પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરવા બદલ વિવાદોમાં ઘેરાયેલા દિલજીત દોસાંઝને હવે ગીતકાર જાવેદ અખ્તરનો ટેકો મળ્યો છે. તેમનું માનવું છે કે, જો દિલજીતને ફિલ્મ બનાવતી વખતે ખબર હોત કે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે, તો તે ક્યારેય પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કામ ન કરત. પરંતુ હવે સેન્સર બોર્ડે ચેતવણી સાથે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દેવી જોઈએ. NDTV ક્રિએશન ફોરમમાં જાવેદ અખ્તરને દિલજીત દોસાંઝ અને હાનિયા આમિર વચ્ચે કામ કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તે દાવો કરે છે કે આ ફિલ્મ પહેલા બની ચૂકી છે. તેના પર જાવેદ અખ્તરે દિલજીત દોસાંઝના સમર્થનમાં કહ્યું, ‘મને ખબર નથી કે આ ફિલ્મ ક્યારે બની હતી. એ બીચારો શું કરે. તેને તો ખબર નહોતી કે આગળ શું થશે. પૈસા તો તેણે લગાવ્યા છે ને, આમાં પાકિસ્તાનનો પૈસો તો કાંઈ ડુબવાનો નથી. પૈસા તો આપણા ભારતીય માણસના જ ડૂબશે. તો આનો શું ફાયદો?’ તેમણે આગળ કહ્યું, ‘જો હું આજે કોઈ નિયમ બનાવું છું, તો તે 10 વર્ષ પહેલા જે બન્યું તેના પર લાગુ થઈ શકે નહીં. તે વ્યવહારુ નથી. જો તે ગરીબ વ્યક્તિને ખબર હોત કે આવું થવાનું છે, તો તે પાગલ થોડો હતો કે તે પેલી એક્ટ્રેસ (હાનિયા આમિર)ને લઈ લેતો. મારું એવું માનવું છે કે સરકારે અને સેંસર બોર્ડે આ બાબતે દયા રાખવી જોઈએ. હવેથી આવું ન થાવું જોઈએ એવી ચેતવણી આપવી જોઈએ, કારણ કે તે પહેલા ફિલ્મ બનાવી લીધી હતી તો રિલીઝ કરી દો, પણ હવે ફરી આવું ક્યારેય ન થવું જોઈએ.’ આગળ જાવેદ અખ્તરે કહ્યું છે કે, ‘હિન્દુસ્તાન અને પાકિસ્તાન, જ્યારે આવી પરિસ્થિતિ ન હોય, સારા સમયમાં મળીને ફિલ્મો બનાવતા. ફિલ્મમાં ત્યાંના આર્ટિસ્ટ હોત અને અહીંયાના પણ, ત્યાંના લેખકો હોત અને અહીંના પણ. આપણી પાસે ખૂબ જ શ્રેષ્ઠ ટેકનોલોજી છે, જે તેમની પાસે નથી, તો તેમને તેનો લાભ મળતો, પણ તેમની પાસે ઉત્તમ લેખકો છે. બંને દેશોની સરકાર દ્વારા સેન્સર બોર્ડના ક્લીયરન્સમાં સ્ક્રીપ્ટમાં સાઇન થઈ હોત તો તે તેમાં જે કંઈ હોત તે વધુ સારી મિત્રતા હોત. કળામાં કોઈ સ્પર્ધા નહીં પણ સુસંગતતા હોય છે. તે થઈ શક્યું હોત પણ હવે પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે આ સમયે તેના વિશે વિચારવું પણ બિનજરૂરી છે.’ નોંધનીય છે કે, દિલજીત દોસાંઝ ફિલ્મ ‘સરદાર જી 3’ના કારણે વિવાદમાં છે. આ ફિલ્મમાં તેમની સાથે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર છે. આ ફિલ્મ પહેલગામ આતંકવાદી હુમલા પહેલા પૂર્ણ થઈ હતી, તે સમયે પાકિસ્તાની કલાકારો પર કોઈ પ્રતિબંધ નહોતો. જોકે, પાછળથી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ જ કારણ છે કે દિલજીત દોસાંઝે ફિલ્મ ભારતને બદલે વિદેશમાં રિલીઝ કરી છે. જોકે, ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોયીઝે દિલજીત પર રાજદ્રોહનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, દિલજીતની નાગરિકતા રદ કરવાની માંગ પણ થઈ રહી છે.