હવામાન વિભાગે આજે 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ અને ઝારખંડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. 17 રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ છે. આજે રાજસ્થાનના 27 જિલ્લાઓમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રવિવારે પણ રાજ્યના 24 જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી 5 લોકોનાં મોત થયા હતા. સિરોહીના કાલિંદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાર નાળામાં વહી ગઈ હતી. ગામલોકોએ દોરડાની મદદથી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. આ દરમિયાન રવિવારે ચોમાસું પાકિસ્તાન પહોંચ્યું હતું અને સમગ્ર રાજસ્થાનને આવરી લીધું હતું. સોમવારે ભારે વરસાદની ચેતવણીને કારણે હિમાચલ પ્રદેશના 4 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયા છે. મંડીમાં જુની-બિયાસ નદી પૂરની સ્થિતિમાં છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 2 લોકોનાં મોત થયા છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી છે. અહીં ચંદીગઢમાં છેલ્લા 24 કલાકમાં 4.7 ઈંચ વરસાદ પડ્યો છે. જે દેશમાં સૌથી વધુ હતો. ઓડિશામાં, બુધાબલંગ, સુબર્ણરેખા, જલકા અને સોનો સહિત ઘણી નદીઓના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આજે નદીઓને અડીને આવેલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ રહેશે. દેશનાં વિવિધ શહેરોમાં વરસાદની તબાહીની તસવીરો… ગુજરાતમાં વરસાદની સ્થિતિ- છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, ઉકાઈ ડેમમાં પાણી આવકમાં વધારો; આજે 13 જિલ્લામાં યલો એલર્ટ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 અને અમદાવાદના વિરમાગમમાં 3.3 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ સમાચાર સંપૂર્ણ વાંચવા માટે અહીં ક્લિક કરો…