શેફાલી જરીવાલાના અચાનક અવસાનથી બધા આઘાતમાં છે. આ દરમિયાન, બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે કોઈ મેકઅપ કે ફિલ્ટરનો ઉપયોગ કર્યો નથી. આ દરમિયાન, તે લોકોને બોટોક્સ અને ફિલર્સનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપતી જોવા મળી હતી. તેણે કુદરતી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનું પણ સૂચન કર્યું હતું. આ વીડિયો મલ્લિકા શેરાવતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે કહેતી જોવા મળી રહી છે કે, ‘તમને બધાને શુભ સવાર. હું હમણાં જ જાગી ગઈ અને વિચાર્યું કે હું એક સેલ્ફી વીડિયો બનાવીશ અને તેને તમારા બધા સાથે શેર કરીશ. મેં કોઈ ફિલ્ટરનો ઉપયોગ કર્યો નથી. મેં કોઈ મેકઅપ કર્યો નથી. મેં હજુ સુધી મારા વાળ પણ બ્રશ કર્યા નથી. આ પહેલી વસ્તુ છે જે હું કરી રહી છું.’ ‘હું આ વીડિઓ તમારી સાથે શેર કરી રહી છું જેથી આપણે સાથે મળીને બોટોક્સને ના કહી શકીએ, કૃત્રિમ કોસ્મેટિક ફિલર્સને ના કહી શકીએ અને જીવનને હા કહી શકીએ. સ્વસ્થ જીવનશૈલીને હા કહી શકીએ. તમને ખૂબ ખૂબ પ્રેમ.’ શેફાલીનું 27 જૂને અવસાન થયું હતું શેફાલી જરીવાલાનું 27 જૂને અવસાન થયું હતું. જોકે, તેમના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. ન્યૂઝ18ના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને ડોક્ટરોનો અભિપ્રાય હાલમાં અનામત રાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેફાલી છેલ્લા કેટલાક વર્ષોથી વૃદ્ધત્વ વિરોધી (એન્ટી એજિંગ )દવાઓ લઈ રહી હતી. તપાસ દરમિયાન, પોલીસને તેના મુંબઈ સ્થિત ઘરમાંથી દવાઓના બે બોક્સ મળી આવ્યા હતા. તેના મૃત્યુના દિવસે, તેમણે વાસી ખોરાક ખાધો હતો અને ત્યારબાદ તેણે એન્ટી એજિંગ દવાઓ લીધી હતી. કૂપર હોસ્પિટલના ડોકટરોને શંકા છે કે સેલ્ફ મેડિકેશનને કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હશે.