P24 News Gujarat

‘5-7 વર્ષોમાં આવું ક્યારેય નથી જોયું’:ગુજરાતમાં જૂનમાં વરસેલા મેઘાથી નિષ્ણાતોને નવાઇ લાગી, 13 વર્ષના વરસાદનું એનાલિસિસ

હજુ તો ચોમાસાની શરૂઆત જ થઇ છે ને આટલો બધો વરસાદ….? આવું તમે તમારી આસપાસના લોકોને કહેતા સાંભળ્યા હશે. સામાન્ય રીતે દર વર્ષે જૂનમાં ચોમાસાની શરૂઆત થતાં જ લોકો કહેતાં હોય છે ચોમાસું તો શરૂ થઇ ગયું પણ હવે સારો વરસાદ આવે ત્યારે સાચું. પણ આ વખતે સ્થિતિ તેનાથી જુદી છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાંની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ઘમરોળી નાંખ્યા છે. ગુજરાતમાં વર્ષ 2023ના જૂન મહિનામાં રેકોર્ડબ્રેક 9.2 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે 28 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. શક્યતા એવી છે કે 30 જૂન સુધીમાં વર્ષ 2023નો રેકોર્ડ પણ તૂટી જાય. હકીકતમાં જૂનમાં આટલો બધો વરસાદ થવા પાછળનું કારણ શું છે? અગાઉ ક્યારે ક્યારે જૂનમાં આવો વરસાદ પડ્યો હતો? શું જૂનમાં વરસાદ પડ્યો એના કારણે જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદ પર કોઇ અસર પડશે કે કેમ? આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે કેમ? આવા સવાલો અત્યારે થાય તે સ્વાભાવિક છે. આ સવાલોનો જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે 2012થી 2025 એટલે કે છેલ્લા 13 વર્ષમાં જૂન મહિનામાં પડેલા વરસાદનું એનાલિસિસ કર્યું છે. સાથે જ 3 નિષ્ણાતો સાથે પણ ખાસ વાતચીત કરીને આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. આ એનાલિસિસ અને એક્સપર્ટ શું કહી રહ્યાં છે જાણો આજની સન્ડે બિગ સ્ટોરીમાં. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતે જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 15મી જૂને ચોમાસાના સત્તાવાર આગમનના બીજા જ દિવસે સૌરાષ્ટ્રમાં 11 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. જેના લીધે ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા, ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થઇ ગયો. દક્ષિણ ગુજરાતમાં પડેલા સાંબેલાધાર વરસાદથી મહાનગર સુરતમાં તો ચાર દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા. હવામાન વિભાગના આંકડા પ્રમાણે આ વખતે જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડવો જોઇતો હતો. તેની સામે 28 જૂન સુધીમાં 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે એટલે કે ડબલ કરતાં વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 13 વર્ષોની વાત કરીએ તો વર્ષ 2023ને બાદ કરતા પહેલી વખત એવું બન્યું છે કે આ જૂન મહિનામાં આટલો વરસાદ પડ્યો છે. પાછલા 13 વર્ષોમાં 7 વખત એવું બન્યું છે કે જૂન મહિનામાં જેટલો વરસાદ પડવો જોઇતો હતો તેની સામે ઓછો વરસાદ પડ્યો છે. દિવ્ય ભાસ્કરે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમના કારણે શરૂઆતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. ‘અરબ સાગરમાંથી વરસાદ આવ્યો’
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, જ્યારે કોઇ સાયક્લોનિક સર્ક્યૂલેશન અરબ સાગરમાંથી આવે ત્યારે વરસાદની માત્રા વધી જતી હોય છે. આ વખતે 16 જૂનથી જે વરસાદ શરૂ થયો તે અરબ સાગરનું સર્ક્યૂલેશન હતું. મોટાભાગે છેલ્લા એકાદ દાયકામાં એવું બન્યું છે કે, આપણને બંગાળની ખાડીમાંથી વરસાદનો લાભ મળતો હતો પરંતુ ત્યાંથી જે વરસાદ આવે છે તેનું પ્રમાણ ઓછું હોય છે. જેની સરખામણીએ અરબ સાગરમાંથી જે વરસાદ આવે તેનું પ્રમાણ વધી જાય છે. આ જ કારણે આપણે ત્યાં શરૂઆતમાં વરસાદ ખૂબ જ સારો પડ્યો છે. ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાવાનું કારણ શું?
ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાવા પાછળનું કારણ શું છે એ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે દરિયાનું તાપમાન ઊંચું ગયું છે સાથે જ જમીની ભાગોનું તાપમાન પણ વધ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે નોર્મલ તાપમાન હોય તેના કરતાં પણ બે ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું છે. જ્યારે તાપમાન ઊંચું રહે ત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત બને છે. અરબ સાગરમાં સાયક્લોન બનવાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ‘સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે’
સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદ સારો આવતો હોય છે તો આ વખતે જુલાઇ અને ઓગસ્ટ કેવા રહેશે એ અંગે પૂછતાં પરેશ ગૌસ્વામીએ કહ્યું, આ વખતે પણ ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. ઓગસ્ટમાં 15 દિવસ વરસાદ પડશે અને 15 દિવસ નહીં પડે. સપ્ટેમ્બર સારો રહેશે તેનું કારણ છેલ્લા બે દાયકાથી આપણે વરસાદી સિસ્ટમની પેટર્ન ચેન્જ થઇ છે. મોટાભાગે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તરમાં ખસી જતી હોય છે પણ છેલ્લા દાયકામાં જે ચેન્જ થયો તેના કારણે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત ઉપર આવે છે આ જ કારણે સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડશે. જુલાઇ જેવો જ વરસાદ સપ્ટેમ્બરમાં પડશે. તેમણે કહ્યું, વરસાદની દૃષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે. આ વખતે જે 98 ટકાથી લઇને 106 ટકા જેટલો વરસાદ આવશે તેવું અનુમાન છે તે પ્રમાણે જ વરસાદ રહેશે. બીજી તરફ ખેડૂતોએ પણ મોટા ભાગે વાવેતર કરી દીધું છે. તેમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે કૃષિ નિષ્ણાતો સાથે વાત કરીને એ જાણ્યું હતું કે આ વરસાદની ખેતી પર શું અસર થઇ શકે છે. ‘છેલ્લા 5-7 વર્ષોમાં આવું ક્યારેય નથી જોયું’
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટીયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, આ વખતે જે રીતે જૂનમાં વરસાદ પડ્યો છે તેવું છેલ્લા પાંચથી સાત વર્ષમાં તો ક્યારેય જોયું નથી. 1983ના જૂન મહિનામાં આવું જોયું હતું ત્યારે શાહપુર અને વંથલીમાં હોનારત થઇ હતી. ‘વરસાદની પેટર્ન બદલાઇ છે’
‘ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે અને તે જ પ્રમાણે આ વખતે ચોમાસું તો શરૂ થયું પણ જે અપેક્ષા વેધર ડિપાર્ટમેન્ટની અને મોટા મોટા આગાહીકારોની હતી એ પ્રમાણેનું ન બન્યું. પહેલાંના સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકધારી વાવણી થતી હતી પરંતુ હવે એ વાવણી કટકે કટકે થાય છે. એક જિલ્લામાં વાવણી થઇ હોય તો બીજામાં ન પણ હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજીતરફ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વરસાદની પેટર્નમાં પણ બદલાવ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ પડે છે તો કેટલીક જગ્યાએ લોકો વરસાદની રાહ જોતા હોય છે. જ્યારે કેટલીક જગ્યાએ પાણી ભરાઇ જાય તેવો વરસાદ પડે છે.’ ડૉ. ચોવટીયા કહે છે કે, જૂનમાં તો સારી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે પણ આગામી મહિનાનું અત્યારથી અનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે જ્યારે અપેક્ષા હોય છે ત્યારે પણ કેટલાક સંજોગોમાં વરસાદ આવ્યો નથી એવા કિસ્સાઓ છે. હજી શુક્રવારનો જ દાખલો આપું તો હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લામાં આગાહી કરી હતી કે અતિભારે વરસાદ આવશે જેની સામે જૂનાગઢમાં માત્ર અડધો ઇંચ જ વરસાદ પડ્યો હતો. આવું વાતાવરણના બદલાવના કારણે થઇ રહ્યું છે. પણ જે વરસાદ પડ્યો છે તે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. ‘વરસાદ ખેંચાય તો પણ પાણી મળી રહેશે’
‘માનો કે અત્યારે જે જિલ્લામાં સારો વરસાદ આવી રહ્યો છે અને ત્યાં વાવેતર થઇ રહ્યું છે. બીજીતરફ સારા વરસાદને કારણે નદી અને નાળામાં પણ પાણી જમા થઇ ગયું છે જેના કારણે પાકને સારા પ્રમાણમાં પાણી મળી રહેશે. માની લો કે જો હવે આગામી મહિનામાં વરસાદ ખેંચાય છે તો પણ જે રીતે ખેત તલાવડીઓ અને ડેમો ભરાયા છે તેના કારણે પૂરતાં પ્રમાણમાં પાણી તો મળી જ રહેશે.’ ખેતરમાં પાણી ન ભરાય તેની કાળજી લેવાની સલાહ
બીજું કે જમીનના તળમાં પણ પાણી ઉતર્યા છે એટલે તેના પણ તળ ઊંચા આવશે. હું ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે, જ્યારે વાવેતર કર્યું હોય પણ હાલમાં તેનો મોર કાચો હશે એવામાં ખેતરમાં ક્યાંય પાણી ન ભરાઇ રહે તેની ખાસ તકેદારી રાખે જેથી કાચા માલને કોઇ નુકસાન ન થાય.જે ખેતરમાં ઢાળની દિશામાં શેઢો આવતો હોય ત્યાં પણ ખાસ તકેદારી રાખવી જોઇએ.આમ તો ખેડૂતોએ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવતા હોય છે પણ કેટલાક એવા ખેડૂત હોય છે જેની પાસે બીજી કોઇ વ્યવસ્થા નથી હોતી. જો કે સૌરાષ્ટ્રમાં મારા ધ્યાન પ્રમાણે કોઇનો પાક ધોવાયો હોય એવું નથી બન્યું. આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિયેટ ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું, સામાન્ય રીતે જૂન મહિનામાં પડતાં સામાન્ય વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં 27 જૂન સુધીમાં 90 મીલિ મીટર જેટલો વરસાદ વરસતો હોય છે. જેમાં ગુજરાત વિસ્તારમાં 27 જૂન સુધી 107 મીલિ મીટર જેવો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજીયનમાં 77.8 મીલિ મીટર જેવો વરસાદ વરસે છે. ‘સતત વરસાદ વરસે તો પાકને અસર થાય’
ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું કે, ચોમાસામાં વાવણી 15 જૂન થી 21 જૂનની વચ્ચે થતી હોય છે પણ સતત વરસાદના કારણે તેમાં પણ ક્યાંક વિલંબ થયો હોઇ શકે છે. સાથે જ જો વાવણી થઇ ગઇ હોય તો તેના ઉપર પણ અસર થઇ શકે છે. હાલમાં વધુ પડી રહેલા વરસાદની અસર આગામી જુલાઇ કે ઓગસ્ટ મહિના ઉપર પડે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ‘જૂન મહિનામાં 135 ટકા વરસાદ વરસ્યો’
‘ચાલુ વર્ષના ચોમાસાની વાત કરવામાં આવે તો હાલમાં 27 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં 221.7 મીલિ મીટર જેટલો વરસાદ આવ્યો છે. ગુજરાત રીજીયનમાં 263.8 મીલિ મીટર જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં 172.2 મીલિ મીટર જેટલો વરસાદ વરસ્યો છે. જો ટકાવારીમાં વાત કરવામાં આવે તો 135 ટકા જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં આવી ચૂક્યો છે. જ્યારે ગુજરાત રીજીયનમાં 146 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં 123 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.’ ‘કેરળ-મુંબઇમાં ચોમાસું વહેલું આવ્યું હતું’
ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું, કેરળથી લઇને મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે ચોમાસું થોડુંક વહેલું આવ્યું છે. વહેલા વરસાદના કારણે તેના જે પરિબળો છે એ પણ તેની સાથે સાથે સક્રિય થતાં હોય છે. આના કારણે વેધરની જુદી જુદી સિસ્ટમ જેવી કે સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ, લો પ્રેશર એરિયાનો ગુજરાતના આસપાસના વિસ્તારમાં અને ખાસ કરીને અરબ સાગરમાં ઉદ્ભવ થઇ રહ્યો હતો. જેના કારણે આ વખતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત સાથે જ આટલો વરસાદ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો પૃથ્વી પર સતત 20 લાખ વર્ષ સુધી વરસાદ પડ્યો ચાર દિવસ પછીય સુરતના બે વિસ્તાર ‘ટાપુ’

​હજુ તો ચોમાસાની શરૂઆત જ થઇ છે ને આટલો બધો વરસાદ….? આવું તમે તમારી આસપાસના લોકોને કહેતા સાંભળ્યા હશે. સામાન્ય રીતે દર વર્ષે જૂનમાં ચોમાસાની શરૂઆત થતાં જ લોકો કહેતાં હોય છે ચોમાસું તો શરૂ થઇ ગયું પણ હવે સારો વરસાદ આવે ત્યારે સાચું. પણ આ વખતે સ્થિતિ તેનાથી જુદી છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાંની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ઘમરોળી નાંખ્યા છે. ગુજરાતમાં વર્ષ 2023ના જૂન મહિનામાં રેકોર્ડબ્રેક 9.2 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે 28 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. શક્યતા એવી છે કે 30 જૂન સુધીમાં વર્ષ 2023નો રેકોર્ડ પણ તૂટી જાય. હકીકતમાં જૂનમાં આટલો બધો વરસાદ થવા પાછળનું કારણ શું છે? અગાઉ ક્યારે ક્યારે જૂનમાં આવો વરસાદ પડ્યો હતો? શું જૂનમાં વરસાદ પડ્યો એના કારણે જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદ પર કોઇ અસર પડશે કે કેમ? આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે કેમ? આવા સવાલો અત્યારે થાય તે સ્વાભાવિક છે. આ સવાલોનો જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે 2012થી 2025 એટલે કે છેલ્લા 13 વર્ષમાં જૂન મહિનામાં પડેલા વરસાદનું એનાલિસિસ કર્યું છે. સાથે જ 3 નિષ્ણાતો સાથે પણ ખાસ વાતચીત કરીને આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. આ એનાલિસિસ અને એક્સપર્ટ શું કહી રહ્યાં છે જાણો આજની સન્ડે બિગ સ્ટોરીમાં. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતે જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 15મી જૂને ચોમાસાના સત્તાવાર આગમનના બીજા જ દિવસે સૌરાષ્ટ્રમાં 11 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. જેના લીધે ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા, ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થઇ ગયો. દક્ષિણ ગુજરાતમાં પડેલા સાંબેલાધાર વરસાદથી મહાનગર સુરતમાં તો ચાર દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા. હવામાન વિભાગના આંકડા પ્રમાણે આ વખતે જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડવો જોઇતો હતો. તેની સામે 28 જૂન સુધીમાં 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે એટલે કે ડબલ કરતાં વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 13 વર્ષોની વાત કરીએ તો વર્ષ 2023ને બાદ કરતા પહેલી વખત એવું બન્યું છે કે આ જૂન મહિનામાં આટલો વરસાદ પડ્યો છે. પાછલા 13 વર્ષોમાં 7 વખત એવું બન્યું છે કે જૂન મહિનામાં જેટલો વરસાદ પડવો જોઇતો હતો તેની સામે ઓછો વરસાદ પડ્યો છે. દિવ્ય ભાસ્કરે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમના કારણે શરૂઆતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. ‘અરબ સાગરમાંથી વરસાદ આવ્યો’
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, જ્યારે કોઇ સાયક્લોનિક સર્ક્યૂલેશન અરબ સાગરમાંથી આવે ત્યારે વરસાદની માત્રા વધી જતી હોય છે. આ વખતે 16 જૂનથી જે વરસાદ શરૂ થયો તે અરબ સાગરનું સર્ક્યૂલેશન હતું. મોટાભાગે છેલ્લા એકાદ દાયકામાં એવું બન્યું છે કે, આપણને બંગાળની ખાડીમાંથી વરસાદનો લાભ મળતો હતો પરંતુ ત્યાંથી જે વરસાદ આવે છે તેનું પ્રમાણ ઓછું હોય છે. જેની સરખામણીએ અરબ સાગરમાંથી જે વરસાદ આવે તેનું પ્રમાણ વધી જાય છે. આ જ કારણે આપણે ત્યાં શરૂઆતમાં વરસાદ ખૂબ જ સારો પડ્યો છે. ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાવાનું કારણ શું?
ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાવા પાછળનું કારણ શું છે એ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે દરિયાનું તાપમાન ઊંચું ગયું છે સાથે જ જમીની ભાગોનું તાપમાન પણ વધ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે નોર્મલ તાપમાન હોય તેના કરતાં પણ બે ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું છે. જ્યારે તાપમાન ઊંચું રહે ત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત બને છે. અરબ સાગરમાં સાયક્લોન બનવાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ‘સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે’
સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદ સારો આવતો હોય છે તો આ વખતે જુલાઇ અને ઓગસ્ટ કેવા રહેશે એ અંગે પૂછતાં પરેશ ગૌસ્વામીએ કહ્યું, આ વખતે પણ ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. ઓગસ્ટમાં 15 દિવસ વરસાદ પડશે અને 15 દિવસ નહીં પડે. સપ્ટેમ્બર સારો રહેશે તેનું કારણ છેલ્લા બે દાયકાથી આપણે વરસાદી સિસ્ટમની પેટર્ન ચેન્જ થઇ છે. મોટાભાગે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તરમાં ખસી જતી હોય છે પણ છેલ્લા દાયકામાં જે ચેન્જ થયો તેના કારણે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત ઉપર આવે છે આ જ કારણે સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડશે. જુલાઇ જેવો જ વરસાદ સપ્ટેમ્બરમાં પડશે. તેમણે કહ્યું, વરસાદની દૃષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે. આ વખતે જે 98 ટકાથી લઇને 106 ટકા જેટલો વરસાદ આવશે તેવું અનુમાન છે તે પ્રમાણે જ વરસાદ રહેશે. બીજી તરફ ખેડૂતોએ પણ મોટા ભાગે વાવેતર કરી દીધું છે. તેમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે કૃષિ નિષ્ણાતો સાથે વાત કરીને એ જાણ્યું હતું કે આ વરસાદની ખેતી પર શું અસર થઇ શકે છે. ‘છેલ્લા 5-7 વર્ષોમાં આવું ક્યારેય નથી જોયું’
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટીયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, આ વખતે જે રીતે જૂનમાં વરસાદ પડ્યો છે તેવું છેલ્લા પાંચથી સાત વર્ષમાં તો ક્યારેય જોયું નથી. 1983ના જૂન મહિનામાં આવું જોયું હતું ત્યારે શાહપુર અને વંથલીમાં હોનારત થઇ હતી. ‘વરસાદની પેટર્ન બદલાઇ છે’
‘ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે અને તે જ પ્રમાણે આ વખતે ચોમાસું તો શરૂ થયું પણ જે અપેક્ષા વેધર ડિપાર્ટમેન્ટની અને મોટા મોટા આગાહીકારોની હતી એ પ્રમાણેનું ન બન્યું. પહેલાંના સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકધારી વાવણી થતી હતી પરંતુ હવે એ વાવણી કટકે કટકે થાય છે. એક જિલ્લામાં વાવણી થઇ હોય તો બીજામાં ન પણ હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજીતરફ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વરસાદની પેટર્નમાં પણ બદલાવ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ પડે છે તો કેટલીક જગ્યાએ લોકો વરસાદની રાહ જોતા હોય છે. જ્યારે કેટલીક જગ્યાએ પાણી ભરાઇ જાય તેવો વરસાદ પડે છે.’ ડૉ. ચોવટીયા કહે છે કે, જૂનમાં તો સારી માત્રામાં વરસાદ જોવા મળી રહ્યો છે પણ આગામી મહિનાનું અત્યારથી અનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે જ્યારે અપેક્ષા હોય છે ત્યારે પણ કેટલાક સંજોગોમાં વરસાદ આવ્યો નથી એવા કિસ્સાઓ છે. હજી શુક્રવારનો જ દાખલો આપું તો હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લામાં આગાહી કરી હતી કે અતિભારે વરસાદ આવશે જેની સામે જૂનાગઢમાં માત્ર અડધો ઇંચ જ વરસાદ પડ્યો હતો. આવું વાતાવરણના બદલાવના કારણે થઇ રહ્યું છે. પણ જે વરસાદ પડ્યો છે તે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. ‘વરસાદ ખેંચાય તો પણ પાણી મળી રહેશે’
