P24 News Gujarat

‘હિમડંખથી બે આંગળી કાપવી પડી, પાછો ન ફર્યો હોત તો…’:US આર્મીમેન અક્ષય નાણાવટી કહે, ‘બરફમાં 190 કિલો વજન ખેંચીને એન્ટાર્કટિકામાં હું 800 કિમી એકલો ચાલ્યો’

‘રોજ સવારે માઇનસ 15 ડિગ્રી સે.ની ઠંડીમાં ટેન્ટમાંથી ઊઠું એટલે પહેલાં તો બહારથી બરફ લઈ સગડી પર ઓગાળવો પડે. એ પાણીથી થોડો ફ્રેશ થઈ દોઢેક કલાકમાં મારો ટેન્ટ સંકેલી પેક કરું અને મારી બંને સ્લેજ ખભે ખેંચી અફાટ બરફના રણમાં નીકળી પડું. દસેક કલાક ચાલું ને જ્યાં પહોંચ્યો હોઉં ત્યાં ફરી મારો ટેન્ટ બાંધી ફરી બરફને ગરમ કરી પાણી બનાવું અને થોડું ડિનર કરી સેટેલાઈટ ફોનથી મારી પત્ની સાથે થોડી વાત કરું અને સૂઈ જાઉં. સવારે ઊઠી ફરી એ ને એ જ…’ આ શબ્દો છે, દુનિયાના સૌથી ઠંડા અને માનવરહિત ખંડ એન્ટાર્કટિકામાં 110 દિવસ રહીને તાજેતરમાં જ પાછા ફરેલા આપણા ગુજરાતી યુવાન અક્ષય નાણાવટીના. જ્યાં કોઈ માણસ આંટો મારવા જવાનો પણ વિચાર ન કરે ત્યાં એકલપંડે આટલું મોટું સાહસ ખેડી અક્ષયભાઈએ ઇતિહાસમાં પોતાનું નામ કંડારી દીધું છે. પણ આ સાહસકથા ફક્ત એન્ટાર્કટિકા પર જ આકાર નથી લેતી, બલકે અક્ષયભાઈની લાઈફ પોતે એક એડવેન્ચર ફિલ્મની સ્ટોરી જેવી છે. એક ઇમિગ્રન્ટ પરિવારમાં જન્મ, નશાના શિકાર, અમેરિકન આર્મીમાં જોડાઇને વિશ્વના સૌથી ખતરનાક દેશમાં ફરજ બજાવવાથી લઇને એન્ટાર્કટિકા સુધીના ઉતારચડાવ છે. દિવ્ય ભાસ્કરે USના નિવૃત્ત આર્મીમેન અક્ષયભાઈ સાથે વાતો માંડી અને એમની થ્રિલિંગ લાઇફ સ્ટોરીની રૂંવાડાં ઊભાં કરી દે તેવી વાતો જાણી. રાજકોટનો ભાણિયો ને હુરટી લાલો : દુનિયા મારી મુઠ્ઠીમાં
‘આમ તો હું મૂળ ગુજરાતી જ છું, પણ મારો જન્મ મુંબઈમાં થયો છે.’ ભારોભાર અમેરિકન છાંટવાળા કડકડાટ ઇંગ્લિશમાં અક્ષયે વાત ચાલુ કરી, ‘મારાં મમ્મી રાજકોટનાં છે, મારા પપ્પાનો જન્મ મુંબઈમાં થયો છે, પણ મારા દાદા સુરતના છે. અમે મુંબઈમાં જ રહેતાં અને પપ્પા 3AM કંપનીમાં જોબ કરતાં. હું 13 વર્ષનો હતો ત્યારે એમનું ટ્રાન્સફર અહીં અમેરિકા થયું, ત્યારથી હું અહીં જ રહું છું. મેં અહીં અમેરિકામાં સાઉથ વેસ્ટર્ન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરી ન્યૂ યોર્કમાં જર્નલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. પપ્પાનું ટ્રાન્સફર તો પછી પણ થતું જ રહ્યું અને અત્યારે મમ્મી-પપ્પા બેંગલોરમાં રહે છે. એટલે વર્ષે એક વાર તો હું ઈન્ડિયા ચક્કર મારું જ છું. ગુજરાતમાં અત્યારે કોઈ સગાં નથી એટલે બહુ આવવાનું નથી થતું, પણ દાદી જોડે રોજે ગુજરાતીમાં વાતો કરું એટલે ગુજરાતી કનેક્શન એમનું એમ જ છે. દાદીને એટલું જ ઇંગ્લિશ આવડે છે, જેટલું મને ગુજરાતી! બંને તૂટી ફૂટી ભાષામાં વાતો કરીએ. હું સમજી જાઉં છું, પણ બોલતાં એટલું બધું નથી આવડતું.’ ‘કોઈએ નથી કર્યું એટલે મારે કરવું છે’
વેલ, તમે એન્ટાર્કટિકાથી હમણાં જ પાછા ફર્યા છો, આ એન્ટાર્કટિકા જવાનો વિચાર કેવી રીતે આવ્યો? આવા ગાંડા સાહસ પાછળનું કારણ? અક્ષયભાઈ ગર્વથી કહે, ‘મને જ્યારે વિચાર આવ્યો ત્યારે મેં રિસર્ચ કર્યું તો ખબર પડી કે, આજ સુધી આખું એન્ટાર્કટિકા ફરવાનું સાહસ કોઈએ કર્યું જ નથી. અરે, કોઈએ ટ્રાય પણ નથી કરી. દુનિયાના બધા જ સાહસવીરો આખું એન્ટાર્કટિકા ફરવાની વાતને અશક્ય માનતા હતા. મારે ખાસ તો એટલે જ કરવું હતું, કેમ કે જો હું ફેઇલ જઈશ તો પણ પ્રયત્ન કરનારો પહેલો વ્યક્તિ કહેવાઇશ. પણ મેં સાહસ કર્યું અને હું સફળ થયો.’ 4 મહિના ફરવા માટે 4 વર્ષ ટ્રેનિંગ લીધી
અક્ષયભાઈ આગળ કહે, ‘આ માટે મેં ચાર વર્ષ સુધી તૈયારીઓ કરી, આ સાહસ માટે ઘણું ફંડ પણ જોઈતું હતું. એ માટે અમે પબ્લિક ફંડ એકઠું કર્યું અને લોકોએ મારા પર ભરોસો બતાવી 1.5 મિલિયન US ડોલર (₹12,82,02,717!) આપ્યા. બસ, મેં કરી દીધી ટ્રેનિંગ શરૂ અને ચાર વર્ષ ટ્રેનિંગ લીધી. જેમાં એક વાર તો હું એન્ટાર્કટિકા ટ્રેનિંગ માટે પણ થોડા દિવસ રહીને પણ આવ્યો. જેથી હું તૈયારી સારી રીતે કરી શકું. 4 વર્ષની મહેનત બાદ ફાઇનલી મેં મારું એન્ટાર્કટિકાનું સપનું પૂરું કર્યું અને એકલા જઈ 4 મહિનામાં એન્ટાર્કટિકા ફરનારો પહેલો વ્યક્તિ બન્યો. ત્યાં મારો બધો જ સામાન ઊંચકવા માટે બે સ્લેજ (બરફ પર સરકે તેવી પૈડાં વિનાની ખેંચીને ચલાવવાની લારી) રાખી હતી, જે મારા ખભા સાથે બાંધીને હું ખેંચતો હતો. ટોટલ 190 કિલો વજન ખભે ખેંચીને 115 દિવસમાં હું એન્ટાર્કટિકામાં 2700 કિલોમીટર ચાલીને ફર્યો.’ એન્ટાર્કટિકામાં શું શું છે?
કેવો રહ્યો અનુભવ? એન્ટાર્કટિકાના દિવસો યાદ કરતાં અક્ષયભાઈ કહે, ‘એન્ટાર્કટિકામાં 80% વિસ્તાર તો ખાલી સપાટ બરફની જમીન જ છે, બાકી 20%માં જ પર્વતો છે. અલબત્ત, ત્યાં ફરવું હિમાલયની જેમ અઘરું નથી, પણ એકલા દિવસો કાઢવા વધુ અઘરા છે. તમે પર્વતોમાં ફરો તો ત્યાં તમને રોજે કશુંક નવું જોવા મળે, અહીં બધા જ દિવસો એક સરખા હોય છે. રોજે બરફ પર એ એકસરખી હાલતમાં જ રહેવાનું. કશું નવું લાગે જ નહિ. ચાર મહિના માણસોથી દૂર આ રીતે રહેવાના કારણે આપણને આપણી જાત સાથે રહેવાનો ટાઈમ મળે ને તમે તમારી જાતને ઓળખી શકો.’ 10 દિવસ અંધારિયા રૂમમાં બંધ થઈ ગયો
અચ્છા, તો આટલા દિવસો ત્યાં રહેવા માટે તૈયારીઓ કરવી પડી હતી? અક્ષયભાઈ કહે, ‘આ માટે પહેલાં તો શારીરિક તૈયારીઓ ઘણી અઘરી હતી, સાથે ત્યાં મારે એકલું રહેવાનું હતું. એટલે જતાં પહેલાં 10 દિવસ સુધી તો અંધારિયા રૂમમાં હું એકલો રહ્યો. જિમ ટ્રેનિંગ પણ ઘણી કરી. મારી સાથે લઈ જવાના સામાનનું વજન કંટ્રોલ કરવું પણ સહેલું નહોતું. તમે નહીં માનો, વજન ઓછું કરવા મેં મારું ટૂથબ્રશ પણ અડધું કાપી નાંખ્યું હતું, ટીશર્ટમાં લાગેલા ટેગ પણ કાઢી નાખ્યા હતા, જેથી જે બે-પાંચ ગ્રામ ઓછા થાય.’ સમજો! પરત ફરો નહિતર મરશો
ત્યાં તમે કેટલા દિવસ રહ્યા અને શું શું કર્યું? અક્ષયભાઈ એમના એન્ટાર્કટિકાના દિવસો યાદ કરતાં કહે, ‘શરૂઆતમાં તો મારે જે રસ્તેથી જવું હતું ત્યાંથી એન્ટ્રી જ શક્ય નહોતી. કેમ કે મેં જ્યારે ટ્રિપ શરૂ કરી ત્યારે વાતાવરણ ઘણું ખરાબ હતું. એટલે એકદમ સપાટ જમીનથી હું મારી ટ્રિપની શરૂઆત ન કરી શક્યો. બાદમાં જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી 60 દિવસમાં મેં 800 કિમીની સફર કરી ત્યાં મારા શરીરમાં ઇન્ફેક્શન થઈ ગયું અને મને ડૉક્ટરે જ્યાં હતો ત્યાં ને ત્યાં રહી રેસ્ટ કરવાનું કહ્યું. મારે એ સલાહ માનવી જ પડે એમ હતી. કેમ કે એ ઇન્ફેક્શન એટલું જોખમી હતું કે તેનાથી જ 8 વર્ષ પહેલાં એક સાહસિકનું મોત થયું હતું. નાછૂટકે મારે ત્યાં ને ત્યાં રોકાઇને આરામ કરવો પડ્યો. દિવસો નીકળતા ગયા, પણ ઇન્ફેક્શન અટકવાનું નામ જ નહોતું લેતું. 50 દિવસના આરામ પછી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ડૉક્ટરે કહ્યું, ‘જો હવે પરત નહિ ફરો તો તમારું બચવું મુશ્કેલ છે.’ મારા શરીરમાં છાતી, હાડકાં બધે જ ભયંકર દુ:ખાવો ઊપડવા માંડ્યો. નાછૂટકે મારે પરત ફરવું પડ્યું. ઇન શોર્ટ, હું ત્યાં એન્ટાર્કટિકામાં 115 દિવસ રહ્યો પણ એમાં 60 દિવસથી વધુ ફરી ન શક્યો. છેલ્લે મારી લાઈફ અને મારા પરિવારનું વિચારી હું પરત ફર્યો.’ ઊઠો જાગો ને ફરી ચાલવા માંડો : રોજે એ ને એ
ત્યાં એન્ટાર્કટિકામાં તમારો એક નોર્મલ દિવસ કેવો રહેતો? અક્ષયભાઈ કહે, ‘સવારે ટેન્ટમાં ઊઠી થોડો બરફ લઈ એને ગરમ કરું, એટલે પાણી બને એનાથી થોડો ફ્રેશ થઈ દોઢેક કલાકમાં મારો ટેન્ટ ઊખેડું અને પેક કરી મારી 190 કિલોની બંને સ્લેજ ખભે ખેંચી ચાલવાનું શરૂ કરું. રોજે બરફની પાટો પર 9-10 કલાક ચાલુ. એમાં પણ દર 15 મિનિટે 3 મિનિટનો એક નાનકડો બ્રેક લેતો જાઉં. કેમ કે, એ બરફના રણમાં માઇનસ 15 ડિગ્રી તાપમાન (આમ તો કાતિલ ઠંડી)માં ચાલવું સહેલું નહોતું. દસેક કલાક ચાલી જ્યાં પહોંચ્યો હોઉં ત્યાં મારો ટેન્ટ બાંધું અને ફરી બરફને ગરમ કરી પાણી બનાવું અને થોડું ડિનર કરી સેટેલાઈટ ફોનથી મારી પત્ની સાથે થોડી વાત કરું અને સૂઈ જાઉં. સવારે ઊઠી ફરી એ ને એ જ. મારી ટ્રિપ મેં સાઉથ અમેરિકન દેશ ચિલીથી શરૂ કરી, એન્ટાર્કટિકાના યુનિયન ગ્લેશિયર અને ત્યાંથી કોસ્ટ ઓફ એન્ટાર્કટિકા અને ત્યાંથી સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) પહોંચ્યો અને 800 કિલોમીટરનો પ્રવાસ કર્યો. એ દરેક દિવસ મારો એક જેવો જ નીકળ્યો છે, કશું જ નવું નહિ.’ પાણી, ખોરાક બધાની ગણતરી કરીને વાપરવાનું
ત્યાં એન્ટાર્કટિકા ગયા ત્યારે તમે શું શું વસ્તુઓ સાથે લઈ ગયા હતા? અને વચ્ચે ખોરાક કે બીજી કોઈ વસ્તુ ખૂટી પડી હોય એવું કશું બનેલું ખરું? અક્ષયભાઈ કહે, ‘ના ના, ક્યારેય નહીં. કારણકે 150 દિવસ સુધી ચાલે એટલી વસ્તુઓનું એરેજમેન્ટ કરીને જ ગયો હતો. કોઈ વસ્તુ કદાચ પૂરી થાય તો બહારથી કોઈ આપવા આવે એવું પોસિબલ જ નહોતું. અને એટલા માટે જ મારી બંને સ્લેજ વજનથી ભારેખમ હતી. જેમાં હું, રોજનું 200 ML ગણતરી કરીને ઈંધણ (બરફ ઓગાળી પાણી બનાવવા માટે), સ્લીપિંગ બેડ, ટેન્ટ અને જમવા માટે રોજની 5,700 કેલેરી જેટલું ફૂડ મળી કુલ 190 કિલો વજન હું લઈ ગયો હતો. જેમાં જમવામાં, આખો દિવસ નટ્સ, ચોકલેટ, ચિપ્સ ને ડિનરમાં ફ્રોઝન ડ્રાયફ્રુટ અને થોડાં સપ્લિમેન્ટ્સ ખાતો. કપડાંમાં તો એક જ ટીશર્ટ-પેન્ટ અને બે અંડરવેરમાં બે મહિના કાઢ્યા છે. નાહવાનો તો સવાલ જ ઊભો નથી થતો. અને એટલે જ, જ્યારે હું ઘરે આવ્યો તો જબરદસ્ત ગંધાતો હતો. કે કે 60 દિવસથી કપડાં જ નહોતાં બદલ્યાં.’ ‘એ દિવસે મેં મોતને નજીકથી જોયું’
એન્ટાર્કટિકામાં 115 દિવસમાં ક્યારેય મોત ભાળ્યું હતું? અક્ષયભાઈ શાંત અવાજે કહે, ‘મને જ્યારે દુ:ખાવો ઊપડ્યો ત્યારે મને એ બ્રિટિશ એડવેન્ચરર યાદ આવ્યો હતો, જેનું આ જ કારણથી અહીં એન્ટાર્કટિકામાં મોત થયું હતું. હું તરત જ નીકળી ગયો હતો, એટલે મને વધારે પ્રૉબ્લેમ તો નહોતો થયો પણ હા, મોતની નજીક ગયો હોય એવું તો ચોક્કસપણે લાગ્યું હતું.’ ‘એન્ટાર્કટિકાએ મારી લાઈફ બદલી નાખી’
એન્ટાર્કટિકા પ્રવાસના કારણે તમારી લાઈફમાં શું શું બદલાવ આવ્યો? અક્ષયભાઈ કહે, ‘બધું જ બદલી ગયું. દુનિયાને જોવાનો અને દુનિયામાં રહેવાનો નજરિયો બદલી ગયો. તૈયારીથી લઈ પરત ફરવા સુધીનાં ચાર વર્ષે મને ઘણું બધું શીખવ્યું. માણસના જીવનનો મતલબ અને શક્તિઓ વિશે જાણવા મળ્યું. આપણે આપણાં મન અને શરીર પાસેથી જેટલી આશા રાખીએ છીએ એના કરતાં એની શક્તિ ક્યાંય વધુ છે. ખાસ કરીને તો સ્પિરિચ્યુઅલ રીતે મારી જાતને ઓળખવાનો મોકો મળ્યો. તમે ફિલ્મોમાં જોયું હશે કે હીરો વિલન સાથે જ્યારે ફાઇટ કરતો હોય ત્યારે વિલન જેટલો વધારે તાકતવર હશે, હીરો એટલો વધુ શક્તિશાળી હશે. માણસનો સૌથી મોટો દુશ્મન પોતાની જાત જ છે. એટલે જો પોતાની સાથે ફાઇટ કરતાં આવડી ગયું તો તમે જીતી ગયા.’ ‘મારા મન પહેલાં મારું શરીર હારી ગયું’
વચ્ચે ક્યારેય હાર માનવાની કગાર પર આવી ગયા હોય એવું થયું હતું? અક્ષયભાઈ કહે, ‘એવું તો ક્યારેય થયું જ નથી. મેં છેલ્લે સુધી હાર નહોતી માની. મારે પરત ફરવું પડ્યું તો એનું એક જ કારણ હતું કે મારું શરીર સાથ નહોતું આપતું અને આગળ વધવું કોઈ રીતે શક્ય જ નહોતું. પણ મને ગર્વ છે કે હું હિંમતથી નથી હર્યો. માનસિક રીતે હારવા કરતાં શારીરિક રીતે હારવું મંજૂર છે. શરીર હારી ગયું, પણ મન ન હાર્યું એ ઘણી મોટી વાત છે.’
‘ક્યારેય એટલી હિંમત હારી ગયા હોય કે રડવું આવી ગયું હોય એવું બન્યું હતું?’
‘બહુ જ બધી વાર, પણ દુ:ખથી નહીં, ખુશીથી. મને કેટલી બધી વાર એવો અનુભવ થયો કે હું ભગવાન સાથે સીધો જ કનેક્ટેડ છું. એટલે દરેક આંસુ ખુશીનાં હતાં, દુ:ખનાં તો એકાદ વાર માંડ.’ 110 દિવસ બાદ જ્યારે સરખું ખાવાનું મળ્યું…
એન્ટાર્કટિકાથી રિટર્ન આવી પહેલાં શું જમ્યા? અક્ષયભાઈ જોશમાં આવીને કહે, ‘મારા સિટીમાં પરત ફરી પહેલાં તો મેં અને મારી વાઇફે સી ફૂડ (દરિયાઈ ફૂડ) ખાધું. પણ હું પિત્ઝાને બહુ જ મિસ કરતો હતો, એટલે ત્યાંથી નીકળીને મસ્ત પિત્ઝા ખાધા પછી મને હાશકારાનો ઓડકાર આવ્યો.’ ‘માણસો સાથે ભળતાં મારે દિવસો નીકળી ગયા’
મહિનાઓ સુધી માણસ જાતથી દૂર સાવ એકલા રહ્યા પછી જ્યારે પરત ફર્યા તો એની કોઈ અસર થઈ? અક્ષયભાઈ કહે, ‘100%, હું પૂરી દુનિયાના સૌથી આઇસોલેટેડ સ્થળ પર મહિનાઓ સુધી હતો. જ્યાં માણસ તો દૂર, કોઈ પણ જીવ નહોતા. એટલે પરત ફરી બધા સાથે મળવામાં થોડો સમય લાગ્યો, પણ સારું લાગતું હતું. ત્યાં લિમિટેડ વસ્તુઓમાં રહ્યા પછી અહીં બધી સુવિધાઓમાં રહીને પણ ઘણું સારું ફીલ થતું હતું. મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફરી નોર્મલ થતાં મને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો.’ 17મા દિવસે જ્યારે બે આંગળીઓ પર હિમડંખે દર્શન દીધાં
તમારી બંને આંગળીઓ પણ કાપવી પડી છે, એની શું કહાની હતી? અક્ષયભાઈ કહે, ‘ચાર વર્ષની ટ્રેનિંગ દરમ્યાન હું જ્યારે એન્ટાર્કટિકા ટ્રેનિંગ માટે ગયો હતો ત્યારે 17મા દિવસે મારી બંને આંગળીઓમાં હિમડંખ વાગ્યો અને મારે એ બંને આંગળીઓ કપાવવી પડી. હું જ્યારે બેંગલોર ડૉક્ટર પાસે ગયો ત્યારે ડોક્ટરે મને ફરી એન્ટાર્કટિકા જવાની ના પાડી, મને કહે, ‘હિમડંખનો ચીલો છે, શરીરના જે ભાગ પર તમને હિમડંખ વાગ્યો હોય એ ભાગ પર ફરી વાર થઈ શકે છે. એટલે હું તમને ચોખ્ખી ના પાડું છું કે તમે ફરી એન્ટાર્કટિકા ન જતાં. ફરી જશો તો ફરી તમને હાથ પર હિમડંખ થઈ શકે છે.’ પણ મારે તો જવું જ હતું. એટલે મેં બંને આંગળીઓના હિમડંખવાળા ભાગને સાવ કપાવી જ નાખ્યો.’ *** આ તો થઈ એન્ટાર્કટિકાના સાહસની કહાણી…
પણ આ સાથે જ અક્ષયભાઈ 16 વર્ષની ઉંમરે ‘ઊંધા રવાડે’ ચડી ગયા હતા, એમાંથી કેવી રીતે જાતે બહાર આવ્યા ને અમેરિકા માટે જીવ દાવ પર લગાવ્યો, એ વાતો પણ ઘણી રસપ્રદ છે. ‘લોકો દેશ માટે જીવ આપે છે અને હું આ રીતે બરબાદ કેમ કરું છું?’
13 વર્ષની ઉંમરે અક્ષયભાઈ US શિફ્ટ થયા પછી થોડાં વર્ષોમાં પપ્પાનું ટ્રાન્સફર થતાં USમાં એકલા રહેવાનું થયું. જેનાથી એમની લાઈફમાં ઘણો મોટો બદલાવ આવ્યો. અક્ષયભાઈ કહે, ‘હું જ્યારે 16 વર્ષનો હતો ત્યાં સુધીમાં તો હું ડ્રગ્સ અને નશાના રવાડે ચડી ગયો હતો. આખો દિવસ ડ્રગ્સ અને દારૂના નશામાં જ રહેતો. એ ટાઈમે એક મૂવી રીલીઝ થયું ‘બ્લેક હૉક ડાઉન’. એ એક મૂવીએ મારી આખી લાઈફ બદલી નાખી. મેં એમાં જોયું કે, લોકો બીજા માટે અને દેશ માટે પોતાના જીવની કુરબાની આપે છે, અને હું? હું આવી રીતે મારી લાઈફ બરબાદ કરું છું? મેં મિલિટરીની બુક્સ વાંચવાની શરૂઆત કરી અને ત્યારે જ નક્કી કરી લીધું કે હું પણ હવે આર્મીમાં જઈશ. એ ટાઈમે તો હું અમેરિકન નાગરિક પણ નહોતો, મારી પાસે ફક્ત ગ્રીન કાર્ડ જ હતું. મેં થોડા જ ટાઈમમાં ડ્રગ્સ છોડ્યું અને ટ્રેનિંગની શરૂઆત કરી. ડ્રગ્સના કારણે મારુ શરીર એટલું બગડી ગયું હતું કે, ડોક્ટરે મને ચોખ્ખું કહી દીધું હતું, ‘જો તું આર્મી ટ્રેનિંગમાં જઈશ તો તું બચી નહીં શકે, તારા શરીરમાં કશું બચ્યું જ નથી, જે એટલું સહન કરી શકશે.’ પણ મેં હિંમત કરી અને દોઢ વર્ષની ટ્રેનિંગ બાદ 19 વર્ષની ઉંમરે 2004માં મિલિટરી જોઇન પણ કરી.’ ‘7 વર્ષના એ 7 મહિનાસો રોજે મોત દેખાતું’
અક્ષયભાઈએ 7 વર્ષથી સુધી આર્મીમાં સર્વિસ આપી હતી, જેમાં 7 મહિના ખાસ ઇરાકમાં પણ હતા. એ વિશે વાત કરતાં કહે અક્ષયભાઈ કહે, ‘હું ફાઇટિંગની ફ્રન્ટ લાઇન સોલ્જરી ટીમમાં હતો. મારા કરિયરમાં ખાસ કરીને ઇરાકમાં ઈરાકી ફ્રીડમ ઓપરેશન માટે જે 7 મહિના કાઢ્યા એ જ સૌથી મહત્ત્વના હતા, બાકી બધું તો અમેરિકાનાં અલગ અલગ લોકેશન પર પોસ્ટિંગ હતું.’ ‘અમેરિકાએ ખોટું કર્યું, પણ અમે અમારું કામ કર્યું’
ઈરાકી ફ્રીડમ ઓપરેશનમાં તમે અમેરિકા તરફથી ગયા હતા, ત્યાં તમારો શું રોલ હતો અને તમે શું કરતાં હતા? અક્ષયભાઈ કોઈ જ ડર રાખ્યા વિના સત્ય કહે, ‘બધાને ખબર છે કે એ ટાઈમે અમેરિકાએ રાજનૈતિક રીતે ઘણું ખોટું કર્યું હતું, પણ માણસ તરીકે અમે એ ટાઇમે ઇરાકમાં ઘણી મદદ કરી હતી, અને દરેક લોકોને અમારાથી થતી બધી જ મદદ કરી હતી. અમારી જોબ ઘણી અઘરી હતી, અમારે ઇરાકનાં ઘરેઘરમાં જઈ એ લોકો પાસેથી બોમ્બ શોધવાના હતા, એ લોકો ફોડે એ પહેલા! ઘણી વાર પાસે જઈએ એ પહેલાં તો એ લોકો ફોડી પણ દે. ત્યાંથી બચી બચીને રહેવાનું. વિચારી શકો છો કે એ કેટલું ડેન્જર કામ હતું. મારા જીવનનો એ સૌથી કઠિન અનુભવ હતો.’ ‘રોજે અમારા પર ગોળીબાર થતો’
તમે જ્યારે US મરીનમાં હતા ત્યારે ક્યારેય તમારો જીવ ખતરામાં હોય એવું બન્યું હતું? અક્ષયભાઈ કહે, ‘અમેરિકાનાં બધાં પોસ્ટિંગ સેમ હતાં, પણ ઇરાકમાં તો રોજે ખતરો જ હતો. ઈરાકી લોકો આવી, અમારા પર ગોળીબાર કરી જતા રહેતા. એમાંથી તો અમે બચી જતા, પણ બોમ્બ ફેંકતા ત્યારે થોડો વધુ ખતરો રહેતો. રોજે ડરી ડરીને રહેવું પડતું. 3 વાહનો સાથેની 15 લોકોની અમારી એક ટીમ બનાવી અમે કામ કરતા. એ 7 મહિનામાં અમને 5 દિવસની માંડ રજા લીધી હશે અને બહુ જ બધાં મિશન અને ઓપરેશન પાર પાડ્યાં હતાં. રોજે અમારા પર ગોળીબાર પણ થતો. અમારા કેટલાય સાથીઓને અમે નજર સામે મરતા પણ જોયા છે.’ ‘મારી નજર સામે મારા મિત્રનું મોત થયું ને…’
તમે ઘણી વાર એડિક્શનનો ખરાબ રીતે શિકાર થયા છો, ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા છો, તમારી લાઈફનો સૌથી લોએસ્ટ પોઈન્ટ કયો હતો? અક્ષયભાઈ કહે, ‘2008માં હું યુદ્ધમાંથી રિટર્ન આવી ગયો હતો. પણ 2013માં મને મારા મિત્રના મોતનો ઝટકો લાગ્યો. ઇરાકમાં મારી ટીમના જ મારા એક મિત્રનું મારી નજર સામે મોત થયું હતું. જમીનમાં એક્ટિવ બોમ્બ હતો, એ પરથી મારી ગાડી પસાર થઈ, અમને કંઈ ન થયું અને પાછળ મારો મિત્ર હતો. બોમ્બ પરથી એમની ગાડી નીકળી અને પ્રચંડ બ્લાસ્ટ થયો. યુદ્ધ પછી મને PTSD (પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર – કોઈ પણ દુ:ખદ ઘટના પછી એનો ભય મનમાં ઘૂસી જવો) થયું અને હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. 5 દિવસ સુધી મેં સતત બીયર અને વોડકા પીધે રાખ્યું અને 5 દિવસ પછી હું જેવો ઊઠ્યો, મેં તરત જ મારા હાથ પર બ્લેડ મારી દીધી. અને એ પછીના દિવસે મને રિયલાઇઝ થયું કે, આ હું મારી જાત સાથે બહુ જ ખોટું કરી રહ્યો છું અને મેં બહાર આવવાના પ્રયત્ન શરૂ કર્યા. સાયકોલોજિકલી અને સ્પિરિચ્યુઅલી સાચે રસ્તે ચાલવાનો પ્રયત્ન કર્યો અને આજે હું એકદમ પર્ફેક્ટ છું. મેં વિચાર્યું કે, મારી લાઈફ મારે આ રીતે તો નથી જ બગાડવી, હું દુનિયાને કશુંક આપીને જઈશ.’ ‘ડિપ્રેશનથી ભગવા અલ્ટ્રામેરેથોન દોડ્યો’
તમે અલ્ટ્રામેરાથોન પણ દોડ્યા છો, એ વિશે વાત કરો ને. અક્ષયભાઈએ એ રસ્તે પોતાની વાત વાળી, ‘હું બહુ જ બધી અલ્ટ્રામેરેથોન દોડ્યો છું. 100 કિલોમિટરથી લઈ બધી જ મેરેથોન દોડ્યો છું. મારા લોએસ્ટ પોઈન્ટ પરથી બહાર આવવામાં મેરેથોને મને ઘણી મદદ કરી છે. મેં 20થી વધુ અલ્ટ્રામેરેથોન દોડી હશે. હું હિમાલય, કિલિમાંજારો, ગ્રીનલેન્ડ, નોર્વે, એન્ટાર્કટિકા બહુ બધી જગ્યાએ બરફના પહાડો પર ટ્રેકિંગ કરવા માટે પણ ગયો છું.’ ‘કોઈ મારી બાજુમાં જોરથી બોલે તો પણ મારાથી સહન ન થતું’
તમે PTSDથી પીડાતા, ત્યારે શું થતું? અક્ષયભાઈ કહે, ‘આખો દિવસ હું ઘરમાં જ પડ્યો રહેતો, અને રોજે વોડકાની એક આખી બોટલ પૂરી કરી દેતો. હું વાદળોને પણ નહોતો જોઈ શકતો, કેમ કે એનાથી મને યુદ્ધના દિવસો યાદ આવી જતાં, કોઈ મારી આજુબાજુ જોરથી બોલે તો એ પણ મારાથી સહન ન થતું. કેટલીય વાર આપઘાતના વિચારો પણ આવી જતા. પણ એ પછી મેં ઘણા થેરાપિસ્ટ પાસે જવાનું શરૂ કર્યું. સાચું કહું તો કોઈ કોઈને બાદ કરતાં કોઈ થેરપિસ્ટ કામના નથી હોતા. મેં મારી જાતે ટ્રોમા અને એ બધાથી બહાર આવવાની વાતો શીખવાની શરૂઆત કરી. એ બધા પરથી જ મેં મારી બુક ‘ફિઅરવાના’ (Fearvana- ભયથી મુક્તિ) લખી છે. આ બધામાંથી હું જે શીખ્યો, એ મેં લખ્યું. પણ એ ટ્રોમામાંથી બહાર આવ્યા પછી મારો જે વિકાસ થયો એ અદભુત હતો.’ ‘જે વાતનો ડર હોય, એ ડરનું સૌથી ખરાબ રિઝલ્ટ વિચારો’
તમે જે જે પણ કર્યું છે, એ સામાન્ય માણસ માટે ખૂબ જ ડરામણું છે. તમે આ બધી એક્ટિવિટી કરતી વખતે ડરનો સામનો કેવી રીતે કરો છો? નીડર અક્ષયભાઈ કહે, ‘એવું જરાય નથી કે મને કોઈ ડર નથી, મને પણ બધો ડર લાગે જ છે. શેમાં ડર નથી? બુક લખવી પણ ડરામણી છે, બિઝનેસ ચલાવવો પણ ડરામણો છે, (થોડા રમૂજી મૂડમાં મજાક કરતાં કહે) પત્ની સાથે રહેવું પણ ડરામણું છે. કોઈ છોકરી સાથે ડેટ પર જવું પણ ડરામણું છે. મેં આ બધું કર્યું એનો મતલબ એ નથી કે મને કોઈ ડર નથી. મને જ્યારે જ્યારે ડર લાગે ત્યારે હું એના સૌથી ખરાબ રિઝલ્ટ વિશે વિચારું છું. બુક લખવાના વિચાર વિશે ડર લાગે ત્યારે વિચારું કે, ખરાબમાં ખરાબ શું થશે? કોઈ ખરીદશે નહીં અને વાંચશે નહીં? મને નફરત કરશે? તો શું થયું? શું ફરક પડે? એવું વિચારીને કામની શરૂઆત કરશો એટલે ડર પણ નહીં રહે અને રિઝલ્ટ પણ બેસ્ટ મળશે.’ ‘હું જે રીતે બહાર આવ્યો એ મેં લખી નાખ્યું : બેસ્ટ સેલર બુક’
તમે ‘ફિઅરવાના’ બુક લખી એમાં શું શું લખ્યું છે? લેખક અક્ષયભાઈ કહે, ‘મેં એ બુક મારા અનુભવોમાંથી લખી છે. હું જ્યારે મારા લોએસ્ટ પોઈન્ટ પર હતો, ત્યારે મેં મારી જાતને ડેવલપ કરવા જે જે કર્યું એ બધું જ મેં આ બુકમાં લખ્યું. બુકનો ઉદ્દેશ જ એ હતો કે, ડર, ચિંતા, દુ:ખ એ બધાથી પોતાની જાતને બહાર કેવી રીતે લાવવી, એના પર મેં લખ્યું છે. શાંતિ, સુખ, એ બધા કરતાં આ વધારે અઘરું છે. જો આ બધામાંથી બહાર નીકળી ગયા તો તમે તમારા માટે અને બીજા માટે ઘણું બધું કરી શકો છો. બુક શીખવે છે કે, ડર એ મુક્તિનું અવરોધક નથી, એ મુક્તિનો રસ્તો છે.’ એક ઝાટકે આખો એન્ટાર્કટિકા ફરવો શક્ય જ નથી
અક્ષય નાણાવટીનો નેક્સ્ટ પ્લાન શું છે? અક્ષયભાઈ હસતાં હસતાં કહે, ‘હમણાં તો કશું જ નહિ, ફક્ત બિઝનેસ પર ધ્યાન આપવું છે. કેમ કે, છેલ્લાં 4 વર્ષથી હું આ એડવેન્ચરમાં પડ્યો હતો એ આખા સમયગાળામાં મારી વાઇફે જ આખું ઘર સંભાળ્યું છે, એક પણ ફરિયાદ કર્યા વિના એણે આખા ઘરની જવાબદારી ઉઠાવી છે. એ હજુ કોઈ ફરિયાદ નથી કરતી, પણ હવે મને અંદરથી ગિલ્ટી ફીલ થાય છે. આ મારી જવાબદારી છે, આ બધું હવે મારે કરવું જોઈએ. એટલે અત્યારે તો ફક્ત બિઝનેસ ડેવલપ કરવા પર જ ધ્યાન આપું છું. ફ્યુચરમાં કદાચ ફરી એન્ટાર્કટિકા જઈશ તો પણ જ્યાંથી પૂરું કર્યું છે, ત્યાંથી જ શરૂ કરીશ. કેમ કે એક વારમાં આખું એન્ટાર્કટિકા ફરવું તો અશક્ય છે, એ મેં માની લીધું છે.’

​‘રોજ સવારે માઇનસ 15 ડિગ્રી સે.ની ઠંડીમાં ટેન્ટમાંથી ઊઠું એટલે પહેલાં તો બહારથી બરફ લઈ સગડી પર ઓગાળવો પડે. એ પાણીથી થોડો ફ્રેશ થઈ દોઢેક કલાકમાં મારો ટેન્ટ સંકેલી પેક કરું અને મારી બંને સ્લેજ ખભે ખેંચી અફાટ બરફના રણમાં નીકળી પડું. દસેક કલાક ચાલું ને જ્યાં પહોંચ્યો હોઉં ત્યાં ફરી મારો ટેન્ટ બાંધી ફરી બરફને ગરમ કરી પાણી બનાવું અને થોડું ડિનર કરી સેટેલાઈટ ફોનથી મારી પત્ની સાથે થોડી વાત કરું અને સૂઈ જાઉં. સવારે ઊઠી ફરી એ ને એ જ…’ આ શબ્દો છે, દુનિયાના સૌથી ઠંડા અને માનવરહિત ખંડ એન્ટાર્કટિકામાં 110 દિવસ રહીને તાજેતરમાં જ પાછા ફરેલા આપણા ગુજરાતી યુવાન અક્ષય નાણાવટીના. જ્યાં કોઈ માણસ આંટો મારવા જવાનો પણ વિચાર ન કરે ત્યાં એકલપંડે આટલું મોટું સાહસ ખેડી અક્ષયભાઈએ ઇતિહાસમાં પોતાનું નામ કંડારી દીધું છે. પણ આ સાહસકથા ફક્ત એન્ટાર્કટિકા પર જ આકાર નથી લેતી, બલકે અક્ષયભાઈની લાઈફ પોતે એક એડવેન્ચર ફિલ્મની સ્ટોરી જેવી છે. એક ઇમિગ્રન્ટ પરિવારમાં જન્મ, નશાના શિકાર, અમેરિકન આર્મીમાં જોડાઇને વિશ્વના સૌથી ખતરનાક દેશમાં ફરજ બજાવવાથી લઇને એન્ટાર્કટિકા સુધીના ઉતારચડાવ છે. દિવ્ય ભાસ્કરે USના નિવૃત્ત આર્મીમેન અક્ષયભાઈ સાથે વાતો માંડી અને એમની થ્રિલિંગ લાઇફ સ્ટોરીની રૂંવાડાં ઊભાં કરી દે તેવી વાતો જાણી. રાજકોટનો ભાણિયો ને હુરટી લાલો : દુનિયા મારી મુઠ્ઠીમાં

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *