‘કાંટા લગા’ ગીત ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. એક્ટ્રેસના અકાળે અવસાન પર ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈ બોલિવૂડ સ્ટાર્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ શેફાલીના અવસાન પર એક પોસ્ટ કરી છે, જેમાં તેણે શેફાલીના પરિવાર પ્રત્યે તેની સંવેદાનાઓ વ્યક્ત કરી છે. પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેફાલી જરીવાલાનો એક ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે. હજુ તો તે ખૂબ નાની હતી. પરાગ અને તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના.’ નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’માં શેફાલી જરીવાલાએ કેમિયો રોલ કર્યો હતો. શેફાલીનું 27 જૂનની મોડી રાત્રે અવસાન થયું હતું. 28 જૂનની સાંજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહ ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શેફાલીનો પતિ પરાગ તેની રાખને છાતી સરસી ચાંપીને રડ્યો હતો. પરિવાર તેને સંભાળતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. શેફાલીની રાખ દરિયામાં વિસર્જિત કરાઈ રવિવારે શેફાલીના પતિ પરાગ અને પરિવાર તેની રાખ લઈને મુંબઈના દરિયા કિનારે પહોંચ્યા, જ્યાં તેની રાખને વિસર્જિત કરવામાં આવી. મૃત્યુ સમયે શેફાલી માત્ર 42 વર્ષની હતી. શેફાલીએ પરાગ પહેલા સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં શેફાલી જરીવાલાએ 2004માં મીટ બ્રધર્સની જોડીના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 2009માં આ દંપતીના છૂટાછેડા થયા. આ પછી તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં હતાં.
’કાંટા લગા’ ગીત ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. એક્ટ્રેસના અકાળે અવસાન પર ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈ બોલિવૂડ સ્ટાર્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ શેફાલીના અવસાન પર એક પોસ્ટ કરી છે, જેમાં તેણે શેફાલીના પરિવાર પ્રત્યે તેની સંવેદાનાઓ વ્યક્ત કરી છે. પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેફાલી જરીવાલાનો એક ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે. હજુ તો તે ખૂબ નાની હતી. પરાગ અને તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના.’ નોંધનીય છે કે, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’માં શેફાલી જરીવાલાએ કેમિયો રોલ કર્યો હતો. શેફાલીનું 27 જૂનની મોડી રાત્રે અવસાન થયું હતું. 28 જૂનની સાંજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહ ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શેફાલીનો પતિ પરાગ તેની રાખને છાતી સરસી ચાંપીને રડ્યો હતો. પરિવાર તેને સંભાળતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. શેફાલીની રાખ દરિયામાં વિસર્જિત કરાઈ રવિવારે શેફાલીના પતિ પરાગ અને પરિવાર તેની રાખ લઈને મુંબઈના દરિયા કિનારે પહોંચ્યા, જ્યાં તેની રાખને વિસર્જિત કરવામાં આવી. મૃત્યુ સમયે શેફાલી માત્ર 42 વર્ષની હતી. શેફાલીએ પરાગ પહેલા સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં શેફાલી જરીવાલાએ 2004માં મીટ બ્રધર્સની જોડીના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 2009માં આ દંપતીના છૂટાછેડા થયા. આ પછી તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં હતાં.