‘માનો કે અત્યારે જે જિલ્લામાં સારો વરસાદ આવી રહ્યો છે અને ત્યાં વાવેતર થઇ રહ્યું છે. બીજીતરફ સારા વરસાદને કારણે નદી અને નાળામાં પણ પાણી જમા થઇ ગયું છે જેના કારણે પાકને સારા પ્રમાણમાં પાણી મળી રહેશે. માની લો કે જો હવે આગામી મહિનામાં વરસાદ ખેંચાય છે તો પણ જે રીતે ખેત તલાવડીઓ અને ડેમો ભરાયા છે તેના કારણે પૂરતાં પ્રમાણમાં પાણી તો મળી જ રહેશે.’ ખેતરમાં પાણી ન ભરાય તેની કાળજી લેવાની સલાહ
બીજું કે જમીનના તળમાં પણ પાણી ઉતર્યા છે એટલે તેના પણ તળ ઊંચા આવશે. હું ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે, જ્યારે વાવેતર કર્યું હોય પણ હાલમાં તેનો મોર કાચો હશે એવામાં ખેતરમાં ક્યાંય પાણી ન ભરાઇ રહે તેની ખાસ તકેદારી રાખે જેથી કાચા માલને કોઇ નુકસાન ન થાય.જે ખેતરમાં ઢાળની દિશામાં શેઢો આવતો હોય ત્યાં પણ ખાસ તકેદારી રાખવી જોઇએ.આમ તો ખેડૂતોએ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવતા હોય છે પણ કેટલાક એવા ખેડૂત હોય છે જેની પાસે બીજી કોઇ વ્યવસ્થા નથી હોતી. જો કે સૌરાષ્ટ્રમાં મારા ધ્યાન પ્રમાણે કોઇનો પાક ધોવાયો હોય એવું નથી બન્યું. આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિયેટ ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું, સામાન્ય રીતે જૂન મહિનામાં પડતાં સામાન્ય વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં 27 જૂન સુધીમાં 90 મીલિ મીટર જેટલો વરસાદ વરસતો હોય છે. જેમાં ગુજરાત વિસ્તારમાં 27 જૂન સુધી 107 મીલિ મીટર જેવો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજીયનમાં 77.8 મીલિ મીટર જેવો વરસાદ વરસે છે. ‘સતત વરસાદ વરસે તો પાકને અસર થાય’
ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું કે, ચોમાસામાં વાવણી 15 જૂન થી 21 જૂનની વચ્ચે થતી હોય છે પણ સતત વરસાદના કારણે તેમાં પણ ક્યાંક વિલંબ થયો હોઇ શકે છે. સાથે જ જો વાવણી થઇ ગઇ હોય તો તેના ઉપર પણ અસર થઇ શકે છે. હાલમાં વધુ પડી રહેલા વરસાદની અસર આગામી જુલાઇ કે ઓગસ્ટ મહિના ઉપર પડે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ‘જૂન મહિનામાં 135 ટકા વરસાદ વરસ્યો’
‘ચાલુ વર્ષના ચોમાસાની વાત કરવામાં આવે તો હાલમાં 27 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં 221.7 મીલિ મીટર જેટલો વરસાદ આવ્યો છે. ગુજરાત રીજીયનમાં 263.8 મીલિ મીટર જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં 172.2 મીલિ મીટર જેટલો વરસાદ વરસ્યો છે. જો ટકાવારીમાં વાત કરવામાં આવે તો 135 ટકા જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં આવી ચૂક્યો છે. જ્યારે ગુજરાત રીજીયનમાં 146 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં 123 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.’ ‘કેરળ-મુંબઇમાં ચોમાસું વહેલું આવ્યું હતું’
ડૉ. મેહુલ વાસાણીએ કહ્યું, કેરળથી લઇને મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે ચોમાસું થોડુંક વહેલું આવ્યું છે. વહેલા વરસાદના કારણે તેના જે પરિબળો છે એ પણ તેની સાથે સાથે સક્રિય થતાં હોય છે. આના કારણે વેધરની જુદી જુદી સિસ્ટમ જેવી કે સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ, લો પ્રેશર એરિયાનો ગુજરાતના આસપાસના વિસ્તારમાં અને ખાસ કરીને અરબ સાગરમાં ઉદ્ભવ થઇ રહ્યો હતો. જેના કારણે આ વખતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત સાથે જ આટલો વરસાદ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો પૃથ્વી પર સતત 20 લાખ વર્ષ સુધી વરસાદ પડ્યો ચાર દિવસ પછીય સુરતના બે વિસ્તાર ‘ટાપુ’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *