ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રવિવારે સવારે લગભગ 4 વાગ્યે ગુંડીચા મંદિરની સામે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથ પાસે ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ત્રણ ભક્તોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ બસંતી સાહુ (36), પ્રેમ કાંતિ મોહંતી (78) અને પ્રભાતી દાસ તરીકે થઈ છે. તમામ મૃતદેહોને પુરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે રથ જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ નાસભાગ થઈ ત્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ કે સુરક્ષા દળો તહોનાત નહોતા. ભગવાન બલભદ્ર અને સુભદ્રાના રથ શ્રદ્ધાબલી (અંતિમ સ્થળ) સુધી પહોંચી ગયા હતા. બાદમાં, ભગવાન જગન્નાથનો રથ તેમના કાકીના સ્થાન, ગુંડીચા મંદિર પહોંચ્યો હતો. શુક્રવારે સેંકડો શ્રદ્ધાળુઓ બીમાર પડ્યા હતા શુક્રવારે (27 જૂન)ના રોજ, દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડના વધતા દબાણને કારણે 625 ભક્તોની તબિયત લથડી હતી. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 70 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…