મંગળવારે તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા. બચાવ કામગીરી ચાલુ છે. આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિરુધુનગર જિલ્લાના એસપી કન્નને જણાવ્યું હતું કે શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અંદરથી ફટાકડા ફૂટવાના અવાજો સંભળાયા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર અપડેટ થઈ રહ્યા છે….