અમરનાથ યાત્રામાં કડકડતી ઠંડી વચ્ચે ગરમગારમ ખમણ કે ખીચડી મળી જાય તો? મજા આવી જાય ને? તમને જાણીને નવાઈ લાગશે પણ છેલ્લાં 27 વર્ષથી અમદાવાદના ભંડારામાં યાત્રિકોને દીલથી ગુજરાતી ભોજન પીરસવામાં આવી રહ્યું છે. અમદાવાદના દરિયાપુર સ્થિત શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ 1998થી આ સેવા ચાલુ છે. આ ભંડોરો કેવી રીતે શરૂ થયો? કેવી કેવી તૈયારીઓ ચાલે છે? કઈ કઈ વસ્તુઓ પીરસવામાં આવે છે? સહિતની વિગતો જાણવા માટે અમે પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર હરીશભાઇ નરોત્તમદાસ પ્રજાપતિ સાથે વાતચીત કરી હતી. અમદાવાદના દરિયાપુર લુણસાવાડમાં બાપદાદાના સમયથી રહેતાં હરીશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, યુવાવયે અમે અમુક મિત્રોએ રમત રમતમાં ડાકોર પદયાત્રીઓ માટે કેમ્પ શરૂ કર્યો હતો.અમારી કોઇ આમદાની તો હતી નહીં. લોકોના સહયોગથી આ કેમ્પ ચાલુ કર્યો હતો, જ્યાંથી અમારી સેવા અમરનાથ પહોંચી હતી. શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ નામની સંસ્થા હેઠળ ચાલતી અમારી સેવાને આજે 34 વર્ષ થઇ ગયા છે. 1995માં અમરનાથ યાત્રાનો એ અનુભવ
હરીશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે યુવાનીમાં અમરનાથની વાત સાંભળી એટલે ત્યાં જવાનો વિચાર આવ્યો હતો.વર્ષ 1995માં હું અમારા સર્કલના છોકરાઓ સાથે અમરનાથની યાત્રાએ ગયો હતો. ત્યાંનો માહોલ જોઈને લાગ્યું કે અહીં ભંડારો કે સેવા કેમ્પ શરૂ કરવો જોઈએ. ત્યાર બાદ વર્ષ 1996માં ફેમિલી સાથે અમરનાથની યાત્રાએ જવાનું થયું હતું. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંસ્થાઓએ ‘ચલો અમરનાથ’ની ઝુંબેશ શરૂ કરી હતી. માત્ર રૂપિયા 750માં ટુર ગોઠવી હતી. જેના કારણે અમરનાથમાં ખૂબ પબ્લિક આવી ગઈ હતી. તેમણે કહ્યું, એ વખતે ઓવરલોડના કારણે સંગમ પછી ગુફા જવાના રસ્તે ગ્લેશિયર તૂટી ગયો હતો, જેમાં બહુ બધા માણસો મરી ગયા હતા. ત્યાર બાદ સળંગ આઠ દિવસ ખૂબ વરસાદ પડ્યો હતો. આ જ કારણે યાત્રીઓને જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવું પડ્યું હતું. એ વખતે અમે અમદાવાદથી સાથે ગયેલા લોકો છૂટા પડી ગયા હતા. અમારા ત્રીસ વ્યક્તિના ગ્રુપમાંથી એક બહેન મૃત્યુ પણ પામ્યા હતા. અમુક લોકો ગુફાએ રહી ગયા હતા. જ્યારે અમે ચંદનવાડી આવી ગયા હતા. જ્યાં એ વખતે દિલ્હીના કેમ્પ ચાલતા હતા. અમે ત્યાં રોકાઈ ગયા અને સેવા કરી હતી. કેમ્પમાં ગુજરાતીઓ માટે ખાવાની કોઈ આઈટમ નહોતી
હરીશભાઇ પ્રજાપતિએ કહ્યું, એ વખતે અમે જોયું કે અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ આવે છે. પણ ગુજરાતીઓનો કોઈ કેમ્પ નહોતો. આપણે ખાવું શું? ત્યાં એ લોકો ખવડાવે બધું પણ સરસિયાના તેલમાં હોય. આપણી ગુજરાતી કોઇ આઇટમ હોય નહીં. આપણે ગળપણવાળું અને થોડું સાદું ભોજન જોઇએ. એ લોકોની રસોઈ સારી હોય પણ બધું પંજાબી સ્વાદનું બનાવે. અમદાવાદ આવીને બીજા વર્ષે કેમ્પ શરૂ કરવાનું નક્કી કર્યુ
તેમણે આગળ કહ્યું, અમરનાથયાત્રા પૂરી કરીને અમદાવાદ આવ્યા બાદ અમે મિત્રોએ ચર્ચા શરૂ કરી કે અહીં આપણે આટલું બધુ કરીએ છીએ તો અમરનાથમાં ભંડારો કે કેમ્પ કેમ ના કરી શકીએ? પછી અમારી શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ સંસ્થાએ અમરનાથમાં કેમ્પ શરૂ કરવાનું નક્કી કર્યું. બીજા વર્ષે 1997માં અન્ય કેમ્પના સંચાલકો સાથે ભેગા મળીને ત્યાં કેમ્પ ચાલુ કર્યો પણ એ લોકોએ અમને છેતર્યા. કોઈ વસ્તુ લાવ્યા નહીં અને આપણી ગુજરાતી આઈટમ તો કશું બનાવે જ નહીં.પછીના વર્ષે એટલે કે 1998માં આપણો પોતાની રીતે એકલો કેમ્પ ચાલુ કર્યો, જ્યાં માત્ર ગુજરાતી જ આઈટમ બનાવવામાં આવે છે. આ કેમ્પ ચાલુ કર્યાને આજે 29 વર્ષ થઈ ગયા છે. પહેલા નદીમાં કેમ્પ કરતા હતા
તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 1999-2000 સુધી અમે નદીમાં કેમ્પ કરતાં હતા. ત્યારે અનંતનાગ કલેક્ટરની પરમિશનથી બધા કેમ્પ ચાલતા હતા. 2000માં આવેલી એક મોટી હોનારતમાં અનેક માણસોના મોત થયા હતા એટલે સરકારે એક જ જગ્યાએ બધા ભંડારા સ્થાયી કરી દેવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2001માં સરકારે પહેલગામમાં નુનવાન બેઝ કેમ્પ ઊભો કર્યો હતો. એ વખતે ત્યાં આતંકવાદી હુમલો થયો હતો. પછી 2002માં સાઇન બોર્ડની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદથી સાઇન બોર્ડની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ બધાં કેમ્પો અને યાત્રા ચાલે છે. વર્ષ 2002 પછી ત્યાં ત્રણ લેઅરમાં સિક્યોરિટી મૂકાઇ ગઈ છે એટલે પહેલા જેવો કોઇ ડર રહ્યો નથી. હવે ગવર્મેન્ટ, સાઇન બોર્ડ, આર્મી અને લોકલ પોલીસ બહુ સહકાર આપે છે. હવે તો ત્યાંની પ્રજા પણ જાગૃત થઇ છે. કેમ્પમાં શું શું જમાડવામાં આવે છે?
તેમણે વાતને આગળ વધારતા કહ્યું, અમારા કેમ્પમાં તમામ પ્રકારના ગુજરાતી નાસ્તા-ભોજન આપીને ગુજરાતીઓની સેવા કરવામાં આવે છે. સવારે 4 વાગ્યાથી ચા-નાસ્તો શરૂ કરવામાં આવે છે, તેમાં ખાખરા, ટોસ્ટ, બિસ્કિટ, ખાજલી, ખમણ અને આલુ-પરાઠા મળે છે. તે પછી બપોરે દાળ-ભાત, શાક, રોટલી અને સાંજે 4 વાગ્યે ખીર આપીએ છીએ. નાસ્તામાં દહીંવડા, સૂપ, ઢોકળાં, ખમણ, ભેળ, બટાકા-પૌંઆ, સીંગ કે કેરી વગેરેમાંથી કંઇકને કંઇક પણ આપીએ છીએ. તેની સાથે ચા-નાસ્તો તો ચાલુ જ હોય. સાંજે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ખીચડી, કઢી, રોટલી, શાક, પાપડ, સલાડ, મરચા અને છાશ પીરસાય છે અને સાંજનું આ મેનુ ફિક્સ છે, કેમ કે ગુજરાતીઓને સાંજે ખીચડી તો જોઇએ જ. સવારના ભોજનમાં અલગ-અલગ વાનગીઓ બની રહે. ગુજરાતથી 27 ટન કરિયાણું લઈ જઈએ છીએ
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે દર વર્ષે અમે અહીંથી 27 ટન કરિયાણું લઇ જઇએ છીએ પણ આ વખતે યાત્રાનો સમય ઘટ્યો હોવાથી એકાદ-બે ટન ઓછું લઇ જઇશું. ઉપરાંત શૅડ તેમજ રહેવા માટેના સાધનો અહીંથી લઇ જઇએ છીએ. ત્યાં સરકાર માત્ર જગ્યા તેમજ પાણી-લાઇટની સુવિધા આપે છે. લાઇટ બિલ અમારે ભરવાનું રહે છે. સિંગતેલ, ઘઉં, કઠોળ લોકો અમને મોકલે છે
હરીશભાઇ પ્રજાપતિએ ઉમેર્યું, અમારી સંસ્થા પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ સંસ્થા પહેલાં માત્ર અમદાવાદ પૂરતી હતી અને દરિયાપુરના જ યુવાનો જોડાયેલા હતા. છેલ્લાં પાંચ- સાત વર્ષથી અમારી જોડે વડોદરા, ભાવનગર, માંગરોળ, વેરાવળના સ્વયંસેવકો જોડાઇ ગયા છે. દરેક વસ્તુ સંસ્થા ખરીદી નથી શકતી. ગુજરાતના ખેડૂતો અમને ઘઉં- આપે તો અમે સ્વીકારી લઇએ. વેપારીઓ તેલ, ઘી, દૂધનો પાવડર વગેરે વસ્તુ આપે છે. જ્યારે ચોખા નારગામ મિલવાળા આપે છે. એટલે સંસ્થાનું બજેટ વહેંચાઇ ગયું છે. જે રોકડાં આપે તેમને પહોંચ આપીએ છીએ. દાન આપે તેમને આભાર લેટર આપવામાં આવે છે. સંસ્થામાં જે સેવા કરે છે તે કોઇ પૈસા લેતા નથી. બધા પોતાના ખર્ચે રેલવે-બસ ભાડું કાઢે છે. આ સિવાય કૂક અને વાસણ ધોનારા લોકોને પેમેન્ટ તેમજ ડિઝલ, શાકભાજી અને ગેસના બાટલાંનો ખર્ચ કરવો પડે છે. તળેલી વસ્તુ અને મીઠાઇ પર પ્રતિબંધ
હરીશભાઇ પ્રજાપતિએ વધુમાં જણાવ્યું, અમરનાથ યાત્રાના ભંડારામાં યાત્રાળુઓને તેલ-ઘીની તળેલી વસ્તુ કે મીઠાઇ પીરસવા પર પ્રતિબંધ છે. ગયા વર્ષથી 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની યાત્રા કરવા સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પણ જે વ્યક્તિ સશક્ત છે અને મેડીકલ તો કરવામાં આવે જ છે. તો તેના રીપોર્ટ યોગ્ય હોય તો તેમને મંજૂરી આપવી જોઈએ. અમે તો ત્યાં સુધી કહીએ છે કે વય મર્યાદા વધારીને 80 વર્ષ સુધી કરી દેવી જોઈએ. આવી અમારી ભાવના છે. નોન સ્ટોપ ચાલતો ગુજરાતનો એક માત્ર ભંડારો
તેમણે કહ્યું, આ ગુજરાતનો એક માત્ર ભંડારો છે કે જે સવારે 4 વાગ્યાથી શરૂ કરીને રાત્રિના 11 વાગ્યા સુધી નોન સ્ટોપ ચાલે છે. કોઇ પણ યાત્રિક ભૂખ્યો ન જાય તે એક માત્ર અમારું લક્ષ્ય છે. ‘ભૂખે કો અન્ન, પ્યાસે કો પાની, જય બાબા બરફ ભવાની’. આ જ સૂત્ર ચાલે છે. આટલું બોલો તમે કયાંય ભૂખે ના મરો. આખી અમરનાથ યાત્રામાં પહેલગામથી તમે ગુફા સુધી જાવ તો તમને આખા રૂટ પર દર ત્રણ કિમી એક કેમ્પ મળે, મળે અને મળે જ. આ બધા જ ફ્રી સેવાના કેમ્પ છે. કોઇ પૈસો લેતું નથી. ગુજરાતીઓને ગુજરાતી ભોજન મળે. ગમે તેટલાં માણસો આવે પણ તે ભોળેનાથ પુરું કરે છે. અમે 24 કલાક સેવા માટે બેઠાં હોઇએ છીએ. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, કેમ્પની પરમિશન માટે દર વર્ષે સાઈન બોર્ડને અમારે એક લેટર આપવો પડે. તેની સાથે કેમ્પમાં સેવા આપવા કોણ કોણ લોકો સામેલ થશે તેની વિગત, મેડિકલ અને પોલીસ વેરીફિકેશન સહિતની વિગતો આપવાની રહે છે. તે પછી જ જે-તે વ્યક્તિ કેમ્પમાં આવીને સેવા કરી શકે છે. અમારી સાથે કેમ્પમાં બધાં મળીને 50 લોકોની મંજૂરી આપવામાં આવી છે, તેમાં સ્વયંસેવકો બદલાતાં હોય છે, પરંતુ તે અંગે અમારે અગાઉથી જાણ કરીને પરવાનગી લેવાની રહે છે. સાઇન બોર્ડ તરફથી આઇ કાર્ડ આપવામાં આવે છે. નુનવાન બેઝ કેમ્પમાં 12 સ્ટેટના ભંડારા લાગે છે
વધુ વિગત આપતાં હરીશભાઇ પ્રજાપતિએ કહ્યુ, પહેલગામ જતાં પહેલાં નુનવાન બેઝ કેમ્પમાં 12 સ્ટેટના ભંડારા હોય છે. અમરનાથા યાત્રા શરૂ કરતાં પહેલા પહેલી રાત બધાંને ત્યાં ફરજિયાતપણે રોકાવું પડે છે. પહેલગામથી ચંદનવાડીની યાત્રા સવારે 5 વાગ્યે ચાલુ થાય. જે સવારના 10 વાગ્યા સુધી ચાલે. પછી પહેલગામમાંથી યાત્રા બંધ થઈ જાય. પછી બીજા દિવસે સવારે 5 વાગ્યે શરૂ થાય. જેટલા લોકો બપોરના 12 વાગ્યા સુધીમાં ચંદનવાડી પહોંચે તેને આગળ જવા દેવામાં આવે. પણ જે લોકો 12 વાગ્યા પછી પહોંચે તેને ત્યાં રોકી દેવામાં આવે છે. ત્યાર પછી શેષ નાગ એક વાગ્યા સુધીમાં ક્રોસ કરે તેને જ આગળ જવા દેવામાં આવે છે, બાકીના લોકોને રોકી દેવામાં આવે છે. બધી જગ્યાએ પહોંચવાના ફિક્સ ટાઈમિંગ છે. તંબુના પૈસા ખર્ચવા પડે, જમવાના કયાંય પૈસા લેવાતા નથી
તેમણે કહ્યું, રસ્તામાં યાત્રિકો ન ફસાય તેની માટે આ બધી સુવિધા છે. પડાવ મુજબ ગેટ બંધ થઇ જાય એટલે તમારે ત્યાં રોકાઇ જવું પડે. જયાં રોકાવાનું હોય ત્યાં તંબુ અને ભંડારા હોય. તંબુના પૈસા ખર્ચવા પડે. જ્યારે જમવાના કયાંય પૈસા લેવાતા નથી. શેષનાગથી ઉપર જાવ એટલે તમારે પોસ્ટ પતરીમાં રોકાવું પડે. ત્યાંથી પછી અમરનાથ ગુફામાં જવાય છે. દર્શન કરીને પાછાં પોસ્ટ પતરી આવવાનું રહે છે. આખી યાત્રામાં ચાલતાં જાવ તો 3-4 દિવસ થાય અને જો ઘોડાથી જાવ તો 2 દિવસમાં યાત્રા પૂરી શકાય છે. આ વર્ષે હેલિકોપ્ટર યાત્રા થવાની નથી
તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે હેલિકોપ્ટર યાત્રા થવાની નથી. એટલે ઘોડાં કે પગપાળા જ યાત્રા કરવાની રહેશે. આ વખતે 38 દિવસનો કેમ્પ છે. 3 જુલાઇથી 10 ઓગસ્ટ સુધી કેમ્પ રહેશે. 9 ઓગસ્ટે બળેવ ( રક્ષાબંધન ) છે એટલે તે દિવસ છેલ્લો દિવસ છે. તે દિવસે મંદિરે (ગુફા)એ છડી બદલાય અને યજ્ઞ થાય છે. આ એક પરંપરા છે. અગિયારસે છડી શ્રીનગરથી પહેલગામ આવે, ત્યાંથી ચાલતાં ચાલતાં બધો જ કાફલો ગવર્મેન્ટના અન્ડરમાં જાય, તેમાં સૌથી વધુ સાધુ-સંતો હોય અને પરમિશન ધરાવતાં યાત્રિકો જઇ શકે. પછી પોલીસ, CRPF, આર્મીના જવાનોની સાથે જ છડી યાત્રા નીકળે. પછી ચંદનવાડી, શેષ નાગ, પોસ્ટ પતરી થઇને ગુફાએ પહોંચે. એમ પાંચ દિવસનો રૂટ છે. પૂનમના દિવસે તે છડી ગુફામાં પહોંચે એટલે તે ત્યાં મૂકાય. યજ્ઞ થાય અને જૂની છડી લઇને આવે પછી બાબાના દ્વાર બંધ થાય છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, અમે રોજ સવારે ઇન્કવાયરી ઓફિસે યાત્રિકોનો અંદાજિત આંકડો જાણી લઈએ છીએ પણ આ વખતે કહ્યું છે કે કમ સે કમ દરરોજ 15 હજાર યાત્રિકો આવશે. પહેલગામમાં એટલી વ્યવસ્થા છે કે એકસાથે દસ હજાર યાત્રિકો આવે તો રહી શકે અને જમી શકે, કેમ કે ત્યાં 12 સ્ટેટના ભંડારા છે. કોઇ પણ ભંડારાવાળો એવો નથી કે તે ના ખવડાવી શકે. યાત્રામાં મોટાભાગના ગુજરાતીઓ હોય છે
હરીશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, આ યાત્રામાં મોટાભાગના ગુજરાતીઓ હોય છે. ઘરડા કહી ગયા હતા કે ‘જીવ્યા તો પાછાં આવીશું, નહીં તો ત્યાં અમર થઇ જઇશું.’ એટલે જ આ અમરનાથ યાત્રા કરવાની છે. બધાં હેમખેમ પાછાં આવે છે. કોઇનો વાળ વાંકો થતો નથી. કુલ પાંચથી સાડા છ લાખ યાત્રિકો દર્શનાર્થે આવે છે, તેમાં સૌથી વધુ ગુજરાતીઓ હોય છે. કારણ કે અમે ત્યાં સવારથી સાંજમાં 80-80 કિલોની રોટલી બનાવીએ છીએ. એ ઉપરથી અમને ખબર પડે કે કેટલી ખીચડી અને દાળ-ભાત જમાડ્યા. જેને પણ પૂછો તો તે કહે કે અમે ગુજરાતી છીએ. એ પછી દિલ્હી, પંજાબ, સાઉથ ઈન્ડિયન, યુપી, બિહાર અને બંગાળના લોકો આવે છે. રજિસ્ટ્રેશનની તારીખ ખાલી નથી
વાતને આગળ વધારતા તેમણે કહ્યું, પહેલગામ આતંકી હુમલાની અસર વર્તાશે? તેના જવાબમાં હરીશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, અમે કોઇને પૂછીએ છીએ તો કહે છે કે એક પણ રજિસ્ટ્રેશનની તારીખ ખાલી નથી. અત્યારે 27 જુલાઇ સુધી કોઇને રજિસ્ટ્રેશન મળતું નથી. અમે બારે માસ બીજા કેમ્પો પણ કરીએ છીએ
આ સિવાય અમે બારે માસ બીજા કેમ્પો પણ કરીએ છીએ. ડાકોર રૂટ પર મહુધામાં અમે આશ્રમ બનાવ્યો છે. ત્યાં દર મહિનાની તેરસ-ચૌદસે રહેવા-જમવાની સગવડ આપીએ છીએ. કોઇની પાસેથી ત્યાં એક રૂપિયો લેતાં નથી. કોઇને દાન કરવું હોય તો અમારી સંસ્થાને જ આવવું પડે. અમારી સંસ્થા પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટમાં દાન આપનારને ઇન્કમટેક્સમાં 80G હેઠળ 50% રિબેટ મળે છે. કયા કયા કરવામાં આવે છે સેવા યજ્ઞ
તેમણે અંતમાં જણાવ્યું, અમને દાનમાં જે-જે વસ્તુઓ મળે છે તેને અમે સાફ કરીએ છીએ. પછી દળાવીને ત્યાં લઇ જઇએ છીએ. એક કેમ્પ અમારો મહુધામાં બારેમાસ ચાલે છે. ગત 27 જૂનના રોજ અમદાવાદની રથયાત્રામાં ઘીકાંટા રોડ પર ગીરનારી ખીચડીનો પ્રસાદ આપ્યો હતો. ગણેશ વિસર્જનમાં પણ અમે સુભાષ બ્રીજ પાસે ગીરનારી ખીચડી આપીએ છીએ. એક કેમ્પ અમે માંગરોળમાં કામનાથ મહાદેવ મંદિરમાં કરીએ છીએ. આ સિવાય ભાવનગર ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતા લોકો માટે પણ ત્રણ દિવસનો કેમ્પ કરીએ છીએ. આ ઉપરાંત પણ અનેક સેવાભાવી ગુજરાતીઓ અમરનાથ યાત્રાના અન્ય કેમ્પમાં સેવા આપે છે, જેમાંથી એક છે અમદાવાદના હર્ષદભાઇ પટેલ. જેઓ પંજાબના ભંટીડાથી 80 કિલોમીટર દૂર બુથલાડા ગામના શિવશક્તિ સેવા મંડળ દ્રારા 39 વર્ષથી ચાલતાં લંગરમાં સેવા આપે છે. હર્ષદભાઇ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અહીંથી કોઇને અમરનાથ જવું હોય તો મેડિકલથી માંડીને પાસ કેવી રીતે કઢાવવો સહિતની બાબતનું માર્ગદર્શન આપું છું. આ વખતે આખા દેશમાંથી 3.5 લાખ લોકોની નોંધણી થઇ છે. ગુજરાતની વાત કરીએ તો મારી દૃષ્ટિએ 40થી 45 હજાર ગુજરાતી હોઇ શકે છે. સાઇન બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે
અમરનાથ યાત્રાની માહિતી આપતાં તેમણે કહ્યું, અમરનાથ સાઇન બોર્ડની સાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. તેની સાથે મેડિકલ ફોર્મ હોય છે. સાઇન બોર્ડમાં રજિસ્ટર્ડ હોસ્પિટલનું લીસ્ટ આપેલું હોય છે. ત્યાં જઇને જ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું રહે છે. લિસ્ટમાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, જીસીએસ તથા ઓઢવ સીંગરવા નજીક પી.એચ.સી. સેન્ટર સામેલ છે. હર્ષદભાઇ પટેલે વધુમાં કહ્યું, મેડિકલ થયા પછી મેડિકલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ લઇને પંજાબ નેશનલ બેંક કે જમ્મુ-કાશ્મીર બેંકની કોઈ પણ શાખા તેમજ અમદાવાદના ભદ્રની ભારતીય સ્ટેટ બેંક (આ વખતના લિસ્ટમાં ઉમેરાયેલી)માં જવાનું. પહેલાં બીજી વ્યક્તિ બેંકમાં જઇ શકતી. પરંતુ હવે તો અગૂંઠાનું નિશાન પણ લે છે. એટલે જે યાત્રિકને પ્રવાસ કરવાનો હોય તેમણે જાતે જ બેંકમાં જવું પડે છે. ત્યાં અમુક ફી ભરવાની રહે છે. આ જ વસ્તુ ઓનલાઇન થાય છે, પરંતુ તેવું કરનારા ઘણાં ઓછાં છે. બેંકમાંથી તમને દર્શનની તારીખ મળે છે. તમારે જે તારીખ જોઇએ છીએ તે સ્લોટ ઉપલબ્ધ ના હોય તો તારીખ તમારે બદલવી પડે. દરેક બેંકમાં કવોટા આપ્યા હોય છે. આ વખતે બેંકોએ સિસ્ટમ સારી શરૂ કરી છે. તે પ્રમાણે સવારે બેંક ખૂલે ત્યારે ટોકન આપી દે છે. જેથી તમારે લાઇનમાં ઊભા રહેવું ના પડે. મેડિકલ કરાવીને સીધા જમ્મુ-કાશ્મીર પહોંચી કાઉન્ટર પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, 40% લોકો ગ્રુપમાં પોતાની રીતે જાય છે. જયારે 40% લોકો પ્રાઇવેટ ટૂર ઓપરેટર મારફતે જતાં હોય છે. 20% લોકો છેલ્લે ભોલેનાથની ઇચ્છાથી પ્રેરણા જન્મે એવા લોકો હોય છે. બીજો એક વિકલ્પ એ છે કે કેટલાંક લોકો મેડિકલ કરાવીને સીધા ટ્રેઇન મારફતે જમ્મુ-કાશ્મીર પહોંચી જાય છે. ત્યાં કેમ્પ પર કાઉન્ટર બનાવ્યા છે. કાઉન્ટર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે, તેમાં તમારે ઉપલબ્ધ તારીખ પ્રમાણે દર્શન કરવાની તક મળે છે અને ત્યાંથી ટોકન પણ મળે છે. અમરનાથ સાઇન બોર્ડ દ્વારા કયા સ્લોટમાં કેટલાં લોકોને જવા દેવા તે ત્યાંના વાતાવરણ અને પરિસ્થિતિ પ્રમાણે નક્કી થાય છે. પાસના સમય મુજબ બેઝ કેમ્પ પર પહોંચી જવાનું રહે છે
તેમણે અંતમાં કહ્યું, સામાન્ય રીતે દર છ કે દસ કલાકે ઓછામાં ઓછાં 1500 લોકોનો એક જથ્થો જવા દે છે. દરેક એન્ટ્રી પોઈન્ટ પર બેઝ કેમ્પ છે. પાસમાં સમય સાથે વિગતો દર્શાવેલી હોય છે. તે પ્રમાણે તમારે બેઝ કેમ્પ પર પહોંચી જવાનું રહે છે. ત્યાં મોટો ડોમ છે અને ત્યાં પાઇપો લગાવેલી હોય છે. કયૂમાં ઊભા રહેવાનું હોય છે. નોંધણી કરાવી હોય તેમાં પણ કેટલાંક પરિસ્થિતિવશ કાર્યક્રમ રદ થતાં હોય છે. અહીંયા અને ત્યાં લાગતા ભંડારામાં થોડો ફેર છે. અહીંયા સેવા કેમ્પમાં પ્રસાદ પીરસીને લોકો પોત-પોતાની રીતે જગ્યા શોધીને પ્રસાદ આરોગે છે, પરંતુ ત્યાં ડાઇનિંગ ટેબલ હોવાથી તેના પર બેસીને જ લોકો પ્રસાદ લે છે એટલે કે તમે કોઇ લગ્ન પ્રસંગ કે કોઇ કાર્યક્રમમાં ગયા હો તેવી સ્થિતિ દેખાય છે. અમે અમદાવાદમાં રહેતાં અને અમરનાથા યાત્રામાં વીસ વર્ષથી સેવા આપતાં મનોજભાઇ પંજાબી સાથે વાતચીત કરીને અમરનાથ યાત્રાની વધુ વિગત જાણી હતી. આ વખતે 3જી જુલાઇથી 38 દિવસની યાત્રા રહેશે
મનોજભાઇ પંજાબીએ જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા 45 દિવસની હોય છે. પરંતુ આ વખતે 3જી જુલાઇથી રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. એટલે કે 38 દિવસની રહેશે. આ યાત્રામાં જવું હોય તો મેડિકલ અને બેંકમાંથી પરમિશન લેવાની રહે છે. તે બદલ 150 રૂપિયા ભરવાના રહે છે અને સરકાર યાત્રિકનો વીમો લે છે. બેંકમાં યાત્રિકોએ પોતાનું આધાર કાર્ડ તથા ફોટો આપવાનો હોય છે. આર્મી બેઝ કેમ્પમાં પહોંચો ત્યાંથી 500 મીટરથી એક કિલોમીટરે ભંડારા ચાલુ થઇ જાય છે
મનોજભાઇ પંજાબીએ કહ્યું, અમરનાથ યાત્રા બે સ્થળેથી થાય છે. એક ચંદનવાડી અને બીજું બાલતાલથી. જે તમારે ફોર્મ ભરતી વખતે જણાવવાનું રહે છે. એટલું જ નહીં પરંતુ દર્શનની તારીખ પણ તમારે જણાવવાની રહે છે. બાલતાલ અને પહેલગામ પહોંચ્યા પછી ત્યાંથી સરકારી ઓફિસમાંથી આઈડી કાર્ડ લેવાનું હોય છે. આ કાર્ડ સાથે રાખવાનું રહે છે. અમદાવાદથી હાપાથી ઉપડતી સર્વોદય ટ્રેન તેમજ જમ્મુ-તાવી ટ્રેનમાં જમ્મુ-કાશ્મીર જઈ શકાય છે. જમ્મુ ઉતરી ભગવતીનગર બેઝ કેમ્પમાં રોકાવાનું હોય છે. ત્યાંથી બધી ગાડી સલામતીની દ્દષ્ટિએ એકસાથે ઉપડે છે. 150 જેટલી ગાડીઓ ભેગી થાય એટલે આગળ અને પાછળ તેમજ વચ્ચેના ભાગમાં આર્મીની ગાડીઓના બંદોબસ્ત સાથે યાત્રા શરૂ થાય છે. બાલતાલ તથા પહલગામનો રસ્તો અલગ હોવાથી કોન્વોય અલગ નીકળે છે. આર્મી બેઝ કેમ્પમાં પહોંચો ત્યાંથી 500 મીટરથી એક કિલોમીટરે ભંડારા ચાલુ થઇ જાય છે. દરેક ભંડારામાં ટેન્ટ તેમજ જમવાની સુવિધા ફ્રી હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, બાલતાલ અને પહલગામથી અમરનાથ જવાના માર્ગ પર 139 સંસ્થાઓના 150 જેટલાં ભંડારા હોય છે, જેમાં પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ગુજરાતના ભંડારા છે. શિવશક્તિ સેવા મંડળના કેમ્પમાં હું 20 વર્ષથી સેવા આપું છું. શિવશક્તિ ટ્રસ્ટના પહલગામ તથા બાલતાલ એમ બે સ્થળોએ ભંડારા ચાલે છે.