P24 News Gujarat

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની કાસ્ટિંગ અંગે આમિરનો ખુલાસો:દીપિકા, આલિયા અને શ્રદ્ધાએ ફિલ્મ ઠુકરાવી; ફાતિમા સાથે જોડી સામે મેકર્સને હતો વાંધો

અમિતાભ બચ્ચન અને આમિર ખાન અભિનીત ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મને ઇન્ડસ્ટ્રીની ટોપ હીરોઈન્સે ઠુકરાવી દીધી હતી. તાજેતરમાં લલ્લનટોપ સાથેની વાતચીતમાં આમિરે પોતે ફિલ્મની કાસ્ટિંગ અંગે ખુલાસો કર્યો હતો. આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ને ભારે સફળતા મળી રહી છે. ફિલ્મે અત્યારસુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. તેવામાં આમિરે પોતાની ફ્લોપ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અંગે ખૂલીને વાત કરી છે. જ્યારે આમિરને તે ફિલ્મની કાસ્ટિંગ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે એક્ટરે કહ્યું કે, ‘પહેલા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યાં હતાં પરંતુ તેમણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. આખરે ફિલ્મમાં ફાતિમા સના શેખને કાસ્ટ કરવામાં આવી. ફિલ્મના મેકર્સ મારી અને ફાતિમાની જોડીના વિરોધમાં હતા, કારણકે અમે પહેલા ‘દંગલ’માં પિતા-પુત્રીની ભૂમિકા ભજવી હતી. મેકર્સને લાગ્યું કે દર્શકોને અમારી રોમેન્ટિક જોડી પસંદ નહીં પડે.’ આમિરે વધુમાં ઉમેર્યું, ‘જોકે હું આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતો કારણ કે, ન તો હું રિયલ લાઇફમાં તેનો પિતા છું કે ન તો તેનો બોયફ્રેન્ડ. આપણે માત્ર ફિલ્મ બનાવી રહ્યા છીએ. શું આપણે આપણા દર્શકોને ઓછા નથી આંકી રહ્યા, તેઓ નહીં સમજે કે અમે કલાકારો છીએ?’ અગાઉ પણ આમિર ખાને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની નિષ્ફળતા અંગે રાજ શમાનીના પોડકાસ્ટમાં વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘મને પણ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ પસંદ નહતી. આજે હું ખૂલીને બોલી શકું છું. પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા સાથે વાત કરું તેવા ઘણા પ્રયાસ કર્યા. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી હતી, ત્યારે હું ખૂદ ખુશ નહતો. કિરણ (આમિરની બીજી પત્ની)ને ખબર છે, જ્યારે મારી ફિલ્મ રિલીઝ થવાની હોય છે, હું બે મહિના સુધી ઊંઘી નથી શકતો, મારું મગજ ઓવરટાઇમ પર ચાલે છે.’ ‘કિરણે મને કહ્યું કે ટૂંક સમયમાં રિલીઝ થશે અને તું કેમ શાંતિથી ઊંઘી નથી રહ્યો? શું વાત છે? ત્યારે મેં તેને કહ્યું, કિરણ મને ખબર છે કે આ ફિલ્મ નહીં ચાલે, મારી અંદર ન ઉત્સુક્તા છે કે ન તો અપેક્ષા છે કે લોકો ફિલ્મ જોશે. મારું હૃદય બેસી ગયું છે. હું પોતે ફિલ્મથી ખુશ નથી. પણ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર ખુશ છે, તો હું શું કરી શકું?’ નોંધનીય છે કે, 2018માં રિલીઝ થયેલી ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં અમિતાભ બચ્ચન, કેટરિના કેફ, ફાતિમા સના શેખે મહત્વની ભૂમિકા ભજવી હતી. 310 કરોડના તોતિંગ ખર્ચે બનેલી ફિલ્મ માંડ માંડ વિશ્વભરમાંથી 335 કરોડની કમાણી કરી શકી.

​અમિતાભ બચ્ચન અને આમિર ખાન અભિનીત ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મને ઇન્ડસ્ટ્રીની ટોપ હીરોઈન્સે ઠુકરાવી દીધી હતી. તાજેતરમાં લલ્લનટોપ સાથેની વાતચીતમાં આમિરે પોતે ફિલ્મની કાસ્ટિંગ અંગે ખુલાસો કર્યો હતો. આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ને ભારે સફળતા મળી રહી છે. ફિલ્મે અત્યારસુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. તેવામાં આમિરે પોતાની ફ્લોપ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અંગે ખૂલીને વાત કરી છે. જ્યારે આમિરને તે ફિલ્મની કાસ્ટિંગ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે એક્ટરે કહ્યું કે, ‘પહેલા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યાં હતાં પરંતુ તેમણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. આખરે ફિલ્મમાં ફાતિમા સના શેખને કાસ્ટ કરવામાં આવી. ફિલ્મના મેકર્સ મારી અને ફાતિમાની જોડીના વિરોધમાં હતા, કારણકે અમે પહેલા ‘દંગલ’માં પિતા-પુત્રીની ભૂમિકા ભજવી હતી. મેકર્સને લાગ્યું કે દર્શકોને અમારી રોમેન્ટિક જોડી પસંદ નહીં પડે.’ આમિરે વધુમાં ઉમેર્યું, ‘જોકે હું આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતો કારણ કે, ન તો હું રિયલ લાઇફમાં તેનો પિતા છું કે ન તો તેનો બોયફ્રેન્ડ. આપણે માત્ર ફિલ્મ બનાવી રહ્યા છીએ. શું આપણે આપણા દર્શકોને ઓછા નથી આંકી રહ્યા, તેઓ નહીં સમજે કે અમે કલાકારો છીએ?’ અગાઉ પણ આમિર ખાને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની નિષ્ફળતા અંગે રાજ શમાનીના પોડકાસ્ટમાં વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘મને પણ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ પસંદ નહતી. આજે હું ખૂલીને બોલી શકું છું. પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા સાથે વાત કરું તેવા ઘણા પ્રયાસ કર્યા. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી હતી, ત્યારે હું ખૂદ ખુશ નહતો. કિરણ (આમિરની બીજી પત્ની)ને ખબર છે, જ્યારે મારી ફિલ્મ રિલીઝ થવાની હોય છે, હું બે મહિના સુધી ઊંઘી નથી શકતો, મારું મગજ ઓવરટાઇમ પર ચાલે છે.’ ‘કિરણે મને કહ્યું કે ટૂંક સમયમાં રિલીઝ થશે અને તું કેમ શાંતિથી ઊંઘી નથી રહ્યો? શું વાત છે? ત્યારે મેં તેને કહ્યું, કિરણ મને ખબર છે કે આ ફિલ્મ નહીં ચાલે, મારી અંદર ન ઉત્સુક્તા છે કે ન તો અપેક્ષા છે કે લોકો ફિલ્મ જોશે. મારું હૃદય બેસી ગયું છે. હું પોતે ફિલ્મથી ખુશ નથી. પણ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર ખુશ છે, તો હું શું કરી શકું?’ નોંધનીય છે કે, 2018માં રિલીઝ થયેલી ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં અમિતાભ બચ્ચન, કેટરિના કેફ, ફાતિમા સના શેખે મહત્વની ભૂમિકા ભજવી હતી. 310 કરોડના તોતિંગ ખર્ચે બનેલી ફિલ્મ માંડ માંડ વિશ્વભરમાંથી 335 કરોડની કમાણી કરી શકી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *