જોડાયો આજકાલ ઓનલાઈન કામનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. એક વ્યક્તિ ટોઇલેટમાં બેસીને વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની સુનાવણીમાં હાજર રહી હતી. આ ઘટના 20 જૂને બની હતી, પરંતુ આ વીડિયો 27 જૂને મીડિયામાં સામે આવ્યો હતો. આ વીડિયોમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર એસ. દેસાઈ ચેક બાઉન્સ કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન ઝૂમ મિટિંગમાં સમદ બેટરી નામની વ્યક્તિ ટોઇલેટ સીટ પર બેઠી જોવા મળી હતી. આ એક મિનિટના વીડિયોમાં આ વ્યક્તિ પોતાનો મોબાઈલ જમીન પર રાખીને ટોઇલેટનો ઉપયોગ કરતો જોવા મળી હતી. આવી ઘટનાઓ પહેલાં પણ બની છે, કોર્ટે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
તમને જણાવી દઈએ કે આ આવો પહેલો કિસ્સો નથી. આ વર્ષની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટે એક માણસને ₹ 2 લાખનો દંડ ફટકાર્યો હતો, કારણ કે તે શૌચાલયમાંથી વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ કાર્યવાહીમાં હાજરી આપી હતી. કોર્ટે તેને બે અઠવાડિયાં સુધી હાઈકોર્ટ પરિસરમાં બગીચાઓની સફાઈ કરીને ‘સમુદાય સેવા’ કરવાનો આદેશ આપ્યો હતો. 2020માં ગુજરાત હાઈકોર્ટે એક વકીલને વીડિયો-કોન્ફરન્સિંગ દરમિયાન સિગારેટ પીતા જોવા મળતાં તેને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 3. બિહારની શાળામાં ઝૂલતો ક્લાસરૂમ, તપાસના આદેશ તમે હોરર ફિલ્મોમાં રૂમને ધ્રૂજતા જોયા હશે, પરંતુ બિહારના કૈમૂર જિલ્લામાં, બે માળની શાળાનો એક ઓરડો પોતાની મેળે ધ્રૂજવા લાગ્યો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આખી ઇમારતમાં ફક્ત એક જ ઓરડો ધ્રૂજી રહ્યો છે. ગયા અઠવાડિયે આ વિચિત્ર ઘટના બની હતી, જ્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ઓરડો ધ્રૂજવા લાગ્યો. આ ઘટના બે-ચાર વખત બની. શાળાના મુખ્ય શિક્ષક આલોક પાંડેએ જણાવ્યું કે જ્યારે તેઓ શાળામાં પહોંચ્યા ત્યારે ઓરડો ધ્રૂજતો નહોતો, પરંતુ પાંચ મિનિટ પછી એ ધ્રૂજવા લાગ્યો. આ પછી બાળકોને તાત્કાલિક એ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્રણ-ચાર દિવસથી રૂમ ધ્રૂજતો હતો, અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા
ગામલોકોએ જણાવ્યું કે આ ઓરડો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધ્રૂજી રહ્યો છે. હવે સ્થાનિક બીડીઓ અને જુનિયર એન્જિનિયર આ ધ્રુજારીવાળા ઓરડાની તપાસ કરી રહ્યા છે. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી બાળકોને અન્ય રૂમમાં ભણાવવામાં આવશે. તો આ રહ્યા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે…