તાજેતરમાં આવેલી વેબ સીરીઝ ‘રાણા નાયડૂ 2’માં એક્ટર અર્જુન રામપાલનું પાત્ર ‘રૌફ’ ગ્રે શેડ ધરાવે છે. ‘રાણા નાયડૂ’ સિરીઝનું ડિરેક્શન કરણ અંશુમન અને સુપર્ણ વર્માએ કર્યું છે. સીરીઝનો પહેલો ભાગ 10 માર્ચ 2023ના રોજ રિલીઝ થયો હતો. જ્યારે ‘રાણા નાયડૂ 2’ 13 જૂન 2025થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. ત્યારે અર્જુન રામપાલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાની ભૂમિકા વિશે જણાવતા કહ્યું હતું કે, આ ભૂમિકા માર્ટિન સ્કોર્સીસ (અમેરિકન ફિલ્મમેકર)ની ફિલ્મોના ગેંગસ્ટર જેવી છે. વાતચીત દરમિયાન અર્જુને જણાવ્યું કે તે કેવી રીતે ટાઇપકાસ્ટ થવાનું ટાળે છે અને હંમેશા દર્શકોને સરપ્રાઇઝ કરવાનું પસંદ કરે છે. પ્રશ્ન: તમારા ચાહકો તમને ‘સોલો હીરો’ તરીકે ક્યારે જોશે? જવાબ: આજકાલ મોટાભાગની ફિલ્મો મલ્ટી-સ્ટારર હોય છે. સોલો હીરોવાળી ફિલ્મો હવે ભાગ્યે જ બને છે, સિવાય કે મારી ફિલ્મ ‘ડેડી’ જેવી બાયોપિક હોય. હું હંમેશા પાત્રને પ્રાથમિકતા આપું છું. 90ના દાયકા જેવી ફિલ્મો હવે બનતી નથી, કારણ કે દર્શકો અને વાર્તાઓ બંને બદલાઈ ગયા છે. પહેલા પણ ઘણા કલાકારો ‘શોલે’ કે ‘અમર અકબર એન્થોની’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરતા હતા. હવે વાસ્તવિકતા પર વધુ ભાર મૂકવામાં આવે છે અને મને પણ વાસ્તવિક ફિલ્મો અને પાત્રો વધુ ગમે છે. જ્યારે વાર્તા વાસ્તવિક હોય છે, ત્યારે અભિનય પણ એટલો જ વાસ્તવિક હોવો જોઈએ. પ્રશ્ન: ‘રાણા નાયડૂ’ માં તમારું પાત્ર ખૂબ જ ઇન્ટેન્સ છે. આમાં તમારા માટે શું પડકારજનક હતું? જવાબ: મેં ‘રાણા નાયડૂ’ની પહેલી સીઝન જોઈ અને મને તે ખૂબ ગમી, ખાસ કરીને તેના ગ્રે શેડ વાળા જટિલ પાત્રો. રાણા અને તેના પિતા વચ્ચેની પ્રતિસ્પર્ધા
મને ખૂબ જ રસપ્રદ લાગી. જ્યારે પ્રોડ્યૂસર સુંદર મારી પાસે સીઝન 2માં વિલનની ભૂમિકા ભજવવાની ઓફર લઈને આવ્યા, ત્યારે હું ડિરેક્ટર કરણ અંશુમનને મળ્યો અને તેમનું વિઝન સમજ્યું. સૌથી મોટો પડકાર સીઝન 2ને પાછલી સીઝન કરતા વધુ સારી બનાવવાનો હતો, જે હંમેશા મુશ્કેલ હોય છે. અમે સીઝન 1ની ખામીઓ પર કામ કર્યું, જેમ કે અપશબ્દો અને હિંસા ઘટાડી, જેથી વધુ લોકો તેને તેમના પરિવાર સાથે જોઈ શકે. છેવટે, તે એક એવા માણસની વાર્તા છે, જે પોતાના પરિવારને બચાવવા માંગે છે. પ્રશ્ન: આ સીરીઝમાં તમારા પાત્રમાં જીવ રેડી દેવા માટે કેવી તૈયારીઓ કરી? જવાબ: મારા માટે સૌથી મહત્વની બાબત એ હતી કે, પાત્રને સંપૂર્ણ સ્વતંત્રતા અને વાસ્તવિકતા સાથે ભજવવું. મેં નિર્માતાઓને કહ્યું કે, જો OTTમાં આટલી બધી સ્વતંત્રતા છે, તો આ પાત્રને પણ ખુલ્લું અને અણધાર્યું બનાવો, જે એક ક્ષણમાં મીઠું હોય છે અને બીજી ક્ષણે બદલાઈ જાય છે. અમે ઇચ્છતા હતા કે, તેમાં માર્ટિન સ્કોર્સીસની ફિલ્મોમાં ગેંગસ્ટર પાત્રો જેવો જ રંગ હોય, જે હિંસક હોવા છતાં મનોરંજક હોય. મને લાગ્યું કે અમે આ બધું પાત્રમાં લાવી શક્યા છીએ અને તે ભજવવાની મને ખૂબ જ મજા આવી. રસપ્રદ વાત એ હતી કે, મારે આખા શૂટિંગ દરમિયાન એક જ કોસ્ચ્યૂમ પહેરવો પડ્યો. મને અપેક્ષા નહોતી કે તેનો દર્શકો પર આટલો પ્રભાવ પડશે. પણ મને ખુશી છે કે લોકોને આ ભૂમિકા ગમી. પ્રશ્ન: હાલમાં તમે વધુ પડતા ગ્રે અથવા નેગેટિવ ભૂમિકાઓ ભજવી રહ્યા છો, તેની પાછળ કોઈ ખાસ કારણ છે? જવાબ: એવું નથી. કદાચ તમને એવું લાગતું હશે કારણ કે તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધાકડ’ કે ‘ક્રેક’ જેવી ફિલ્મોમાં મારા પાત્રો ગ્રે હતા, પરંતુ ‘રા.વન’ કે ‘ઓમ શાંતિ ઓમ’માં તે ભૂમિકાઓ જાણી જોઈને પસંદ કરવામાં આવી હતી. મેં ઘણી સકારાત્મક ભૂમિકાઓ પણ કરી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. જેમ કે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘3 મંકીઝ’ છે, એક ‘બ્લાઇન્ડ ગેમ’ છે. હું ક્યારેય મારી જાતને ટાઇપકાસ્ટ કરવા માંગતો નથી. મારું માનવું છે કે એક એક્ટર પાસે સૌથી મોટું હથિયાર એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ હોય છે. દરેક દિવસ નવો હોય છે, દરેક પાત્ર અલગ હોય છે અને જો હું મારી જાતને આશ્ચર્યચકિત કરી શકું, તો દર્શકો પણ આશ્ચર્યચકિત થશે. હું દરેક ફિલ્મમાં આ જ કરવાનો પ્રયાસ કરું છું. પ્રશ્ન: વેંકટેશ અને રાણા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? શું ભવિષ્યમાં સાથે કામ કરવાની કોઈ વાત થઈ? જવાબ: ચોક્કસ, અમે 100% સાથે કામ કરીશું. રાણા ન માત્ર એક અદ્ભુત એક્ટર છે, પણ અદ્ભુત માણસ પણ છે. ‘રાણા નાયડુ’ દરમિયાન અમે સારા મિત્રો બન્યા. સીઝન 2 માં તેમણે જે ઊંડાણ અને સંતુલન સાથે પોતાનું જટિલ પાત્ર ભજવ્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. વેંકી સર વિશે વાત કરીએ તો, તેમનો કોમિક ટાઇમિંગ અને ડાયલોગ ડિલિવરી બેજોડ છે. જ્યારે તેઓ સેટ પર હોય છે, ત્યારે વાતાવરણ અલગ હોય છે. આખી સ્ટાર કાસ્ટ ખૂબ જ પ્રોફેશનલ અને પોતાની કળામાં નિષ્ણાત છે. હકીકતમાં, મારા માટે ત્રણ ડિરેક્ટર્સ સુપર્ણ, કરણ અને અભય સાથે કામ કરવાનો આ પહેલો પ્રસંગ હતો. ત્રણેયના વિચાર અલગ હતા પણ દૃષ્ટિકોણ એક જ હતો. તેઓ દરેક સીનમાં કંઈક નવું ઇનપુટ આપતા હતા, જે આ પ્રોજેક્ટને વધુ રોમાંચક બનાવતો હતો. આવા વાતાવરણમાં કામ કરવું એ એક શાનદાર અનુભવ હતો અને આશા છે કે ભવિષ્યમાં અમે સાથે કેટલાક વધુ રસપ્રદ પ્રોજેક્ટ કરીશું. પ્રશ્ન: ‘બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ હજુ રિલીઝ થઈ નથી. શું તેને તમારું સોલો લીડમાં કમબેક ગણી શકાય? જવાબ: હાલમાં, મને પણ ખબર નથી કે ફિલ્મનું શું સ્ટેટસ છે. પ્રોડ્યૂસરને કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે ફિલ્મ અટકી ગઈ. સ્ક્રિપ્ટ ખૂબ સારી હતી અને તેનો મોટો ભાગ શૂટ પણ થઈ ગયો છે. મને આશા છે કે પ્રોડ્યૂસર જલ્દીથી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને ફિલ્મ પાછી ટ્રેક પર આવશે. મેં આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી હતી. પ્રશ્ન: ‘ભગવંત કેસરી’ ફિલ્મ પછી સાઉથમાંથી કોઈ નવી ફિલ્મ ઓફર થઈ છે? જવાબ: હા, ઘણી બધી ઑફર્સ આવી રહી છે પણ મેં હજુ સુધી કોઈ નવી ફિલ્મ સાઇન કરી નથી. બધી ઑફર્સ માટે વાતચીત ચાલી રહી છે. પ્રશ્ન: વેબ સ્પેસમાં મળી રહેલા પાત્રોથી શું તમને સર્જનાત્મક સંતોષ મળી રહ્યો છે? જવાબ: અલબત્ત, હું મારી કારકિર્દીના આ તબક્કાથી સંતુષ્ટ છું. મને મળેલા પ્રેમ, આદર અને પુરસ્કારો માટે હું દર્શકો અને ફિલ્મ નિર્માતાઓનો આભારી છું. જે થાય છે તે સારા માટે થાય છે. પ્રશ્ન: હાલના સ્ટોરી ટેલિંગના બદલાતા ટ્રેન્ડને ધ્યાનમાં લેતા સ્ક્રિપ્ટ સિલેક્શન અંગે શું વિચાર હોય છે? જવાબ: સૌ પ્રથમ હું મારી જાતને પૂછું છું કે જો હું આ ફિલ્મનો ભાગ ન હોઉં, તો પણ શું હું તેને જોવા માંગુ છું? એટલે કે, હું દર્શકોના દૃષ્ટિકોણથી વિચારું છું. હું જોઉં છું કે ફિલ્મ શું કહેવા માંગે છે, તે મનોરંજક છે કે નહીં અને સૌથી અગત્યનું તેનું કન્ટેન્ટ શું છે. છેલ્લા પાંચ-છ વર્ષમાં મેં જેટલી પણ ફિલ્મો કરી છે, તે બધી કન્ટેન્ટ-ડ્રિવન છે. આજના દર્શકો બુદ્ધિશાળી છે, તેથી ફક્ત ગ્લેમર કે એક્શન કામ નથી કરતા, ફિલ્મ કે સિરીઝની સ્ક્રિપ્ટ પણ મજબૂત હોવી જોઈએ.