P24 News Gujarat

ગુજરાતી સિનેમામાં પહેલી જ વાર મની થીમ પર ગીત બન્યું:કમ્પોઝર પાર્થ ઠક્કરે કહ્યું, ‘વ્હાલી’નું ‘પૈસો રે…’ સોંગ માત્ર બે કલાકમાં રેકોર્ડ થયું’

ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’ 11 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું પ્રમોશન સોંગ ‘પૈસો રે…’ હાલમાં ચાહકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં સંગીત મ્યૂઝિક કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. હાલમાં જ દિવ્યભાસ્કર એપે પાર્થ ભરત ઠક્કર સાથે ખાસ વાતચીત કરી હતી. આ ગીતને આદિત્ય ગઢવીએ ગાયું છે. ‘પૈસો રે..ની પહેલા ધૂન બનાવી ને પછી ગીતના શબ્દો લખાયા’
વાતચીતની શરૂઆત કરતા પાર્થ ભરત ઠક્કરે કહ્યું, ‘ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી જ વાર પૈસા-મનીની થીમ પર સોંગ બનાવવામાં આવ્યું છે. આ પ્રમોશનલ સોંગ છે. ફિલ્મ ફેમિલી ઓરિએન્ટેડ છે. પહેલા મેં ગીત કમ્પોઝ કરી નાખ્યું છે અને પછી ચિરાગ ત્રિપાઠીએ આ ધૂન પર શબ્દો લખ્યા હતા. સામાન્ય રીતે ફિલ્મમાં પહેલા ટ્યૂન બને અને પછી શબ્દો લખાતા હોય છે. ગીતની ટ્યૂન ને શબ્દો ફાઇનલ થયા પછી મેં આદિત્ય ગઢવીને ફોન કરીને આ ગીત ગાવાની વાત કરી. નવાઈની વાત એ છે કે આખી ફિલ્મ પૂરી થઈ ગઈ પછી છેલ્લે આ પ્રમોશનલ સોંગ અમે બનાવ્યું.’ ‘એક ફિલ્મના સંગીત પાછળ ત્રણેક મહિનાનો સમય લાગે’
‘ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર વિક્રમ મોહલા તથા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર ચિરાગ ઠક્કરે મને ફોન કરીને ફિલ્મ વ્હાલીનું મ્યૂઝિક કમ્પોઝ કરવાની વાત કરી હતી. આ પહેલા હું ક્યારેય વિક્રમ મોહલાને મળ્યો નહોતો, પરંતુ તેમને મારું સંગીત ગમ્યું હતું. અમે મળ્યા અને વાતચીતમાં હું ફિલ્મનું સંગીત આપવા તૈયાર થઈ ગયો. સામાન્ય રીતે એક ફિલ્મના સંગીત પાછળ ત્રણેક મહિનાનો સમય જાય છે. હવે મેં સિલેક્ટેડ ફિલ્મ કરવાનું નક્કી કર્યું છે. વર્ષે મારી પાંચથી છ ફિલ્મ રિલીઝ થતી હોય છે.’ ‘વાતચીત ચાલુ હતી ને મનમાં ધૂન તૈયાર થઈ ગઈ’
વાતને આગળ વધારતા પાર્થે જણાવ્યું, ‘ફિલ્મમાં પૈસાની વાત આવે છે અને તે જ કારણે આ પ્રમોશનલ સોંગ ફિલ્મ માટે પર્ફેક્ટ છે. આ ગીતની ટ્યૂન સાચું કહું તો વાતચીત થતી હતી અને મનમાં તૈયાર થઈ ગઈ. મેં વાતચીત ચાલતી હતી તેને વચ્ચે અટકાવી બીજા ફોનમાં રેકોર્ડર ચાલુ કરીને ટ્યૂન રેકોર્ડ પણ કરી. પછી તેમને કહ્યું કે આ એક ટ્યૂન રેકોર્ડ કરી છે અને બીજા દિવસે પણ આ ટ્યૂન મનમાં ચાલ્યા કરશે તો આપણે આ ટ્યૂન પર જ આગળ કામ કરીશું. ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મ્સના સંગીત ચાલુ વાતચીત દરમિયાન મને ટ્યૂન મગજમાં સેટ થઈ જાય એટલે હું બીજા ફોન પર રેકોર્ડ કરી લઉં. કમ્પોઝર તરીકે તમારું મન સંગીતમય બની જ ગયું હોય એટલે જ્યારે પણ ફિલ્મની બ્રીફ મળે એટલે મનમાં ઓટોમેટિક ધૂન બનવા લાગે. ગીતના શબ્દો લખવામાં ચાર-પાંચ દિવસનો સમય ગયો.’ ‘માત્ર 2 કલાકમાં ગીત રેકોર્ડ થયું’
વધુમાં મ્યૂઝિક કમ્પોઝર કહે છે, ‘પછી હું મુંબઈથી અમદાવાદ આવ્યો ને આદિત્ય પાસે આ ગીત ગવડાવ્યું. ભૂતકાળમાં મેં અને આદિત્યે ઘણા ગીતો સાથે કર્યા છે. અમે જ્યારે પણ સાથે કામ કરીએ ત્યારે ઘણી જ મસ્તી ધમાલ કરીએ. રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં પણ અમે મોજમાં આવીને કામ કરીએ અને બે કલાકમાં જ રેકોર્ડિંગ થઈ ગયું. આ ગીતની કોરિયોગ્રાફી સંજય પ્રધાને કરી છે.’ ગીતની ખાસિયત શું?
‘આ સોંગની યુએસપીની વાત કરું તો, પૈસા દરેકની લાઇફમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલા ક્યારેય મની થીમ પર સોંગ બનાવવામાં આવ્યું જ નથી. સામાન્ય રીતે પ્રમોશનલ સોંગ પાર્ટી કે ડાન્સ થીમ આધારિત જ બન્યા છે. પ્રમોશનલ સોંગ ફિલ્મના બોક્સઑફિસ કલેક્શન પર ઘણી જ અસર કરતું હોય છે.’ ‘સો.મીડિયા સિંગર પાસે ફિલ્મનું ગીત ગવડાવ્યું’
‘આ જ ફિલ્મનું બીજું રોમેન્ટિક ગીત ‘અંતરંગી પ્રેમ..’ જિગરદાન ગઢવી તથા શ્રેયા બાસુએ ગાયું છે. શ્રેયા સો.મીડિયામાં સિંગર હતી. તે સો.મીડિયામાં ગીતોની રીલ બનાવીને મૂકતી હતી ને અચાનક એક દિવસ તેની રીલ મારા ધ્યાનમાં આવી. તેનો અવાજ ઘણો જ મધુર છે તો મને લાગ્યું કે તેની પાસે ગીત ગવડાવવું જોઈએ. શ્રેયા બાસુને મેં શોધી. તે મૂળ દિલ્હીન છે અને મુંબઈમાં રહે છે. મેં તેને ગુજરાતી ગીતની ઑફર કરી હતી. ત્રીજું એક ગીત ‘જન્મોની માયા..’ પણ ઘણું જ સારું ગીત છે. આ ગીત આનંદી જોશી ને દિવ્યકુમારે ગાયું છે.’ અપકમિંગ પ્રોજેક્ટ
અપકમિંગ પ્રોજેક્ટની વાત કરતાં પાર્થ ઠક્કરે જણાવ્યું, ‘શુભ મંગલ ધમાલ’, ‘મિસરી’ અને ‘મહારાણી’ આ ત્રણ ગુજરાતી ફિલ્મમાં મેં સંગીત આપ્યું છે. નવરાત્રિ માટે સ્પેશિયલ કૃષ્ણરાસ તૈયાર કર્યો છે. આ રાસમાં મેં અને પાર્થ ઓઝાએ સ્વર આપ્યો છે. ટૂંક સમયમાં શૂટિંગ કરીશું. આ રાસ મારી પત્ની જૂહીએ લખ્યો છે. જૂહી ગીતકાર છે.’

​ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’ 11 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું પ્રમોશન સોંગ ‘પૈસો રે…’ હાલમાં ચાહકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં સંગીત મ્યૂઝિક કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. હાલમાં જ દિવ્યભાસ્કર એપે પાર્થ ભરત ઠક્કર સાથે ખાસ વાતચીત કરી હતી. આ ગીતને આદિત્ય ગઢવીએ ગાયું છે. ‘પૈસો રે..ની પહેલા ધૂન બનાવી ને પછી ગીતના શબ્દો લખાયા’
વાતચીતની શરૂઆત કરતા પાર્થ ભરત ઠક્કરે કહ્યું, ‘ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી જ વાર પૈસા-મનીની થીમ પર સોંગ બનાવવામાં આવ્યું છે. આ પ્રમોશનલ સોંગ છે. ફિલ્મ ફેમિલી ઓરિએન્ટેડ છે. પહેલા મેં ગીત કમ્પોઝ કરી નાખ્યું છે અને પછી ચિરાગ ત્રિપાઠીએ આ ધૂન પર શબ્દો લખ્યા હતા. સામાન્ય રીતે ફિલ્મમાં પહેલા ટ્યૂન બને અને પછી શબ્દો લખાતા હોય છે. ગીતની ટ્યૂન ને શબ્દો ફાઇનલ થયા પછી મેં આદિત્ય ગઢવીને ફોન કરીને આ ગીત ગાવાની વાત કરી. નવાઈની વાત એ છે કે આખી ફિલ્મ પૂરી થઈ ગઈ પછી છેલ્લે આ પ્રમોશનલ સોંગ અમે બનાવ્યું.’ ‘એક ફિલ્મના સંગીત પાછળ ત્રણેક મહિનાનો સમય લાગે’
‘ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર વિક્રમ મોહલા તથા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર ચિરાગ ઠક્કરે મને ફોન કરીને ફિલ્મ વ્હાલીનું મ્યૂઝિક કમ્પોઝ કરવાની વાત કરી હતી. આ પહેલા હું ક્યારેય વિક્રમ મોહલાને મળ્યો નહોતો, પરંતુ તેમને મારું સંગીત ગમ્યું હતું. અમે મળ્યા અને વાતચીતમાં હું ફિલ્મનું સંગીત આપવા તૈયાર થઈ ગયો. સામાન્ય રીતે એક ફિલ્મના સંગીત પાછળ ત્રણેક મહિનાનો સમય જાય છે. હવે મેં સિલેક્ટેડ ફિલ્મ કરવાનું નક્કી કર્યું છે. વર્ષે મારી પાંચથી છ ફિલ્મ રિલીઝ થતી હોય છે.’ ‘વાતચીત ચાલુ હતી ને મનમાં ધૂન તૈયાર થઈ ગઈ’
વાતને આગળ વધારતા પાર્થે જણાવ્યું, ‘ફિલ્મમાં પૈસાની વાત આવે છે અને તે જ કારણે આ પ્રમોશનલ સોંગ ફિલ્મ માટે પર્ફેક્ટ છે. આ ગીતની ટ્યૂન સાચું કહું તો વાતચીત થતી હતી અને મનમાં તૈયાર થઈ ગઈ. મેં વાતચીત ચાલતી હતી તેને વચ્ચે અટકાવી બીજા ફોનમાં રેકોર્ડર ચાલુ કરીને ટ્યૂન રેકોર્ડ પણ કરી. પછી તેમને કહ્યું કે આ એક ટ્યૂન રેકોર્ડ કરી છે અને બીજા દિવસે પણ આ ટ્યૂન મનમાં ચાલ્યા કરશે તો આપણે આ ટ્યૂન પર જ આગળ કામ કરીશું. ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મ્સના સંગીત ચાલુ વાતચીત દરમિયાન મને ટ્યૂન મગજમાં સેટ થઈ જાય એટલે હું બીજા ફોન પર રેકોર્ડ કરી લઉં. કમ્પોઝર તરીકે તમારું મન સંગીતમય બની જ ગયું હોય એટલે જ્યારે પણ ફિલ્મની બ્રીફ મળે એટલે મનમાં ઓટોમેટિક ધૂન બનવા લાગે. ગીતના શબ્દો લખવામાં ચાર-પાંચ દિવસનો સમય ગયો.’ ‘માત્ર 2 કલાકમાં ગીત રેકોર્ડ થયું’
વધુમાં મ્યૂઝિક કમ્પોઝર કહે છે, ‘પછી હું મુંબઈથી અમદાવાદ આવ્યો ને આદિત્ય પાસે આ ગીત ગવડાવ્યું. ભૂતકાળમાં મેં અને આદિત્યે ઘણા ગીતો સાથે કર્યા છે. અમે જ્યારે પણ સાથે કામ કરીએ ત્યારે ઘણી જ મસ્તી ધમાલ કરીએ. રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં પણ અમે મોજમાં આવીને કામ કરીએ અને બે કલાકમાં જ રેકોર્ડિંગ થઈ ગયું. આ ગીતની કોરિયોગ્રાફી સંજય પ્રધાને કરી છે.’ ગીતની ખાસિયત શું?
‘આ સોંગની યુએસપીની વાત કરું તો, પૈસા દરેકની લાઇફમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલા ક્યારેય મની થીમ પર સોંગ બનાવવામાં આવ્યું જ નથી. સામાન્ય રીતે પ્રમોશનલ સોંગ પાર્ટી કે ડાન્સ થીમ આધારિત જ બન્યા છે. પ્રમોશનલ સોંગ ફિલ્મના બોક્સઑફિસ કલેક્શન પર ઘણી જ અસર કરતું હોય છે.’ ‘સો.મીડિયા સિંગર પાસે ફિલ્મનું ગીત ગવડાવ્યું’
‘આ જ ફિલ્મનું બીજું રોમેન્ટિક ગીત ‘અંતરંગી પ્રેમ..’ જિગરદાન ગઢવી તથા શ્રેયા બાસુએ ગાયું છે. શ્રેયા સો.મીડિયામાં સિંગર હતી. તે સો.મીડિયામાં ગીતોની રીલ બનાવીને મૂકતી હતી ને અચાનક એક દિવસ તેની રીલ મારા ધ્યાનમાં આવી. તેનો અવાજ ઘણો જ મધુર છે તો મને લાગ્યું કે તેની પાસે ગીત ગવડાવવું જોઈએ. શ્રેયા બાસુને મેં શોધી. તે મૂળ દિલ્હીન છે અને મુંબઈમાં રહે છે. મેં તેને ગુજરાતી ગીતની ઑફર કરી હતી. ત્રીજું એક ગીત ‘જન્મોની માયા..’ પણ ઘણું જ સારું ગીત છે. આ ગીત આનંદી જોશી ને દિવ્યકુમારે ગાયું છે.’ અપકમિંગ પ્રોજેક્ટ
અપકમિંગ પ્રોજેક્ટની વાત કરતાં પાર્થ ઠક્કરે જણાવ્યું, ‘શુભ મંગલ ધમાલ’, ‘મિસરી’ અને ‘મહારાણી’ આ ત્રણ ગુજરાતી ફિલ્મમાં મેં સંગીત આપ્યું છે. નવરાત્રિ માટે સ્પેશિયલ કૃષ્ણરાસ તૈયાર કર્યો છે. આ રાસમાં મેં અને પાર્થ ઓઝાએ સ્વર આપ્યો છે. ટૂંક સમયમાં શૂટિંગ કરીશું. આ રાસ મારી પત્ની જૂહીએ લખ્યો છે. જૂહી ગીતકાર છે.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *