ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ ‘કેપ્ટન કૂલ’ ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. જો તેને આ શબ્દના ટ્રેડમાર્ક અધિકારો મળે, તો કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કેપ્ટન કૂલ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. ધોનીએ 5 જૂને ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પોર્ટલથી ઓનલાઈન અરજી સબમિટ કરી હતી. તે કોચિંગ અને ટ્રેનિંગ સેન્ટર માટે ‘કેપ્ટન કૂલ’નો ઉપયોગ કરવાના વિશિષ્ટ અધિકારો ઇચ્છે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની અરજીમાં શરૂઆતમાં ટ્રેડ માર્ક્સ એક્ટની કલમ 11(1) હેઠળ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, નામમાં પહેલેથી જ એક ટ્રેડમાર્ક નોંધાયેલો હતો. આવી સ્થિતિમાં, લોકો નવા ટ્રેડમાર્ક સાથે મૂંઝવણમાં મુકાઈ શકે છે. ધોનીના વકીલોએ દલીલ કરી હતી કે ‘કેપ્ટન કૂલ’ નામ ઘણા વર્ષોથી ધોની સાથે સંકળાયેલું છે. તેને જનતા, મીડિયા અને ચાહકો દ્વારા વ્યાપકપણે અપનાવવામાં આવ્યું છે. ચાહકોએ ધોનીને કેપ્ટન કૂલનો ટેગ આપ્યો
ધોનીને તેના ચાહકો અને મીડિયાએ કેપ્ટન કૂલનું ટેગ આપ્યું હતું. તે તેની કેપ્ટનશીપ દરમિયાન મેદાન પર ખૂબ જ શાંત દેખાતો હતો. મેચની પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, ધોની ઠંડા મનથી નિર્ણયો લેતો હતો. આ જ કારણ હતું કે તે કેપ્ટન કૂલ તરીકે ઓળખાવા લાગ્યો. ધોનીને કેપ્ટન કૂલ કહેવાતા આ 5 નિર્ણયો 20 દિવસ પહેલા ICCએ હોલ ઓફ ફેમમાં સામેલ કર્યો
20 દિવસ પહેલા 10 જૂનના રોજ, એમએસ ધોનીને ICC હોલ ઑફ ફેમમાં સામેલ કર્યો હતો. તે આ સન્માન મેળવનાર 11મો ભારતીય ખેલાડી બન્યો. આ અંગે પ્રતિક્રિયા આપતા ધોનીએ કહ્યું- ‘ICC હોલ ઑફ ફેમમાં સામેલ થવું એ ખૂબ જ સન્માનની વાત છે. વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં મારું નામ જોવું મારા માટે ગર્વની વાત છે. હું આ ક્ષણને હંમેશા યાદ રાખીશ.’ ત્રણ ICC ટ્રોફી જીતનાર એકમાત્ર ભારતીય કેપ્ટન
ધોની એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેણે ભારતને ત્રણ ICC ટ્રોફી- 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી છે. તેના નેતૃત્વ હેઠળ, ભારત ટેસ્ટમાં પહેલીવાર નંબર-1 ટીમ પણ બની. તેની નિવૃત્તિ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ. તેણે 2014માં ટેસ્ટમાંથી અને 15 ઑગસ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ હજુ પણ IPLમાં રમી રહ્યો છે. ધોનીની ઈન્ટરનેશનલ કરિયર આવી રહી