સોમવારે ઓમાનના અખાતમાં એક ઓઇલ ટેન્કરMT Yi Cheng 6માં આગ લાગી હતી. તેમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતા. તેમણે ભારતીય નૌકાદળ પાસે મદદ માંગી, ત્યારબાદ નૌકાદળનું સ્ટીલ્થ ફ્રિગેટ INS તબર રેસ્ક્યૂ માટે પહોંચ્યું હતું. ઓમાનના અખાતમાં MT Yi Cheng 6 નામના જહાજમાં આગ લાગી હતી, જેને બુઝાવવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS Tabarએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે. INS Tabarને આગ લાગેલા જહાજ તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો, ત્યારબાદ INS પર હાજર ટીમ એક્શનમાં આવી હતી. MT Yi Cheng 6 નામનું આ જહાજ પુલાઉ (એક દેશ)નું છે અને તેના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પછી, INS તબરની ટીમ- 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ સભ્યો- એ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. જહાજ કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું MT Yi Cheng 6 ગુજરાતના કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું ત્યારે તેને ડિસ્ટ્રેસ કોલ મળ્યો. MT Yi Cheng 6માં 14 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ ભારતીય નૌકાદળે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે INS તબર તરફથી તાત્કાલિક મદદ માટેની અપીલ સ્વીકારવામાં આવી હતી. INS તબરમાંથી ફાયરની ટીમો અને સાધનો બોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ લાગેલા જહાજ પર મોકલવામાં આવ્યા હતા. ફાયરની ટીમમાં 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને ટેન્કરના પાંચ ક્રૂ સભ્યો સામેલ છે. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. જહાજ પરની આગ હવે ઓછી થવા લાગી છે.