26 જૂન 2025ના રોજ બાંગ્લાદેશના કોમિલ્લાના મુરાદનગરમાં 21 વર્ષની હિન્દુ યુવતી પર થયેલા બળાત્કાર મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન અને રાજકારણ તીવ્ર બન્યું છે. એક તરફ, હિન્દુ સંગઠનો અને માનવાધિકાર સંગઠનોએ દેશના ઘણા શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો કર્યા. બીજી તરફ, આ ઘટનાને લઈને રાજકીય પક્ષોમાં વિવાદ શરૂ થયો. ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાની પાર્ટી આવામી લીગ અને ભૂતપૂર્વ પીએમ ખાલેદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ આરોપી ફઝોર અલીને એકબીજાનો નેતા હોવાનો આરોપ લગાવ્યો. જમાત-એ-ઇસ્લામીએ પણ આ કેસમાં BNPને નિશાન બનાવ્યું. પહેલા, બાંગ્લાદેશ પોલીસ અને યુનુસના સમર્થકોએ આ કેસને એક્સટ્રામેરિટલ અફેયર તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, કુમિલ્લાના અધિક પોલીસ અધિક્ષક એકેએમ કમરુજ્જમાંને તપાસમાં તેને ક્રૂર ત્રાસનો કેસ ગણાવ્યો. તેમણે કહ્યું કે પીડિતા સરળ સ્વભાવની છે અને એક્સટ્રામેરિટલ અફેયરના કોઈ પુરાવા મળ્યા નથી. આ પછી લઘુમતી સમુદાયમાં રોષ ફેલાયો. ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાત્રે વિરોધ રેલી યોજી. હિન્દુ સમુદાયે સાત જિલ્લામાં માનવ સાંકળ બનાવી અને ન્યાયની માંગ કરી. કોર્ટે ઘટનાનો વીડિયો હટાવવાનો આદેશ આપ્યો હાઈકોર્ટે આ કેસમાં કડક વલણ અપનાવ્યું હતું અને પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ફહમીદા કાદર અને જસ્ટિસ સૈયદ ઝાહિદ મન્સૂરની બેન્ચે રવિવારે એક રિટ અરજીની પ્રારંભિક સુનાવણી બાદ આ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે 24 કલાકની અંદર તમામ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પીડિતાના વીડિયો અને ફોટા હટાવવાનો આદેશ આપ્યો હતો. પીડિતાને મેડિકલ અને સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું- એક્સટ્રામેરિટલ અફેયરનો ખુલાસો કરનારાઓ સામે કાર્યવાહી થાય ઢાકા યુનિવર્સિટીના જગન્નાથ હોલના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. તેમણે કાર્યવાહીની માંગણી કરતા સૂત્રોચ્ચાર પણ કર્યા. પ્રદર્શનકારીઓની માંગણીઓ… બીએનપીએ કહ્યું- આરોપીનો અમારી પાર્ટી સાથે કોઈ લેવા-દેવા નથી આ ઘટના BNP માટે રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો બની ગઈ છે કારણ કે મુખ્ય આરોપી ફઝોર અલી પાર્ટીના નેતા હોવાનું કહેવાય છે. BNP મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ પાર્ટીએ પોતાને દૂર રાખતા કહ્યું હતું કે ફઝોર અલીનો તેની કોઈપણ સમિતિ સાથે કોઈ સંબંધ નથી. સ્થાનિક યુનિયન કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય અબ્દુર રોબે જણાવ્યું હતું કે ફઝોર અલી અગાઉ આવામી લીગ સાથે સંકળાયેલા હતા. આ ઘટના સંબંધિત આ સમાચાર પણ વાંચો…. બાંગ્લાદેશમાં હિન્દુ યુવતી પર બળાત્કારનો વીડિયો વાયરલ: રથયાત્રાના દિવસે આરોપી ઘરમાં ઘૂસી ગયો હતો; 5ની ધરપકડ બાંગ્લાદેશના કુમિલા જિલ્લાના મુરાદનગર વિસ્તારમાં 25 વર્ષીય હિન્દુ મહિલા પર બળાત્કાર અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.